Monthly Archives: મે 2011
પ્રશ્નપત્ર – 9
1 આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?
A દ્રવિડ B મોંગોલૉઇડ
C આર્મેનોઇડ D ઑસ્ટ્રોલૉઇડ
2 ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?
A નદીઓનો B વન્ય જીવનનો
C પર્વતોનો D વનસ્પતિનો
3 કૂચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A રાજસ્થાન B ઓરિસા
C કેરળ D આંધ્રપ્રદેશ
4 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર
A મહાકવિ ભાસ B કવિ ભારવિ
C મહાકવિ કાલિદાસ D મહાકવિ ભવભૂતિ
5 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી ?
A દૂતવાક્યમ્ B મહાવિરચરિતમ્
C માલતીમાધવ D ઉતરરામચરિત
6 કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજયમાં આવેલું છે ?
A તમિલનાડુ B ગુજરાત
C મધ્યપ્રદેશ D ઓરિસ્સા
7 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
A ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ
8 બૃહદેશ્વર મંદિર માટે નીચેનું કયું વિધાન સાચું છે ?
A તે ભારતનું સૌથી મોટું મંદિર છે
B તે ઓરિસ્સામાં આવેલું છે
C તેનો પડછાયો જમીન પર પડતો નથી
D તે સંગેમરમરનું બનેલું છે
9 ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે ?
A 12 B 15
C 18 D 24
10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?
A અવધિ B ભોજપુરી
C સધુંકડી D પંજકડી
11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી
D શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ
D સોમદેવ – શાંતિપુરાણ
12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?
A નાગાર્જુન B વરાહમિહિર
C આર્યભટ્ટ D ચરક
13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?
A નાલંદા B તક્ષશિલા
C સુલતાનગંજ D રાણીગંજ
14 નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે. તે જણાવો ?
A વાસ્તુંશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
B વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
C જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
D વાસ્તુંશાસ્ત્ર એ જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે
15 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?
A ગુજરાત B મહારાષ્ટ્ર
C મધ્યપ્રદેશ D કર્ણાટક
16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?
A સાપુતારા B ચોરવાડ
C ચાંપાનેર D દમણ
17 નીચેના પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?
A મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે
B મહાબલિપુરમને સાત પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે
C ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે
D મહાબલિપુરમ વિશ્વભરમાં ધતુશિલ્પ્નાં બેનમૂન સ્થાપત્યો ધરાક છે
18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?
A પુરાતત્ત્વ ખાતાને
B પ્રવાસન અને પર્યટન ખાતાને
C પર્યાવરણ ખાતાને
D શિક્ષણ ખાતાને
19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?
A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય
B પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય
C ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય
D પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા
B સિંહ અભયારણ્ય – ગીર
C ઘુડખર – કચ્છનું મોટું રણ
D એક શિંગી ગેંડો – અસમ
21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?
A ઇન્દિરા ગાંધી B જવાહરલાલ
C સરદાર પટેલ D સુંદરલાલ બહુગુણા
22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?
A વિજયવાડા B દેલવાડા
C વાંસદા D દાંતીવાડા
23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો પાક ધરાવે છે ?
A સોયાબીન B મગફળી
C તલ D સરસવ
24 નીચેનાંમાંથી એક વિધાન ખરું નથી. તે શોધીને લખો ?
A પંજાબને ઘઉંનો કોઠાર કહે છે
B પશ્વિમ બંગાળાને સોનેરી રેસાનો મુલક કહે છે
C ભારતમાં ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે
D ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે
23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળતું નથી ?
A 8% B 12%
C 13% D 18%
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
C ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
A તાંબાની B અબરખની
C મૅગેનીઝની D લોખંડની
26 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A લોખંડ – ઝારખંડ B અબરખ – ઉત્તર પ્રદેશ
C બૉક્સાઇટ – ઓરિસ્સા D ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ
27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?
A કુદરતી વાયુ B કોલસો
C ખનીજતેલ D બાયોગૅસ
28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી
C ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી
29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A દિગ્બોઇ રિફાઇનરી – અસમ
B હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદેશ
C કોયલી રિફાઇનરી – ગુજરાત
D બરૌની રિફાઇનરી – બિહાર
30 નીચેનામાંથી ક્યા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે ?
A જયપુર B લખનૌ
C ઇંદોર D વારાણસી
31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો આવેલી છે ?
A અમૃતસર B જયપુર
C કંડલા D અજમેર
32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?
A જૂનાગઢ B સાપુતારા
C સોમનાથ D અંબાજી
33 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A હાજીપુર B હુબલી
C માલેગાંવ D ઇન્દોર
34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?
A પૂર્વ રેલવે – કોલકાતા B દક્ષિણ રેલવે – ચેન્નાઇ
C પશ્વિમ રેલવે – મુંબઇ D ઉત્તર રેલવે – જયપુર
35 આર્થિક ર્દષ્ટિએ ભારત કેવો દેશ છે ?
A વિકસિત B સમૃદ્ધ
C વિકાસશીલ D અલ્પવિકસિત
36 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યું છે ?
A ભાવ વધારો B ગરીબી
C નીચી માથાદીઠ આવક D વસ્તી વધારો
37 મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?
A આર્થિક સાતત્યનો અભાવ
B બિનકાર્યક્ષમતા
C આર્થિક અવ્યવસ્થા
D ઉત્પાદનાના સાધનોનો બગાડ
38 આર્થિક ઉદારીકરણની નીતિ એ કેવા બજારની આર્થિક નીતિ છે ?
A અંકુશિત B જથ્થાબંધ
C છૂટક D મુક્ત
39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?
A વિદેશની નાણાંકીય નીતિ B રાજકોશીય નીતિ
C ઔદ્યોગિકનીતિ D વિદેશવ્યાપાર અંગેની નીતિ
40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?
A નિરક્ષરતા B મોટાં કુટુંબની ઝુબેશ
C સંગઠનનો અભાવ D સામાજિક પછાત પણું
41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?
A 3.5 થી 4 % B 6 થી 6.25%
C 4 થી 4.5 % D 3 થી 3.5 %
42 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ.
C એફ.એસ.આઇ. D એગમાર્ક
43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?
A ઇ.સ. 1962 માં B ઇ.સ. 1972 માં
C ઇ.સ. 1947 માં D ઇ.સ. 1968 માં
44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?
A ઇ.સ. 1991 B ઇ.સ. 2001
C ઇ.સ. 2002 D ઇ.સ 1992
45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
A સરસ્વતી બૉન્ડ B નર્મદા બૉન્ડ
C મહિલા બૉન્ડ D વિદ્યાલક્ષ્મી બૉન્ડ
46 ભારત માનવવિકાસ સૂચક આંકમાં વિશ્વના દેશોમાં કેટલામાં ક્રમે છે ?
A 139 B 127
C 137 D 120
47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?
A સાંપ્રદાયિકતા B ધર્મ
C જૂથવાદ D જ્ઞાતિવાદ
48 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદેશમાં ધંધાર્થે જાય છે
B આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે
C આતંકવાદના કારણે ભ્રાતૃભાવના ઓછી થતી જાય છે
D આતંકવાદ સમાજને સંગઠન તરફ દોરી જાય છે
49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?
A આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ
B આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ
C આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ
D આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ
50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?
A 21 વર્ષ B 18 વર્ષ
C 17 વર્ષ D 22 વર્ષ
પ્રશ્નપત્ર – 8
1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું
A તે ઉધોગપ્રધાન હતી B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર ધર્મપ્રધાન હતી D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી
2 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે
C નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે
3 ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?
A પાલનપુર B સુરત C ખંભાત D જામનગર
4 ભરત નાટયમ્ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A આંધ્ર પ્રદેશ B ગુજરાત C ઓરિસા D તમિલનાડુ
5 એક મંદિર છે. જેનો આકાર રથ જેવો છે. તેને બાર પૈડા છે. અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે ?
A કોર્ણાર્કનું સૂર્યમંદિર B મોઢેરાનું સૂર્યમંદિર
C ખજૂરાહોનુંમંદિર D કૈલાસનાથ મંદિર
6 ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ કયા સ્થળે આવેલી છે ?
A નાલંદા B થંજાવુર C મથુરા D કાંચીપુરમ્
7 ગુજરાતમાંથી મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં
આવેલું છે ?
A કચ્છ B બનાસકાંઠા C જૂનાગઢ D સાબરકાંઠા
8 સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?
A ભારવિ B પાણિનિ C બાણભટ્ટ D અશ્વઘોષ
9 વિજયનગરનો ક્યો સમ્રાટ તેલુગ અને સંસ્કૃતનો લેખક હતો ?
A હરિરાય B રામેશ્વરરાય C બુક્કારાય D કૃષ્ણદેવરાય
10 ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?
A ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત B આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત
C ચરક અને સુશ્રુત D વિક્રમાકદેવ અને કુમારપાળ
11 મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?
A સુશ્રુતતંત્ર B સુશ્રુતસંહિતા C સુશ્રુતશાસ્ત્ર D સુશ્રુત આચાર સંહિતા
12 વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?
A થંજાવુરમાં B મહાબલિપુરમાં C પટ્ટદકલમાં D વિજયનગરમાં
13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?
A હુમાયુ B શાહજંહા C ઔરંગઝેબ D અકબર
14 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?
A આગરાનાકિલ્લામાં B દિલ્લીના C લાહોરીકિલ્લામાં D શાહીકિલ્લાંમાં
15 વન્ય જીવન અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?
A જૈવ આરક્ષિત ક્ષેત્ર B અભયારણ્ય C રાષ્ટ્રીઉધાન D સંગ્રાહલય
16 આપણાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો કોનાં આકષર્ણનાં કેન્દ્રો બન્યા છે ?
A પર્યાવરણવાદીઓના B સમાજશાસ્ત્રીઓના
C પર્યટકોના D પાડોશીદેશોના
17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે
B સ્વામી રામદાસે શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદને સંબોધી હતી
C પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું
D પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ
18 નીચેનામાંથી માનવ-નિર્મિત સંસાધન ક્યું છે ?
A જળ B જંગલો C ઇમારતો D ભૂમિ
19 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ C રાજસ્થાન D ગુજરાત
20 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
A સિંહ B હાથી C વાઘ D ગેંડો
21 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ C ઉત્તરાખંડ D રાજસ્થાન
22 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે ?
A અસમ B કર્ણાટક C મધ્ય પ્રદેશ D ઉત્તરાખંડ
23 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર
24 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?
A અસમ B પશ્વિમ બંગાળા C કેરળ D હિમાચલ પ્રદેશ
25 કૉફીના વધુ ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ?
A કૂર્ગ B ચરોતર C કોરોમંડલ D દાર્જિલિંગ
26 બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હતું ?
A ગ્રેન્ડ કેન્યા નહેર B ગ્રન્ડ ઍનિકટ નહેર C આંધ્રનહેર D ઇન્દિરા નહેર
27 ભારતમાં સ્વાતત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયુ છે ?
A દોઢ ગણું B અઢી ગણું C ચાર ગણું D ત્રણ ગણું
28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A ભાખડા-નાગંલ યોજના – સતલુજ B હીરાકુંડ યોજના – મહાનદી
C નાગાર્જુન યોજના – ગોદાવરી નદી D કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી
29 કઇ ધાતું વિદ્યુતનું ઉત્તમવાહક છે ?
A ચાંદી B લોખંડ C તાંબું D અબરખ
30 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર B જૂનાગઢ C જામનગર D અમરેલી
31 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે
B તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે
C સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે
D બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે
32 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
A ઇરાન B યૂ. એસ. એ C રશિયા D સાઉદી અરેબિયા
33 દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?
A પવનશક્તિ B ભરતીશક્તિ C ગોબરગૅસ D સૂર્યશક્તિ
34 નીચેનામાંથી કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?
A રંગ B તાંબું C રસાયણ D કૃત્રિમ રબર
35 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?
A રેલવે એંજિન – ચિત્તરરંજન B જહાજ બાંધ કામ – કંડલા
C રેલવે દબ્બા – પેરામ્બુર D હવાઇ જહાજ – કોરાપુટ
36 ભારતે 2004-5માં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો ?
A આર્યભટ્ટ B એપોલો C ઍજ્યુસેટ D રોહિણી
37 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?
A મેટ્રો હાઇવે B કોરીડોર હાઇવે C સાગર હાઇવે D કોસ્ટલ હાઇવે
38 ક્યા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે ?
A સમાજવાદી B મિશ્ર C સામ્યવાદી D મૂડીવાદી
39 ઉત્પાદનના સાધનોમાં જે બંધબેસતું ન હોય તે દર્શાવો
A જમીન B મૂડી C શ્રમ D બજાર
40 આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?
A કૃષિક્ષેત્રે વિકાસ વધે છે B અસમાનતામાં ઘટાડો થાય છે
C સરકારનું દેવું વધે છે D ભાવવધારો અંકુશમાં આવે છે
41 જંતુનાશક દવાનો વિકલ્પ ક્યા દેશમાં શોધવામાં આવ્યો છે ?
A યુ.એસ.એ. B રશિયા C જાપાન D બ્રાઝીલ
42 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?
A રૂઢિચુસ્તા B અલ્પ વિકાસ C બેરોજગારી D વસ્તી વધારો
43 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?
A રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના B રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ
C પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના D મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના
44સરકારે ……. નાંપુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે ?
A ચીજવસ્તુઓ B કાચામાલ C નાણાં D સેવાઓ
45 એગમાર્કનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
A ઇ.સ. 1937માં B ઇ.સ. 1947માં C ઇ.સ. 1967માં D ઇ.સ. 1972માં
46 માનવવિકાસ આંકનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?
A WHO B UNDP C UNO D UNICEF
47 જીવનઘોરણ કોના દ્વારા મપાય છે ?
A વાર્ષિક આવક દ્વારા B દૈનિક આવક દ્વારા
C માથાદીઠ આવક દ્વારા D રાષ્ટ્રીય આવક દ્વારા
48 આતંકવાદ કઇ સમસ્યા છે ?
A પ્રાદેશિક B વૈશ્વિક C પ્રાંતિક D રાષ્ટ્રીય
49 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે
B ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી
C અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે
D બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે
50 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ B અંધકારમય C સહાયક D અસહાય
આજના યુવાનની દિશા અને દશા
વિશાળ જગતમાં અસ્તિત્વ ધરાવતી દરેક ચીજ –વસ્તુના અસ્તિત્વ અને વિકાસ પાછળ કોઇ ને કોઇ પરિબળનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુખ્ય આધાર રહેલો છે. અસંખ્ય કુટુંબોના સમુહ રૂપે આકાર પામેલ માનવસમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવાવર્ગનું આગવું પ્રદાન હોવાથી સમાજમાં યુવાવર્ગને યુવાધન તરીકે નવાજી તેની પ્રશંસા કરવામાં આવે છે.
વાસ્તવિક જીવનમાં સુખ-સગવડોને પ્રાપ્ત કરવા વપરાતા વિનિમયનું માધ્યમ નાણું તેમજ વૈભવી ઓળખ અપાવતી સંપતિને ધન તરીકે ઓળખવામાં આવે છે. તેવી રીતે દેશની પ્રગતી,સુખ,શાંતિ અને સલામતીમાં યુવાવર્ગની આગવી ભૂમિકા હોવાથી યુવાવર્ગ યુવાધન તરીકે ઓળખાય છે. તેથી દેશની ધરોહર સમાન યુવાધન સક્ષમ,સબળ,સક્રિય અને સજાગ હોવું અનિવાર્ય છે.
પણ આજે આપણા યુવાધનની દિશા અને દશા બદલાઇ ચૂકી છે. જે સામાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આજે આધુનિકતામાં અંધ બનેલો યુવાન દિશા ભટકી રહ્યો છે. આજનો યુવાન પ્રાચીન આચાર-વિચારોનો ત્યાગ કરી આધુનિક દેખાવા પોતાની દિશા બદલી પોતાની જવાબદારીઓથી વિમુખ થઇ રહ્યો છે. પહેલા યુવાનોના હદયમાં મા-બાપનું આગવુ સ્થાન હતું અને મા-બાપની આજ્ઞા શિરોમાન્ય ગણાતી પરંતુ આજે વધતા જતા ધરડાધરોનું પ્રમાણ યુવાનોની બદલાતી દિશાનો જીવતો-જાગતો પૂરાવો છે.
આધુનિક યુગમાં વિજ્ઞાનનાં નવાં આવિષ્કાર પામેલા ઉપકરણોના માધ્યમ થકી પશ્વિમી સંસ્કૃતિમાં ઓતપ્રોત થયેલો ધણોખરો યુવાવર્ગ આપણી સંસ્કૃતિને વિસરી રહ્યો છે.અને સમાજમાં અવનવી મુશ્કેલીઓનું નિર્માણ કરી રહ્યો છે.
આજે દેશની સાચી સંપતિ ગણાતું યુવાધન આઝાદ ભારતમાં વ્યસનોનું ગુલામ બની ઊધઇ ખાધેલા ઇધણ જેવી પરિસ્થિતિ ધરાવે છે. શું આપણા સૌ માટે આ ચિંતાનો વિષય નથી?
સંસારસાગર અનેક વિવિધ મુશ્કેલીઓથી ભરેલો છે. જીવનમાં ડગલે ને પગલે આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની. ઉપરાંત કુટુંબની સુરક્ષા,ભરણ-પોષણ તથા અન્ય જરૂરીયાતો સંતોષવાની જવાબદારી યુવાનોના શિરે છે. તેમજ દેશની રક્ષા કરવાની તેમજ દુનિયાના દેશો સાથે કદમ સાથે કદમ મિલાવી દેશનો વિકાસ કરવાની જવાબદારી યુવાવર્ગની છે. પરંતુ વ્યસનોના વમળમાં ફસાયેલો યુવાવર્ગ આ જવાબદારી નિભાવી શકશે? આજની તેમની દિશા અને દશા જોતા દેશનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે.
પ્રાચીન ભારતમાં યુવાનોએ યોગ અને અખાડાના દાવ-પેચથી સ્વસ્થ,સુડોળ,સશક્ત બની તથા નિર્વ્યસની, ત્યાગી અને પરાક્રમી બની ભવ્ય ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપેલ છે. તેમણે આપેલા પ્રદાનને ઇતિહાસમાં જોઇ શકીએ છી.પરંતું આજે વ્યસનોની આંટીધુટીંમાં અટવાયેલો ધણોખરો યુવાવર્ગ પોતાની કંચનવર્ણી કાયાને લૂણો લગાડી પોતાની જવાબદારીઓથી વિમુખ થઇ રહ્યો છે.
આજના ધણાખરા યુવાનોની સવારની શરૂઆત તમાકુ,મસલા,ગુટખા કે બીડી-સિગારેટના સેવનથી થાય છે.આ બાબત યુવાનોની બદલાયેલી દિશા સૂચવે છે. આજનો ધણોખરો યુવાવર્ગ વ્યસનોની ભયાનક્તાને જાણતો હોવા છતા અજાણ બની દરેક ક્ષણે નશામાં ચકચૂર બની પોતાની મહામૂલી કાયામાં ધીમું ઝેર રેડી પોતાની જાતને અશક્ત,આળસું અને અનિયમિત બનાવી પોતેજ પોતાનો દુશ્મન બની કુટુંબ,સમાજ અને દેશ સાથે દગો કરી રહ્યો છે.
પ્રવર્તમાન સમયમાં જાહેર સ્થળોએ પાન-મસાલાની પિચકારીઓથી ખરડાયેલા દિવાલોના ખૂણા યુવાનોની બદલાયેલી દિશા અને દશાની ચાડી ખાય છે.પરંતુ યુવાવર્ગ આ ખરડાયેલા ખૂણાઓની દસા પરથી પોતાના શરીરની દશાને પામી શક્તો નથી આપણા દેશમાં ઔષધિય દુકાનો કરતા અનેક ધણી ધીમા ઝેરરૂપી પાન-બીડી,તમાકુ,ગુટખાનું વેચાણ કરતી હાટડીઓ અસ્તિત્વ ધરાવે છે. અને યુવાનો હરખથી પૈસાનું પાણી કરી ધીમા ઝેરને આરોગે છે.
દારૂના સેવનને અમીરીની ઓળખ માની ચૂકેલા નબીરાઓ દારૂ પાછળ પોતાની કમાણીનો મોટો હિસ્સો ખર્ચી નાખે છે. અને અકારણ ગરીબીનો ભોગ બની પોતાના બાળકોને શિક્ષણથી વંચીત રાખી તેમના ધડતરની જવાબદારી પણ યોગ્ય રીતે નિભાવી શક્તા નથી અને પોતાના પરિવારને દુ:ખોની ઊડી ખાઇમાં ધકેલી દે છે.
આવ્યસનોએ યુવાનોને અશક્ત,આળસુ અને ખોખરા કરી તેમની દશા બગાડી નાખી છે.યુવાનોના વર્તનને આદર્શ માની બેઠેલા બાળકો પણ તેમના રસ્તે ચાલતા અચકાતા નથી અને તેઓ પણ વ્યસનોના ગુલામ બની જાય છે.મા-બાપની ઘડપણની લાકડી બનનાર યુવાન વ્યસનો થકી પોતેજ અકાળે વૃદ્ધ બની કે મોતને ભેટી મા-બાપના અરમાનોને ધૂળધાણી કરીનાખી મા-બાપનું ઘડપણ બગાડે છે.
યુવાવસ્થામાં ચઢતા લોહીમાં વ્યસનોની અસર વર્તાતી નથી પરંતુ સમય જતા શરીરમાં અશક્તિ,આળસ અને અરૂચિ દ્વારા વ્યસનોની અસરો છતી થાય છે. અને જ્યારે તેઓ વ્યસનની ચૂંગલમાંથી છૂટવા માગે છે.ત્યારે ખૂબ જ મોડુ થઇ ચૂક્યું હોય છે. અને તેમના પસ્તાવાનો કોઇ પાર રહેતો નથી
કુટુંબ,સમાજ અને દેશના વિકાસમાં અવરોધક આ પરિબળોને પરાસ્ત કરવા યુવાનોએ જાગૃત થવાની તાતી જરૂરિયાત છે. વખત વહી જાય તે પહેલા યુવાનોએ પોતાની દિશા અને દશા બદલી વર્તમાન તેમજ આવનાર પેઢીના સાચા માર્ગદર્શ બનવાની જરૂરિયાત છે. બાળકોમાં યુવાનોનું સીધુ પ્રતિબિંબ ઝીલાતું હોવાથી બાળકોમાં ઉમદા સંસ્કારોના સિંચન માટે અને દેશની આજ અને આવતીકાલ સુધારવા યુવાનોએ પોતાની દિશા અને દશા બદલવી પડશે સમાજમાં ધીમાં ઝેરની હાટડીઓમાં મોતને નાની પડીકીઓમાં વેચી પેટીયું રળતા લોકોને પણ બીજાના સ્વાસ્થ્ય સાથે ખેલવાનો કોઇ અધિકાર ન હોવાથી તેમણે આજીવિકા રળવા બીજો વ્યવસાય અપનાવવો જોઇએ
સામાન્યરીતે દરેક બઇમાન વહેપારી ઇમાનદાર નોકરની ખેવના રાખતો હોય છે.તેમ સંસારનો દરેક દુરાચારી વ્યસની અને અસંસ્કારી વ્યક્તિ પણ સદાયે સદાચારી,નિર્વ્યસની અને સંસ્કારી સંતાનની ઝંખના રાખતો હોય છે.તો આવા દુરાચારી વ્યસની અને અસંસ્કારી માતા-પિતાઓએ સંતાનો પ્રત્યેની ઉમદા આશાઓને સાકાર કરવા ઉત્તમ આચરણ થકી આદર્શ વ્યક્તિત્વ કેળવી સંતાનોના આદર્શ બનવું પડશે જેવીરીતે મોરના ઇંડા ચિતરવા નથી પડતા તેમ સંસ્કારસજ્જ માતા-પિતાના બાળકોને સંસ્કાર સિંચવા નથી પડતા માટે જ કહેવાય છે. કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા સંસ્કારએ સમાજનું આગવું આભૂષણ છે. જેના થકી માનવી અને સમાજ બંન્ને શોભાયમાન છે. માટે સંસ્કારભર્યું આચરણ આપણા સૌ માટે અનિવાર્ય છે.
લેખક – શ્રી રાજેન્દ્રકુમાર દ્વારકાદાસ પટેલ
શ્રી જે.એસ.પટેલ વિદ્યામંદિર, રાંધેજા, ગાંધીનગર
પ્રશ્નપત્ર – 7
1 ભારતની સંસ્કૃતિ એ સર્વાંગ સુંદર જ ન હતી …
A તે ઉધોગ પ્રધાન હતી B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી
C તે માત્ર ધર્મ પ્રધાન હતી D તેમાં કોઇ આધ્યાત્મિક વિચારધારા જ ન હતી
2 ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા
(A) ભારતમાં પ્રગટી હતી (B) ચીનમાં પ્રગટી હતી
(C) ગ્રીસમાં પ્રગટી હતી (D) મિસરમાં પ્રગટી હતી
3 સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?
A પંડિત સુબ્બારાય B પંડિત અહોબલે C પંડિત નારદ D પંડિત સારંગદેવ
4 ગુજરાતનું કયું શહેર જરી ઉધોગ માટે જાણીતું છે ?
A ભુજ B અમદાવાદ C ભારૂચ D સુરત
5 ભારતમાં રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે કયુ નૃત્ય જાણીતું છે ?
A કૂચીપુડિ B કથકલી C કથક D ઓડિસી
6 ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે ?
A ઇલોરાની B અજંતાની C ઍલિફન્ટાની D મહાબલિપુરમ્
7 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?
A જામા મસ્જિદ B મોતી મસ્જિદ C બીબીજી કી મસ્જિદ D રાણી સિપ્રિની મસ્જિદ
8 ધર્મરાજિકા સ્તુપ કયાં આવેલો છે ?
A પીપરાવમાં B નંદનગઢમાં C સાંચીમાં D સારનાથમાં
9 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ
A ત્રિપિટક B કલ્પસૂત્ર C ભગવદગીતા D સારિપુત્ર પ્રકરણ
10 ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ શેમાં આપવામાં આવી છે ?
A વેદાંગમાં B અથર્વવેદમાં C યર્જુવેદમાં D સામવેદમાં
11 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
A હિન્દી B અરબી C ફારસી D ઉર્દુ
12 કઇ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભટ્ઠીઓ હતી ?
A વલભી B વિક્રમશીલા C નાલંદા D તક્ષશિલા
13 વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?
A બૃહદસંહિતા B બ્રહ્માંડ્સંહિતા C જ્યોતિષસંહિતા D ખગોળસંહિતા
14 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?
A બીજાપુરનો દરવાજો B મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા
C સંત સલીમ ચીસ્તીનો દરવાજો D ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો
15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
A મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ
16 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની
17 પર્યટકોની બેદરકારીને લિધે શું વિશેષ પ્રદૂષિત થાય છે ?
A પર્યાવરણ B વાતાવરણ C જીવાવરણ D જલાવરણ
18 નદીઓના જૂના કાંપની જનમીન કયા નામે ઓળખાય છે ?
A ખદર B બાંગર C પડખાઉ D રેગુર
19 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?
A મેદાની વિસ્તાર – 43% B જંગલ વિસ્તાર – 10%
C પર્વતીય વિસ્તાર – 30% D ઉચ્ચપ્રદેશ – 27%
20 વિશ્વ પર્યાવરણદિન કયા દિવસે ઊજવવામા6 આવે છે ?
A 29 ડિસેમ્બર B 5 જૂન C 4 ઑકટોબર D 21 માર્ચ
21 પશ્વિમ બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?
A નંદાદેવી B સુંદરવન C સિમિલિપાલ D પંચમઢી
22 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?
A અશોક B શાહજંહા C વિક્રમાદિત્ય D અકબરે
23 88 ગુજરાતનો કયો પ્રદેશ ઘઊંના ઉત્પાદન માટે જાણીતો છે ?
A કાનમ B ચરોતર C ભાલ D નળકાંઠા
24 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A જુવાર બાજરી – શુષ્ક ખેતી B ઘઉં, કપાસ – સ્થળાંતરીત ખેતી
C ડાંગર,શેરડી – આર્દ્રત ખેતી D ચા, કૉફી – બાગાયતી ખેતી
25 હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?
A બિહાર B ઓરિસ્સા C ઝારખંડ D મહારાષ્ટ્ર
26 ભૂમિગત જળની ક્ષમતાને વધારવાની કઇ પદ્ધતિ છે ?
A નહેરજળ સંચય B તળાવ સંચયન C વૃષ્ટિજળ સંચયન D હિમવૃષ્ટિ સંચયન
27 બૉક્સાઇટમાંથી કઇ ધાતુ મેળવવામાં આવે છે ?
A બેરિયમ B ઍલ્યુમિનિયમ C અબરખ D સીસું
28 ગુજરાતના કયા વિસ્તારમાં મૅંગેનીઝ ધાતુંનો લાંબો પટ્ટો આવેલો છે ?
A દાહોદથી લીમખેડા B પાનમથી શહેરા B બાપોટિયાથી પાની D લીમખેડાથી ભરૂચ
29 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A બૉક્સાઇટની કાચી ધાતુ ઍલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે
B ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે
C સીસું મુલાયમ પણ ભારે ધાતુ છે
D પૃથ્વીન મોટાભાગના ખડકોમાં લોખંડના તત્વો મળી આવે છે
30 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ B અંકલેશ્વર C ગાંધીનગર D લુણેજ
31 કાળો હિરો કોને કહેવાય છે ?
A ખનીજતેલ B કુદરતી વાયુ C યુરેનિયમ D કોલસો
32 નીચેનામાંથી ક્યો સ્ત્રોત બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત છે ?
A કોલસો B કુદરતી વાયુ C ખનીજતેલ D સૌરઊર્જા
33 ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?
A દિલ્લી B મુંબઇ C બેંગ્લોર D હૈદરાબાદ
34 નીચેનામાંથી ક્યા સ્થળે તાંબાંનું ગાળણ થાય છે ?
A સિંદરી B રાંચી C ખેતડી D કોચી
35 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830 B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
C શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885 D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
36 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા
37 હેલિકૉપ્ટ સેવા આપતી સંસ્થા કઇ છે ?
A ઍરલાઇન્સ B મેટ્રોલાઇન્સ
C પવન હંસ હેલિકૉપ્ટર લિમિટેડ D રાજ હંસ હેલિકૉપ્ટર લિમિટેડ
38 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના
39 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી B સમાજવાદી C મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ
40 વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે ?
A ક્લોરોક્વોન કાર્બન્સ C સલ્ફોફ્લોરો કાર્બન્સ
C ક્લોરોફ્લોરો કાર્બન્સ D ક્લોરોફોલો કાર્બન્સ
41 ભારતના બદલાયેલા સ્વરૂપમાં આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?
A જાહેર ક્ષેત્રને B ખાનગી ક્ષેત્રને C સહકારી ક્ષેત્રને D સંયુક્ત ક્ષેત્રને
42 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?
A ચક્રીય બેરોજગારી B પ્રચ્છન બેરોજગારી
C માળખાગત બેરોજગારી D ગ્રામીણ બેરોજગારી
43 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે થાય છે ?
A 6 જાન્યુઆરી B 10 દિસેમ્બર C 15 માર્ચ D 5 જૂન
44 ISI નામની સંસ્થા હવે ક્યા નામે ઓળખાય છે ?
A BIS B BSI C ISA D BAI
45 ભારતના નાગરિકને સામાજિક,આર્થિક અને રાજનૈતિક ન્યાય આપવાનો સંદેશો કોને આપ્યો છે ?
A ભારતના રાષ્ટ્ર પ્રમુખ B ભારતના વડાપ્રધાન
C ભારતની સર્વોચ્ચ અદાલતે D ભારતનાં બંધારણનું આમુખ
46 ઇ.સ. 2001માં ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
A 58.6 B 55.6 C 62.6 D 60.6
47 બંધારણની અનુસૂચિ 342માં સમાવિષ્ટ જાતિઓ કઇ જાતિઓ કહેવાય છે ?
A અનુસૂચિત જાતિઓ B લધુમતી જાતિઓ
C અનુસૂચિત જનજાતિઓ D બહુમતી જાતિઓ
48 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા B જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ D પ્રદેશવાદ નએ રાજકીયવાદ
49 નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?
A વિકલાંગો B બાળકો C વૃદ્ધો D વયો વૃદ્ધો
50 ઇ.સ. 2000માં ટ્રાંન્સપરન્સી ઇન્ટનૅશનલ નામના સંગઠને ભ્રષ્ટ્રાચારની કરેલી તપાસ મુજબ કુલ 90
દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
A 62મું B 52મું C 72મું D 69મું