RSS

Monthly Archives: જાન્યુઆરી 2014

એક બાળકનો ભગવાનને પત્ર


 

એક બાળકનો ભગવાનને પત્ર

                                                                                                                શ્રી ભગવાનભાઇ ઈશ્વરભાઇ પરમાત્મા

                                                                                    સ્વર્ગલોક –  નર્કલોકનીસામે

                                                                       મુકામ – આકાશ

પ્રિય મિત્ર ભગવાન

જયભારત સાથે જણાવવાનું કે હું તારાં ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારીશાળામાં ભણું છું. મારા પિતાજી ગામમાં ખેતી કરે છે અને મારી મા લોકોનાં ઘરના કામ કરે છે. હું શું કામ ભણું છું એની તો મારા મા-બાપને ખબર પણ નથી પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે. એટલે મારાં મા-બાપ મને દરોજ પાંચ કલાક નિશાળે ધકેલી દે છે. ભગવાન અરે ભગવાન મેતને બે-ચાર સવાલ પૂછવાં પત્ર લખ્યો છે.. એમ કહી બાળકે પ્રશ્ન પૂછયાં છે.

હું રોજ સાંજે ભગવાન તારાં મંદિરરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઊં છું. પણ હે ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું એ.સી મંદિર છે. અને મારી શાળાની ઉપર છપરુ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે. આવું શું કામ ભગવાન

તને રોજ બત્રીસ જાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતોય નથી અને હું દરરોજ મધ્યાનહ્ન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું આવું શું કામ ? ભગવાન

મારી નાની બહેનના ફાટેલાં ફ્રોક ઉપર કોઇ થીગડું મારવાં આવતું નથી અને તારાં પચરંગી નવા નવા વાધા સાચું કહું તો સાચું કહું તો હું રોજ તને નહિ તારા કપડાં જોવા આવું છું આવું શું કામ ભગવાન?

તારા પ્રસંગે લખો માણસો મંદિરમાં સમતાં નથી અને ૧૫ ઓગષ્ટે કે ૨૬ જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાંથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરુ શું ત્યારે મારી સામે હોય છે. માત્ર મારાં શિક્ષકો અને મારાં બાળમિત્રો હે ભગવાન તારાં મંદિરે સમાતાં નથી ને મારે ત્યાં કેમ ડોકાતા નથી આવું શું કામ ભગવાન?

પાંચમો અને છેલ્લો પ્રશ્ન તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારાં ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે. પ્રભુ મે તો સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છે તોય આવી જલજલાટ છો મે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ તો પણ અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી  શકય હોય તો  ભગવાન આ પ્રશ્નના જવાબ આપજે

મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે તેવી સારી સદબુધ્ધિ આપજે ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે. મારે ડૉકટર થાવું છે. મારા મા-બાપ પાસે  નિશાળની ફી ના પૈસા નથી તુ ખાલી જો તારી એક દિવસ ની દાનપેટી મને મોકલે તો હું આખીય જીદંગી ભણી શકું

વિચારીને કહેજે દોસ્ત વિચારી લે જે હું પણ જાણું છું તારેય ઘણાંને પૂછવું પડે એમ છે. પણ તું મારી વાર્ષિક પરીક્ષા પહેલાં તું જો મારા માં ધ્યાન નહિ દે મને ફીના પૈસા નહિ મોકલે તો

મારા બાપુ તારા મંદિરની સામે ચા-વાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે પછી હું આખીય જીંદગી તારાં શ્રીમંત ભક્તોને ચા પાઇશ જલદી કરજે  પ્રભુ સમય બહું ઓછો છે. તારી પાસે અને મારી પાસે પણ

                                                          લિખિતન

                                                      એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી

                                                         અથવા

                                                           ભારતના ભાવી મજૂરનાં વંદેમાતરમ, વંદેમાતરમ

શેઠ સી.એમ હાઇસ્કૂલ –  ગાંધીનગર ના ધોરણ – ૯ એફના વૈભવ પરમાર તરફથી આ પત્ર ભગવાનને લખવામાં આવેલ છે જો કે આ પત્ર તેનો મૈલિક છે કે બીજા પાસેથી લખાવી લાવ્યો છે. તેની આપણને ખાતરી નથી પણ આ પત્રમાં વ્યક્ત થયેલા તેના મનો ભાવો સમજવા જેવા છે આ પત્ર સમાજની કેટલીક સમસ્યાઓ તરફ આપણું ધ્યાન દોરે છે તો બીજી બાજુ થોડી નિરાસાવાદની ઝલક પણ દેખાય છે . તેને તેમાથી બહાર લાવવા જો તમારી પાસે કોઇ ઉપાય હોય તો અમને  બતાવવા  નમ્રઅપીલ છે.

 
3 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 23, 2014 માં બાળ વિભાગ

 

મારા સપનાની વાતો ……


આ કાવ્યની રચના શેઠ સી એમ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ – ૯ એફ ના વિદ્યાર્થી ધ્રુવ એસ પટેલે કરી છે આ કાવ્ય તમને પસંદ આવેતો નાના બાળ કવિને પ્રોત્સાહિત કરવા આ પોસ્ટને લાઇક કરવા વિનંતિ 

મારા સપનાની વાતો ……

મારા સપનાની વાતો ભાઇ સાંભળજો..

                સાંભળજો ભાઇ સાંભળજો…… મારા

સપનામાં કો’કદી હું શિક્ષક થાતો

                બાળકો સાથે નાચતો ને ગાતો

ના સમય બગાડું ના કહું ખોટી વાતો.

                મારા મનડાની વાત ભાઇ સાંભળજો …….. મારા

કો’કદી હું સપનામાં ડોકટર થાતો

                દરદી સાથે મારે નજદીકનો નાતો

ઓછા પૈસામાં કરું દરદીને સાજો

                મારા રુદીયાની વાતો ભાઇ સાંભળજો….મારા

કો’કદી હું સપનામાં સૈનિક થાતો

                મા ભોમ માટે સરહદે જાતો

દુશ્મનને હંફાવવા અધીરો થાતો

                મારા અંતરની વાતો ભાઇ સાંભળજો …મારા

કો’કદી હું સપનામાં વૃક્ષ બની જાતો

                મુસાફર માટે વિસામો થાતો

અંગાર વાયુ લઇ પ્રાણ વાયુ આપતો

                મારી મનગમતી વાત ભાઇ સાંભળજો….મારા 

                             ધ્રુવ  એસ પટેલ  ધોરણ – ૯ એફ

                                      શેઠ સી એમ હાઇસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ

                                      ગાંધીનગર, સેકટર – ૨૩ 

           
             
 
1 ટીકા

Posted by on જાન્યુઆરી 13, 2014 માં બાળ વિભાગ