RSS

Category Archives: વાર્તા


new1એક ખુબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખુબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખુબજ સુંદર અને અદભુત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મુક્યુ અને સાથે સાથે એક લખાણ પણ મુક્યુ, લખાણમાં લખ્યુ કે “આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભુલ લાગે એ જગ્યાએ નિશાન કરી દેવુ.”
    સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવુ અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
     આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો.મિત્રએ પુછ્યુ,”એ દોસ્ત, કેમ આટલો દુઃખી છો ? જે પણ હોય મને જણાવ મારથી બનતી કોશીશ કરીશ”
      આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવિતી સંભળાવી.આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, “બસ … ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કિધુ કે હવે બીજુ સુંદર પણ સહેજ ભુલોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે” પછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં.

બિજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભુલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મુક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે “જેને પણ આ ચિત્રમાં ભુલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી”

પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય…!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યુ જેવી મુકી હતી તેવીને તેવી જ હતી…!!!

સારાંષ :-

લોકોની ભુલો કાઢવી ખુબ આસાન છે પણ એને સુધારવી ખુબજ અઘરી છે. જેની ભુલ તમે સુધારી શક્તા ના હોય એ ભુલ કદી કાઢવી જ નહી.

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 25, 2013 માં વાર્તા

 


newsબે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ
રુમમાં રાખ્યા હતાં..
એક માણસને
તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર
બપોરે એક કલાક માટે તેમના પલંગ
માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.
રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ
ભાઇનો પલંગ હતો.
જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ
રહેવું પડતું.
આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ
તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ
વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે
વાતો કરતાં ..
દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે
બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું
વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક
કલાક બીજા માણસ માટે જાણે જીવંત
બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ
સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ
સુધી પહોંચતી…
“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે.
તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ
બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ
રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને
ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ
આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…”
પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે
બીજો માણસ પોતાની આંખો બંધ કરીને
કલ્પનામાં આ બધુ નિહાળતો.
એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર
થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ
બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે
પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.
આ રીતે દિવસો અને મહિનાઓ પસાર
થવા લાગ્યા….
એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે
પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર
નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત
નિર્જીવ શરીર પડ્યું હતું.
નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ
એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે
કહેવામાં આવ્યુ.
બારી પાસેનો પલંગ ખાલી પડયો!
થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને
બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત
કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને
ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.
હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને,
બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક
હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક
દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર
ફેરવી અને જોયું તો શું?
બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ
સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું
પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત
વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે
અહીં તો ખાલી દિવાલ જ છે!
નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ
પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત
કરવા માગતો હતો!”
ઉપસંહાર:
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે
પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ
વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે.
તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે
વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને
પૈસાથી ખરીદી નથી શકાતી!”
આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present”
કહેવાય છે.
મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક
જીવન તો બદલી જ શકો છો!

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 4, 2013 માં વાર્તા

 

ભણતર


મિત્રો આજે પ્રગતિશિલ શિક્ષણનો અંક વાંચ્યો. તેમાં નટવરભાઇ આહલપરાની એક લધુકથા વાંચવામાં આવી ખૂબજ મનો મંથન બાદ તેમની પરવાનગી વગર તે મૂકી રહ્યો છું કારણ કે આજના સમયમાં લધુકથા મહત્વ કાંક્ષી વાલીઓ માટે ખૂબજ માર્ગદર્શક બને તેમ છે. 

મેડિલકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં એકના એક પુત્ર મયંકે ગળાફાંસો ખાધો. પથ્થરો પીગળ્યા. શોકનો સાગર ઉછળ્યો. પિતા પ્રધ્યાપક,માતા શિક્ષિકા. બને અવાચક.

        મયંકનું બેસણું. તેના માતા-પિતાની એક જ રટણ ‘ અમે ક્યાં કોઇનું બગાડ્યું છે? કુદરતનો આ તે કેવો ન્યાય? ચાર-પાંચ દિવસ પસાર મયંકના મા-બાપ સંતાઅશ્રમમાં સંતના ચરણે. સંતે સાંત્વના આપતાં કહ્યું : ‘આખરે ભણતરનો અર્થ તો એ છે કે, માણસ જીવનનાં સંકટોમાંથી હેમખેમ પાર ઉતરે અને એવી રીતે નીકળે કે કોઇનું બૂરું ન કરે.

        આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નપાસ એના ધોરણ પણ કેટલા તૂચ્છ અને તકલાદી છે?

નિશાળની અંદર આવું કેમ ? ઔરંગઝેબ ૧૭૭૦ની સાલમાં મરી ગયો. તે હકીક્તની ઇતિહાસમાં કિંમત છે, તે હું જાણું છું સૌ જાણે છે. પણ એ એટલી મોટી કિંમત નથી કે, જેને કારણે વિદ્યાર્થીની આત્મશ્રદ્ધાનો નાશ કરી નાંખવામાં આવે? એને ૧૭૭૦ની સાલ ન આવડી. તેથી કાંઇ એ જીવનમાં હારી નથી બેઠો. બે અક્ષર ન આવડતાં હોય, તો માણસ જીવનમાં નાપાસ થતો નથી. શું જીવન શબ્દોનું ગુલામ છે? જીવન ટકે છે આત્મશ્રદ્ધા, સામાજિકતા અને વિનય ઉપર. સંતની વાત પૂરી. છાનાં ધ્રુસકે-ધ્રુસકે, મયંકના માતા-પિતા સંતના ચરણમાં. ‘ મહારાજ, અમારા પેટને મેડિકલ લાઇનમાં ન્હોતું જાવું. અમે?

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 16, 2012 માં વાર્તા

 

જેવું ઘડતર………….


લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો છસો રૂપિયા ઊપજે. અને નાળ કે સોયના બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો પચાસ હજાર રૂપિયા ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય.

     માણસ વિશે પણ એવું જ છે.

 
1 ટીકા

Posted by on નવેમ્બર 26, 2011 માં વાર્તા

 

મનોબળ……


એક મહત્વકાંક્ષી કિશોરનો હાથજોઇ કોઇ જ્યોતિષીએ એને કહ્યું

એક વિદ્યાની રેખા સિવાયની તારી બધી રેખા સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવી શકીશ. પણ વિદ્યા નહીં.કારણકે  એની રેખા તારા હાથમાં બહુ ટૂંકી અને અસ્પષ્ટ છે.’

       ‘ તો  વિદ્યા વિનાની ર્કીતિ અને સમૃદ્ધિને મારે શું કામની ? વિદ્યાની રેખા નથી તો હું એ બનાવીશ’,  કહી  એણે જ્યાંથી એ રેખા અટકતી હતી ત્યાંથી હાથમાં લાંબો ઊંડો ચીરો પાડયો ને નવી રેખા કોરી કાઢી.

       આ વિદ્યાર્થીતે આપણા વ્યકરણ કર્તા અને વિદ્ધાન પાણિની .

 
1 ટીકા

Posted by on નવેમ્બર 10, 2011 માં વાર્તા