RSS

Monthly Archives: સપ્ટેમ્બર 2011

પ્રશ્નપત્ર – 24


1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો

        A  દેશ પ્રેમ                                           B  કુંટુંબ પ્રેમ            

        C   ઉત્સવ પ્રેમ                                       D  વૃક્ષ પ્રેમ

2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો 

        A  આર્યો – નોર્ડિક                                    B  ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ    

        C  આર્મેનોઇડ – નીગ્રો                              D  મોગોલૉઇડ – કિરાત

3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?

       A  માલવિકાગ્નિમિત્ર                             વિક્રમોર્વશીયમ્     

       C  ઉત્તરરામચરિત                                 અભીજ્ઞાનશકુન્તલમ્

4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?

        A  મૂળરાજ સોલંકીએ                            ભીમદેવ સોલંકીએ       

        C કુમારપાળ પહેલાએ                           સિદ્ધરાજ જયસિંહે

 5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો  છાંયડો જમીન પર પડતો નથી ?

       A  મહાબલિપુરમ્                                  B  કોર્ણાક મંદિર    

        C બૃહદેશ્વર મંદિર                                  કૈલાસ મંદિર

6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?

        A  ઝૂલતા મિનારા                                 B બાદશાહનો હજીરો

       C  ગોળ ગુંબજ                                      D લાલ બાગની મસ્જિદ

7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?

        A લોરિયા                                             B ઇટવા           

        C ધર્મરાજિકા                                        D નંદનગઢ

8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ

       A  બુદ્ધચરિત                                          B  પાણિગોવિંદ                             

       C શંકરભાષ્ય                                          D  અષ્ટાધ્યાયી

9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?

       A  શનિદેવ                                            B  ગુરુદેવ                           

       C  સોમદેવ                                            D  રવિદેવ

10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

        A  કવિ કલ્હણ- રાજતરંગિણી                  B  શંકરાચાર્ય – ભાષ્ય    

        C  કવિ પમ્પા – આદિપુરાણ                    D સોમદેવ – શાંતિપુરાણ

11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?

       A  બ્રહ્માનું                                              B  વિષ્ણુનું               

       C  નટરાજનું                                           D  ગણપતિનું

12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?

       A  આર્યભટ્ટીયમ્                                     B  કામસૂત્ર              

       C  લીલાવતી ગણિત                              D કલાવતી ગણિત

13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?

        A  ગોવાનાં દેવળો                                B  ચાંપાનેર             

        C  હમ્પી                                              D  ઇલોરાની ગુફાઓ

14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

        A  કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે

        B  બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે

        C  બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે

        D  મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં

15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

        A  ધોળકા                                            B  પાટડી                

        C  વિરમગામ                                      D  સિદ્ધપુર

16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

       A ઇ.સ 1852                                          B ઇ.સ. 1952             

       C ઇ.સ. 1872                                         D ઇ.સ. 1876

17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?

       A આંધ્ર પ્રદેશ                                        B  ઉત્તર પ્રદેશ         

       C  રાજસ્થાન                                         D  ગુજરાત

18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?

       A મેદાની                                              B શુષ્ક                    

       C અર્ધશુષ્ક                                            D પર્વતીય

19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?

        A   મધ્ય પ્રદેશ                                     B   છત્તીસગઢ    

        C   ઉત્તરાખંડ                                         D  રાજસ્થાન

20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

        A    અસમ – કાઝીરંગા                           B   આંધ્ર પ્રદેશ – બાંદીપુર   

        C   જમ્મુ-કશ્મીર – દચીગામ                    D   અસમ – માનસ

21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે   છે ?

       A   વલસાડ                                          B   ભાવનગર    

       C  મહેસાણા                                          D  બનાસકાંઠા

22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?

        A વિશાળ કદના ખેતરો                         B   વિશાળ ફળ્દ્રુપ મેદાનો 

        અનુકૂળ મોસમી આબોહવા                D    કુશળ અને મહેનતુ ખેડુતો

23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?

        A ઘઉં                                                 B ડાંગર           

        C તલ                                                 D સરસવ

24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

         A   કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ    

         B   મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા      

         C   ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત   

         D  કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ

25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે

       A હરિયાણા                                           B ગુજરાત         

       C પંજાબ                                               D આંધ્રપ્રદેશ

26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?

       પાલનપુર                                         B   જૂનાગઢ 

       C  જામનગર                                         D    અમરેલી

27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?

        A   કલોલ                                            B    અંકલેશ્વર     

        C   ગાંધીનગર                                      D   લુણેજ

28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?

       A 4 ટકા                                                 B 15 ટકા          

       C 10 ટકા                                               D 5 ટકા

29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?

        કલાઇ ગાળણ                                   B   ચાંદી ગાળણ    

        C   ઍલ્યુમિનિયમ ગાળણ                      D  તાંબું ગાળણ

30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો

       A   લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830         

       B   સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854          

       C   શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885      

       D    રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906

31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?

         A   મુંબઇથી કોલકાતા                          B   દિલ્લીથી મુંબઇ    

         C   દિલ્લીથી ચેન્નાઇ                             D   દિલ્લીથી કોલકાતા

32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?

        A 19,379 કિમી                                     B 28,510 કિમી   

        C 21,000 કિમી                                     D 18,379 કિમી

33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?

        A  મૂડીવાદી                                         B   સમાજવાદી                 

        C  મિશ્ર અર્થતંત્રની                               D  બજાર પદ્ધતિ

34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો  વાર્ષિક દર કેટલો હોય છે ?

       A 2 ટકા                                                B 2.3 ટકા         

       C 1.4 ટકા                                              D 3 ટકા

35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?

        A  પેટ્રોલ                                              B  ડીઝલ                

       C  કેરોસીન                                            D  સી.એન.જી.(કુદરતી વાયુ)

36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે

         તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?

        A  1900                                               B  2100                      

         C  3200                                              D  2400

37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની

          બેકારી છે ?

        A  પ્રચ્છન બેકારી                                  B  ઔદ્યોગિક બેકારી

        C  માળખાગત બેકારી                            D   મોસમી બેકારી

38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?

       A 4.08 કરોડ                                         B 4.20 કરોડ             

       C 3.40 કરોડ                                          D 4.80 કરોડ

39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?

        A  બૅન્કીંગ                                            B  પોલીસ               

        C  કૃષિ                                                 D  વીજળી

40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?

        A  યુ.એસ.એ.                                       જાપાન                 

        C  ફ્રાન્સ                                               ઇંગ્લેન્ડ

41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?

       A ઇ.સ 1947                                          B   ઇ.સ  1986            

       C ઇ.સ  1955                                         D    ઇ.સ 1972

42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?

        A  120                                                B  137                        

        C  127                                                D  147

43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?

        A આર્થિક વિકાસ                                  B સામાજિક વિકાસ

        C માનવ વિકાસ                                  D મહિલા વિકાસ

44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?

         A  60                                                  B 50              

         C  51                                                  D 61

45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

        A  હિંદુ અને શીખ                                  B  ખ્રિસ્તી અને બૌદ્ધ

        C  હિંદુ અને બૌદ્ધ                                   D  શીખ અને ખ્રિસ્તી

46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?

       A  સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા

       B  જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા

       C  જ્ઞાતિવાદ અને ભાષાવાદ                             

        D  પ્રદેશવાદ નએ રાજકીયવાદ

47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?

        A  345                                                 B  324                        

        C  342                                                 D  343

48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના  અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?

        A  ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી                      B  ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી      

        C  ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી                  ચાર્ટર ઑફ લૉમાંથી

49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?

        A  ઉજ્જવળ                                         B  અંધકારમય                 

        C  સહાયક                                           D  અસહાય

50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?

        A સંયુક્ત રાષ્ટ્રો                                      B ઇંગ્લેન્ડ          

        C યુનેસ્કોએ                                            D યુનિસેફ

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 25, 2011 in પ્રશ્ન બેંક

 

પ્રગતિનું પ્રથમ પગથિયું : પરાજય


એ જ્યારે નાનો હતો અને સ્કૂલમાં ભણતો હતો ત્યારની આ વાત છે એક વાર એની સ્કૂલમાં વાર્તા હરીફાઇ યોજાઇ. વાર્તા મોકલવા માટે પૂરા એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. હરીફાઇમાં પ્રથમ આવનાર માટે સોનાનો પ્યાલો આપવાનું પારિતોષિક નક્કી થયું હતું એની સ્કૂલમાં એની ગણતરી અસામાન્ય બુદ્ધિશાળી તરીકે થતી હતી એટલે સૌનો એવો વિશ્વાસ હતો કે પહેલું ઇનામ તો એ જ જીતી જવાનો એના પોતાના મનમાં પણ આ જ વાત ઘર કરીને બેઠી હતી કે એના સિવાય બીજું કોઇ આ ઇનામ મેળવી શકે તેમ નથી

વાર્તા લખવા માટે હરીહાઇના આયોજકે એક મહિનાની મુદત આપેલી એ એને ખૂબજ લાંબી લાગી. એક મહિનામાં તો નહિ નહિ તોય પંદર વાર્તા લખાઇ જાય એના માટે તો આ કામ ફક્ત બે દિવસનું હતું.એની આ માન્યતાને પંપાળીને એણે અઠ્યાવીસ દિવસ બીજા કામોમા જ કાઢી નાખ્યા. હરીફાઇ આડે જ્યારે બે દિવસ બાકી રહ્યા ત્યારે એ વાર્તા લખવા બેઠો. વાર્તા જેમ તેમ કાગળ પર ઘસડી નાખી અને વાર્તા હરીફાઇ વિભાગ પર ઝટપટ મોકલી આપી.

વાર્તા-હરીફાઇનું પરિણામ બહાર પાડવાનો દિવસ આવી પહોંચ્યો. પારિતોષિક પ્રાપ્ત કરવાનાં ઉત્સાહ-ઉમંગ સાથે એ દિવસે એ સ્કૂલે પહોંચ્યો. પણ જ્યારે પરિણામ સંભળાવવામાં આવ્યું ત્યારે એના ઉત્સાહ-ઉમંગ પર ઠંડુ પાણી ફરી વળ્યું. વિશ્વાસની ઇમારત કડડભૂસ કરતી તૂટી ગઇ. પારિતોષિક બીજા વિદ્યાર્થીએ પ્રાપ્તર્ક્યું હતું.

      હવે ત્યાં રોકાવવું એ એની પોતાની મજાકસમું લાગ્યું. એની આંખમાં આંસુ ઘસી આવ્યા. આંસુ કોઇની નજરે ન ચડી જાય એમ એ મોઢું છુપાવતો, દોડતો ઘરે પાછો ર્ફ્યોં. પોતાના રૂમમાં દાખલ થતાંવેંત ત્યાં પડેલી ખુરશી પર જ એ ફસડાઇ પડ્યો. આંસુ આડે બાંધેલો બંધ તૂટી પડ્યો.

      એનું રુદન સાંભળી એની મોટી બહેન એની પાસે આવીને ઊભી રહી. જ્યારે એ રૂમમાં દાખલ થયો ત્યારે જ મોટી બહેને ભાઇસાહેબના પગલા પારખી લીધા હતા. એના વાંસે પોતાનો સ્નેહાળ હાથ પસવારતાં એ બોલી, ઇનામ તને ન મળ્યું એટલે રડે છે ને ગાંડા તને ઇનામ મળવાનું નથી એની મને પહેલેથી જ ખબર હતી. એક મહિનાનું કામ તું બે દિવસમાં કરી નાખે એમાં શો ભલીવાર હોય? રડવાથી શું વળવાનું  છે ? આ પરાજ્ય જ તારી પ્રગતિનું પહેલું પગથિયું બની રહેશે.

બહેનની એ દિવસની આ પ્રેરક વાત એણે હૈયામાં બાંધી લીધી.જ્યારે જ્યારે આવા પ્રસંગો ઊભા થાય ત્યારે બોધનું આ ભાથું એને યાદ આવતું. આ ભાથું એને જિંદગેમાં ખૂબ જ કામમાં આવ્યું

પરાજયમાંથી પ્રેરણા મેળવનાર આ બાળક એટલે વિદ્ધાન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે. તેમણે ઉત્તમ સર્જન ર્ક્યું. અને તેઓ નોબેલ પારિતોષિક વિજેતા બન્યા.

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 19, 2011 in વાર્તા, વિજ્ઞાન

 

પ્રશ્નપત્ર – 23


1 ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?

       A  આર્યો                                               B   આર્મેનોઇડ                  

       C  દ્રવિડ                                              D   ઑસ્ટ્રેલૉઇડ

2 લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?

       A   જયપુર અને દિલ્લી                         B  વારાણસી અને શ્રીનગર

       C હૈદરાબાદ અને મુંબઇ                        D  સુરત અને ખંભાત

3 નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?

        A  યાજ્ઞવલ્ક્ય મુનીએ                          B  વિશ્વામિત્રે             

        C  વાલ્મીકિએ                                    D ભરતમુનીએ

4 નીચેના પૈકી ક્યું શહેર બાંધણી માટે જાણીતું નથી છે ?

       A જામનગર                                          B જોનપુર               

       C  જેતપુર                                             D ભુજ

5 કયો સ્તુપ બૌદ્ધ ધર્મ,સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે ?

        A  નંદનગઢનો સ્તુપ                           B  સાંચીનો સ્તુપ   

        C બુદ્ધગયાનો સ્તુપ                             D સારનાથનો સ્તુપ

6 નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?

       A  લિવાન                                            B  સહન                 

        C  મહેરાબ                                          D  કિબલા

7 બૌદ્ધસંઘના નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે ?

        A  વિનય પિટક                                   B  મણિરત્નમ પિટક            

        C અભિધમ પિટક                                D  સુક્ત પિટક

8 મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?

       A  હિન્દી                                               B  અરબી                           

      C  ફારસી                                              D  ઉર્દુ

9 અષ્ટાંગહ્યદય ગ્રંથના રચયિતા કોણ છે?

        A  બ્રહ્મગુપ્ત                                        B  વરાહમિહિર                 

        C  બૃહસ્પતિ                                        D  વાગ્ભટ્ટ

10 એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

       A  હિંદ મહાસાગરમાં                            B  ખંભાતના અખાતમાં    

        C  અરબસાગરમાં                               D બંગાળાની ખાડીમાં

11 હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?

       A  ખલીદાબીબીએ                                B  નૂરજંહાએ                        

        C  હમીદાબેગમે                                  D મુમતાજ મહલે

 12 હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?

       A  કર્ણાટક                                            B  આંધ્રપ્રદેશ            

       C  મહારાષ્ટ્ર                                         D  ઉત્તરાખંડ

13 ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?

       A ઇરિંગોલકાવૂ                                    B લિંગદોહ         

        C વની                                              D દેવરહતી

14 જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?

        A ઢોળાવ                                              B    આબોહવા  

        C  સમયગાળો                                       D   ફળદ્રુપતા

15 દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?

       A ઉત્તર પ્રદેશ                                       B  તમિલનાડુ   

       C   જમ્મુ-કશ્મીર                                  D    અસમ

16 ચીડના રસમાંથી શું મળે છે ?

       A   રબર                                               B     આયોડિન      

      C    ટર્પેન્ટાઇન                                       D   લાખ

17 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

       A   અસમ                                             B   પશ્વિમ બંગાળા       

       C  કેરળ                                                D  હિમાચલ પ્રદેશ

18 ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?

       A   કપાસ                                             B   શેરડી    

      C   તમાકુ                                             D   નગફળી

19   હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે  ?

       A   બિહાર                                             B   ઓરિસ્સા 

       C   ઝારખંડ                                          D   મહારાષ્ટ્ર

20 બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?

       A લુઇ-બર્ગર                                        B લે-બોક્સ        

       C લુ- લેસબોક્સ                                  D લુઇસ-બોક્સ

21 ગુજરાતનું સૌથી મોટું તાપવિદ્યુતમથક ક્યાં આવેલું છે ?

       A   ગાંધીનગર                                     B    સાબરમતી     

       C    ધુવારણ                                        D   પોરબંદર

22 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

       A   કુદરતી વાયુ                                   B    કોલસો       

       C   ખનીજતેલ                                      D   બાયોગૅસ

23 વિશ્વમાં ખનીજતેલનો કુલ અનુમાનિત જથ્થો કેટલા બિલિયન બેરલ છે ?

       A 2190                                                B 4090           

       C 2091                                                D 2090

24 દુર્ગાપુરનું લોખંડ-પોલાદનું કારખાનું ક્યા દેશના સહયોગથી સ્થપાયું છે ?

       A   યૂ.એસ.એ.ના                                  B   બ્રિટનના 

      C   રશિયાના                                        D   જાપાનના

25 જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?

       A   જીવજંતું                                         B   વનસ્પતિ        

      C  વાયુ                                                D   ઔધોગિક કચરો

26 ભારત હવે કઇ ક્રાંતિ માટે તૈયાર છે ?

       A   હરિયાળી                                        B   સંચાર   

       C  શ્વેત                                                 D  માર્ગ

27 ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

       A  જમશેદપુર                                      B  ગોરખપુર  

        C  કોલકાતા                                       D  દિબ્રુગઢ

28 ક્યો ર્લમાર્ગ ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ?

       A પશ્વુમ રેલવે                                      B કોંકણ રેલવે            

       C મધ્ય રેલવે                                       D ફ્રંનટીયર રેલવે

29 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા  ભાગતાદરેક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલે … ? 

        A  વાર્ષિક આવક                                B  માથાદીઠ આવક  

        C   દૈનિક આવક                                 D   સરેરાશ આવક

30 ભારતની ગણના કેવા રાષ્ટ્રમાં થાય છે ?

       A ગરીબ                                             B વિકસિત         

       C વિકાસશીલ                                    D પછાત

31 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ:ઘટાડતા જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી

         વ્યવસ્થા એટલે 

       A  વૈશ્વિકીકરણ                                     B  આર્થિક ઉદારીકરણ     

       C   ખાનગીકરણ                                   D  ઉદ્યોગીકરણ

32 અમુક નિશ્વિત સપાટી કરતાં ઓછી આવક કે ઓછું ખર્ચ ધરાવતા લોકોની ગરીબી કેવી ગરીબી ગણાય

          છે ?

        A  દારુણ ગરીબી                                 B   સાપેક્ષ ગરીબી  

       C  નિરપેક્ષ ગરીબી                              D  અસહ્ય ગરીબી

33 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

       A  રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના                 

       B  રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ   

       C  પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના   

        D  મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

34 કઇ યોજનામાં માળખાગત સુવિધાઓ વિકાસાવી ટકાઉ અસ્કયામતો ઊભી કરવામાં આવે છે

       A  સુવર્ણજયંતિ ગ્રામ રોજગાર યોજના     

       B   જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના  

       C  સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના             

       D પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના

35 ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

       A  BSI                                                  B   ISI                        

      C   ISO                                                  D  એગમાર્ક

36 ભારતમાં હાલમાં વસતી વૃદ્ધિનો દર કેટલો છે ?

       A   3.9 ટકા                                           B   4.9 ટકા         

        C   2.9 ટકા                                          D    1.9 ટકા

37 સરકારે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કેટલા ધારાઓ પસાર ર્ક્યાં છે ?

       A 15                                                    B 18              

      C 14                                                     D 16

38 ભારતની કુલ ઘરેલું પેદાશ (GDP) ની વૃદ્ધિમાં મુખ્ય અવરોધક પરિબળ ક્યું છે ?

       A  આંતકવાદી પરિબળો                      B  વરસાદની અનિયમિતત્તા      

      C  બેકારી                                             D  વસ્તી વધારો   

39 ઇ.સ. 2001 માં ભારતમાં મૃત્યુદર કેટલો હતો ?

       A  10                                                    B  12                          

       C  9                                                      D  14

40 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) નો મુખ્ય એજન્ડા ક્યો છે ?

        A  આર્થિક વિકાસ                               B  રાજકીય વિકાસ 

       C  માનવવિકાસ                                 D  સાંસ્કૃતિક વિકાસ

41 ઇ.સ. 2005 માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી ?

       A 430                                                  B 530                    

      C 765                                                   D 535

42 ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઇ જાતિઓ વસવાટ કરે છે ?

       A  ગિરિજન જાતિઓ                             B  અનુસૂચિત જનજાતિઓ 

       C  અનુસૂચિતજાતિઓ                           D  અનુસૂચિત જંગલી જાતિઓ

43 ધર્મોની તુલના કરી પોતાનો ધાર્મિક સમુદાય સર્વશ્રેષ્ઠ અને અલગ પ્રકારનો છે એવું ઠસાવનાર લોકો ?

       A  ઉદારમતવાદી કહેવાય છે               B  ઉગ્રવાદી કહેવાય છે    

       C  કટ્ટરપંથી કહેવાય છે                        D  બળવાખોર કહેવાય છે

44 બંધારણનો ક્યો આર્ટિકલ રાજયપાલને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો

         અધિકાર આપે છે ?

       A   16 (5)                                            B   17 (4)                    

       C  19 (5)                                             D  13 (5)

45 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

       A  આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

       B  ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

       C  અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

        D  બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

46 એક અંદાજ મુજબ વિશ્વમાં કેટલા કરોડ વિકલાંગો છે ?

       A 55 કરોડ                                           B 50 કરોડ       

       C 60 કરોડ                                            D 62 કરોડ

47 ભ્રષ્ટાચાર …….. ને હણી નાખી અન્યાય પેદા કરે  છે ?

       A માનવ                                                            B માનવતા        

      C માનવ અધિકારો                                             D પૂર્વગ્રહ

48 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

        A  જૂનાગઢ                                         B   સાપુતારા

        C    સોમનાથ                                     D  અંબાજી

49 કઇ ખેતીમાં પાકની માવજત અને સંવર્ધન વધુ કરવું પડે છે ?

       A   સઘન ખેતી                                   B   આત્મનિર્વાહ ખેતી    

       C   બાગાયતી ખેતી                              D  સ્થળાંતરીત ખેતી

50 કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ક્યા ખંડમાં છે ?

       A દક્ષિણ આફ્રિકા                                  B દક્ષિણ અમેરિકા 

      C ઉત્તર અમેરિકા                                  D એશિયા

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 19, 2011 in પ્રશ્ન બેંક

 

હોમવર્ક


 વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતો હતો. અમારા રસ્તા પર પણ ભરાયાં હતાં. એ જોઈને મમ્મીએ કહ્યું : નીચાણવાળા રસ્તા પર તો ગળાડૂબ પાણી હશે. મુંબઈગરાઓનો રવિવાર બગડ્યો. આજે તો સાંજ પણ ઘરમાં જ વિતાવવી રહી. ચાલો આપણે સ્ક્રેબલ્સ રમીએરમત શરૂ કરતાં પહેલાં જરા ડિક્સનરીલઈ લેજે  પપ્પાએ ગૌરીને કહ્યું.
જરા શું કામ, આખી જ લઈ આવું છું. કહી ગૌરી ઝટપટ ડિક્સનરી લઈ આવી. હવેથી ગૌરી મોટા-મોટા શબ્દો રચી શક્તી હતી તેથી તેને મમ્મી-પપ્પા સાથે સ્ક્રેબલ્સરમવામાં મઝા આવતી હતી.

રમત પૂરી થઈ. પપ્પાને વધારે માર્કસ મળ્યા હતા એટલે મમ્મી રસોઈ બનાવવાને બહાને તરત જ ઊભી થઈ ગઈ. ગૌરી એનો પાલવ ખેંચતાં બોલી : મમ્મી, પ્લીઝ બેસને, બીજી વાર રમીએ. મમ્મી દાદ નહિ આપે એમ લાગ્યું એટલે ગૌરી પપ્પા તરફ વળી, ‘પપ્પા, તમે મમ્મીને કહો ને. નહિતર, આપણે બેઉ રમીએ.

પપ્પા તરત જ બોલ્યા : ના ભઈ, મારે હવે સામાયિકો વાંચવાં છે.અને પછી એમણે મમ્મીને કહ્યું, ‘તું રમને. આજે હવે રાંધવું નથી, આખો દિવસ આપણે ખા ખા જ કર્યું છે ને.

આખરે, છટકબારી તરીકે મમ્મીએ કહ્યું : ગૌરી, ચાલ જોઉં હવે તારું હોમવર્ક કર. આ શનિ-રવિ મેં તને ચોપડીઓ ખોલતી જોઈ નથી.આમ તો મમ્મી એની બહેનપણીઓને કાયમ કહેતી હોય અમારી ગૌરીને હોમવર્ક કરવાનું કહેવું જ ન પડે. વગર ટ્યૂશને પણ એ વર્ગમાં મોખરે રહે છે.

ગૌરી ઊઠીને રસોડામાં ગઈ, ‘ફ્રીજખોલ્યું, પણ કંઈ ભાવતું નીકળ્યું નહિ. પછીનો હલ્લો હતો નાસ્તાની બરણીઓ ઉપર જેમાં મમ્મી, અચાનક આવી ચઢનાર મહેમાનો માટે નાસ્તો ભરી રાખતી. ઓહ ! એ પણ ખાલી ! પપ્પા તો જાણે કે આખું રસોડું જ હડપ કરી ગયેલા. વાર્તાની ચોપડીઓ પણ કંઈ કેટલીયવાર વાંચી હતી. ટી.વી. બગડી ગયું હતું.
છેવટે ગૌરીએ પલંગમાં લંબાવ્યું અને સ્કૂલ-કૅલેન્ડરનાં પાનાં ફેરવવા લાગી અને મકોડા જેવા અક્ષરો એની સામે તાકી રહ્યા. 23 જૂનનું એ પાનું હતું. બધો જ અભ્યાસ થઈ ગયો હતો. એણે પાનાં ઉલટાવવા માંડ્યા. 9મી જૂનના પાના પર નજર પડતાં જ એ સફાળી બેઠી થઈ ગઈ.

ધોરણ પાંચમાનો નવમી જૂન એટલે પહેલો દિવસ. શિક્ષિકાબહેને આગલા વર્ષનું ગણિત તાજું કરવા ત્રીસ દાખલા આપેલા. રોજના ત્રણ કરજો એટલે ઘણુંએમ કહી ત્રેવીસમીએ દાખલા રજૂ કરવા કહ્યું હતું. જૂન-ત્રેવીસ એટલે તો આવતી કાલ જ. એણે તો એકેય દાખલો ગણ્યો ન હતો. હવે ? એણે ઘડિયાળ ભણી જોયું. નવ વાગ્યા હતા. આ ગણિતના કોયડા ઉકેલવામાં ચાર કલાક તો થાય જ વળી. સરાફ મેડમને તો રજૂઆત પણ સ્વચ્છ, સુઘડ જોઈએ. આ તો હવે થઈ શકે જ નહિ. અશક્ય. હે ભગવાન, હવે શું કરવું ? ભગવાન. મને કંઈક મદદ કરો. આખી રાત તો વરસાદ વરસાવો કે કાલે સ્કૂલમાં રજા પડે, ભગવાન, તમારી પાસે અભ્યાસ કાજે, હું પહેલી વાર જ મદદ માગું છું.

ત્યાંથી એ એના પપ્પા પાસે ગઈ. પપ્પાની કફનીની બાંય ખેંચી એ બોલી પપ્પા, કાલે આપણને રજા પડશે ? તમને શું લાગે છે ?’
છાપામાં જ મોં ઘાલીને પપ્પા બોલ્યા : આમને આમ વરસાદ પડ્યે રાખશે, તો રજા પડવાની શક્યતા ખરી.
પછી એ રસોડામાં મમ્મી પાસે ગઈ. મમ્મી દૂધ મેળવતી હતી. એની સૉડમાં ભરાઈને એણે પૂછ્યું : મમ્મી, કાલે રજા પડશે ?’
ના રે ભઈ, એવું ન થજો. કાલે બપોરે મેં મારી બહેનપણીઓને જમવા નોતરી છે. ઢોકળાનું પલાળી દીધું છે અને શાક પણ સમારી રાખ્યું છે અને શ્રીખંડ માટે આટલું બધું દૂધ મેળવ્યું છે. કાલે તો ભઈ ઉઘાડ નીકળજો. નહિ તો શ્રીખંડ ખાવાની મઝા પણ નહિ આવે.

પપ્પાએ તો રજાની શક્યતાય કરી, પણ આ મમ્મીએ તો સાવ પાણી જ ફેરવી નાખ્યું. નિરાશ થઈ ગૌરી ભણવાના ટેબલ સામે ગોઠવાઈ. આમ તો એ ગયા વર્ષના આધુનિક ગણિતના કોયડા જ હતા, જેમાં એને કાયમ પૂરા ગુણ મળતા. પરંતુ આજે ઉચાટને લીધે એનાથી એક પણ કોયડો ઉકેલાતો ન હતો. રિવિઝન માટે મમ્મી-પપ્પાની મદદ લેવામાં ગૌરીને નાનપ લાગતી હતી. હૉમવર્ક નહિ થાય તો શું થશે ? સરાફ મૅડમ શું કહેશે ? કેલેન્ડરમાં લખશે કે હોમવર્ક નથી કર્યું તો ?  અત્યાર સુધીમાં એને એક જ વાર રિમાર્કમળી છે તે પણ વર્ગમાં ખાવા બદલત્રીજા ધોરણમાં, શિક્ષિકાબહેન કવિતા સમજાવતાં હતાં ત્યારે એ ચ્યૂઈંગગમ ચાવતી હતી.

રેશમા કહેતી હતી કે વર્ષ દરમિયાન તમારા કેલેન્ડરમાં ત્રણ રિમાર્કલખાય તો તમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે. સરાફ મૅડમ એની બાબતમાં એવું નહિ કરે. આજ સુધીમાં એણે ક્યારેય હોમવર્કબાબતમાં બેદરકારી નથી દાખવી. ગણિતની પરીક્ષામાં એ કાયમ મોખરે રહેતી. વળી, સરાફ મૅડમની તો એ કેટલી લાડકી હતી અને તેથી જ એને વધારે ડર લાગતો હતો. એમની નજરમાંથી ઊતરી પડવાનો. હૉમવર્ક  ન કર્યાની  રિમાર્ક નો બટ્ટો વર્ષભર કેલેન્ડરમાં ટંકાઈ રહેશે !

એણે સૂવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિચારો આવતા જ રહ્યા. એને સપનું આવ્યું કે એસમ્બલીસમયે પ્રિન્સિપાલે બધાંની વચ્ચે એનો કેપ્ટનનો બિલ્લો કાઢી લીધો. પછી, એ પસાર થતી ત્યારે છોકરીઓ એકમેકને કોણી મારીને કહેતી, આ પેલી જ ને, જેનો બિલ્લો લઈ લેવામાં આવ્યો હતો !

સવારે ઊઠીને જોયું તો પાણી સાવ જ ઊતરી ગયાં હતાં અને ભીના રસ્તા સૂર્યના પ્રકાશમાં ચમકતા હતા.મમ્મી, આજે મારી તબિયત જરાય સારી નથી. હું આજે સ્કુલમાં નહિ જાઉં.એણે નરમ સાદે વિનવણી કરી. મમ્મીએ શંકાભરી નજરે એની સામે જોયું. મમ્મીને એની બહેનપણીઓ આવે ત્યારે ગૌરીનું ડબડબાટ જોઈતું નહતું. એના કપાળ તથા ગળા પર હાથ મૂકી જોઈને મમ્મીએ કહ્યું : તને જરા પણ તાવ નથી. હમણાં તો તું જા જ. બપોર સુધીમાં પણ ઠીક ન લાગે તો રિસેસમાં ટિચરને કહીને, સીતાબાઈ સાથે પાછી આવજે.

હે ભગવાન, દયા કરી મારે માટે કંઈક તો કર. હું કાયમ ડાહી છોકરી રહી છું. આ એક જ વાર મને બચાવી લે. મારે કેપ્ટન રહેવું છે. હું સ્કૂલના ચૅપલમાં જઈને બાર વખત હેલ મરીની પ્રાર્થના કરીશ અને દસ વાર અવર ફાધરની. સાંજે દેરાસરમાં જઈને દસ ના, વીસ વાર નવકાર બોલીશ. પણ મને એકવાર, બસ આ એક જ વાર બચાવી લે.ગૌરીએ ઘણી આજીજી કરી.

પરંતુ સ્કૂલ-બસ સમયસર આવી પહોંચી. સવારે પ્રાર્થનાખંડમાં ગૌરીએ સરાફ મૅડમને જોયાં. ખ્રિસ્તિ શિક્ષિકાઓ મધ્યે, મોટા લાલ ચાંદલાવાળાં સરાફ મૅડમ જુદાં જ તરી આવતાં હતાં. કડક ગુલાબી સાડી અને અંબોડાની એક બાજુએ ખોસેલું એવું જ ગુલાબી ગુલાબ !
ગૌરી આજે ખૂબ જ શાંત હતી. બપોરે રિસેસમાં કૅપ્ટન તરીકેના ફેરા પણ એણે ન માર્યા. એની ખાસ બહેનપણી રેશમાએ એને પૂછ્યું : તારી તબિયત તો ઠીક છે ને ?’ ઉત્તરમાં ગૌરી મ્લાન હસી. મમ્મીએ સીતાબાઈ સાથે મોકલેલાં શ્રીખંડ-પૂરી તથા ઢોકળાં એણે ખાધાં નહિ.

રિસેસ પછી તરતમાં ગણિતનો વર્ગ હતો. ઘંટ વાગ્યો એટલે બધાંની સાથે કૂચ કરતી એ છાનીમાની પોતાની બેઠક પર ગોઠવાઈ ગઈ. સરાફ મૅડમ આજે મોડાં હતાં. નવાઈની વાત હતી ! દસ મિનિટ વીત્યાં બાદ પણ સરાફ મૅડમ ન દેખાયાં ત્યારે એમને બોલાવવા ગૌરીએ શિક્ષકોના ખંડમાં જવું પડ્યું. મરાઠીના ગોખલેબાઈ ત્યાં બેઠાં હતાં.

સરાફ મૅડમ ? ઓહ, એ તો આજે વર્ગમાં નહિ આવે. એક ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. સવારે સ્કૂટર પર બેસીને ઑફિસમાં જતી સમયે એમના પતિને અકસ્માત નડ્યો છે. એમની સ્થિતિ ગંભીર છે. જા, વર્ગને બરાબર સાચવજે. છોકરીઓને કહેજે કે શાંત રહે અને એમના માટે પ્રાર્થના કરજો.

ગૌરી વર્ગ તરફ ભાગી, એણે જેમતેમ સમાચાર કહ્યા અને બે હથેળી વચ્ચે મોઢું રાખી એ બાંકડા પર મૂઢની જેમ બેસી પડી. જ્યારે એ ઘેર પહોંચી, ત્યારે એ મમ્મી પાસે ધસી ગઈ. એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો હતો. મમ્મી હું બહુ દુષ્ટ થઈ. પણ, પણ મારે, આવું નતું જોઈતું, ખરેખર આવું નતું જોઈતું. મમ્મી, હવે શું થશે ?’

મમ્મીએ એના સુંવાળા કાળા વાળ પર હાથ ફેરવ્યો અને એનાં આંસુ લૂછવા પ્રયત્ન કર્યો. પરંતુ એ છોકરીએ તો રડે જ રાખ્યું. એને કોઈ દિલાસો આપી શકે એમ ન હતું

પ્રજાપતિ રવિ

                              

 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 11, 2011 in વાર્તા

 

શિક્ષક દિનની ઉજવણી


 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 7, 2011 in વિડીયો

 

શિક્ષક એટલે કોણ ?


શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,

અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,

વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,

કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,

શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,

સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,

પરિવર્તનો દૂત બને તે શિક્ષક,

મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,

નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,

સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,

પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,

એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,

સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,

વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,

રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે શિક્ષક,

                                 ડૉ. રાકેશ એન.પટેલ

                                 પ્રગતિશીલ શિક્ષણ

 

 
2 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 4, 2011 in વિજ્ઞાન

 

ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ


ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

જન્મ –   ૩ – ૧૨ – ૧૮૮૪

માતા-       કમલેશ્વરી દેવી

પિતા – મહાદેવ સહાય

જીવનસાથી રાજવંશી દેવી

મૃત્યુની – ૨૮/૨/૧૯૬૩   ૭૮ વર્ષનીં ઉમર

હુલામણું નામ  – બાબુજી

અભ્યાસ – કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી.

ખિતાબ – ભારત રત્ન

 ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં “પ્રેસિડેન્સી કોલેજ” માં પ્રવેશ મેળવ્યો. ઇ.સ ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી,સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિસ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પૂત્ર મૃત્યુંજય પ્રસાદને  યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને “બિહાર વિધાપીઠ” માં દાખલ કરાવ્યા

          ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિનીં ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન થી વિભુષિત કરવામાં આવેલ.

         ડૉ.રાજેન્દ્રપ્રસાદની  યાદમાં દર વર્ષે ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજ્જવવામાં આવે છે.

 
1 ટીકા

Posted by on સપ્ટેમ્બર 4, 2011 in રાષ્ટ્રનેતા

 
 
%d bloggers like this: