RSS

Monthly Archives: નવેમ્બર 2011

જેવું ઘડતર………….


લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો છસો રૂપિયા ઊપજે. અને નાળ કે સોયના બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો પચાસ હજાર રૂપિયા ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય.

     માણસ વિશે પણ એવું જ છે.

 
1 ટીકા

Posted by on નવેમ્બર 26, 2011 માં વાર્તા

 

મારે ફરી એકવાર શાળાએ જવું છે.


મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને

પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

ચોપડીના અંદરના પાને  મનમાં આવતા  વિચારો ને ચિત્ર કાર બની વ્યકત કરવા છે.

આ ચિત્ર સાહેબની નજરમાં પડી જાય તો એ હળવો મેથી પાક મારે ખાવો છે.

મારા એ સાહેબોના વિવિધ નામો પાડવા છે અને ટીખળો કરવા
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!

વર્ગમાં કાગળના એ ડુચા બનાવી મિત્રોને મારવા છે. મસ્તીથી પેનના લીસોટા શર્ટ પર પાડવા છે ઘેર આવી મમ્મીનો એ મીઠો ઠપકો સાંભળવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ- કાકડી બધું ખાવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહારભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે…!
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટવચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,બે ની પાટલી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવામાટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા”તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી તમારે પણ ફરી શાળાએ જવુ છે ?

        વાયા ફેસ બુક સાગર પટેલ

 

 
5 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 22, 2011 માં વિજ્ઞાન

 

રાજસ્થાન પ્રવાસ શેઠ સી.એમ હાઇસ્કૂલ ગાંધીનગર


 
1 ટીકા

Posted by on નવેમ્બર 20, 2011 માં વિડીયો

 

પ્રશ્નપત્ર – 27


1 નીગ્રો પ્રજા : બલૂચીસ્તાન થઇ ભારત, મોંગોલોઇડ ……  

       A  ચીન                    B  અગ્નિએશિયા              C  તિબેટ                  D  મધ્ય એશિયા

2 નીચેનામાંથી કઇ પ્રજા કિરાત તરીકે ઓળખાતી?

       A મોંગોલોઇડ            B ઑસ્ટ્રેલોઇડ                  C આર્મેનોઇડ          D અલ્પાઇન

3 કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદભૂત સિદ્ધિ કઇ છે ? 

        A  વણાટકામ          B  માટીકામ                    C  મીનાકામ             D  ભરતગૂંથણ

4 કથક નૃત્યનો પુનદ્ધાર કરવાનો યશ કોના ફાળે જાય છે ?

        A  નવાબ વાજીદ અલી                            B  નવાબ બરકત અલી   

         C નવાબ હુસેન અલી                              D  નવાબ માજીદ અલી

5 ધર્મરાજિકા સ્તુપ કયાં આવેલો છે ?

       A  પીપરાવમાં         B  નંદનગઢમાં                C  સાંચીમાં               D  સારનાથમાં

6 ગર્ભગૃહ ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે ?

       A મંદિર                     B ભંડારો                         C ગભારો                  D સથારો

7 ઋતુસંહાર કયા સાહિત્યકર્તાનો બેનમૂન ગ્રંથ છે ?

       A  કવિ કાલિદાસ     B  કવિ ભવભૂતિ               C  મહાકવિ ભાસ      D  કવિ ભર્તૃહરી

8 દિલ્લીના સુલતાનની રાજભાષા કઇ હતી ?

       A  હિંદી                     B અરબી                          C  ફારસી                 D  સંસ્કૃત

9 નીચેનામાંથી કઇ સંસ્કૃતિ પ્રાચીનત્મ નથી ?

        A  મિસર                  B ઇરાન                             C સિંધુખીણ             D  ચીન

10 મુનિ વાત્સ્યાયને કયો ગ્રંથ લખ્યો હતો ?

       A  કામસૂત્ર               B  પ્રજનશાસ્ત્ર                    C વિસાલક્ષાયન     D  માનસાર

11 કોણે ચાંપાનેરનું નામ મુહમ્મદાબાદ આપ્યું હતું ?

        A મોહમંદબેગડાએ       B  એહમદશાહે            C  બહદુરશાહે      D  જલાલુદ્દીને

12 શાહજંહાએ દિલ્લીના લાલ કિલ્લામાં કઇ કલાત્મક વસ્તુ બનાવડવી હતી ?

       A  સિંહાસન               B  મયૂરાસન           C  મુઘલાસન               D  રાજાસન

13 પ્રાચીન ભારતનું જાણીતું બંદર ક્યું હતું ?

       A મહાબલીપુરમ્      B કોણાર્ક                   C થંજાવુર                    D કટક

14 પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રાહલય ક્યા શહેરમાં આવેલું છે ?

        A  મુંબઇ                  B  કોલકાતા             C  અમદાવાદ              D  પુણે

15  અજમેરમાં કયું ઉપવન આવેલું છે ?

        A મેવાડ                  B  શામલાતદેહ       C  વની                          D  કીંકડી

16 કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

       A ખરાબાની             B    રેગુર                 C  ખદર                  D   બાંગર

17 ભારતમાં ચિતો કઇ કક્ષાનું પ્રાણી છે ?

        A લુપ્ત                    B   વિનાશને આરે   C    ભયના આરે     D   વિરલ

18 પંચમઢી કયા પ્રકારનું ક્ષેત્ર છે ?

       A   રાષ્ટ્રીય ઉદ્યાન                                      B   અભયારણ્ય                

       C   નૅશનલ મરીન પાર્ક                              D  જૈવ આરક્ષિત ક્ષેત્ર

19 કૃષિ આધારિત ઉદ્યોગમાં એક ઉદ્યોગ ખરો નથી.તે શોધીને લખો ?

       A   સુતરાઉ કાપડ ઉદ્યોગ                         B   શણ ઉદ્યોગ     

      C    રસાયણ ઉદ્યોગ                                   D    ખાંડ ઉદ્યોગ

20 સરદાર સરોવર યોજના કઇ નદી પ્રની યોજના છે  ?           

        A   મહાનદી            B   સાબરમતી         C  નર્મદા               D   તાપી

21 માનવીએ સૌપ્રથમ કઇ ધાતુનો ઉપયોગ શરૂ ર્ક્યો ?

        A   કાંસુ                    B    તાંબુ                 C   લોખંડ                D  પિતળ

22 નેચેના કયા દેશમાંથી સીસાની આયાત થાય છે ?

       A સિંગાપુર               B યુ.એસ.                 C મ્યાનમાર          D યુગોસ્લાવિયા

23 શિવસમુદ્રમ્ વિદ્યુતમથક કઇ નદી પર છે ?

         A   ગોદાવરી          B   કાવેરી                C  મહાનદી           D  કૃષ્ણા

24 ભારતમાં સૌપ્રથ વાર રાંધણ ગૅસ (પાઇપ લાઇન દ્વારા)પૂરોપાડવાની યોજના ક્યા રાજયમાં

       શરૂ થઇ ?

        A   મહારાષ્ટ્ર           B   કર્ણાટક               C  અસમ                 D   ગુજરાત

25 ખનીજતેલનાં કુલ અનુમાનિત જથ્થાનાં કેટલા ટકા જથ્થો પશ્વિમ એશિયાનાં રાષ્ટ્રો પાસે છે ?

       A 28 ટકા                  B 38 ટકા                 C 18 ટકા                D 20 ટકા

26 ગોળ,ખાંડસરી અને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?

        A  બીજું                    B   પાંચમું                C   પહેલું               D   ત્રીજું

27 ભારતમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે સ્થપાઇ હતી ?

       A ઇ.સ. 1853            B ઇ.સ. 1854           C ઇ.સ. 1853          D ઇ.સ. 1706

28 ઓશિઆનિઆ ટાપુ ક્યા મહાસગરમાં આવેલા છે ?

       A   હિંદ                     B   ઍટ્લૅંટિક            C    પૅસિફિક           D   આર્કટિક

29 ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઇ સાલમાં શરૂ થયો હતો ?

        A   ઇ.સ.1835          B    ઇ.સ. 1845        C     ઇ.સ. 1854      D    ઇ.સ. 18 53

30 પરિવહનના કારણે ઉદ્યોગનું ……. શકય બન્યું છે ?

       A કેન્દ્રીકરણ             B વિકેન્દ્રીકરણ        C ઉત્પાદન            D વિસ્તરણ

31 નીચેના દેશો પૈકી ક્યો દેશ વિકાશશીલ દેશ છે ?

       A  જાપાન                 B   ફ્રાંન્સ                  C   સ્વિડન             D   ભારત

32 વિકાસશિલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃતિ કઇ છે ?

       A   વહાણવટું           B  ઉદ્યોગ                  C    વાહનવ્યવહાર    D    ખેતી

33 વિકાસશીલ દેશોમાં ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં કેટલો હોય છે ?

       A 40 ટકા                  B 30 ટકા                  C 58 ટકા               D 70 ટકા

34 બજાર પદ્ધતિ બીજા ક્યા નામે ઓળખાય છે ?

       A મિશ્ર અર્થતંત્ર        B મૂડીવાદી              C સમાજવાદી      D અંકુશિત

35 ઇ.સ. 1991ની ઔદ્યોગિક નીતિમાં કેટલા વર્ષ માટે વિદેશ વ્યાપાર નીતિ નક્કી કરવામં

      આવી  હતી

         A  સાત                  B  પાંચ                     C  ત્રણ                    D  બે

36 બેરોજગારી ઘટાડવામાં ક્યું પરિબળ સૌથી અવરોધક છે ?

       A  નિરક્ષરતા            B  વસ્તીવધારો              C  પ્રાદેશિકતા          D  જાતિવાદ

37 વ્યક્તિની આવક અને ખર્ચનું પ્રમાણ ન્યુનતમ પ્રમાણ કરતા ઓછું હોય તેને શું કહે છે ?

        A સાપેક્ષા ગરીબી                                    B નિરપેક્ષ ગરીબી 

         C દારૂણ ગરીબી                                      D વ્યાપક ગરીબી

38 સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા ક્યો ધારો અમલમાં મૂક્યો છે ?

       A   આવશ્યક સેવા ધારો                            B  ગ્રાહક સુરક્ષા ધારો

       C  ભાવઅંકુશ ધારો                                    D  આવશ્યક ચીજવસ્તુ ધારો

39 ભાવોનાં વલણ જાણવા પ્રથમ ક્યું વર્ષ પસંદ કરવામાં આવે છે ?

         A  ચાલું                  B  તીવ્ર ફુગાવાનું     C  પાયાનું            D  પાછલું

40 નીચેનામાંથી નાણાંનો પુરવઠો કોણ વધારે છે ?

       A નાણાંમંત્રી             B રાષ્ટ્રપતિ             C રિઝર્વ બેંક        D રાજ્ય સરકાર

41 ઇ.સ. 2001ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં એક હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે 

        A  937                     B  927                      C  933                   D  939

42 માનવવિકાસ એ સાધ્ય છે, જ્યારે ….. વિકાસ એ સાધન છે ? 

        A  જૈવિક                   B  આર્થિક                C   નૈતિક               D  રાજકીય

43 ભારતમાં આશરે કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે ?

       A  24                         B  34                        C  35                     D  26

44 માથાદીઠ આવક ક્યા માપદંડ દ્વારા મપાય છે ?

        A  આયોજન              B  શિક્ષણ સંપાદન      C  ખર્ચ              D  જીવનધોરણ

45 પછાત વર્ગોની નીતિઓની યાદી ક્યા કમિશને તૈયાર કરી છે ?

        A  ચૂટંણી પંચે                                          B  અનુસૂચિત જાતિ પંચે   

        C  માંડલ કમિશને                                   D  બક્ષીપંચે

46 હજારો પંડિતો પોતાનું ક્યું વતન છોડીને શરણાર્થી તરીકે બહાર જીવી રહ્યા છે 

        A  દિલ્લી                 B  જમ્મુ-કશ્મીર        C  પંજાબ             D  અસમ

47 બંધારણની કલમ 341ની અનુસૂચિમાં કઇ જાતિઓનો ઉલ્લેખ થયો છે ? 

        A અનુસૂચિત જાતિ                                   B અનુસૂચિત જનજાતિ

         C લઘુમતિ જાતિ                                      D પછાતવર્ગો

48 જાહેર અને ખાનગી સંસ્થાઓમાં કેટલા ટકા નોકરીઓ  વિકલાંગ બાળકો માટે અનામત રાખવામાં આવેતો પ્રોત્સાહન આપવામાં આવે છે ?

        A   4%                     B  7%                       C  5%                   D 2%

49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?

        A ઉજવળ                B અસહાય               C અંધકારમય        D સહાયક

50 વિકલાંગો માટે રાષ્ટ્રીય પંચની રચના ક્યારે થઇ ?

       A ઇ.સ.1992               B ઇ.સ 1999            C ઇ.સ. 1981        D ઇ.સ 1983

 
1 ટીકા

Posted by on નવેમ્બર 19, 2011 માં પ્રશ્ન બેંક

 

ભારત નદીઓ


 
1 ટીકા

Posted by on નવેમ્બર 16, 2011 માં નકશા