RSS

Monthly Archives: જૂન 2011

તમારે ખૂબ સુખી થવું છે? તો આટલું અવશ્ય કરો……


૧.    ના પહોંચી શકાય તેવું ધ્યેય નક્કી ના કરો.

૨.    તમારી પાસે જે કાંઈ છે અને જેવું છે તે ખૂબ સરસ છે તેવું  દ્રઢપણે માનો એટલે કે તમે દરેક

        બાબતમાં સંતોષ રાખો.

૩.    તમાર જીવનની દરેક બાબતમાં, મને આટલું મળવું જ જોઈએ કે  હું કહું તે પ્રમાણે થવું જ

       જોઈએ, આવો આગ્રહ ન રાખો.

૪.  તમારા જીવનના સારા માઠા પ્રસંગોમાં તમે એકલા જવાબદાર નથી પણ પરિસ્થિતિ અને

      સંજોગોને કારણે આવા પ્રસંગો બન્યા છે માટે જે બન્યું છે તેને ઈશ્વરેચ્છા માની સ્વીકારી લો.

૫.   થોડીક આયોજનવાળી જીંદગી જીવો. એટલે કે તમારા જીવનને  સ્પર્શતી દરેક બાબતોમાં

       વ્યવસ્થિત બનો. આવેશમાં આવીને કે ઉત્સાહમાં આવી કોઇપણ અવિચારી પગલું ના

        ભરો.

૬.    મનની વૃત્તિ સમાધાનકારી રાખો એટલે કે જે મળ્યું છે તે સરસ છે, જે બને છે તે સરસ છે, જે

        નથી મળ્યું કે નથી બન્યું તે પણ  સરસ છે એવું માનો.

૭.   કોઈ પણ પ્રકારની ‘ચેલેંજ’ (કસોટી કરે તેવી પરિસ્થિતિ) ને તમે  ક્યારે પહોંચી શકો કે

       જ્યારે તમારામાં “દ્રઢ આત્મવિશ્વાસ” હોય.  આ માટે મન મજબુત અને સંગીન જોઈએ.

૮.   સ્વસ્થ શરીરમાં મન પણ સ્વસ્થ અને સંગીન હોય છે માટે  સ્વસ્થ  નિરોગી શરીર માટે

       નિયમિત ગમતી કસરત કરો.

 
1 ટીકા

Posted by on જૂન 27, 2011 માં સુવિચારો

 

std 10 Maths revision chp-1 dvichal


std 10 Maths revision chp-1 dvichal

 
 

std 10 Maths revision chp-3 sammey


ગણિત

 
 

પ્રશ્નપત્ર – 13


1 રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટુંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી   

       A આર્મેનાઇડ પ્રજા હતી                         B મોંગોલોઇડ પ્રજા હતી

       C ઑસ્ટ્રોલૉઇડ પ્રજા હતી                      D દ્રવિડ પ્રજા હતી

2 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો 

       A સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાજીવનની આગવી જીવન શૈલી…    

       B સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ

       C સંસ્કૃતિ એટલે ગુફાથે ઘર સુધીની માનવ વિકાસ યાત્રા

       D સંસ્કૃતિ એટલે માનવજાતની સભ્યતા

3 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર

       A મહાકવિ ભાસ                                   B કવિ ભારવિ                  

       C મહાકવિ કાલિદાસ                             D મહાકવિ ભવભૂતિ

4 કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે ?

       A ભોજપૂરી                                          B  કૂચીપોડી             

       C મણિપૂરી                                          D  ઓડિસી

5 મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે ?

        A  સાંચીનો સ્તુપ                                 B  સારનાથનો સ્તુપ

        C  બુદ્ધગુફાઓ                                      D  સારનાથનો સ્તંભ

6 હજાર-રામ મંદિર નીચેમાંથી કયા સ્થળે આવેલું છે ?

       A હમ્પી                                                B કાશી             

       C અલ્હાબાદ                                         D મથુરા

7 ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે ?

       A  ભાલણ                                            B  હેમચંદ્રાચાર્ય                 

      C  નર્મદ                                               D  નરસિંહમહેતા

8 કાલિદાસના નાટકો પૈકી સર્વોત્કૃષ્ટ નાટક ક્યું છે ?

       A  કુમારસંભવ                                     B  મેઘદૂત                           

        C  ઋતુસંહાર                                       D અભિજ્ઞાનશાકુન્તલમ્

9 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

       A  મલિક મુહમંદ જાયસી – મૃગાવતી               

       B  સમ્રાટ કૃષ્ણદેવરાય – આમુક્તમાલ્યદા

       C  અબુલ ફઝલ – આયને અકબરી            

       D મુહંમદ હુસેન – દરબારે અકબરી

10 કોના સમયમાં ધાતુ શિલ્પોનું નિર્માણ થયું હતું ?

       A કુષાણ                                              B પલ્લ્વ           

       C ચંદેલ                                               D ચોલવંશ

11 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?

       A  નાલંદા                                            B  તક્ષશિલા             

       C  સુલતાનગંજ                                   D રાણીગંજ

12 નીચેના માંથી ક્યું જોડકું ખોટું છે. તે જણાવો ?

       A  તમિલનાડુ – પોંગલ                         B અસમ – બિહુ    

       C રાજસ્થાન – ગઙોર                            D ગુજરાત – દુર્ગાપૂજા

13 સિંહગઢનો કિલ્લો કયાં રાજયમાં આવેલો છે ?

       A  મધ્યપ્રદેશ                                      B  ઓરિસ્સા                         

       C  મહારાષ્ટ્ર                                        D  ગુજરાત

14 વિશ્વવારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઇ છે ?

       A  યુનેસ્કો                                           B  W.H.O.                              

       C  ઇડા                                                D  યુનિસેફ

15 ઇરિંગોલ કાવૂ ઉપવન ક્યા રાજયમાં આવેલું છે ?

       A  હરિયાણા                                         B  પંજાબ                

       C  કેરળ                                               D  રાજસ્થાન

16 કોઇ નાગરિકને ઘર બનાવતાં ખોદકામ દરમિયાન કોઇ પૌરાણિક વસ્તુ મળી આવે તો તેણે ક્યા

     કાનૂન હેઠળ પુરાતત્વ ખાતાના અધિકારીને જાણ કરવાની હોય છે ?

       A   ભારતીય પુરાતત્વ કાનૂન 1898                       

       B  ભારતીય નિધિ વ્યાપર કાનૂન 1876

       C  ભારતીય સંરક્ષણ કાનૂન 1952              

       D  પુરાતત્વીય અવશેષોને લગતો કાયદો 1958

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?

       A  સાલારગંજ સંગ્રાહલય કોલકાતામાં આવેલું છે

       B  રાષ્ટ્રીય પ્રાણી સંગ્રાહલય ભોપાલમાં આવેલું છે    

       C  આગરાનો તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક અજાયબી છે 

        D  નવઘણ કૂવો પાટણમાં આવેલો છે

18 ક્યું સંસાધન નવીનીકરણીય છે ?

       A ખનીજ કોલસો                                  B  કુદરતી વાયુ        

       C  બાયોગૅસ                                        D ખનીજતેલ

19 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

       A ઉત્તરનાં મેદાનો – કાંપની જમીન             

       B   દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ – કાળી જમીન      

       C  મેઘાલય,અરુણાચલ પ્રદેશ – પહાડી જમીન     

        D  ગોવા,તમિલનાડુ,આંધ્રપ્રદેશ – પડખાઉ જમીન

20 ધોવાણથી કૃષિયોગ્ય જમીન બિનૌપયોગી બને છે તેને … કહે છે ?

       A રેગોલીથ                                           B ખરાબા          

       C ગોચર                                               D પડતર

21 કયા પ્રકારના જંગલ-વિસ્તારમાં ખેતી કરવાની અને પશુઓને ચરાવવાની મનાઇ હોય છે ?

       A સંરક્ષિત                                            B   બિનવર્ગીકૃત  

       C   અભયારણ્ય                                     D  રાષ્ટ્રીય ઉદ્યાન

22 ભારતમાં કુલ જંગલ વિસ્તારમાં થી કેટલા ટકા જંગલો અનામત જંગલો છે ?

       A    54.4%                                           B   27.4%       

       C    17.40%                                         D   29.35%

23 ખરીફ પાકનો સમયગાળો ક્યાંથી જ્યાં સુધીનો છે ?

       A જૂન થી નવેમ્બ સુધીનો                     B નવેમ્બર થી એપ્રિલ સુધીનો

       C માર્ચ    થી જૂન સુધીનો                     D ઓગષ્ટ થી જાન્યુઆરી સુધીનો

24 ભારતની વસ્તીનો મોટો સમુદાય ક્યા ક્ષેત્રમાં રોકાયેલો  છે ?

       A   વેપાર ક્ષેત્ર                                     B   કૃષિ ક્ષેત્ર       

       C   ઉદ્યોગ ક્ષેત્ર                                     D   સેવા ક્ષેત્ર

25 કૃષ્ણા નદી કયા રાજયની નદી છે ?

       A  છત્તીસગઢ                                       B  ગુજરાત  

       C   આંધ્ર પ્રદેશ                                     D  કેરળ

26 ઇ.સ. 1882માં ઉત્તર પ્રદેશની કઇ નહેરનું નિર્માણ થયું ?

        A  પૂર્વીય જમુના નહેર                        B ગ્રેન્ડ ઍનિકટ નહેર  

        C  પૂર્વીય યમુના નહેર                        D  પૂર્વીય કૅન્યોન નહેર

27 જળપ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત નીચેનામાંથી ક્યો છે ?

       A ખેતીપ્રવૃતિ                                       B પ્રાણીઓ         

       C ઉદ્યોગો                                             D વરસાદ

28 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?

       A  તાંબાની                                          B   અબરખની            

       C  મૅગેનીઝની                                     D   લોખંડની

29 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

       A   મૅંગેનીઝ વિદ્યુતનું અવાહક છે તથી તેનો વિદ્યુતના સાધનોમાં ઉપયોગ થાય છે  

       B   બૉક્સાઇટ વિદ્યુતનું સુવાહક હોવાથી વિદ્યુતના સાધનોમાં તેનો ઉપયોગ થાય છે

       C  અબરખ વિદ્યુતનું અવાહક હોવાથી વિદ્યુતના સાધનોમાં તેનો ઉપયોગ થાય છે

       D  તાંબું વિદ્યુતનું સુવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં થાય છે

30 વિશ્વના કુલ લોખંડના જથ્થાનો કેટલા ટકા જથ્થો ભારતમાં છે ?

        A    18 ટકા                                         B    20 ટકા         

        C     5 ટકા                                          D    27 ટકા 

31 ઉકાઇ જળવિદ્યુત મથક કઇ નદી પર છે ?

       A    સાબરમતી                                     B    મહાનદી    

       C    તાપી                                              D   મહી

32 ક્યા દેશમાં કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો છે ?

       A   યુ.એસ.એ                                       B   ભારત         

       C  ચીન                                               D    રશિયા

33 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત વ્યાપારિક છે ?

       A પવન                                               B ભરતીશક્તિ            

       C પેટ્રોલિયમ                                       D બાયોગેસ 

34 ભારતમાં લોખંડનું મોટા પાયા પર્નું ઉત્પાદન સર્વપ્રથમ ક્યાં શરૂ થયું હતું ?   

       A  બર્નપુરમાં                                       B   જમશેદપુરમાં   

       C   પોર્ટોનેવામાં                                  D    કુલ્ટીમાં

35 ભારતમાં લોહ-અયસ્કનાં પ્રગલનની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઇ હતી ?

       A   ઇ.સ. 1830                                      B   ઇ.સ. 1930            

       C   ઇ.સ. 1958                                      D   ઇ.સ. 1866

36 પશ્વિમ બંગાળામાં આવેલી મોટા ભાગની શણની મિલો કઇ નદી કિનારે આવેલી છે ?

       A   બ્રહ્મપુત્રા                                         B   ગંડક               

       C    શોણ                                              D   હુગલી

37 ભારતમાં સૌથી વધુ ઊંચાઇ પર આવેલો માર્ગ ક્યો છે ?

       A   મનાલીથી લેહ                                B   મનાલીથી લદાખ     

      C  મનાલીથી શ્રીનગર                           D  મનાલીથી જમ્મુ

38 જમ્મુથી કન્યાકુમારી વચ્ચે દોડતી એક્સપ્રસ

       A જમ્મુતાવી એક્સપ્રેસ                        B સાબરમતી એક્સપ્રેસ

       C હિમસાગર એક્સપ્રેસ                        D જનતા એક્સપ્રેસ

39 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યું છે ?

       A  ભાવ વધારો                                    B  ગરીબી      

       C   નીચી માથાદીઠ આવક                   D  વસ્તી વધારો

40 સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા  લેવાય છે ?

       A  ભાવતંત્ર                                          B  સમાજ                

       C  રાજય                                             D  નિયોજક

41 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?

       A  અંકુશિત                                          B  જથ્થાબંધ            

       C  છૂટક                                               D  મુક્ત

42 ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વનીઅર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવો એટલે

       A ઉદારીકરણ                                      B ખાનગીકરણ    

       C વૈશ્વિકીકરણ                                     D સરકારીકરણ

43 સમાજના બીજા વર્ગોના તુલનામાં ગરીબ હોવાની સ્થિતિ કેવી ગરીબી ગણાય છે ?

       A  સાપેક્ષ ગરીબી                                 B  નિરપેક્ષ ગરીબી 

       C  દારુણ ગરીબી                                  D  લધુતમ ગરીબી

44 કઇ યોજનાનો ઉદેશ વિવિધ પ્રકારની સવલતો દ્વારા ગ્રામીણ પ્રજાના જીવનની ગુણવત્તા સુધારો

     લાવવાનો છે ?

       A  સમૃદ્ધ ભારત અભિયાન                     B  પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના 

       C  સુવર્ણજયંતી સ્વરોજગાર યોજના     D  સુવર્ણજયંતી ગ્રામીણ યોજના

45 ક્યો વધારો ચીજવસ્તુ અને સેવાઓની માંગ અને પુરવઠામાં અસંતુલન સર્જે છે ?

       A  ભાવ                                                B  બેકારી               

       C  વસ્તી                                              D  વેતન

46 ગુજરાતમાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝની કચેરીઓ ક્યા શહેરોમાં આવેલી છે ?

       A  ગાંધીનગર અને અમદાવાદ             B  રાજકોટ અને ભાવનગર

      C  રાજકોટ અને વડોદરા                       D  અમદાવાદ અને રાજકોટ

47 દસમી પંચવર્ષીય યોજના(2001-07)માં કુલ ઘરેલું પેદાશ(GDP)ની આવકમાં કેટલા ટકાનો વૃદ્ધિદરનો

     લક્ષ્યાંક રાખ્યો હતો ?

       A  8 %                                                 B  6 %                                   

      C  11 %                                               D   8.5 %

48 અનુસૂચિ 341 અને 342 માં જાતિની યાદી કોણ નક્કી કરે છે ?

       A  રાજયપાલ                                      B  વડાપ્રધાન            

       C  રાષ્ટ્રપ્રમુખ                                       D  ઉપરાષ્ટ્રપ્રમુખ

49 પોતાના અધિકારોના રક્ષણ માટે બંધારણે નાગરિકને ક્યો અધિકાર આપેલ છે ?

       A  સમાનતાનો અધિકાર                      B  સ્વતંત્રતાનો અધિકાર  

       C  શોષણવિરોધી અધિકાર                    D  બંધારણિય ઇલાજનો અધિકાર

50 ભારત સરકારે વૃદ્ધજનો માટે કઇ નીતિ જાહેર કરી છે ?

        A  વૃદ્ધ સહાયક નીતિ                           B  વૃદ્ધ પેન્શન નીતિ

       C  વૃદ્ધ આર્થિક સહાય નીતિ                   D  રાષ્ટ્રીય નીતિ

 
 

પ્રશ્નપત્ર – 12


1 માનવસમાજની અદ્વિતીય લાક્ષણીકતા કઇ છે ?

              A આહાર અને નિંદ્રારા                     B સંસ્કૃતિ અને સભ્યતા    

              C પોશાક અને ખોરાક                      D ધર્મ અને કલા

2 સાંસ્કૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

              A  જંગલ, ઋતુઓ વગેરે                  B   તળાવો, સરોવરો વગેરે

              C પહાડો,સાગરો વગેરે                   D   ઇમારતો,શિલાલેખો વગેરે

3 નીચે પૈકી કઇ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ આધારિત નથી ?

              A  આયુર્વેદ                                    C  યુનાની   

              C  એલોપેથી                                D  નેચરોપેથી

4 ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ?

               A અથર્વવેદ                                 B  સામવેદ                

               C  યજુર્વેદ                                   D  ઋગવેદ

5 પંડિત સારંગદેવે કયા ગ્રંથનું સર્જન કર્યું હતું ?

              A સંગીત રતનાકર                        B સંગીત મકરંદ       

              C સંગીત પારિજાત                        D સંગીત સાગર

6 ક્યા પંડિતે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે ?

              A  પંડિત બાબા હરીદાસ                 B  પંડિત પાનીકર  

              C  પંડિત ભાષ્કર                            D પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે

7 પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?

              A  કૈલાસમંદિર                                      B  મહાબલિપુરમ મંદિર   

              C કોર્ણાક મંદિર                                      D  બૃહદેશ્વર મંદિર

8 તક્ષશિલાનો ધર્મરાજિકાનો સ્તુપ કઇ શૈલીમાં છે ?

              A  દ્રવિડ                                       B  મથુરા                

               C  આર્યન                                     D  ગાંધાર

9 અબુ ફઝલનો પ્રખ્યાત ગ્રંથ

              A બાબરનામા                                B તવારીખ-એ-હિંદ

              C આયના-એ-અકબરી                    D તારીખે-એ-ફિરોજશાહી

10 પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઇતિહાસનો ગ્રંથ કયો છે ?

              A  રાજતરંગણી                             B  પૃથ્વીરાજરાસો  

               C  વિક્રમાદેવચરિત                      D  હર્ષચરિત

11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

              A  પાણિનિ – અષ્ટધ્યાયી              B  કૌટિલ્ય – અર્થશાસ્ત્ર                

              C અશ્વઘોષ – બુદ્ધચરિત                D  શંકરાચાર્ય – ત્રિપિટિક

12 પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ છે ?

             A  ધર્મકર્મા                                    B  દેવકર્મા              

             C  ઇન્દ્રકર્મા                                   D  વિશ્વકર્મા

13 આધુનિક વિશ્વને કોને નાનું બનાવ્યું છે ?

              A વાહવ વ્યવહાર                          B શિક્ષણ           

              C વિજ્ઞાન અને ટેકનોલૉજી              D વસ્તી વધારો

14 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

              A  ગુજરાત                                     B  મહારાષ્ટ્ર               

              C  મધ્યપ્રદેશ                                 D  કર્ણાટક

15 ગણગોર કયા રાજયનો મહત્વનો તહેવાર છે ?

              A  રાજસ્થાન                                 B  અસમ                

              C  મહારાષ્ટ્ર                                   D  તમિલનાડુ

16 ચિતોડગઢ અને રંણથંભોરના કિલ્લાઓ કયા રાજયમાં આવેલા છે ?

              A  મધ્યપ્રદેશ                               B  ઓરિસ્સા                         

              C  તમિલનાડુ                               D  રાજસ્થાન

17 વન્ય જીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?

             A  રાષ્ટ્રીય સંગ્રાહલય                     B  ભારતીય સંગ્રાહલય    

            C મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ    D વન્ય જીવન સલાહાકાર બોર્ડ

18 હૈદરાબાદમાં ક્યુ સંગ્રાહલય આવેલું છે ?

              A  સાલારજંગ સંગ્રાહલય               B  નિઝામ સંગ્રાહલય      

              C આબાદગંજ સંગ્રાહલય               D  સુલતાનગંજ સંગ્રાહાલય

19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

             A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય

             B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    

             C  ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય

              D  પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય

20 કઇ જમીનમાં લોહ અને ઍલ્યુમિનિયમના સંયોજનોનું પ્રમાણ વધુ હોય છે ?

             A   રાતી જમીન                             B  પડખાઉ જમીન  

             C રણપ્રકારની જમીન                    D  કાંપની જમીન

21 ભારતના બંધારણમાં સુધારો કરી ઇ.સ.1976માં  ……. માં વનસંરક્ષણ માટે જોગવાઇ કરાઇ 

             A બંધારણના આમુખમાં

              B  બંધારણની કલમ નંબર 51 (ક)

             C  રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો અને નાગરિકની મૂળભૂત ફરજો

              D   સરકારના કાયદામાં

22 ઉત્તરાખંડ રાજયમાં આવેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે ?

              A પંચમઢી                                    B   સિમિલિપાલ    

              C  નંદાદેવી                                    D   સુંદરવન

23 સર્પોના સંદર્ભમાં ઉપયોગી વનસ્પતિ નીચેનામાંથી કયા ઉપવનમાં મળી આવે છે ?

             A  ઇરિંગોલ કાવૂ                            B  કિંકડી       

             C  લિંગદોહ                                   D  દેવરહતી

24 નીચેના પૈકી કયો પાક રવી પાક છે ?

              A   ઘઉં                                         B  બાજરી        

              C   કપાસ                                     D  જુવાર

25 જમીનની તીવ્ર અસમાનતા દૂર કરવા કોણ્ર “ભૂદાન યજ્ઞ”  ચલાવ્યો હતો ?

             A  મોરારજી દેસાઇ                         B  વિનોબા ભાવે      

            C  કાકાસાહેબ કાલેલર                   D  ગાંઘીજી

26 નીચેનાંમાંથી કયો પાક જાડા ધાન્ય પાક તરીકે ગણાતો નથી ?

              A    મકાઇ                                    B   જવ               

              C  બાજરી                                    D  ઘઉ

27  બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હતું ?

              A   ગ્રેન્ડ કેન્યા નહેર                      B   ગ્રન્ડ ઍનિકટ નહેર        

              C  આંધ્રનહેર                                 D  ઇન્દિરા નહેર

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

            A   ભાખડા-નાગંલ યોજના – સતલુજ               

            B    હીરાકુંડ યોજના – મહાનદી  

            C    નાગાર્જુન યોજના – ગોદાવરી નદી           

              D  કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી

29 રેતી અને પાણીના મિશ્રણને શું કહે છે ?

             A  ગેલેના                                        B   આગ્રેના  

             C   મોરટાર                                     D  મોરક્ષાર

30 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

            A   બૉક્સાઇટની કાચી ધાતુ ઍલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે      

             B  ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે    

             C   સીસું મુલાયમ પણ ભારે ધાતુ છે    

              D  પૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે

31 ક્યા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર મળે છે ?

              A  બિટ્યુમિનસ                             B  લિગ્નાઇટ 

              C   ઍન્થ્રેસાઇટ                              D  પીટ

32 ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજયમાં છે ?

             A   મહારાષ્ટ્ર                                  B  ગુજરાત  

             C   તમિલનાડુ                               D  આંધ્ર પ્રદેશ

33 ધુવારણ – ગુજરાત, શિવસમુદ્રમ્  – 

             A   ઓરિસ્સા                                  B  મહારાષ્ટ્ર      

             C    કર્ણાટક                                    D  મધ્ય પ્રદેશ

34 નીચેનામાંથી ક્યા સ્થળે રેશમી કાપડ બનાવવાની મિલો આવેલી છે ?

              A અમૃતસર                                   B લુધિયાણા                    

              C રાજકોટ                                    D મુર્શિદાબાદ

35 નીચેનામાંથી  એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?

             A     રેલવે એંજિન – ચિત્તરરંજન      

             B   જહાજ બાંધ કામ – કંડલા   

             C    રેલવે દબ્બા – પેરામ્બુર               

             D  હવાઇ જહાજ – કોરાપુટ

36 ઑઇલ ઇન્ડિયા લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

              A સંયુક્ત                                      B જાહેર            

              C ખાનગી                                      D સહકારી

37 ભારતનો વિદેશ વ્યાપાર ક્યા દેશો સાથે વધુ થાય છે ?

             A રશિયા                                        B  યૂ.એસ.એ.      

              C   જાપાન                                    D   ચીન

38 પરિવહનના કારણે કઇ પ્રક્રિયાને વેગ મળ્યો છે ?

              A ઉદારીકરણ                                B ખાનગીકરણ           

               C વૈશ્વિકીકરણ                              D ઉદ્યોગીકરણ

39 ક્યા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે ?

              A સમાજવાદી                               B મિશ્ર            

              C સામ્યવાદી                               D મૂડીવાદી

40 મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?

              A  આર્થિક સાતત્યનો અભાવ         B   બિનકાર્યક્ષમતા             

              C  આર્થિક અવ્યવસ્થા                    D  ઉત્પાદનાના સાધનોનો બગાડ

41 વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યા આવેલું છે ?

              A  બેલગ્રેડ                                     B  વિયેના               

              C  જીનીવા                                    D  પૅરિસ

42 નાણાંનો પુરવઠો નક્કી કરવાની, ફેરફાર કરવાની, ફાળવણી કરવાની નીતિ એટલે … 

              A વિનિમયદરની નીતિ                  B નાણાકીય નાતિ

              C રાજકોષિય નીતિ                        D વિદેશ નીતિ

43  સુવર્ણજ્યંતિ શહેરી રોજગાર યોજના એ ક્યા પ્રકારની રોજગાર યોજના છે ?

              A  વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ                 

              B  સમાન રોજગારીનો કાર્યક્રમ   

              C  રોજગારી સહાયક કાર્યક્રમ                             

              D  સ્વરોજગારી કાર્યક્રમ

44 રૂપિયાની ખરીદી શક્તિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે ?

              A  મૂડીવધારો                               B  વસ્તીવધારો                

              C  ભાવવધારો                              D  માંગવધારો

45 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

              A  ઇ.સ. 1962 માં                          B  ઇ.સ. 1972 માં   

              C  ઇ.સ. 1947 માં                          D  ઇ.સ. 1968 માં

46 ઇ.સ. 2005ના વર્ષને ક્યા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ?

              A  રાષ્ટ્રીય પર્યાવરણ વર્ષ             B  રાષ્ટ્રીય મહિલા વર્ષ    

              C  રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ               D  રાષ્ટ્રીય જાગરણ વર્ષ

47 કેન્દ્રનાં ક્યા સંસદગૃહમાં કોઇ અનામત બેઠકો રાખવામાં આવી નથી ?

              A  રાજયસભા                               B  લોકસભા             

              C  વિધાનસભા                             D  વિધાન પરિષદ

48 એન.ડી.એફ.બી અને બી.એલ.ટી.એફ આ બે બળવાખોર સંગઠનો કઇ માગણી કરી રહ્યાં છે ?

              A  બૃહદ બોડોલેન્ડ                        B  અલગ બોડોલેન્ડ

             C બૃહદ અસમ                               D બૃહદ નાગાલૅન્ડ

49 ઇ.સ. 1983થી 1992ના દાયકાને કોણે વિકલાંગ દાયકા તરીકે જાહેર કોણે ર્ક્યો છે ?

              A  ભારત સરકારે                          B  યુનેસ્કોએ             

              C વિશ્વ-આરોગ્ય સંસ્થાએ               D  સંયુક્ત રાષ્ટ્રોએ

50  90 દેશોમાં ભ્રષ્ટાચારમાં ભારતનું સ્થાન … 

              A   10મું                                        B   69મું                   

              C   40મું                                       D   60મું