RSS

Monthly Archives: ઓગસ્ટ 2011

શિક્ષણનું ખરું કામ


ભણાવવું એટલે શું?

ભણાવવું એટલે જ્ઞાન આપવું

અને સાથે મરદાનગી આપવી.

આજે શિક્ષણનું મુખ્ય કામ

અન્યાય સામે લડવાનું શીખવવાંનું છે.

આપણાં શિક્ષણમાંથી,સાહિત્યમાંથી

એવી તાકાત જન્મવી જોઇએ કે  જેથી

સામાન્ય માણસ ઊઠી ઊભો થાય અને

અન્યાય-નિવારણ માટે લડત આપે

શિક્ષણનું ખરુકામ આ છે.

ભણેલો માણસ શૂરવી હોય.

સેવા પણ એને માટે જ છે.

સેવામાંથી મરદાનગી પ્રગટ થવી જોઇએ,

સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઇએ.

શિક્ષણ,સાહિત્ય અને સેવાએ

જે કરવાનું છે,તે આ છે.

શિક્ષણ ખાતર શિક્ષણ નહિ,

સાહિત્ય ખાતર સાહિત્ય નહિ,

સેવા ખાતર સેવા નહિ.

તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઇએ,

માણસ બેઠો થવો જોઇએ.

આવી તાકાત જો ન નોપજતી હોય,

તો શિક્ષણ સાહિત્ય સેવા બધું નકામું.

                       – મનુભાઇ પંચોળી

 
Leave a comment

Posted by on ઓગસ્ટ 30, 2011 in વાર્તા

 

जन लोकपाल विधेयक


जन लोकपाल विधेयक

जन लोकपाल विधेयक भारत में प्रस्तावित भ्रष्टाचारनिरोधी विधेयक का मसौदा है। यदि इस तरह का विधेयक पारित हो जाता है तो भारत में जन लोकपाल चुनने का रास्ता साफ हो जायेगा जो चुनाव आयुक्त की तरह स्वतंत्र संस्था होगी। जन लोकपाल के पास भ्रष्ट राजनेताओं एवं नौकरशाहों पर बिना सरकार से अनुमति लिये ही अभियोग चलाने की शक्ति होगी। जस्टिस संतोष हेगड़े, प्रशांत भूषण, सामाजिक कार्यकर्ता अरविंद केजरीवाल ने यह बिल जनता के साथ विचार विमर्श के बाद तैयार किया है।

जन लोकपाल विधेयक के मुख्य बिन्दु

 • इस कानून के तहत केंद्र में लोकपाल और राज्यों में लोकायुक्त का गठन होगा।

 • यह संस्था चुनाव आयोग और उच्चतम न्यायालय की तरह सरकार से स्वतंत्र होगी।

 • किसी भी मुकदमे की जांच एक साल के भीतर पूरी होगी। ट्रायल अगले एक साल में पूरा होगा।

 • भ्रष्ट नेता, अधिकारी या जज को 2 साल के भीतर जेल भेजा जाएगा।

 • भ्रष्टाचार की वजह से सरकार को जो नुकसान हुआ है अपराध साबित होने पर उसे दोषी से  वसूला जाएगा।

 • अगर किसी नागरिक का काम तय समय में नहीं होता तो लोकपाल दोषी अफसर पर जुर्माना  लगाएगा जो शिकायतकर्ता को मुआवजे के तौर पर मिलेगा।

 • लोकपाल के सदस्यों का चयन जज, नागरिक और संवैधानिक संस्थाएं मिलकर करेंगी। नेताओं  का कोई हस्तक्षेप नहीं होगा।

 • लोकपाल/ लोक आयुक्तों का काम पूरी तरह पारदर्शी होगा। लोकपाल के किसी भी कर्मचारी के  खिलाफ शिकायत आने पर उसकी जांच 2 महीने में पूरी कर उसे बर्खास्त कर दिया जाएगा।

 • सीवीसी, विजिलेंस विभाग और सीबीआई के ऐंटि-करप्शन विभाग का लोकपाल में विलय हो जाएगा।

 • लोकपाल को किसी भी भ्रष्ट जज, नेता या अफसर के खिलाफ जांच करने और मुकदमा चलाने के लिए पूरी शक्ति और व्यवस्था होगी।

सरकारी बिल और जनलोकपाल बिल में मुख्य अंतर जन लोकपाल बिल की प्रमुख शर्तें

न्यायाधीश संतोष हेगड़े, प्रशांत भूषण और अरविंद केजरीवाल द्वारा बनाया गया यह विधेयक लोगों द्वारा वेबसाइट पर दी गई प्रतिक्रिया और जनता के साथ विचार-विमर्श के बाद तैयार किया गया है। इस बिल को शांति भूषण, जे एम लिंग्दोह, किरण बेदी, अन्ना हजारे आदि का समर्थन प्राप्त है। इस बिल की प्रति प्रधानमंत्री और सभी राज्यों के मुख्यमंत्रियों को एक दिसम्बर को भेजा गया था।

 1. इस कानून के अंतर्गत, केंद्र में लोकपाल और राज्यों में लोकायुक्त का गठन होगा।

 2. यह संस्था निर्वाचन आयोग और सुप्रीम कोर्ट की तरह सरकार से स्वतंत्र होगी। कोई भी नेता या    सरकारी अधिकारी की जांच की जा सकेगी

 1. भ्रष्टाचारियों के खिलाफ कई सालों तक मुकदमे लम्बित नहीं रहेंगे। किसी भी मुकदमे की जांच एक साल के भीतर पूरी होगी। ट्रायल अगले एक साल में पूरा होगा और भ्रष्ट नेता, अधिकारी या  न्यायाधीश को दो साल के भीतर जेल भेजा जाएगा।

 1. अपराध सिद्ध होने पर भ्रष्टाचारियों द्वारा सरकार को हुए घाटे को वसूल किया जाएगा।

 2. यह आम नागरिक की कैसे मदद करेगा: यदि किसी नागरिक का काम तय समय सीमा में नहीं  होता, तो लोकपाल जिम्मेदार अधिकारी पर जुर्माना लगाएगा और वह जुर्माना शिकायतकर्ता को  मुआवजे के रूप में मिलेगा।

 1. अगर आपका राशन कार्ड, मतदाता पहचान पत्र, पासपोर्ट आदि तय समय सीमा के भीतर नही  बनता है या पुलिस आपकी शिकायत दर्ज नहीं करती तो आप इसकी शिकायत लोकपाल से कर सकते हैं और उसे यह काम एक महीने के भीतर कराना होगा। आप किसी भी प्रकार के भ्रष्टाचार की शिकायत लोकपाल से कर सकते हैं जैसे सरकारी राशन की कालाबाजारी, सड़क बनाने में गुणवत्ता की अनदेखी, पंचायत निधि का दुरुपयोग। लोकपाल को इसकी जांच एक साल के भीतर पूरी करनी होगी। सुनवाई अगले एक साल में पूरी होगी और दोषी को दो साल के भीतर जेल भेजा  जाएगा।

 1. क्या सरकार भ्रष्ट और कमजोर लोगों को लोकपाल का सदस्य नहीं बनाना चाहेगी? ये मुमकिन नहीं है  क्योंकि लोकपाल के सदस्यों का चयन न्यायाधीशों, नागरिकों और संवैधानिक संस्थानों द्वारा किया जाएगा न कि नेताओं द्वारा। इनकी नियुक्ति पारदर्शी तरीके से और जनता की भागीदारी से होगी।

 1. अगर लोकपाल में काम करने वाले अधिकारी भ्रष्ट पाए गए तो? लोकपाल / लोकायुक्तों का कामकाज पूरी तरह पारदर्शी होगा। लोकपाल के किसी भी कर्मचारी के खिलाफ शिकायत आने पर उसकी जांच अधिकतम दो महीने में पूरी कर उसे बर्खास्त कर दिया जाएगा।

 1. मौजूदा भ्रष्टाचार निरोधक संस्थानों का क्या होगा? सीवीसी, विजिलेंस विभाग, सीबीआई की भ्रष्टाचार निरोधक विभाग (अंटी कारप्शन डिपार्टमेंट) का लोकपाल में विलय कर दिया जाएगा। लोकपाल को किसी न्यायाधीश, नेता या अधिकारी के खिलाफ जांच करने व मुकदमा चलाने के लिए पूर्ण शक्त और व्यवस्था भी होगी।

सरकारी लोकपाल के पास भ्रष्टाचार के मामलों पर ख़ुद या आम लोगों की शिकायत पर सीधे कार्रवाई शुरु करने का अधिकार नहीं होगा. सांसदों से संबंधित मामलों में आम लोगों को अपनी शिकायतें राज्यसभा के सभापति या लोकसभा अध्यक्ष को भेजनी पड़ेंगी. वहीं प्रस्तावित जनलोकपाल बिल के तहत लोकपाल ख़ुद किसी भी मामले की जांच शुरु करने का अधिकार रखता है. इसमें किसी से जांच के लिए अनुमति लेने की ज़रूरत नहीं है सरकार द्वारा प्रस्तावित लोकपाल को नियुक्त करने वाली समिति में उपराष्ट्रपति. प्रधानमंत्री, दोनो सदनों के नेता, दोनो सदनों के विपक्ष के नेता, क़ानून और गृह मंत्री होंगे. वहीं प्रस्तावित जनलोकपाल बिल में न्यायिक क्षेत्र के लोग, मुख्य चुनाव आयुक्त, नियंत्रक एवं महालेखा परीक्षक, भारतीय मूल के नोबेल और मैगासेसे पुरस्कार के विजेता चयन करेंगे ।

राज्यसभा के सभापति या स्पीकर से अनुमति

सरकारी लोकपाल के पास भ्रष्टाचार के मामलों पर ख़ुद या आम लोगों की शिकायत पर सीधे कार्रवाई शुरु करने का अधिकार नहीं होगा. सांसदों से संबंधित मामलों में आम लोगों को अपनी शिकायतें राज्यसभा के सभापति या लोकसभा अध्यक्ष को भेजनी पड़ेंगी.वहीं प्रस्तावित जनलोकपाल बिल के तहत लोकपाल ख़ुद किसी भी मामले की जांच शुरु करने का अधिकार रखता है. इसमें किसी से जांच के लिए अनुमति लेने की ज़रूरत नहीं है.सरकारी विधेयक में लोकपाल केवल परामर्श दे सकता है. वह जांच के बाद अधिकार प्राप्त संस्था के पास इस सिफ़ारिश को भेजेगा. जहां तक मंत्रीमंडल के सदस्यों का सवाल है इस पर प्रधानमंत्री फ़ैसला करेंगे. वहीं जनलोकपाल सशक्त संस्था होगी. उसके पास किसी भी सरकारी अधिकारी के विरुद्ध कार्रवाई की क्षमता होगी.सरकारी विधेयक में लोकपाल के पास पुलिस शक्ति नहीं होगी. जनलोकपाल न केवल प्राथमिकी दर्ज करा पाएगा बल्कि उसके पास पुलिस फ़ोर्स भी होगी.सरकारी विधेयक में लोकपाल केवल परामर्श दे सकता है. वह जांच के बाद अधिकार प्राप्त संस्था के पास इस सिफ़ारिश को भेजेगा. जहां तक मंत्रीमंडल के सदस्यों का सवाल है इस पर प्रधानमंत्री फ़ैसला करेंगे. वहीं जनलोकपाल सशक्त संस्था होगी. उसके पास किसी भी सरकारी अधिकारी के विरुद्ध कार्रवाई की क्षमता होगी.सरकारी विधेयक में लोकपाल के पास पुलिस शक्ति नहीं होगी. जनलोकपाल न केवल प्राथमिकी दर्ज करा पाएगा बल्कि उसके पास पुलिस फ़ोर्स भी होगी

अधिकार क्षेत्र सीमित

अगर कोई शिकायत झूठी पाई जाती है तो सरकारी विधेयक में शिकायतकर्ता को जेल भी भेजा जा सकता है.

लेकिन जनलोकपाल बिल में झूठी शिकायत करने वाले पर जुर्माना लगाने का प्रावधान है.

सरकारी विधेयक में लोकपाल का अधिकार क्षेत्र सांसद, मंत्री और प्रधानमंत्री तक सीमित रहेगा. जनलोकपाल के दायरे में प्रधानमत्री समेत नेता, अधिकारी, न्यायाधीश सभी आएँगे.

लोकपाल में तीन सदस्य होंगे जो सभी सेवानिवृत्त न्यायाधीश होंगे.

जनलोकपाल में 10 सदस्य होंगे और इसका एक अध्यक्ष होगा. चार की क़ानूनी पृष्टभूमि होगी. बाक़ी का चयन किसी भी क्षेत्र से होगा.

चयनकर्ताओं में अंतर

सरकार द्वारा प्रस्तावित लोकपाल को नियुक्त करने वाली समिति में उपराष्ट्रपति. प्रधानमंत्री, दोनो सदनों के नेता, दोनो सदनों के विपक्ष के नेता, क़ानून और गृह मंत्री होंगे. वहीं प्रस्तावित जनलोकपाल बिल में न्यायिक क्षेत्र के लोग, मुख्य चुनाव आयुक्त, नियंत्रक एवं महालेखा परीक्षक, भारतीय मूल के नोबेल और मैगासेसे पुरस्कार के विजेता चयन करेंगे.लोकपाल की जांच पूरी होने के लिए छह महीने से लेकर एक साल का समय तय किया गया है. प्रस्तावित जनलोकपाल बिल के अनुसार एक साल में जांच पूरी होनी चाहिए और अदालती कार्यवाही भी उसके एक साल में पूरी होनी चाहिए.

सरकारी लोकपाल विधेयक में नौकरशाहों और जजों के ख़िलाफ़ जांच का कोई प्रावधान नहीं है. लेकिन जनलोकपाल के तहत नौकरशाहों और जजों के ख़िलाफ़ भी जांच करने का अधिकार शामिल है. भ्

सज़ा और नुक़सान की भरपाई

सरकारी लोकपाल विधेयक में दोषी को छह से सात महीने की सज़ा हो सकती है और धोटाले के धन को वापिस लेने का कोई प्रावधान नहीं है. वहीं जनलोकपाल बिल में कम से कम पांच साल और अधिकतम उम्र क़ैद की सज़ा हो सकती है. साथ ही धोटाले की भरपाई का भी प्रावधान है.

ऐसी स्थिति मे जिसमें लोकपाल भ्रष्ट पाया जाए, उसमें जनलोकपाल बिल में उसको पद से हटाने का प्रावधान भी है. इसी के साथ केंद्रीय सतर्कता आयुक्त, सीबीआई की भ्रष्टाचार निरोधक शाखा सभी को जनलोकपाल का हिस्सा बनाने का प्रावधान भी है.

સ્ત્રોત – વિકિપીડીયા

 
1 ટીકા

Posted by on ઓગસ્ટ 22, 2011 in વાર્તા

 

પ્રશ્નપત્ર – 21


1ઇતિહાસકારો અને વિચારોકોના મતે સંસ્કૃતિની ઉષા 

       A ભારતમાં પ્રગટી હતી                        B ચીનમાં પ્રગટી હતી     

       C ગ્રીસમાં પ્રગટી હતી                          D મિસરમાં પ્રગટી હતી

2 ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય  

       A માત્ર ભૌતિકવાદી ર્દષ્ટિબિંદુ દર્શાવનાર હતુ                             

       B માત્ર આદર્શગામી હતી

       C માત્ર કલા-કારીગરીના શિખરો સર કરવાનું હતું                     

       D ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું

3 કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર ક્યું છે ? 

        A  કન્યાકુમારી                                    B કર્ણાટક               

        C  અસમ                                             D કેરળ

4 કઇ કલામાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે ?

       A  સંગીત                                             B  નાટ્ય                

      C  નૃત્ય                                                 D ચિત્ર

5 ગુજરાતની કઇ મસ્જિદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ?

       A  જામા મસ્જિદ                                   B  મોતી મસ્જિદ    

       C બીબીજી કી મસ્જિદ                           D રાણી સિપ્રિની મસ્જિદ

6 ગાંધાર શૈલીના સ્તુંપોનો આકાર કેવો છે ?

       A  નળાકાર                                         B  ત્રિકોણાકાર                       

       C  ઇંડાકાર                                          D  અંડાકાર

7 મહાવીર અને બુદ્ધે લોકોને કઇ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ?

       A  સંસ્કૃત                                            B  હિન્દી                    

       C  પ્રાકૃત                                             D  પાલિ

8 કયો યુગ નાટક અને કાવ્યોનો સુવર્ણયુગ ગણાય છે ?

       A  ગુપ્તયુગ                                         B  મૌર્યયુગ                          

       C  શક્યયુગ                                          D કુષ્ણયુગ

9 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

       A  બાણભટ્ટ – કાદમ્બરી                         B  ભારવિ – કિરાતાર્જુનીયમ્

       C  વિશાખાદત – દશકુમારચરિત          D  શૂદ્રક – મૃચ્છકટિક

10 નટરાજનું શિલ્પ કઇ નૃત્યકલાનું સર્વોત્તમ નમૂનો છે ?

        A  ઓડિસી                                          B  નાદન્ત               

        C  ભરતનાટ્યમ                                  D  કથક     

11 હિંદુઓના ઔષધશાસ્ત્રમાંથી કોણે ધણી ઔષધિઓ લીધી છે ?

       A આફ્રિકાના દેશો                                 B અમેરિકાના દેશો              

       C યુરોપિયન દેશો                                D એશિયન દેશો

12 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?

        A  બીજાપુરનો દરવાજો                      B  મુંબઇનો ગેટવે ઓફ ઇન્ડિયા   

        C  સંત સલીમ ચીસ્તીનો દરવાજો      D  ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો

13 કેરળનો મુખ્ય તહેવાર કયો છે ?

       A  બિહુ                                                B  વૈશાખી               

       C  ઓનમ                                            D  ગણેશચતુર્થી

14 મહાબલીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું છે ?

       A આંધ્રપ્રદેશ                                        B ઓરિસ્સા        

       C તમિલનાડુ                                       D કર્ણાટક

15 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?

       A  પુરાતત્ત્વ ખાતાને                           B  પ્રવાસન અને પર્યટન ખાતાને

       C  પર્યાવરણ ખાતાને                          D  શિક્ષણ ખાતાને

16 સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?

        A  વડોદરા                                          B  તારંગા               

        C  પાટણ                                             D  સિદ્ધપુર

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

        A  વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે   

        B  સ્વામી રામદાસે શિકાગોમાં  મળેલી વિશ્વધર્મ  પરિષદને સંબોધી હતી

        C  પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું

        D  પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ

18 કયાં સંસાધનો અનવીનીકરણીય છે ?

       A પ્રાણીઓ                                          B ખનીજો                   

       C સરોવરો                                          D જંગલો

19 ભૂમિ આર્થિક પ્રવૃતિ માટે શું પૂરું પાડે છે ?

       A મૂડી                                                B કાચોમાલ       

       C વરસાદ                                          D નહેરો

20 ક્યા રાજાએ વન્ય જીવોના રક્ષાણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે ?

       A   અશોક                                           B   શાહજંહા    

       C   વિક્રમાદિત્ય                                   D   અકબરે

21 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

       A   કાઝીરંગા – અસમ                           B    સુંદરવન – પશ્વિમ બંગાળા   

       C   કોર્બેટ નૅશનલ પાર્ક – કેરળ             D    ગીર – ગુજરાત

22 એક જમીન પર વધુ પાક લેવાની નીતિ એટલે ?

       A નિરંતરકૃષિ                                     B મિશ્રકૃષિ         

       C સધનકૃષિ                                       D ટકાઉકૃષિ

23 ભારતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

      A  મધ્ય પ્રદેશ                                       B   રાજસ્થાન   

      C   મહારાષ્ટ્ર                                          D   ગુજરાત

24 દુનિયામાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું  છે  ?

        A   બીજું                                             B   પહેલું        

        C   ત્રીજું                                             D   ચોથુ

25 દામોદર નદી જયા રાજયની નદી છે ?

       A  ઉત્તર પ્રદેશ                                     B  ગુજરાત    

      C  મહારાષ્ટ્ર                                         D  ઝારખંડ

26 ભારતમાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં સિચાઇઅ થાય છે ?

       A 83 ટકા                                             B 69 ટકા         

       C 28 ટકા                                            D 38 ટકા

27 મિશ્ર ધાતુમાં વપરાતું ખનીજ ક્યું છે ?

       A   બૉક્સાઇટ                                      B   તાંબું     

       C   પ્લેટિનમ                                       D   મૅંગેનીઝ

28 નીચેની કઇ ખનીજ અધાતુમય ખનીજ નથી ?

       A ફ્લોસ્પાર                                         B બોક્સાઇટ       

       C એસ્બેસ્ટોસ                                       D સલ્ફર

29 પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે ક્યું ખનીજ વપરાય છે ?

       A    લિગ્નાઇટ                                       B   થોરિયમ           

       C   મૅનેઝાઇટ                                        D   યુરેનિયમ

30 ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કઇ જગ્યાયે સ્થાપવામાં આવ્યું છે ?  

       A   માંડવી                                           B   લાંબા    

       C   તુતીકોરીન                                     D   ઓખા

31 કુદરતી વાયુ અને કોક ક્યા કોલસામાંથી મેળવવામાં આવે છે ?

       A   ઍન્થ્રેસાઇટ                                    B   પીટ              

      C   લિગ્નાઇટ                                       D   બિટ્યુમિનસ

32 ઇ.સ. 1855 માં ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?

       A     શ્રીરામપુર                                    B    ટીટાગઢ 

       C  રિશરા                                             D     કૃષ્ણનગર

33 આયાત કરેલા તાંબાને  ગાળવાનો એકમ ક્યા સ્થાપવામાં આવ્યો છે ?

       A ખેતરી                                              B માઉભંડાર       

       C જમશેદરપુર                                     D તૂતિકોરિન

34 ગુજરાતમાં સૌથી મોટું રેલવે જંકશન ક્યું છે ?

       A  અમદાવાદ                                      B   વડોદરા  

       C   રાજકોટ                                          D   ભાવનગર

35 હલ્દિયા બંદર કયા રાજયમાં આવેલું છે ?

       A   તમિલનાડુ                                     B   ગુજરાત       

      C પશ્વિમ બંગાળા                                  D   ઓરિસ્સા

36 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અને જાળવણી કોણ કરે છે ?

        A જિલ્લા પંચાયત                             B રાજ્ય સરકાર   

        C કેન્દ્ર સરકાર                                   D પરિવહન નિગમ

37 આર્થિક વિકાસ કોઇ એક દેશના લોકોની …… તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલ છે ?

       A  વૈકલ્પિક આવક                               B   નાણાંકીય આવક

       C   માથાદીઠ આવક                             D    ગરીબી

38 ઉત્પાદન પ્રક્રિયામાં જમીન,મૂડી અને શ્રમને જોડવાની પ્રક્રિયા એટલે … ?

       A  નિયોજન                                         B   આયોજન             

       C  સંયોજન                                          D  એક પણ નહિ

 39 નીચેનામાંથી ક્યું વિદ્યાન ખોટું  છે તે જણાવો ? 

       A  વિકાસશીલ દેશોમાં ટેકનોલૉજીનો વિકાસ ઓછો હોય છે

       B  વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃતિ ખેતી છે

       C  વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર 1% થી પણ ઓછો હોય છે

        D  વિકાસશીલ દેશોમાં માથાદીઠ આવક ઘણી ઓછી હોય છે

40 વિશ્વભરમાં કેવું મોજું ફરી વળ્યું છે ?

       A ઉદારીકરણ                                       B સામ્યવાદ       

       C ખાનગીકરણ                                     D વૈશ્વિકીકરણ

41 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી ક્યા ક્ષેત્રને સોંપવામાં આવી છે ?

       A  જાહેર ક્ષેત્રને                                     B  ખાનગી ક્ષેત્રને   

       C  સહકારી ક્ષેત્રને                                 D  સંયુક્ત ક્ષેત્રને

42 સાપેક્ષ ગરીબી કઇ રીતે જાણી શકાય ?

       A  લધુત્તમ આવક દ્વારા                        B   મહત્તમ આવક દ્વારા   

       C  નિર્ધારિત આવક દ્વારા                     D  સરેરાશ આવક દ્વારા

43 ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના વિકાસના અભાવે કઇ બેરોજગારી ઉદભવે છે ?

       A  ચક્રીય બેરોજગારી                           B  પ્રચ્છન બેરોજગારી     

       C  માળખાગત બેરોજગારી                   D  ગ્રામીણ બેરોજગારી

44 કેન્દ્ર સરકારે ગ્રાહકોનું સુરક્ષા માટે રચેલું કમિશન ક્યા નામે ઓળખાય છે ?

       A   ગ્રાહક પ્રતીબંધ આયોગ                  B  ગ્રાહક સુરક્ષા આયોગ  

      C  રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ              D  રાષ્ટ્રીય અદાલત

45 ભારતમાં ક્યા વર્ષથી મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી ?

       A  ઇ.સ. 1980                                      B  ઇ.સ. 1999            

      C  ઇ.સ. 1992                                       D  ઇ.સ. 1995

46 યુનાઇટેડ નેશન્સે ક્યા દસકાને મહિલા દસકા તરીકે જાહેર ર્ક્યોં ?

       A  ઇ.સ 1970 – 1980                             B  ઇ.સ. 1985 – 1995

       C  ઇ.સ. 1995 – 2005                            D  ઇ.સ. 1975 – 85

47 ક્યું પરિબળ વ્યક્તિ,સમાજ અને દેશના વિકાસમાં અવરોધક છે ?

       A  બિનસાંપ્રદાયિકતા                          B  સાંપ્રદાયિકતા   

       C  ધર્મનિરપેક્ષતા                                D  આચારસંહિતા

48 ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઇને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃતિ હાથ ધરી છે ?

       A  ચી-હવાંગ-ટી                                   B  મોઓ-ત્સે-તુંગ   

       C  ચી-તુંગ- સી                                     D  હવાંગ-ટી- મોઓ

49 કઇ સાલ પછી કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે ?

       A  ઇ.સ. 1987                                      B  ઇ.સ. 1975            

       C  ઇ.સ. 1988                                      D  ઇ.સ. 1992

50 ભ્રષ્ટ્રાચારની વ્યાખ્યા કોણે આપીએ છે ?

        A  વિશ્વ બૅંન્કે                                       B  ટ્રાંન્સપરન્સી ઇન્ટરનૅશનલે    

        C એશિયન ડેવલપમેન્ટ બૅંન્કે              D  સંયુક્ત રાષ્ટ્રોએ

 

પ્રશ્નપત્ર 20


1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું

       A તે ઉધોગપ્રધાન હતી                               

       B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી      

       C તે માત્ર ધર્મપ્રધાન હતી                        

        D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી

2 કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો હતો ? 

       A   હિંદુધર્મ                                          B શૈવ ધર્મ                

       C  જીન ધર્મ                                          D   બૌદ્ધ ધર્મ

3 નૃત્યના દેવાધિ દેવ કોણ છે ?

       A બ્રહ્મા                                                B નટરાજ               

       C  નારદ                                             D  ભગવાન કૃષ્ણ

4 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ કાલીદાસની નથી ?

       A  વિક્રમોર્વશીયમ્                               B  અભિજ્ઞાનશાકુન્તલમ્      

       C સ્વપ્નવાસવદત્તમ્                           D માલવિકાગ્નિમિત્રમ્

5 ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ ઇશ્વરનાં ક્યાં ત્રણ સ્વરૂપો દર્શાવે છે ?

       A બ્રહ્માં,વિષ્ણુ અને મહેશ                      B  બ્રહ્માં વિષ્ણુ અને ગણેશ

        C  બ્રહ્માં,વિષ્ણુ અને કુબેર                     D બ્રહ્માં,વિષ્ણુ અને ઇન્દ્ર

6 ખજૂરાહોનાં મંદિર કયા રાજયમાં આવેલા છે ?

       A  બિહાર                                            B  રાજસ્થાન            

        C  ગુજરાત                                        D  મધ્યપ્રદેશ

7 કયા કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી ?

       A  કવિ રન્નાએ                                      B  કવિ  કમ્બલે    

       C  કવિ પંપાએ                                     D  કવિ અલવારે

8 અમીર ખુશરોની કૃતિ કઇ છે ?

       A  પદ્માવતી                                         B  રઘુવંશ                           

      C આસિક                                               D ફતવા-એ-જહાંદારી

9 દાર્શનિક સાહિત્યના સમર્થનમાં મહત્વનો ફાળો નીચેનામાંથી કોણે આપ્યો છે ?

       A  સામવેદ                                          B અથર્વવેદ        

       C ઋગ્વેદ                                             D યજુર્વવેદ

10 કયા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલેખ છે ?

       A  ચરકસંહિતા                                     B  બૃહદસંહિતા                 

       C  આર્યભટ્ટીયમ્                                   D  શિલ્પસંહિતામાં

11 નીચેના વિદ્યાન પૈકી કયું વિદ્યાન ખોટું છે તે જણાવો ?

       A  સુલતાનગંજમાંથી મળી આવેલ મૂર્તિ 7.5 ફૂટ ઊંચી છે

       B  મહર્ષિ ચરકે ચરકસંહિતામાં 3000 ઉપરાંત વનસ્પતિની ઔષધિઓનો ઉલ્લેખ ર્ક્યો છે

       C  સમ્રાટ વિક્રમાદિત્યે દિલ્લી પાસે ઊભો કરાવેલો વિજયસ્તંભ 24 ફૂટ ઊંચો છે

        D  મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સાનાં 127 સાધનોનો ઉલ્લેખ ર્ક્યો છે

12 ફતેપુર સિકરી નામનું શહેર વાસાવનાર બાદશાહ કોણ હતો ?

       A  બાબર                                             B  શાહજંહા              

       C  હુમાયુ                                             D અકબર

13 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

       A  આગરાનાકિલ્લામાં                          B  દિલ્લીના 

       C  લાહોરીકિલ્લામાં                              D  શાહીકિલ્લાંમાં

14 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?

       A  કર્ણાટક                                            B  કેરળ                             

       C  તમિલનાડુ                                      D આંધ્રપ્રદેશ

15 સ્વામી વિવેકાનંદે જે પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યુતે પરિષદ

       A  દિલ્લીમાં ભરાઇ હતી                       B  શિકાગોમાં ભરાઇ હતી  

       C વૉશિંગ્ટનમાં ભરાઇ હતી                  D  ન્યૂ યૉર્કમાં ભરાઇ હતી

16 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલ છે ?

       A  કેરળ                                               B  ઝારખંડ              

      C  રાજસ્થાન                                        D  હિમાચલપ્રદેશ

17 રાજસ્થાનની કઇ જાતિ પર્યાવારણની સુરક્ષાનું કાર્ય કરે છે ?

       A બિશ્નોઇ                                             B  રાજસ્થાની     

       C મારવાડી                                          D જતકોમ

18 કઇ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે ?

        A પહાડી                                             B  કાળી         

       C રાતી                                                D    કાંપની

19 રેગોલીથમાં નીચેમાંથી ક્યા તત્વો હોતા નથી ?

       A ખનીજદ્રવ્યો                                      B કાંકરા           

       C જૈવિકદ્રવ્યો                                       D માટી-રજકણો

20 પશ્વિમ બંગાળા રાજયમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવલું છે ?

        A નંદાદેવી                                          B    સુંદરવન   

        C   સિમિલિપાલ                                  D   પંચમઢી

21વનવિકાસને પ્રોત્સાહન આપવા માટે ક્યો પુરસ્કાર આપવામા આવે છે ?

        A   વન પુરસ્કાર                                     

        B   વૃક્ષ મિત્ર પુરસ્કાર         

        ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર              

        D  પ્રિયદર્શિની પુરસ્કાર

22 નીચેનામાંથી કયો પાક જાયદ પાક છે ?

        A ચણા                                                B   સરસવ                       

        C   મકાઇ                                            D  તરબૂચ

23 કૉફીના વધુ ઉત્પાદન માટે  ક્યો પ્રદેશ જાણીતો છે ?

       A   કૂર્ગ                                                 B   ચરોતર    

       C   કોરોમંડલ                                       D    દાર્જિલિંગ

24 ભારતમાં કેળા ઉત્પાદન કરતું રાજ્ય નીચેનામાંથી ક્યું છે ?

       A તમિલનાડુ                                       B ઓરિસ્સા        

        C મધ્યપ્રદેશ                                      D કેરળ

25 કોસી યોજના કયા રાજયમાં આવેલી છે ?

       A   મધ્ય પ્રદેશ                                    B   બિહાર      

       C   ઝારખંડ                                          D   છત્તીસગઢ

26 ગ્રૅન્ડ ઍનિકટ નહેરનું  નિર્માણ કઇ નદી પર થયું છે ?

       A   કૃષ્ણા                                             B   કાવેરી   

       C   સતલુજ                                         D  ગોદાવરી

27 ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો સૌથી વધુ જથ્થોક્યાં છે ?

       A ચીનમાં                                             B    ભારતમાં     

       C    બ્રાઝિલમાં                                      D  અમેરિકામાં

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

       A    મૅંગેનીઝ – રશિયા                         B   તાંબું – જાપાન  

       C   અબરખ – ભારત                           D   લોખંડ – ઉત્તર અમેરિકા

29 ઇ.સ. 1899માં અસમમાં જ્યાં સ્થળે પ્રથમ રિફાઇનરી સ્થાપવામાં આવી ?

       A   બોંગાઇગાંવ                                   B   રુદ્રસાગર  

       C   નાહોરકટિયા                                  D   દિગ્બોઇ

30 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત પરંપરાગત નથી ?

       A કોલસો                                            B    પવન           

       C ખનીજતેલ                                       D    કુદરતી વાયુ

31 ભારતનું ક્યું શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની ગણાય છે ?

        A  દિલ્લી                                            B   મુંબઇ    

         C   બેંગ્લોર                                        D   હૈદરાબાદ

32 રાષ્ટ્રના વિકાસનો મુખ્ય આધાર સ્તંભ….. 

       A રાષ્ટ્રીય આવક                                  B માથાદીઠ આવક 

       C રોજગારી                                          D ઉત્પાદન ઉદ્યોગ

33 ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ ક્યો છે જેની લંબાઇ 2372 કિ.મી છે ?

       A   ધોરીમાર્ગ નં – 5                             B   ધોરીમાર્ગનં -7    

       C  ધોરીમાર્ગ નં – 8                             D   ધોરીમાર્ગ નં – 4

34 ભારતમાં રેલવેના કેટલા ઝોન પાડવામાં આવ્યા છે ?

       A  17                                                   B  21              

       C  16                                                   D  22

35 પારાદીપ બંદર ક્યા રાજયમાં આવેલું છે ?

       A  ચેન્નાઇ                                             B  આંધ્ર પ્રદેશ                       

       C  કેરળ                                               D   ઓરિસ્સા

36 નીચેના પૈકી ક્યા દેશમાં મિશ્ર અર્થતંત્ર અમલમાં છે ?

       A  અમેરિકા                                          B   ચીન         

       C   જાપાન                                            D    ભારત

37 અલ્પવિકાસ શબ્દ સાથે ક્યો શબ્દ સંકળાયેલો છે ?

        A  વિકસિત દેશો                                B  સમાજવાદી દેશો

        C  મૂડીવાદી દેશો                               D  વિકાસશીલ દેશો

38 બજાર પદ્ધતિ – અમેરિકા, સમાજવાદી પદ્ધતિ …  ?

       A  જાપાન                                           B  ફ્રાંન્સ                 

       C  રશિયા                                           D  ભારત

39 ઇ.સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલા સુધારામાં નીચેની કઇ એક બાબત નહોતી ?

       A  ઉદારીકરણ                                     B  વૈશ્વિકીકરણ                 

       C  રાષ્ટ્રીયકરણ                                   D  ખાનગીકરણ

40 આયોજનમાં આર્થિક વિકાસની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

       A જાહેરક્ષેત્ર                                          B ખાનગીક્ષેત્ર             

        C સહકારીક્ષેત્ર                                     D સંયુક્ત ક્ષેત્ર

41 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?

       A  રૂઢિચુસ્તા                                         B   અલ્પ વિકાસ   

       C   બેરોજગારી                                     D  વસ્તી વધારો

42 ગરીબી ઉદભવવા માટેનાં કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?

       A  ભૂલભરેલું કે ખામીયુક્ત આયોજન                

       B  ખેતીની નીચી ઉત્પાદકતા     

       C  વિકાસના લાભોની અસમાન વહેંણી  

       D  જમીનધારાના નો અસરકાર અમલ નહિ

43 કઇ બૅન્ક ધિરાણનીતિનું નિયંત્રણ કરે છે ?

       A   બૅન્ક ઑફ બરોડા                            B  બૅન્ક ઑફ ઇન્ડિયા     

       C   સહકારી બૅન્ક                                  D  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

44 કોડેક્સ એલિમેંટેરિયસ કમિશનની સ્થાપના કઇ સાલમાં થઇ હતી ?

       A  ઇ.સ. 19 47 માં                                B  ઇ.સ. 1963 માં      

       C   ઇ.સ. 1980 માં                                D  ઇ.સ. 19 70માં

45 કોઇ પણ રાષ્ટ્રની સાચી સંપત્તિ અને મૂડી તેના ……. ની ઊંચી ગુણવત્તા છે ?

       A  સામાજિક સંસ્થાઓ                          B  ઉદ્યોગ પતિઓ   

       C  વેપારીઓ                                        D  નાગરિકો

46 નક્સલ બારી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?

        A  બિહાર                                            B  પશ્વિમ બંગાળા  

        C  ઓરિસ્સા                                         D  અસમ

47 આપણા દેશમાં સરકારે અનુસૂચિતો માટે કેટલા ટકા અનામત રાખી છે ?

       A  7.5%                                               B  10%                      

       C  27%                                                D  15%

48 બળવાખોરોને હટાવવા લશ્કરે બ્લ્યુ સ્ટારની કાર્યવાહી ક્યાં કરી હતી ?

       A  અયોધ્યાના રામમંદિરમાં                              

       B  અમૃતસરના સુવર્ણમંદિરમાં

       C દિલ્લીના લાલ કિલ્લામાં                        

       D  અમૃતસરના જલિયાવાલા બાગમાં

49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

       A   આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ                       

       B  આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ    

       C  આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ     

       D  આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ

50 સરકારી નોકરીઓમાં વિકલાંગો માટે કેટલા ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઇઓ છે ?

        A   5%                                                 B   7%                                   

        C  3%                                                  D  4%

 

ચડે પડે જીભ વડે જ માનવી


કોયલડીને કાગ વાને વરતાય નહિ;

      જીભલડીમાં જવાબ સાચું સોરઠિયો ભણે.’

        દરેક મનુષ્યના જીવનમાં જીભ મહત્વનો ભાગ ભજવે છે. તે મનુષ્ના જીવનમાં સ્વર્ગ રચી શકે; તેમ તેના જીવનને કુરુક્ષેત્ર પણ બનાવી શકે. ‘આંધળાનો પુત્ર આંધળો’ એવા દ્રૌપદીના શબ્દોએ મહાભારત સર્જ્યુ. જીભમાં અમૃત છે તેમ ઝેર પણ છે.

        આપણો રોજબરોજનો વ્યવહાર જીભ વડે જ ચાલે છે. જેની જીભ જેટલી મીઠી તેનો તેટલો રોજિંદો વ્યવહાર સુખદ. ઘરમાં કુટુંબીજનો સાથે મીઠી જીભ સંબંધો મીઠા રાખે છે. પાડોશીઓ સાથે મીઠી જીભ રાખવાથી સંબંધો સારા રહે છે. મીઠી જીભ એટલે વાણીની મીઠાશ. શાળામાં શિક્ષકો પોતાની મીઠી જીભ વડે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ સંપાદન કરી શકે છે. વેપારીઓ પોતાની મીઠી જીભ વડે ગ્રાહકોને આકર્ષી શકે છે. કર્મચારીઓ પોતની મીઠી જીભ વડે ઉપરી અધિકારીઓને રીઝવી શકે છે. આપણે આપણી મીઠી જીભ વડે શાળામાં, કચેરીમાં, બેંકમાં કે બજારમાં આપણાં કામો કરાવી શકીએ છીએ. કથાકારો, નેતાઓ પોતાની મીઠી જીભ વડે જ હજારો લોકોને આકર્ષી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ મીઠી જીભનું ઘણું મહત્વ છે. પ્રધાનો, એલચીઓ તથા વડા પ્રધાને બીજા દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દો તોળી તોળીને  જ બોલવા પડે છે. એમના શબ્દો પર દેશના વેપાર, વાણિજ્ય અને સલામતી આધાર રાખે છે.

        મનુષ્યની ઓળખ તેની જીભ વડે જ થાય છે. એક પ્રસંગકથામાં દર્શાવ્‍યા મુજબ જંગલમાં વસતા અંધસાધુએ  સિપાઇ, વજીર અને રાજાને તેમની વાણીને આધારે ઓળખી શક્યા હતા.

        મીઠી જીભ વડે મનુષ્‍ય તેના જીવનમાં ધારી સફળતા મેળવી શકે છે; જયારે કડવી જીભ વડે મનુષ્‍યનું પતન થાય છે. મનુષ્‍ય ભલે રૂપાળો હોય, શ્રીમંત હોય કે ઉચ્‍ચ હોદો ધરાવતો હોય પરંતુ જો તેની જીભ કડવી હશે તો તેને કોઇનો પ્રેમ કે આદર મળશે નહિ. લોકોને તેનો સંગ પસંદ પડશે નહિ. કડવી જીભ વડે વેપારી પોતાના ગ્રાહકો ગુમાવશે. માલિકો કડવી જીભ વાપરશે તો મજૂરો કામ બગાડશે અને હડતાલ પાડશે. કચેરીઓમાં કડવી જીભ વાપરવાથી આપણાં ઘણાં કામો વણસી જશે. શિક્ષકો કડવી જીભ રાખશે તો તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓનો પ્રેમ મળી શકશે નહિ. વિદ્યાર્થીઓ કડવી જીભ રાખશે તો તેઓ વિદ્યા મેળવી શકશે નહિ. વિદ્યા વિનયથી શોભે છે. રાજકીય વ્‍યકિતઓ કડવી જીભનો ઉપયોગ કરશે તો મતદારોના મત ગુમાવશે. પ્રધાનો, એલચીઓ અને વડાપ્રધાન કડવી જીભ રાખશે તો તેમના આંતરરાષ્‍ટ્રીય સબંધો ખોરવાઇ જશે. પરિણામે દેશના વેપાર વાણિજયને નુકશાન થશે. કડવી જીભ વડે સબંધો બગડે છે. તેના લીધે કયારેક મારામારી કે ખૂન પણ થઇ શકે છે.

        આપણે જીભ પર લગામ રાખીએ. જે બોલીએ તે વિચારીને બોલીએ. સામેની વ્‍યકિતના હદયને આઘાત પહોંચે એવુ કદી ન બોલીએ. કોઇને કડવું ઔષધ આપવું પડે તો તે મધ સાથે ભેળવીને આપવાનો રિવાજ છે. આપણે ભલે ઓછું બોલીએ, પણ મધુર તો બોલીએ જ. વેદોનો પણ એ જ સાર છે કે –

સત્‍યમ બ્રૂયાત પ્રિયં બ્રૂયાત

ન બ્રૂયાત સત્‍યમ અપ્રિયમ

        અર્થાત સત્‍ય બોલવું અને પ્રિય બોલવું. સત્‍ય હોય પણ અપ્રિય હોય તો ન બોલવું.

        કાગડા અને કોયલની વાણીનો ફરક ખૂબ જાણીતો છે. એક કવિએ એ બાબતને સ્‍પષ્‍ટ કરતાં લખ્‍યુ છે :

‘કયાં મહિમા સામ્‍યતાનો હોય છે ?

કાગ-કોયલ જૂજવા આચારમાં.’

ઘોરણ – 8  kevin

 

પ્રશ્નપત્ર – 19


1 ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

        A નદીઓનો                                 B  વન્ય જીવનનો  

        C  પર્વતોનો                                 D  વનસ્પતિનો

2 નીચેમાંથી કઇ ભાષા દ્રવિડ કુળની નથી

       A તમિલ                                      B કન્નડ                    

       C  મલયાલમ                              D સંસ્કૃત

3 કઇ કલા સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌનું મનોરંજન પુરુ પાડે છે ?

       A નાટ્યકલા                                  B નૃત્યકલા              

       C  ચિત્રકલ                                    D  સંગીતકલા

4 ભરત નાટયમ્ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?        

       A આંધ્ર પ્રદેશ                                B ગુજરાત                 

       C ઓરિસા                                     D તમિલનાડુ

5 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તે જણાવો

         A  ઘરેણાં બનાવવામાં ભારતનું નામ વિશ્વમાં અગ્રેસર છે

         B  કાપડ પર ભરત ગુંથણ કરવું તે ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે

         C  જયપુર અને દિલ્લી કાળા રંગની મીનાકારી માટે જાણીતા છે

         D  બેવડ ઇક્તને પાટણના પટોળા કહે છે

6 ઢાઇ દિન કા ઝોંપડા એ શું છે ?

       A  મહેલ                                        B  મંદિર                

       C દેવળ                                         D મસ્જિદ

7 ગાંધાર શૈલીનો અતિ પ્રસિદ્ધ સ્તુપ કયો છે ?

       A  સારનાથનો સ્તુપ                     B  માણિકમાલાનો સ્તુપ   

       C  સાંચીનો સ્તુપ                          D  નંદનગઢનો સ્તુપ

8 ગુજરાતમાં ઢાંકની ગુફાઓ કયા આવેલી છે ?

       A  ગોંડલ                                      B  અમરેલી              

       C જૂનાગઢ                                    D અમરાવતી

9 પાણિનિએ કયા વ્યાકરણગ્રંથની રચના કરી હતી ?

       A  અષ્ટાધ્યાયી                             B  સિદ્ધહેમ શબ્દાનુશાસન  

       C વ્યાકરણ સંહિતા                        D  અષ્ટાવક્ર

10 મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુઝુકે બાબરી કઇ ભાષામાં લખી હતી ?

       A  ફારસી                                      B  અરબી                           

       C  ઉર્દૂ                                           D  તુર્કી

11 મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?

       A  સુશ્રુતતંત્ર                                 B  સુશ્રુતસંહિતા     

       C સુશ્રુતશાસ્ત્ર                                D સુશ્રુત આચાર સંહિતા

12 દિલ્લીના સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ઊભાકરેલ લોહસ્તંભની  ઉંચાઇ કેટલા ફૂટ છે ?

        A  20                                           B  30                          

        C  14                                           D  24

13 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?

       A  સાપુતારા                                  B  ચોરવાડ                

       C  ચાંપાનેર                                   D  દમણ

14 પ્રસિદ્ધ કૈલાસમંદિર કઇ ગુફામાં આવેલું છે ?

       A  ઇલોરા                                     B  બાધની               

       C  અમરાવતી                              D  અજંતા

15 જિંજીનો કિલ્લો કયા રાજયમાં આવેલો છે ?

       A  તમિલનાડુ                               B  ગુજરાત                          

       C  મહારાષ્ટ્ર                                  D  કર્ણાટક

16 પાટણ ખાતે આવેલ ક્યું સંગ્રાહલય આપણા પ્રાચીન વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે ?

       A  રાષ્ટ્રીય માનવ સંગ્રાહલય                             

       B  શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી

       C  મહાવીર જૈન આરાધના કેન્દ્ર              

       D મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

       A  મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઇ.સ.1887માં થઇ હતી

       B  ઇ.સ. 1952માં ભારતીય વન્ય જીવો માટે બોર્ડ સ્થાપવામાં આવ્યું 

       C  ઇ.સ. 1972માં વન્ય જીવોને લગતો કાયદો બનાવવામાં આવ્યો   

        D  ઇ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો

              બનાવવામાં આવ્યો

18 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

       A મેદાની વિસ્તાર – 43%                B    જંગલ વિસ્તાર – 10% 

       C  પર્વતીય વિસ્તાર – 30%             D     ઉચ્ચપ્રદેશ – 27%

19 કયા પ્રકારની જમીન રેગુર તરીકે ઓળખાય છે ?

       A કાળીજમીન      B                      B રાતી જમીન                 

       C પડખાઉ જમીન                         D રણપ્રકારની જમીન

20  29 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે ?

       A વન્યપ્રાણી દિવસ                       B   વિશ્વ પર્યાવરણ દિવસ

       C   જૈવ વિવિધતા દિવસ               D  વિશ્વ વનદિન

21  2005માં સિંહોની વસ્તી કેટલી હતી ?

       A 259                                           B 559                    

       C 359                                           D 459

22 ભારતમાં કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

        A   આત્મનિર્વાહ                            B   બાગાયતી      

        C  સ્થળાંતરિત                              D   શુષ્ક અને આર્દ્ર

23 નીચેનાંમાંથી એક જોડકું ખોટું  છે. તે શોધીને લખો ?

        A   ઝાયદપાક – ઉનાળામાં લેવાય છે        

        B   રવી પાક – શિયાળામાં લેવાય છે

        C   રોકડિયા પાક – બારેમાસ લેવાય છે    

         D   ખરીફ પાક – ચોમાસામાં લેવાય છે

24 ભારતમાં ભૂમિજળની સંભવિત ક્ષમતા કેટલા ટકા છે ?

       A 960                                           B 690                   

       C 343                                           D 434      

25 ભારતમાં સ્વાતત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયુ છે ?

       A  દોઢ ગણું                                   B   અઢી ગણું    

        C    ચાર ગણું                                D   ત્રણ ગણું

26 કઇ ધાતું વિદ્યુતનું ઉત્તમવાહક છે ?

       A   ચાંદી                                       B   લોખંડ         

        C   તાંબું                                      D   અબરખ

27 ગુજરાતની ત્રીજા નંબરની અગત્યની ખનીજ કઇ છે ?

       A બોકસાઇટ                                 Bમેગેનીઝ         

       C લોખંડ                                       D અબરખ

28 ભારતમાં સૌથી મોટું જળવિદ્યુત મથક ક્યા રાજયમાં છે ?

       A   તમિલનાડુ                              B   મહારાષ્ટ્ર

        C    ગુજરાત                                D   કર્ણાટક

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

       A   પવનઊર્જા – સૂર્યઊર્જાનું એક સ્વરૂપ                   

       B   બાયોગૅસ – ઊર્જાનું બિનપરંપરાગત સાધન 

        c    ભૂતાપીય ઊર્જા – ધરતીમાં સમાયેલી ઊર્જા         

        D   સૌરઊર્જા – ઊર્જાનું પરંપરાગત સાધન

30 ભારતમાં કેટલી સુતરાઉ કાપડની મિલો ખાનગી ક્ષેત્રમાં છે ?

       A 79 ટકા                                      B    89 ટકા         

        C 69 ટકા                                     D    99 ટકા  

31 ભારતે 2004-5માં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો ?

       A આર્યભટ્ટ                                     B   એપોલો  

        C    ઍજ્યુસેટ                               D   રોહિણી

32 ક્યા નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ વારાણસીને કન્યાકુમારી સાથે જોડે છે 

       A   રાષ્ટ્રીય ધોરી માર્ગ  નં -2            

       B   રાષ્ટ્રીય ધોરી માર્ગ  નં-7         

       C  રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-8                   

       D  રાષ્ટ્રીય ધોરી માર્ગ  નં – 5

33 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?

          A    હલ્દિયા   – પશ્વિમ બંગાળા                   

          B  વિશાખાપટ્ટનમ્ – આંધ્ર પ્રદેશ

          C    તુતિકોરીન – તમિલનાડુ                             

           D  પારાદીપ – કેરળ

34 વિશ્વબેંકના અહેવાલ પ્રમાણે 765 ડૉલર સુધીની માથાદીઠ આવક ધરાવતા દેશોને કેવા દેશો કહેવાય

          છે ?

       A   ગરીબ                                     B  વિકાસશીલ                       

       C   અવિકસિત                              D  વિકસિત

35   બજાર પદ્ધતિથી નીચેનામાંથી ક્યો એક લાભ થાય છે ?

        A  આવકની વ્યાજબી અને સમાન વહેંચણી થાય છે

        B  વર્ગસંઘર્ષ નાબૂત થાય છે

        C  સમાજમાં આર્થિક સ્થિરતા આવે છે

         D  વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે

36 વાતાવરણમાંથી ઓઝોન વાયુનો વિનાશ કોણ કરે છે ?

       A  ક્લોરોક્વોન કાર્બન્સ                C  સલ્ફોફ્લોરો કાર્બન્સ    

       C  ક્લોરોફ્લોરો કાર્બન્સ                D  ક્લોરોફોલો કાર્બન્સ

37 ઉદારી કરણના ભાગ રૂપે રૂપિયાને કેવો બનાવવામાં આવ્યો ?

       A સ્થિર                                         B આંશિક પરિવર્તનશીલ

       C  પૂર્ણ પરિવર્તનશીલ                   D ગતિશીલ

38 જાહેર વિતરણ પ્રણાલીના વિકાસથી ગરીબી ઘટાડનાર રાજ્ય

       A આંધ્રપ્રદેશ                                 B કેરલ            

        C ગુજરાત                                    D બિહાર

39 નીચેના જોડકામાંથી એક જોડકું ખોટું છે તેવ જણાવો ?

        A  સૌથી વધુ ગરીબ કુંટુંબો માટે – અંત્યોદય અન્ન યોજના

        B  સુલભ સૌચાલયોના બાંધકામ માટે – નિર્મલ ભારત અભિયાન

        C  પ્રાથમિક શિક્ષણના પ્રચાર માટે – સર્વશિક્ષા અભિયાન

         D  ગરીબ,નિરાધાર કુંટુંબો માટે – નૅશનલ ફૂડ ફૉરવર્ડ પ્રોગ્રામ

40 ભારતીય અર્થતંત્રમં નણાંનો પુરવઠો કોણ વધારી -ઘટાડી શકે છે ?

       A  કેન્દ્ર સરકાર                              B  ગ્રાહકો                

      C રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા             D  રાષ્ટ્રીયકૃત બૅન્ક

41 ભારતીય અર્થવ્યવસ્થામાં ક્યો ભાવાંક પ્રચલિત છે ?

       A છૂટક                                          B જથ્થાબંધ       

       C ગ્રાહક ભાવાંક                             D એક પણ નહિ

42 ભારતમાં ઇ.સ. 2001માં સાક્ષરતાનો દર કેટલો હતો ?

       A  75.5 %                                    B   70.35 %               

       C  65.38 %                                 D  64.40 %

43 યુનાઇટેડ નેશન્સે ક્યા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર ક્યું ?

       A  ઇ.સ. 2003                               B  ઇ.સ. 2004                        

       C  ઇ.સ 1975                                D  ઇ.સ 1990

44 ભારતમાં સંસદીય ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ કેટલા ટકા સુધી રહ્યું છે ?

       A   8 થી 6 %                                  B   8 થી 18 %                      

       C  8 થી 10 %                                 D  8 થી 15 %

45 ભારતનું ક્યું રાજય આંતકવાદનું સૌથી વધુ ભોગ બની રહ્યું છે ?

        A  મહારાષ્ટ્ર                                 B  જમ્મુ-કશ્મીર    

        C  ગુજરાત                                  D  અસમ

46 પંજાબમાં ઉગ્રવાદી સંગઠનોએ અલગ ક્યા રાજયની માંગણી કરી છે ?

       A  ખાલિસ્તાન                               B  અરુણાચલ પ્રદેશ

        C  ઉત્તરાખંડ                                 D  પીર પંજાલ

47 ઉત્તર-પૂર્વમાં સૌથી જુની બળવાખોરી ક્યાં છે ?

       A ત્રિપુરા                                       B મણિપુર         

       C અસમ                                        D નાગાલેન્ડ

48 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટ્રાચારી દેશ ક્યો છે ?

       A  હોંગકોંગ                                   B  સિંગાપુર             

        C ભારત                                      D  જાપાન

49 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?

       A  21 વર્ષ                                     B  18 વર્ષ               

       C  17 વર્ષ                                     D  22 વર્ષ

50 કોઇપણ રાષ્ટ્રના સર્વાંગી વિકાસની પૂર્વશરત કઇ છે ?

       A શિક્ષણ                                       B સ્વાસ્થય        

       C બાળવિકાસ                                D વૃદ્ધોને સહાય

 

ગાંધીયુગનાંરાષ્ટ્રીય આંદોલનો-1


ગાંધીજીનો જ્ન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતમાં પોરબંદર મુકામે થયો હતો.ઇંગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા  પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ઇ.સ.1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા. ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગોરઓના અન્યાયી, ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી.આ લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ.આ લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી  મુક્તિ અપાવી હતી.

                    જાન્યુઆરી, 1915માં ગાંઘીજી ભારત આવ્યા. સૌપ્રથમ તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને ત્યાર બાદ સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.એ પછી બિહારમાં ચંપારણ સત્યાગ્રહ,ગુજરાતમાં ઇ.સ. 1917માં ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. 1918માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંઘીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી. આમ,પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો.એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ  ઉત્સાહ અને જગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી.આથી ભારતના ઇતિહાસમાં એ સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.

            ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા એ સમયગાળામાં કૉંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.ત., શ્રી  અરવિંદ  ઘોષ. કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ ઈ.સ. 1920માં મૃત્યુ  પામ્યા.  આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો. આ સાથે ભારતની  રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ. આ તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો. એ પદ્ઘતિ અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી. તેના શસ્ત્રો સત્ય, અહિંસા, ઉપવાસ અને રેંટિયો હતા.

             આ તબક્કાની બીજી એક વિશેષતા એ હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી.મજુરો,ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેનાથી અલિપ્ત હતા.રાષ્ટ્રીય લડત બની ન હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઇક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી.

ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સિદ્ધાંત

                  ગાંધીજીના નેતૃત્વ નીચે લડાયેલ તમામ લડતો અહિંસક હતી.અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ઇ.સ.1915 પહેલાં ઘડાઇ ચૂક્યા હતા.ઉપર જોયું તે પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં હિંદીઓના અઘિકારો માટે તેમણે ત્યાંની ગોરી સરકાર સામે અહિંસક સત્યાગ્રહ કરી તેને મૂંઝવણમાં મૂકી દીધી હતી.આ લડતમાંથી ગાંધીજી ઘણુ શીખ્યા અને ઘડાયા હતા.સત્યાગ્રહ અંગે તેમનો સિધ્ધાંત એવો હતો કે,કોઇ પણ લડત ઉપાડતાં પહેલાં એ અંગેની બધી જ બાબતો ઝીણવટપૂર્વક તપાસવી જોઇએ અને લડત સંપૂર્ણપણે ન્યાયી છે કે નહિ તેની પણ ચકાસણી કરવી જોઇએ.તેમાં લાગણીના પ્રવાહને બદલે લાંબા ગાળાની યોજના હોવી જોઇએ. આપણી લડત સાચી છે તેની ચોક્કસ રીતે પ્રતીતિ થાય એટલે લડતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગમે તેટલું સહન કરવું પડે તે સહન કરવાની તૈયારી હોવી જોઇએ.

                   ગાંઘીજીની વિચારસરણીના મૂળમાં વર્ગસંઘર્ષને સ્થાન ન હતું. સમાજના વિવિઘ વર્ગો વચ્ચે સહકાર અને સહયોગ સાધીને ન્યાયી અર્થવ્યવસ્થાની રચના કરવાના તે ચુસ્ત હિમાયતી હતા.આવો સહયોગ આઝાદીની લડતને જનતાની લડતમાં પલટવવાના એક વ્યૂહ તરીકે તે સમયના સંદર્ભમાં જોઇએ તો પણ અનિવાર્ય હતો.

                   ગાંઘીયુગનાં રાષ્ટ્રીય આંદોલનો પ્રજાકીય આંદોલનોમાં પલટાયા.તેનુ મુખ્ય કારણ આંદોલન અંગેની ગાંઘીજીની વિચારસરણી અને લડતની પદ્ધતિનુ હતું.ગાંઘીજી લોકોને તેમનું નૈતિક બળ કેળવવાનું કહેતા અને તેમના ધ્યેયને પાર પાડવા માટે જે કંઇ ભોગ આપવો પડે તે આપવાનું કહેતા.ગાંઘીવાદી આંદોલનો શસ્ત્રો દ્ધારા નહિ પણ વાટાઘાટો દ્ધારા થયા હોઇ બ્રિટિશરો તેમના અજેય શસ્ત્ર દમનનો ઉપયોગ સરળતાથી કરી શકે તેમ ન હતા.લડતની સબળતા પુરવાર કરવા જરૂરી તમામ પુરાવાઓ ભેગા કરવાની ગાંઘીજીની પદ્ધતિનુ એક આગવું મહત્વ હતું,કારણ કે તેનાથી આંદોલનકારીઓને રાજકીય અને નૈતિક  શિક્ષણના પાઠો શીખવાના મળતા હતા.

                                સમયની દષ્ટિએ ગાંઘીજી ભાગ્યશાળી હતા. બ્રિટિશ શાસનની અનેકવિધ અસરોને લીધે શહેરી બૌદ્ધિક વર્ગ સારા પ્રમાણમાં વિકસ્યો હતો અને તે બ્રિટિશ સલ્તનતની સામે બંધારણીય માર્ગોએ અથવા તો ઉદ્દામવાદી રીતરસમોથી હિંદના રાજકીય અધિકારો માટે લડત ચલાવી રહ્યો હતો.આમ,પ્રજાકીય આંદોલનને દોરવણી આપવા જે શહેરી આઘારની જરૂર પડે તેની રચના ભારતમાં તૈયાર થઇ હતી.આવા સંજોગોમાં  ગાંઘીજીએ ઇ.સ.1917માં બિહારમાં ચંપારણ જિલ્લાના ગળીના ખેડૂતોના દુઃખ નિવારવા સત્યાગ્રહ કરીને તેમાં સફળતા મેળવી. 

ચંપારણ સત્યાગ્રહ  (1917) :

ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ‘તીનકઠિયા’ પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા.ગાંઘીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું.ગાંઘીજીએ આ નોટિસનો અનાદર કર્યો.તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કે, “સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું.અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.” ગાંઘીજીએ ઉમેયુઁ : “મારી દડમાન્યતા છે કે આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસ પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી-સિવાય કે સરકારના હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.” આવી અહિંસક સત્યાગ્રહની રીત સામે પોતાને સંસ્કારી અને સભ્ય ગણાવતી બ્રિટિશ સરકાર આડેધડ શસ્ત્રો કેવી રીતે ઉગામી શકે!                                

                ખેડૂતોની ફરિયાદ નોંધવાના કાર્યમાં ગાંઘીજી અત્યંત ચોકસાઈ રાખતા.જો નિવેદનો વજૂદ વગરનાં હોય અથવા તો તેમાં અતિશયોક્તિ હોય તો તેવાં નિવેદનો ફગાવી દેતા. આવી ચોકસાઈ રાખવાનું કારણ એ હતું કે લડત દરમિયાન આવાં લખાણોનો સરકાર દુરુપયોગ ન કરે.સરકાર પણ ખેડૂતોની સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખી શકે.     

         ગાંઘીજી જે-તે લડત દરમિયાન સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપવા હિંદભરમાંથી જુદા જુદા નેતાઓને બોલવતા.તેમની પાસે જે-તે પ્રદેશને ધ્યાનમાં રાખી રચનાત્મક કાર્યો પણ કરાવતા. દા.ત.,ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જ નિરક્ક્ષરતા અને ગંદકીના પ્રશ્નને હાથમાં લેવા તેમણે પુનાના સુવિખ્યાત ‘હિંદસેવક સમાજ’ ના કાર્યકર્તા ડૉ.દેવને ચંપારણ તેડવ્યા હતા.આમ,સ્થાનિક કાર્યકરો,બહારના સ્વયંસેવકો,બિહારના બૌદ્ધિકો વગેરેનું સંકલન કરીને લડતને દોરવણી આપવાની ગાંઘીજીની અહિંસક પદ્ધતિએ એક અસરકારક શસ્ત્ર તરીકેનું કામ કયુઁ હતું.  

અસહકારની ચળવળ(1920-22):

ઇ.સ.1915માં ગાંઘીજી ભારત આવ્યા તે સમયે હિંદના મવાળવાદી નેતાઓની જેમ ગાંઘીજી અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ રાખતા હતા.જો કોઈ પણ માગણી યોગ્ય દાખલાદલીલ સાથે સરકારને ગળે ઉતારવામાં આવે તો સરકાર તે સત્યનો સ્વીકાર કરે છે તેવું તે માનતા હતા.આથી પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડને મદદ કરવા હિંદીઓને તેમણે અપીલ કરી હતી પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી રોલેટ એક્ટ (1919),જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (1919)વગેરે કેટલાક એવા બનાવો બન્યા કે જેમણે ગાંઘીજીનો ભ્રમ ભાંગી નાખ્યો.ગાંઘીજીને લાગ્યું કે હિંદમાંથી અંગ્રેજ શાસન નાબૂદ કરવામાં જ હિંદીઓનું હિત છે. અંગ્રેજો વેપાર કરવા ભારત આવ્યા હતા અને વધારે સારી રીતે વેપાર કરવાના આશયથી રાજકીય અધિકારો પ્રાપ્ત કરવાની નીતિ અપનાવી હ્તી.તેમાંથી તેમણે ભારતમાં એક શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપ્યું હતું.અંગ્રેજો કાચો માલ સસ્તા ભાવે લઇ જતા અને ઇંગ્લૅન્ડનાં કારખાનાંઓમાં વપરાશી ચીજો તૈયાર કરી ભારતમાં તે મોંઘા ભાવે વેચતા.આમ,ભારતના લોકોનું આર્થિક શોષણ કરતા આથી ગાંઘીજી વિદેશી માલની આયાત જ ભારતમાં બંધ થઇ જાય અને અંગ્રેજોના વેપારને મોટો ફટકો પડે તેમ ઇચ્છતા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ છે એવી વેપારી સરકારના વેપારને તોડી પાડવામાં આવે તેમજ વિભિન્ન ક્ષેત્રે સરકારી નીતિઓ અને કાર્યક્ર્મોનો બહિષ્કાર થાય તો આપોઆપ તેઓ પોતાની દુકાન બંધ કરીનેપોતાના દેશ ચાલ્યા જાય.આવા તર્કથી ગાંઘીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી.તેનાં ખંડનાત્મક (નકારાત્મક) અને રચનાત્મક એમ બે પાસાં હતાં.  

ખંડનાત્મક (નકારાત્મક) પાસું :

ઇ.સ.1920ના કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં અસહકારનો ઠરાવ પ્રચંડ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પ્રમાણે સરકારને લડત આપવા સરકારી સમારંભો,ખિતાબો,શાળા-કૉલેજો,ધારાસભાઓ,અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા વિદેશી માલનો બહિષ્કાર લોકોએ કરવાનો હતો.લડતનો ફેલાવો કરવા ગાંઘીજીએ દેશભરમાં પ્રવાસ કર્યો. સંખ્યાબંધ વિઘથીઓએ શાળા-કૉલેજો છોડી દીધી.મોતી સંખ્યામાં શિક્ષકોએ રાજીનામાં આપ્યાં. ચિત્તરંજનદાસ,મોતીલાલ નહેરુ,વલ્લભભાઇ,રજગોપાલાચારી,રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતા વકીલોએ વકીલાત છોડી અને બાકીનું જીવન દેશની સેવામાં અર્પણ કયુઁ.વિધથીઓએ સ્વયંસેવકો બની સરકારને સહકાર આપનારાઓની સામે વિરોધી દેખાવો કર્યા. લવાદી અદાલતો ચલાવી.ઔધોગિક કેન્દ્રો,અસમના ચાના બગીચા તથા કોલસાની ખાણોમાં હડતાલો પાડી.             આ દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સનું ભારતમાં આગમન થયું.તેના બધા કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેના આગમનના દિવસે(17 નવેમ્બર,1921) સમગ્ર ભારતમાં હડતાલ પાડવામાં આવી.મુંબઇમાં ગાંઘીજીએ એક જાહેર સભામાં વિદેશી કાપડની હોળી કરી.   

રચનાત્મક(હકારાત્મક) પાસું :

સરકારી નોકરીઓ છોડનારને રોજી-રોટીના વિકલ્પ તરીકે રેંટિયા દ્રારા ખાદી ઉત્પન્ન કરવા ઉપર ભાર મૂકયો.ખાદીનું ઉત્પાદન કરીને વિદેશી કાપડને ભારતમાં વેચાતું અટકાવવાનું હતુ.સરકારી શિક્ષણનો બહિષ્કાર કરનાર શિક્ષણથી વંચિત ન રહે તેના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળ-કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી.દા.ત. વિદ્યાપીઠો(અમદાવાદ) , બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ વગેરે.વિદેશી માલનો બહિષ્કાર કરી તેના વિક્લ્પરૂપે સ્વદેશી માલનાં ઉત્પાદન ,ખરીદી અને વપરાશ ઉપર ભાર મૂકવામાં આવ્યો.આ ઉપરાંત દારૂબંધી, અસ્પૃશ્યતનિવારણ , હિંદી-મુસ્લિમ એકતા જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવમાં આવ્યાં. લડત ચલાવવા સ્વરાજ્ય ફંડ ઊભું કરવામાં આવ્યું

ચૌરીચૌરાનો બનાવ અને લડત-મોકુફી :

અસહકારની ચળવળ દેશભરમાં અહિંસક રીતે પૂરા ઉત્સાહથી ચાલી રહી હતી.લોકોમાંથી કારાવાસ અને સરકારી દમનનોભય નાબૂદ થયો હતો.શહેરી અને શિક્ષિત મઘ્યમવર્ગની લડતમાં હવે મજુરો અને ગામડાંના ખેડૂતો પણ મોટી સંખ્યામાંજોડવા લાગ્યા હત. ગાંઘીજી અગાઉ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર નજીક ચૌરીચૌરા ગામે એક સરઘસ પર પોલીસોએ બેફમ ગોળી કર્યો. કેટલાક લોકો માર્યા ગયા અને ઘવાયા.પોલીસોએ તેમની કારતૂસો ખૂતી ગઇ ત્યારે થાણામાં ભરાઇને બારણાં વાસી દીઘાં.ઉશ્કેરાયેલા લોકોએ તેને આગ લગાડી.તેમાં પોલીશનાં 22 માણસો મરણ પામ્યા.આ હિંસક પ્રસંગથી ગાંઘીજીને અત્યંત દુ:ખ થયું.અહિંસક રીતે લડત ચાલે તો એક વરસમાં સ્વરાજ્ય અપાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ બનાવથી તેમને લાગ્યું કે લોકો અહિંસા સિદ્ધાંતને હજી બરાબર સમજી શક્યા નથી.માટે તેમણે આંદોલનને સમેટી લેવાનું ઉચિત માન્યું.લડત બંધ રહેતાં આખો દેશ નિરાશામાં ગરકાવ થઇ ગયો.કેટલાક દેશનેતાઓએ ગાંઘીજીના નિર્ણયની તીકા કરી.સરકારે ગાંઘીજીનીધરપકડ કરી.તેમના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવી છ વર્ષની કેદની સજા કરવામાં આવી.     

સ્વરાજ પક્ષની સ્થાપના :

લોકો માં આવેલી રાજકીય જાગૃતિને તકાવી રાખવાના હેતુથી અસહકારની લડત-મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી.તેમનોહેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.     

સાયમન કમિશન(1927)નો બહિષ્કાર :

હિંદને સુધારા આપવાના હેતુથી સરકારે નવેમ્બર,1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી.હિંદને સુધારા આપવાના હોય ત્યારે તે કેવા અને કેટલા હોવા જોઇએ તે જાણવા માટે કમિશનમાં હિંદી સભ્યો હોવા જોઇએ,કારણ કે હિંદીઓ જ હિંદીઓનાં દુઃખ-દર્દને વઘારે સારી રીતે સમજતા હોય પરંતુ કમિશનના સાત સભ્યોમાંથી એક પણ સભ્ય ભારતીય ન હોવાથી કૉંગ્રેસ સહિત ભારતના બધા રાજદ્ધારી પક્ષોએ તેનો વિરોધ કર્યો.          

      સાયમન કમિશનના સભ્યો મુંબઇ બંદરે ઊતર્યા તે દિવસે આખા દેશમાં હડતાલો,સરઘસો અને સભાઓ દ્ધારા તેનો વિરોધ કરવામાં આવ્યો.દેખાવકારોએ ‘ સાયમન પાછો જા’ નાં સૂત્રોવાળા વાવટા ફરકાવ્યા. લાહોરમાં લાલા લજપતરાયે કાઢેલા એક સરઘસ દરમિયાન લાલા લજપતરાય ઉપર સખત લાથીમાર થયો. થોડા દિવસો બાદ તેમનું મૃત્યુ થયું.તેનાથી લોકોની રાષ્ટ્રીય ભાવના વધુ સતેજ બની.

પૂર્ણ સ્વરાજનો ઠરાવ :

આ દરમિયાન જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ કૉંગ્રેસમાં યુવાન નેતાઓનું જૂથ ઉદય પામ્યું.તેઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા.મોતીલાલ નહેરુ તત્કાળ સાંસ્થાનિક સ્વરાજ મળે તેનાથી સંતોષ માનનારા હતા.આથી બંને વચ્ચે સમાધાન સ્વરૂપે કોલકાતા અધિવેશનમાં એવું ઠરાવવામાં આવ્યું કે ઇ.સ.1929ની આખર સુધીમાં સાંસ્થાનિક સ્વરાજ આપવામાં ન આવે તો પૂર્ણ સ્વરાજ માંગવામાં આવશે.

            અંતે કૉંગ્રેસનું અધિવેશન જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળ્યું. સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવ્યું ન હતું તેથી 31 ડિસેમ્બર,1929ની મધરાતે સંપૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ ખુલ્લા અથિવેશનમાં ગાંઘીજીએ રજૂ કર્યો જે સર્વાનુમતે પસાર થયો.ત્યાર બાદ26મી જાન્યુઆરી1930ને દિવસે સ્વાતંત્ર્યના શપથ લેવામાં આવ્યા.તે મુજબ પ્રતિવર્ષ આખા દેશમાં 26 જાન્યુઆરીએ પ્રથમ વાર સ્વાતંત્ર્ય દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.

સવિનય કાનૂનભંગની ચળવળ (1930):

અમદાવાદમાં મળેલી કૉંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગ(અયોગ્ય સરકારી કાયદાનો વિનય સહિત ભંગ કરવો)ની ચળવળ શરૂ કરવાનો અઘિકાર ગાંઘીજીએ આપ્યો.ગાંઘીજીએ નવસારી જિલ્લાના દાંડી ગામના દરીયકિનારે જઇ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.12મી માર્ચે સાબરમતી આશ્રમ(અમદાવાદ)થી દાંડીકૂચ શરૂ થવાની હતી તે દશ્ય નજરે જોવા માટે દેશવિદેશના હજારો લોકો ભેગા થયા.દરરોજ સાંજે થતી એક પ્રાર્થનાસભામાં ગાંઘીજીએ કહ્યું,‍‍“મારો જન્મ બ્રિટિસ્ક સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે… હું કાગડા… કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીઘા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી”    

દાંડીકૂચ :

12મી માર્ચ,1930ના દિવસે સવારે ‘ શૂર સંગ્રામકો દેખ ભાગે નહીં’,એ ગીત તથા ‘હરિનો મારગ છે શૂરાનો’ ભજન ગવાયા બાદ પોતાના 78 સાથીઓ સહિત દાંડીકૂચ શરૂ કરી.370 કિમી જેટલી કૂચ કરી પચીસમા દિવસે ગાંઘીજી 5મી એપ્રિલે દાંડી પહોંચયા. 6ઠ્ઠી એપ્રિલે ગાંઘીજીએ દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો.તે સાથે હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો : ‘ નમક કા કાયદા તોડ દિયા’. મીઠાની ચપટી ભરતાં એ યજ્ઞપુરુષ બોલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.’ આ સાથે ગુજરાત તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વજાગૃતિ આવી.આખા દેશમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ.     

ના-કરની લડત :

ગુજરાત,ઉત્તરપ્રદેશ અને બંગાળના મિદનાપુર જિલ્લામાં મહેસૂલ ન ભર્યું. જપ્તીમાંથી બચવા આશરે ચાર હજાર ખેડૂત કુટુંબોએ હિજરત કરી અને પાંચ મહિના સુધી બહાર રહ્યાં. ખેડા જિલ્લાના રાસ ગામના ખેડૂતોએ મહેસુલ ન ભર્યું. તેઓએ સરકારી અમલદારોનો બહિષ્કાર કર્યો અને ગામમાંથી હિજરત કરીને ના –કરની લડતને સફળ બનાવી.

અગત્યના સત્યાગ્રહો :

ગાંઘીજીની અપીલને માન આપીને મીઠાના કાયદાના ભંગ સાથે હજારો સ્ત્રીઓ તથા પુરુષોએ વિદેશી કાપડ તથા દારૂની દુકાનો ઉપર શાંત પિકેટિંગ કર્યું.ખાદીપ્રચાર તથા અસ્પૃશ્યતા-નિવારણનો કાર્યક્રમ દેશભરમાં શરૂ થયો.દિલ્હીમાં 1600 સ્ત્રીઓએ પિકેટિંગ કરીને ધરપકડ વહોરી લીધી.સુરતમાં મીઠુબહેન પીટિટ અને પૂજ્ય કસતૂરબાની આગેવાની હેઠળ મોટી સંખયામાં સ્ત્રીઓએ પિકેટિંગ-કાર્યમાં ભાગ લીધો.મુંબઈ અને મધ્ય પ્રાંતોમાં ઇમારતી લાકડાં કાપીને સવિનય કાનૂનભંગ કરવામાં આવ્યો.   

     ગાંઘીજીએ સુરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગરો ઉપર હલ્લો લઈ જવાનો ઇરાદો જાહેર કર્યો.તેમના પછી આગેવાની સંભાળનાર અબ્બાસ તૈયબજીનીપણ ધરપકડ થઈ.તેથીસરોજિની નાયડુને આગેવાની હેઠળ 50-50 સૈનિકોની ત્રણ તુકડીઓ ધરસણા જવા નીકળી. પોલીસે તેમની ધરપકડ કરીને તેમને છોડી મૂક્યાં. 21 મેના દિવસે ઇમામ સાહેબની આગેવાને નીચે 2500 સ્વયંસેવકોએ મીઠાના અગરો ઉપર 1500 માણસોએ ધસારો કર્યો. એ જ રીતે ધોલેરા અને વીરમગામમાં પણ મીઠાના કાનૂનનો ભંગ કરવામાં આવ્યો.

સરકારની દમનનીતિ :

કૉગ્રેસને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરાવામાં આવે.સંસ્થાની મિલકતો જપ્ત કરવામાં આવી. અખબારો પાસેથી જામીન લેવામાં આવ્યા.ચળવળને કચડી નાખવા પોલીસે દેશના વિભિન્ન ભાગોમાં લોકો ઉપર અસહ્ય ત્રાસ ગુજાર્યો.90,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યા તોપણ લડત પુરજોશમાં ચાલુ જ રહી.

       દરમિયાનમાં લંડનમાં ઇ.સ. 1930માં પ્રથમ ગોળમેજી પરિષદ ભરવામાં આવી.કૉંગ્રેસના એક પણ પ્રતિનિધિએ તેમાં હાજરી ન આપી.તેથી તેમાં કોઈ અગત્યનો નિર્ણય લઈ શકાયો નહિ.એ પછી માર્ચ,1931માં ગાંઘી-ઇર્વિન કરાર થયા. તે મુજબ બધા સત્યાગ્રહી કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા. ચળવળ મોકૂફ રખવામાં આવી.સરકાર પક્ષે કરારભંગ થયાના બનાવો બનવા છતાં દેશનું વિશાળ હિત લક્ષમાં રાખી બીજી ગોળમેજી પરિષદ(1931)માં કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંઘીજીએ હાજરી આપી પરંતુ તેમાં કોમી પ્રશ્નનો ઉકેલ ન આવતાં પરિષદ નિષ્ફળ ગઇ.ગાંઘીજી નિરાશ હૃદયે પાછા ફર્યા.

લડતનો બીજો તબક્કો(1932) :

ગાંઘીજી ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા તે પહેલાં ઇર્વિનને બદલે વિલિંગ્ડન વાઇસરૉય તરીકે નિયુક્તિ પામ્યો હતો. તે કડક નીતિનો આગ્રહી હતો. આથી ઉત્તરપ્રદેશમાં જવાહરલાલ નહેરુ,પુરુષોત્તમદાસ ટંડન વગેરે તથા વાયવ્ય સરહદ પ્રાંતમાં અબ્દુલ ગફારખાન,તેમના વડીલબંધુ ડૉ. ખાનસાહેબ વગેરેની ધરપકડ કરવામાં આવી. ગાંઘીજીએ દેશમાં પાછા ફરી પ્રાંતોના પ્રતિનિધિઓ પાસેથી સરકારી જુલમોના અહેવાલ મેળવ્યા. તે અંગે વાઇઅસરૉયને ફરિયાદ કરી પરંતુ સરકારે ધ્યાન ન આપતાં ફરીથી સવિનય કાનૂનભંગની લડત શરૂ કરવાનો કૉંગ્રેસ ઠરાવ કર્યો. આગેવાનો પોતપોતાના પ્રાંતમાં તૈયારી માટે ગયા.દરમિયાનમાં ગાંઘીજી,વલ્લભભાઇ પટેલ તથા બીજા આગેવાનોની ધરપકડ કરવામાં આવી.કેટલાંક નવા વટહુકમો બહાર પાડવામાં  આવ્યાં. કૉગ્રેસની બઘી સમિતિઓ ઉપર પ્રતિબંઘ મુકાયો.     

લડતનાં મુખ્ય લક્ષણો

       લોકોએ બમણા વેગથી લડત શરૂ કરી. સરકારના વટહુકમનો ભંગ કરીને સભાઓ,સરઘસો,ગુપ્ત પત્રિકઓનું પ્રકાશન,ન-કરની લડત,મીઠાનું ઉત્પાદન,પિકેટિંગ વગેરે કાર્યક્રમો ચાલુ રાખવામાં આવ્યા. પ્રતિબંધ છતાં દિલ્હીમાં વાર્ષિક અધિવેશન ભરી ધરપકડો વહોરમાં આવી.આ લડતમાં કેટલાક પ્રદેશોમાં પરદેશી કાપડ,બ્રિટિશ બૅકો, વીમા કંપનીઓ,બ્રિટિશ દવાઓ,પરદેશી ખાંડ,કેરોસીન વગેરે તમામ માલના બહિષ્કાર માટે ખાસ સપ્તાહો ઉજવાયાં.લડત દરમિયાન એક અંદાજ મુજબ 1,00,000 માણસોને જેલમાં પૂરવામાં આવ્યાં.તેમાં હજારો સ્ત્રીઓ અને મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થતો હતો.તેનાથી લડતનો જૂસ્સો બમણો થયો.સભા-સરધસ ઉપર લાઠીમાર તથા ગોળીમારના બનાનવો સામન્ય બન્યા. વર્તમાનપત્રોની લાખો રૂપિયાની જામીનગીરીઓ જપ્ત કરવામાં આવી.          

વિશિષ્ટ પ્રવૃત્તિઓ :

ગુજરાત,ઉત્તરપ્રદેશ અને બંગાળામાં ના-બિહાર અને બંગાળાનાં કેટલાંક સ્થળોએ ચોકીદાર-કર ન ભરવાની લડત ચાલી. મધ્યપ્રદેશ, વરાડ, કર્ણાટક, ઉત્તરપ્રદેશના ભાગો તથા ચેન્નાઇ અને બિહારમાં જંગલના કાયદાનો ભંગ કરવાની લડત ચાલી. આ ઉપરાંત ગાંઘીદિન, શહીદદિન, ધ્વજદિન વગેરે દિન ઉજવામાં આવ્યા. કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની જેમ પ્રાંતોમાં અને જિલ્લાઓમાં પ્રતિબંધને પરિષદો ભરવામાં આવી.

 કોમી ચુકાદો અને પૂના કરાર(1932) :

ઑગસ્ટ, 1932માં ઇંગ્લૅન્ડના વડપ્રધાન રામસે મોકડોનાલ્ડેકોમી ચુકાદો જાહેર’ કર્યો.તે મુજબ હરિજનો((દલિતો)ને પણ હિન્દુઓથી અલગ ગણીને અલગ મતદાર-મંડળો આપવામાં આવ્યાં.તેના વિરોધમાં પૂના નજીક યરવડા જેલમાં ગાંઘીજીએ આંમરણાંત ઉપવાસ આદર્યા.કૉંગ્રેસના અગ્રણીઓ અને ડૉ. આંબેડકર વચ્ચેની મંત્રણાઓથી,ગાંઘીજી અને આંબેડકર વચ્ચે ‘પૂના-કરાર’ થયા.તે મુજબ કોમી ચુકાદામાં આપવામાં આવી હતી તેના કરતાં ઘણી વઘારે બેઠકો દલિતો(હરિજનો)ને આપવા ગાંઘીજી સંમત થયા. પૂના-કરારનોએક સુઘારા તરીકે સરકારે સ્વીકાઅર કર્યો. દલિતો માટેનાં અલગ મતદાર-મંડળો રદ કરવામાં આવ્યાં.ગાંઘીજીએ ઉપવાસ છોડ્યા.   

અસ્પૃશ્યતા- નિવારણ :

ઉપવાસ છોડ્યા પછી ગાંઘીજીએ તેમનું ધ્યાન અસ્પૃશ્તા-નિવારણ તરફ કેન્દ્રિત કર્યું. ગાંઘીજીની વિનંતીને માન આપીને દેશભરમાં અનેક સ્થળોએ મંદિરો અને જાહેર કૂવા દલિતોના ઉપયોગ માટે ખુલ્લાં મુકવામાં આવ્યાં. હરિજનો સેવક સંઘની સ્થાપના કરવામાં આવી(1932),જેણે અસ્પૃશ્યતા- નિવારણને ક્ષેત્રે મહ્ત્વની કામગીરી બજાવી.

      ગાંઘીયુગનાં અન્ય રાષ્ટ્રીય આંદોલનોમાં ઇ.સ. 1940-41માં વ્યક્તિગત સત્યાગ્રહ કરવામાં આવ્યો તથા ઇ.સ. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ શરૂ કરવામાં આવી.   

                                                                                                                            ધોરણ 8 બ  પ્રોજેકટ કાર્ય

મનન પટેલ

 
 
%d bloggers like this: