RSS

Monthly Archives: એપ્રિલ 2012

એજ્યુ સફર વેબ સાઇટ


નમસ્કાર મિત્રો

ધણા સમયથી શિક્ષણ સાથે સંકળાયેલ મિત્રો ની માગણી અને લાગણી હતી કે શિક્ષણ વિષેની માહિતી એક જ  વેબસાઇટ પરથી મળી રહે તો  ધણી મહેનત અને સમય બચી જાય આ માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અમે મિત્રોએ (કમલેશભાઇ,સતનામભાઇ,નરેન્દ્રભાઇ,બાબુભાઇ.ભરતભાઇ અને હસમુખભાઇ ) આ વાતને વધાવી લીધી અને કમલેશભાઇના સતત સંપર્ક માં રહી  તા 29 – 4 – 2012ના રોજ http://edusafar.com/ નામની શિક્ષણ ઉપયોગી વેબસાઇટ રજુ કરેલ છે જે આપને પસંદ આવશે આપના તરફથી આ વેબસાઇટ અંગેના સૂચનો આપવા આપ મિત્રોને વિનંતિ કરવામાં આવે છે આ વેબસાઇટ વધારેમાં વધારે સારી બનીશકે તેમાટે તમારા સહકારની માગણી કરવામાં આવેશે જો આપની પાસે શિક્ષણ ઉપયોગી સાહિત્ય હોય તો  અમને મોકલી આપવા વિનંતિ છે જે તમારા નામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ છે http://hpatel.edusafar.com/

એજ્યુ સફર ટીમ

 

આપણા રાષ્ટ્રીય પ્રતિકો


આપણા રાષ્ટ્રીય પ્રતિકો  ક્વિઝ 

 
2 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 28, 2012 માં જનરલ

 


Vodpod videos no longer available.

pravas, posted with vodpod

 
Leave a comment

Posted by on એપ્રિલ 25, 2012 માં જનરલ, પ્રશ્ન બેંક

 

ધોરણ – 10 અંગ્રેજી MCQ


આ સાહિત્ય JARJIS A. KAZI, SMT. L.J SHAH GIRLS’ HIGH SCHOOL, BOTAD.DIST.BHAVNAGAR. તથા MEHUL K. BHAL,PALITANA HIGH SCHOOL,PALITANA.DIST. BHAVNAGAR. તરફથી તૈયાર કરવામાં આવ્યું છે 

QUESTION BANK FOR STD-10

 
Leave a comment

Posted by on એપ્રિલ 23, 2012 માં પ્રશ્ન બેંક

 

ગુજરાત જનરલ નોલેજ – 2


કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? –  નગીનાવાડી

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? –  નાટ્યસંપદા

કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? –  ગુજરાત

કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? –  પોરબંદર

કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ

કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  –  ભાવનગર

ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ

ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી

ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ

ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલ-તેજપાલ

ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? –  કેશુભાઇ પટેલ

ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? –  ઇ.સ. ૧૯૭૩

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? –  ગાંધીનગર

ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ  પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત

ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા

ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું

ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? –  રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪

ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા

ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન

ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ

ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ

ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ

ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી

ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર

ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર

ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી

ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –  ગરબા

ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? –  કે.કા. શાસ્ત્રી

ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ

ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર

ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? –  નડિયાદ

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર

ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? –  અમદાવાદ

ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત

ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા

ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? –  વલી ગુજરાતી

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? –  હંસા મહેતા

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? –  ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા – ઈન્દુમતીબહેન શેઠ

ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? –  બાલાશંકર કંથારિયા

ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? –  કમાંગરી શૈલી

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? –  અંબાલાલ સારાભાઇ

ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? –  જામનગર ઇ.સ.૧૯૬૭

 
1 ટીકા

Posted by on એપ્રિલ 22, 2012 માં જનરલ નોલેજ