RSS

શિક્ષક એટલે કોણ ?

04 સપ્ટેમ્બર

શિસ્તનો આગ્રહી બને તે શિક્ષક,

અન્યાય સામે ખુમારીવંતા બને તે શિક્ષક,

વિદ્યાર્થીઓ માટે પ્રેરક અને કલાકાર બને તે શિક્ષક,

કર્તવ્યનિષ્ઠા અને ક્ષમાશીલના દાખલા બેસાડે તે શિક્ષક,

શાળારૂપી મંદિરનો પૂજારી બને તે શિક્ષક,

સરસ્વતી માતા અને શારદાનો ઉપાસક બને તે શિક્ષક,

પરિવર્તનો દૂત બને તે શિક્ષક,

મા રૂપી મમતા અને પિતારૂપી જવાબદાર બને તે શિક્ષક,

નિ:સ્વાર્થ બાળપ્રેમ પ્રાપ્ત કરે તે શિક્ષક,

સંસ્કારોનું સિંચન કરે તે શિક્ષક,

પર્યાવરણનું મહત્ત્વ સમજાવે તે શિક્ષક,

એકતા, અખંડિતતા, દેશપ્રેમના પાઠો શીખવે તે શિક્ષક,

સૂર્યરૂપી તેજસ્વીતા અને ચંદ્રરૂપી શીતળતા બક્ષે તે શિક્ષક,

વિદ્યાર્થીરૂપી બાળકમાં માનવતાના ગુણ સીંચે તે શિક્ષક,

રાવણને ‘રામ’, દાનવને ‘માનવ’ બનાવે તે શિક્ષક,

                                 ડૉ. રાકેશ એન.પટેલ

                                 પ્રગતિશીલ શિક્ષણ

 

 
2 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 4, 2011 માં વિજ્ઞાન

 

2 responses to “શિક્ષક એટલે કોણ ?

  1. Ken

    સપ્ટેમ્બર 9, 2011 at 3:07 પી એમ(pm)

    ઉપરના બધાજ ગુણો શિક્ષકમાં હોય પણ પોતાની માતૃભાષાનો પ્રચાર ન કરી શકેતો થોડી ઉણપ ગણાય.બધાજ શિક્ષકો જાણેછે કે હિન્દી સરળ ગુજરાતી લીપીમાં લખી શકાય તેમ છે અને તે રાષ્ટ્રલીપી બની શકે તેમ છે.આપણા ખર્ચે આપણી સ્કૂલોમાં હિન્દી ભણીએ છીએ પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શકતા નથી.

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.

    http://kenpatel.wordpress.com/

     
  2. nilesh parmar

    જુલાઇ 17, 2014 at 4:31 પી એમ(pm)

    શિક્ષક એટલે પ્રગતિશીલ શિક્ષણ

     

Leave a comment