RSS

Monthly Archives: ફેબ્રુવારી 2011

પ્રકરણ 1 આપણો ભવ્ય વારસો વિડિયો


આપણો ભવ્ય વારસો વિડિયો

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 25, 2011 માં વિડીયો

 

ટૅગ્સ:

પેપર 1


Questions
1 માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઇ પાયાનઓ તફાવાત હોય તો તે
સંસ્કૃતિ
સામાજિકતાનો
વર્તનનો
જીવશાસ્ત્રીય બાબતોનો

2 આપણા બંધારણની કઇ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે ?
કલમ – 51 ક માં
કલમ – 48 છ માં
કલમ – 57 જ માં
કલમ – 51 છ માં

3 બાંધણી માટે આમાનું કયુ શહેર જાણીતું નથી ?
જામનગર
જેતપુર
ભૂજ
જૌનપુર

4 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને જવાબ લખો
અકીકકામ – જયપુર
જરીકામ – સુરત
જડતરકામ – બિકાંનેર
મીનાકારીગરી – વારાણસી

5 ભારતમાં એવું ક્યું મંદિર છે કે જેનો છાયડો ક્યારેય ધરતી પર પડતો નથી ?
કોણાર્કનું
કૈલાસનાથનું
બૃહદેશ્વરનું
મહાબલીપુરમનું

6 ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
મૌર્યયુગ
સોલંકીયુગ
ગુપ્તયુગ
અનુમૌર્યયુગ

7 ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે ?
મોઢેરા
કોણાર્ક
તારંગા
ચોટીલા

8 ભારતના બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે ?
16
28
08
18

9 પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે ?
પૃથ્વીરાજરાસો
હર્ષચરીત
રાજતરંગિણી
વિક્રમાદેવચરિત

10 મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઇ હતી ?
ઉર્દૂભાષાનો જન્મ
ભક્તિપદોની રચના
આત્મકથાની રચના
ઉર્દૂભાષાનો વિકાસ

11 ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે ?
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
ચરક

12 નટરાજનું શિલ્પ કઇ કલાનું સર્વોત્તમ નમૂનો છે ?
ઓડિસી
નાદન્ત
કથક
ભરતનાટયમ્

13 પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોના દ્વારા શરૂ થઇ હોવાનું મનાય છે ?
આર્યભટ્ટ
વિશ્વકર્મા
સુશ્રુત
નાગાર્જુન

14 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યુ છે ?
પર્યાવરણ ખાતાને
શિક્ષણ ખાતાને
પ્રવાસ-પર્યટન ખાતાને
પુરાત્તત્વ ખાતાને

15 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
લિંગદોહ
ઓરન
કાઝીરંગા
ઇરિગોલ કાવૂ

16 સર્પોના સંદર્ભમાં ઉપયોગી ઔષધિઓનાં કેટલાક છોડ ક્યાં ઉપવનમાંથી મળે છે ?
શામલાત દેહ
દેવરહતી
ઇરંગોલ કાવૂ
લિંગદોહ

17 ભારતના રેલવેના વારસાનું પ્રદર્શન કરતું સંગ્રાહલય ક્યાં આવેલું છે ?
અમદાવાદ
નવી દિલ્લી
વડોદરા
મુંબઇ

18 ભારતનું ક્યું ઐતિહાસિક સ્મારક ઉધોગોના ધુમાડાના કારણે ધુંધળુ અને પીળાશ પડી રહ્યું છે ?
સીદી સૈયદની જાળી
તાજમહલ
લાલ કિલ્લો
પાવાગઢનો કિલ્લો

19 રાજસ્થાનમાં કઇ જાતિનાં લોકો વૃક્ષો અને પ્રાણીઓનાં સરંક્ષણ માટે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરે છે ?
બિશ્ર્નોઇ
વનવાસી
આદિવાસી
કિરાત

20 ક્યા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
કાંપની જમીન
કાળી જમીન
રાતી જમીન
રેતાળ જમીન

21 કુદરતી સંસાધનના વિકાસ માટે ક્યું સંસાધન હોવું જરૂરી છે ?
જંગલો
માનવ
પવન
વરસાદ

22 વિશ્વ પર્યાવરણ દિન ક્યા દિવસે ઉજવાય છે ?
4 ઑકટોબર
29 ડિસેમ્બર
21 માર્ચ
5 જૂન

23 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં જ થાય છે ?
અશ્વગંધા
સર્પગંધા
મત્સ્યગંધા
રજનીગંધા

24 ઇ.સ.1975 માં સંયુક્ત રાષ્ટ્રોનાં ખાદ્ય અને કૃષિ સંગઠન ના સહયોગથી કઇ પરિયોજના શરૂ કરવામાં આવી હતી ?
વાઘ પરિયોજના
હાથી પરિયોજના
મગર પરિયોજના
સિંહ પરિયોજના

25 ભારતમાં કોફીનાં ઉત્પાદન માટે ક્યો પ્રદેશ જાણીતો છે ?
કોલાર
કાનમ
કુર્ગ
ચરોતર

26 કાવેરી નદી પર કઇ નહેરનું નિર્માણ થયું છે ?
પૂર્વય નહેર
નર્મદા નહેર
ગ્રાન્ટ એનિકટ નહેર
ઇન્દિરા નહેર

27 રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહેવામાં આવે છે ?
મોરટાર
માટી
કળીચૂનો
સિમેન્ટ

28 લોખંડ: વધુ મજબૂતાઇવાળું,અબરખ: ?
વજનમાં હલકુ-ટકાઉ
વિદ્યુતનું અવહાક
નરમ વિદ્યુત વાહક
મુલાયમ ભારે ધાતુ

29સૌથી ઊંચી કક્ષાનો કોલસો જેમા 90% કાર્બનનું પ્રમાણ હોય છે?
સીડરાઇટ
હેમેટાઇટ
એન્થ્રેસાઇટ
લિગ્નાઇટ

30 નીચે આપેલા પૈકી ગુજરાતનું એક ખનીજ તેલક્ષેત્ર નથી ?
કલોલ
અંકલેશ્વર
માકૂમ
લૂણેજ

31 નીચેનામાંથી કયા સ્થળે પ્રદ્યોયોગિકી પાર્ક નથી
ચેન્નાઇ
બેંગ્લોર
જમશેદપુર
કોલકત્તા

32 નીચેના પૈકી ક્યું જોડકું ખરું નથી તે શોધી લખો ?
ખાતર ઉદ્યોગ – સંદરી
ઉની કાપડ ઉદ્કૃત્રિયોગ – મુંબઇ

કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ – બેંગ્લોર

33 મોટા કદનાં વહાણોનું બાંધકામ ક્યાં થાય છે ?
કોચી
કોલકાતા
મુંબઇ
માર્મગોવા

34 જળપ્રદૂષણનો સૌથી મોટો મહત્વનો સ્ત્રોત ક્યો છે ?
વનસ્પતિ
ઔધોગિક કચરો
જીવજંતુઓ
વાયુ

35 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-2 ક્યા નામે ઓળખાય છે ?
ગ્રાન્ટ ટ્રન્ક રોડ
સુવર્ણ ચતુર્ભુજ યોજના
સરહદી માર્ગ
કોસ્ટલ હાઇવે

36 દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગવામાં આવતાં દરેક વ્યક્તિને પ્રાત્પ થતી સરેરાશ આવક એટલે
વાર્ષિક આવક
સરેરાશ આવક
દૈનિક આવક
માથાદીઠ આવક

37 આર્થિક દષ્ટીએ ભારત કેવો દેશ છે ?
વિકસિત
અલ્પવિકસિત
વિકાસશિલ
સમૃદ્ધ

38 રાજયની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું ?
નાણાંકીય નીતિ
ઔધોગિક નીતિ
રાજકોશિય નીતિ
વ્યાપાર નીતિ

39 વિકાસશિલ અર્થતંત્રની ઓળખ માટે મુખ્ય લક્ષણ ક્યું છે ?
માથાદીઠ આવક
ખેતીની આવક
વાર્ષિક આવક
દૈનિક આવક

40 વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે ?
પેરિસ
જિનીવા
ન્યુયોર્ક
દિલ્લી

41 જંતુનાશક દવાઓનો વિકલ્પ ક્યા દેશમાં શોધાયો છે ?
અમેરિકા
રશિયા
શ્રીલંકા
બ્રાઝિલ

42 ભારતમાં ગરીબાઇનું સૌથી વધુ પ્રમાણ ક્યા રાજયમાં છે ?
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર
ઓરિસ્સા

43 ગુજરાતમાં ગરીબી રેખાનીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે ?
14.07%
16.07%
18.70%
15.07%

44 ગુજરાતમાં કન્યા કેળવણી માટે કઇ યોજના અમલમાં મૂકી છે ?
મહિલા બોન્ડ
વિદ્યાલક્ષ્મી બોન્ડ
સરસ્વતી બોન્ડ
નર્મદા બોન્ડ

45 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)નો મુખ્ય એજન્ડા કયો છે ?
માનવ વિકાસ
આર્થિક વિકાસ
દેશનો લશ્કરી વિકાસ
રાજકીય વિકાસ

46 કઇ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે ?
ફાસીવાદ
જ્ઞાતિવાદ
આતંકવાદ
કોમવાદ

47 એન.એલ.એફ.ટી – ત્રિપુરા: ઉલ્ફા ……
આંધ્રપ્રદેશ
પંજાબ
અસમ
નાગાલેન્ડ

48 બંધારણના કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
15
29
17
32

49 ક્યુ પરિબળ વ્યક્તિ,સમાજ અને દેશનાં વિકાસને અવરોધતું પરિબળ છે ?
બિનસાંપ્રદાયિકતા
સાંપ્રદાયિકતા
આચાર સંહિતા
ધર્મ નિરપેક્ષતા

50 વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરો ક્યા દેશમાં છે ?
રશિયા
અમેરિકા
પકિસ્તાન
ભારત

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 21, 2011 માં પ્રશ્ન બેંક

 

પાઠ – 13 શક્તિ નાં સંસાધનો


બળતણ અને શક્તિના સંસાધન બન્ને શબ્દો એકબીજાના પર્યાય રૂપે વપરાય છે.
પણ બન્ને વચ્ચે પાતળી ભેદ રેખા છે. બળતણ એ આપમેળે શક્તિનું સંસાધન નથી તેને બાળવામાં આવતા તેમા રહેલી ઉષ્માશક્તિનું વરાળ કે વિદ્યુત શક્તિમાં પરિવર્તન થાય છે.
 શક્તિ – કોઇ પણ પદાર્થ કે વસ્તુના કાર્ય કરવાના પ્રમાણને શક્તિ કહે છે.
 ઊર્જા – કોઇ પણ પદાર્થ કે વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને તેની ઊર્જા કહેવામાં આવે છે.
ઓગણીસમી સદીમાં ઊર્જાના સંસાધનોમાં –
કોલસો,ખનીજ તેલ, કુદરતી વાયુ,જળવિદ્યત,અણુ ઊર્જાનો ઉપયોગ થાય છે.
વિવિધ શક્તિ (ઊર્જા)ના સંસાધનો –
 પરંપરાગત ઊર્જાના સંસાધનો – કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ તથા વિજ ઊર્જા
 બિન પરંપરાગત ઊર્જાના સંસાધનો – સૌર શક્તિ,પવન શક્તિ ભરતી શક્તિ,ભૂતાપીય શક્તિ,બાયોગૅસ વગેરે
 બિન વ્યાપારીક ઊર્જાના સંસાધનો – જલાઉ લાકડું, છાણ, લક્કડીયો કોલસો,વગેરે
 વ્યાપારિક ઊર્જાના સંસાધનો – ખનીજ કોલસો,પેટ્રોલિયમ વગેરે
કોલસો (કાળો હીરો) પ્રસ્તર ખડકમાંથી મળે છે
 કોલસોના ઉપયોગ – રસોઇકરવામાં, કારખાનામાં ઊર્જા સ્ત્રોત અને કાચામાલતરીકે, તાપવિદ્યુતમાંધાતુ ગાળવામાં, મીઠું, કેરોસીન અને સુગંધીત અત્તર બનાવવામાં
ઉપયોગી છે.
 કોલસાની આડ પેદાશો – ડામર,એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રુડ
ઑઇલ ( એક ટન કોલસો = 3 ગૅલન ક્રુડ ઑઇલ)
 કોલસોએ અશ્મિભૂત ખનીજ છે. – લગભગ 30 કરોડ વર્ષ પૂર્વે ભૂસંચનના કારણે પૃથ્વી પરના જંગલો,વૃક્ષો અને વનસ્પતિ નીચે દટાયા તેમનાપર દબાણ અને ભૂતાપીય ગરમીની અસરના કારણે કાર્બન તત્વ ધરાવતા ખડોકોમાં રૂપાંતર થયું આમ કોલસાનું નિમાર્ણ થયુ.
 કાર્બોનીફરસ યુગમાં (25 કરોડ વર્ષ પહેલા) કોલસો બનવાનું શરૂ થયું હતું
કોલસાના પ્રકારો
એન્થ્રેસાઇટ – નરમ કોક
 એન્થ્રેસાઇટ કોલસો સૌથી ઊંચી પ્રકારનો કોલસો
 એન્થ્રેસાઇટ કોલસામાં કાર્બન તત્ત્વ 90 થી 95 ટકા જેટલું હોય છે.
 એન્થ્રેસાઇટ કોલસો કઠણ, વિશુદ્ધ ચળકાટ તથા એકદમ કાળો રંગ હોય છે.
 એન્થ્રેસાઇટ કોલસાને બાળતા ધુમાડા વગરની અને ભૂરી અથવા વાદળી રંગની જ્યોત નીકળે છે.
 એન્થ્રેસાઇટ કોલસાને બાળતા રાખનું પ્રમાણ ઓછું હોય છે.
 વિશ્વમાં કુલ કોલસાના જથ્થામાંથી એન્થ્રેસાઇટ કોલસો માત્ર 5% જેટલો જ છે.
બિટ્યુમિનસ કોલસો – ડામર
 બિટ્યુમિનસ કોલસોમાં કાર્બન તત્ત્વ 70 થી 90 ટકા જેટલું હોય છે.
 બિટ્યુમિનસ કોલસો કાળો,ઓછો કઠણ અને મંદ ચળકાટ ધરાવે છે.
 બિટ્યુમિનસ કોલસાને સળગાવતા પીળી જ્યોત નીકળે છે.
 બિટ્યુમિનસ કોલસાનો રેલવે અને કારખાનામાં વધુ ઉપયોગ થાય છે.
 બિટ્યુમિનસ કોલસામાંથી ડામર મળે છે તથા કુદરતી વાયુ અને કોક મળે છે.
લિગ્નાઇટ કોલસો
 લિગ્નાઇટ કોલસામાં કાર્બન તત્ત્વ 40 થી 60 ટકા હોય છે.
 લિગ્નાઇટ કોલસો રંગે બદામી કે ભૂખરો હોય છે. તેથી તેને બ્રાઉન કોલસો પણ કહેવાય છે.
 લિગ્નાઇટ કોલસો ધુમાડિયો અને સૌથી વધુ રાખ પાડતો કોલસો છે.
 લિગ્નાઇટ કોલસો તાપવિદ્યુત મથકો, રેલવે તથા કોલટાર બનાવવામાં ઉપયોગમાં આવે છે.
પીટ કોલસો
 પીટ કોલસામાં કાર્બન તત્ત્વ 30 થી 45 ટકા હોય છે.
 પીટ કોલસામાં ભેજનું પ્રમાણ 80 ટકા હોય છે.
 પીટ કોલસો નિમ્ન કક્ષાનો તથા ભૂરા રંગનો છે.
 પીટ કોલસો કારખાનામાં ઉપયોગી છે.
વિશ્વ અને ભારતમાં કોલસાનું ઉત્પાદન
વિશ્વમાં ઊંચી કક્ષાનો કોલસો 350 થી 450 અક્ષવૃત્તો વચ્ચેના વિસ્તારોમાં આવેલો છે.
વિશ્વમાં કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ઉત્તર અમેરિકા ખંડમાં આવેલ છે.
વિશ્વમાં યુ.એસ. કોલસાના અનામત જથ્થા અને ઉત્પાદનમાં પણ પ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વમાં રશિયા, યુ.કે, જર્મનિ, દક્ષિણ આફ્રિકાના દેશો, ચીન અને ભારત વગેરે કોલસો ઉત્પાદન કરતા દેશો છે.
ભારતમાં કોલસો ઉત્પાદન કરતા રાજ્યો
 ભારતમાં 2003માં કોલસાનો અનુમાનિત જથ્થો 2,40,748 મિલિયન ટન હતો
 ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો – ઝારખંડ,ઓરિસ્સા,પ.બંગાળા,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ,જમ્મુ અને કશ્મીર
 ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતા ગૌણ રાજ્યો – રાજસ્થાન તમિલનાડુ,અસમ,ગુજરાત
 ભારતમાં કોલસાની મુખ્ય ખાણો – ઝરિયા, બોકારો, ગિરિદિહ, કરણપુર અને રાણીગંજમાં આવેલ છે.
 ગુજરાતમાં કોલસો ઉત્પાદન કરતા જિલ્લાઓ – કચ્છ, ભરૂચ,મહેસાણા, ભાવનગર, અને સુરત જિલ્લામાં લિગ્નાઇટ મળે છે.
 ગુજરાતમાં કચ્છમાં આવેલ પાનન્ધ્રો કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર છે.
 કચ્છમાં લિગ્નાઇટ આધારીત તાપવિદ્યુત મથક પણ છે.
 પાનન્ધ્રોમાં ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે.
ખનીજ તેલ
 ખનીજ તેલ જટિલ રાસાયણિક બંધારણ અને વિવિધ રંગો ધરાવતું પ્રાવાહી છે.
 ખનીજ તેલ રેતાળખડકો, ચૂનાના ખડકો, શેઇલ જેવા પ્રસ્તાખડકોમાંથી મળે છે.
 ભૂસંચનના કારણે લાખો વર્ષ પહેલા સમુદ્ર જળચર જીવો,પ્લાંકટન વગેરે કાંપ સાથે દટાયા પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે સમુદ્રજીવોનાં કેટલાક તત્વો નાશ પામ્યાં. દબાણ અને તાપમાનની તીવ્રતા પ્રમાણે હાઇડ્રોકાર્બન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં એકઠા થતા રહ્યા.
 ભારતમાં ખનીજ તેલનાં ક્ષેત્રો – નવા ગેડ પર્વતીય પ્રદેશમાં (અસમ), નવાં મેદાનો (ગુજરાત),તેમજ સમુદ્ર તળમાં મુંબઇ હાઇ (ખભાત) માં આવેલા છે
વિશ્વમાં ખનીજ તેલનું વધુ ઉત્પાદન કરતા દેશો
 વિશ્વમાં ખનીજ તેલનું વધુ ઉત્પાદન કરતા પાંચ રાષ્ટ્રો મુખ્ય છે
 યુ.એસ, રશિયા, સાઉદી અરબિયા,વેનેઝુએલા અને કુવૈત
 વિશ્વમાં ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં યુ.એસ પ્રથમ સ્થાન ધરાવે છે.
 વિશ્વમાં ખનીજ તેલનો અનુમાનિત જથ્થો 2090 બિલિયન બેરલ છે.
 વિશ્વમાં ખનીજ તેલના અનુમાનિત જથ્થામાંથી 600 બિલિયન બેરલ આરબ દેશોમાં અને 500 બિલિયન બેરલ રશિયાઅ અને ચીનમાં છે.
 વિશ્વમાં ખનીજ તેલના કુલ અનુમાનિત જથ્થાના 18% જથ્થો પશ્વિમ એશિયાના દેશો પાસે છે.
ભારતમાં ખનીજ તેલ
 ભારતમાં ખનીજ તેલનો અનામત ભંડાર 22 બિલિયન બેરલ જેટલો છે.
 ઇ.સ.1866માં ભારતમાં પ્રથમ ખનીજ તેલકૂવો નહારાપોંગા ખાતે ખોદવામાં આવ્યો હતો.
 ઇ.સ.1867માં માકૂમ (36 મીટરની ઊંડાઇએથી) ખાતેથી ખનીજ તેલ મળી આવ્યું હતું
 ઇ.સ.1958માં ગુજરાતનું પ્રથમ ખનીજતેલ ખંભાત (લૂણેજ) ખાતેથી મળી આવ્યું હતું
 ઇ.સ.1960માં ગુજરાતમાં અંકલેશ્વર ખાતે બીજું ખનીજ તેલ ક્ષેત્ર મળી વાવ્યું હતું
 ભારતમાં રિફાઇનરીઓ
 ઇ.સ.1999માં દિગ્બોઇ ખાતે પ્રથમ રિફાઇનરી નાખવામાં આવી
 ઇ.સ.1958માં ઇન્ડિયન રિફાઇનરીઝ લિમિટેડની સ્થાપના કરવામાં આવી
 ઇ.સ.1962માં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી ગુહાટીમાં સ્થાપવામાં આવી.
 ઇ.સ.1967માં કોચીન અને ચેન્નાઇમાં રિફાઇનરી સ્થાપવામાં આવી
 ઇ.સ.1970માં હલ્દીયા (કોલકાતા) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી.
 આ ઉપંરાત બરૌની(બિહાર) અને કોયલી (ગુજરાત) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી છે.
 કોચીન,ચેન્નાઇ, હલ્દીયા અને મથુરાની રિફાઇનરીમાં મોટા ભાગે આયાતી તેલ શુદ્ધ થાય છે.
 ભારતમાં ખનીજ તેલ સંશોધન અને ઉત્પાદન માટે ઑઇલ ઍન્ડ નેચરલ ગૅસ કમિશનની (O.N.G.C.)ની સ્થાપના કરવામાં આવી છે.
 ભરતમાં હાલ 18 રિફાઇનરી છે. તેની વાર્ષિક તેલ શુદ્ધ કરવાની ક્ષમતા 11.47 કરોડ ટન છે.
ભારતમાં ખનીજ તેલનું ઉત્પાદન
 ભારતમાં ખનીજ તેલનું વાર્ષિક ઉત્પાદન 3.3 કરોડ ટન જેટલું છે.
 ભારતમાં ખનીજ તેલના કુલ વાર્ષિક ઉત્પાદનમાં 63 ટકા જેટલું ઉત્પાદન બૉમ્બે હાઇ તેલ ક્ષેત્રમાંથી થાય છે.
 ગુજરાતમાંથી 18 ટકા અને અસમમાંથી 16 ટકા જેટલું થાય છે.
 તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાંથી થોડુ ઉત્પાદન થાય છે.
 બૉમ્બે હાઇ અને અલિયા બેટ સમુદ્રમાં આવેલા મહત્વના તેલ ક્ષેત્ર છે.
 ઇ.સ.1975માં બૉમ્બે હાઇ કામ કરતું થયું
ગુજરાતમાં ખનીજ તેલ
 ગુજરાતમાં ખનીજ તેલનો અનુમાનિત જથ્થો 418 મિલિયન ટન છે.
 ઇ.સ.1958માં લૂણેજ ખાતેથી 1635મીટરની ઊંડાઇએથી ખનીજ તેલ પ્રાપ્ત થયું
 ગુજરાતમાં અંકલેશ્વર મહત્વનું ખનીજ તેલ ક્ષેત્ર છે.
 અંકલેશ્વર ખનીજતેલનો અનામત જથ્થો 460 લાખ મિ.લિયન ટન છે.
 અંકલેશ્વરમાં 170 કૂવામાંથી ખનીજતેલ અને 12 કૂવામાંથી કુદરતી વાયુ ઉત્પાદન થાય છે.
 અંકલેશ્વરમાં પ્રતિદિન 83 હજાર ટન ખનીજ તેલ કાઢવામાં આવે છે.
 અંકલેશ્વરમાં કુદરતી વાયુનું ઉત્પાદન પ્રતિદિન 3 લાખ ઘન મિટર છે.
 અંકલેશ્વરનું ખનીજ તેલ કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.
 તેમાંથી બનતી આડ પેદાશો કેરોસીન, સ્પિરિટ વગેરે સાબરમતી (અમદાવાદ) ખાતે મોકલવામાં આવે છે.
 ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સુરત અને વડોદરા જિલ્લામાંથી ખનીજ તેલ મળી આવે છે.
 ગુજરાતમાં ગાંધાર તેલ ક્ષેત્ર ઉત્પાદન સરળતા અને ગુણવત્તાની ર્દષ્ટિયે અંકલેશ્વર કરતા વધુ અનુકૂળ છે.
કુદરતી વાયુ
 કૃદરતી વાયુ એ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે
 કૃદરતી વાયુ સૌથી સોંઘી, અત્યંત અનુકૂળ તથા શુદ્ધ ઊર્જાશક્તિનું સાધન છે.
 કુદરતી વાયુનો ઉપયોગ – કારખાનામાં સંચાલન શક્તિ તરીકે, ઠંડા પ્રદેશમાં ગરમી મેળવવા માટે તથા બળતણ તરીકે ઉપયોગી છે.
 ભારતમાં 2786 કરોડ ઘન મિટર કુદરતી વાયુ કાઢવામાં આવે છે.
 ભારતમાં 75% બૉમ્બે હાઇ, ગુજરાત 10% અને અસમ 7% કુદરતી વાયુ ઉત્પાદન કરે છે.
 આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ત્રિપુરા અને રાજસ્થાનમાંથી પણ કુદરતી વાયુ મળે છે.
 ભારતમાં 2300 કરોડ ઘન મિટર કુદરતી વાયુનો વપરાશ છે.
 ગુજરાત ખનીજતેલના ઉત્પાદનમાં 41% અને કુદરતી વાયુનાં ઉત્પાદનમાં 47% ફાળો આપે છે.
 ગુજરાતમાં પેટ્રોકેમિકલ અને રાસાયણિક ખાતરનું કારખાનું વડોદરા નજીક આવેલું છે.
 આ કારખાનાને હજીરા – બીજાપુર – જગદીશપુર પાઇપ લાઇન દ્વારા કુદરતી વાયુ આપવામાં આવે છે.
 હજીરા ખાતે ગસૅ આધારીત સ્પોન્જ આયર્ન પ્રોજેક્ટ દૈનિક 3.50 લાખ ઘન મિટર ગૅસ આપવામાં આવે છે.
 દેશમાં સૌપ્રથમવાર ગુજરાતને પાઇપ દ્વારા તબક્કાવાર રાંધણગૅસ પૂરો પાડવાની યોજના છે.
 ગુજરાતમાં પાઇપ લાઇન દ્વારા રાંધ ગૅસ આપવાની યોજના છે.
 ગુજરાતમાં વડોદરામાં પાઇપ લાઇન દ્વારા ગૅસ આપવામાં આવે છે.
 અંકલેશ્વર, ગાંઘીનગર, સુરત, ભરૂચ વગેરેને પાઇપ લાઇન દ્વારા ગૅસ આપવાની યોજના છે.
વિદ્યુત
 આપણા ઘરામાં પંખા, ટેલીવિઝન, રેડિયો, વૉશિંગ મશીન, ફ્રિજ, ટ્યુબલાઇટ્સ વગેરેને ચલાવવા વિદ્યુતશક્તિની જરૂર પડે છે.
 ઔધોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે.
 ઔધોગિક ક્રાંતિ પછીથી વિદ્યુતશક્તિની શોધ થઇ હતી
 અણુશક્તિની શોધે વિદ્યુતશક્તિનું ચિત્ર બદલી મંખ્યું છે.
 વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતી ખનીજોની તંગી ઉભી થેઇ છે.
 તેથી આજે તેના વિકલ્પ રૂપે સૂર્યશક્તિ,પવન શક્તિ,ભૂતાપીય શક્તિ,ભરતીશક્તિનો ઉપયોગ કરવો જોઇએ.
 ભારતમાં વિદ્યતની કુલ ઉત્પાદન ક્ષમતા 1,04,917 મેગાવૉટ છે.
 દેશનો દરેક નાગરિક દર કલાકે 379 કિલોવૉટ વીજળી વાપરે છે.
 યુ.એસમાં દરેક નાગરિક દર કલાકે 11,994 કિલોવૉટ વીજળી વાપરે છે.
વિદ્યુતના ત્રણ પ્રકાર છે.
તાપવિદ્યુત
 તાપ વિદ્યુત ઉત્પાદનમાં કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ થાય છે.
 ભારતમાં 310 કરતા વધુ તાપ વિદ્યુત મથકો આવેલા છે.
 ભારતની કુલ વિદ્યુતમાંથી 70% તાપ વિદ્યુત છે.
 તાપવિદ્યુતમાં કોલસાનો વધુ ઉપયોગ થાય છે. કારણે કે કોલસો સસ્તો છે.
 કોલસો વજનમાં ભારે હોવાથી પરિવહન ખર્ચ વધુ આવતુ હોવાથી તાપ વિદ્યુત મથક કોલસાના ક્ષેત્રની નજીક સ્થાપવામાં આવે છે.
તાપવિદ્યુત ઉત્પાદન કરતા રાજ્યો
 અસમ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગ, ઉત્તરપ્રદેશ, પ.બંગાળા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા તથા દિલ્લી છે.
 તાપવિદ્યુત ઉત્પાદનમાં કોલસાનો વધુ ઉપયોગ થતો હોવાથી પ્રદૂષણ વધુ થાય છે. તેથી તાપવિદ્યુત મથકો રહેઠાણથી દૂર સ્થાપવામાં આવે છે.
 દા.ત. ગાંઘીનગરમાં જી.ઇ.બી ના કારણે કોલસી નજીકના સેકટરોમાં છવાઇ જાય છે.
ગુજરાત
 ધુવારણ ગુજરાતનું સૌથી મોટુતાપવિદ્યુત મથક છે.
 ઉકાઇ ખાતે તાપવિદ્યુત અને જળવિદ્યુત મથકો આવેલા છે.
 ગુજરાતમાં ઉતરાણ, વણાકબોરી, સાબરમતી, પાનન્ધ્રો, ગાંધીનગર, પોરબંદર, સિક્કા, કંડલા વગેરે ખાતે તાપવિદ્યુત મથકો આવેલા છે.
જલવિદ્યુત
 જલવિદ્યુતમાં કોઇ પદાર્થનું દહન થતું ન હોવાથી તેમજ પાણીનો ઉપયોગ થતો હોવાથી તેના ઉત્પાદનમાં અને ઉપયોગમાં ધૂમાડો થતો નથી તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
 તેથી જલવિદ્યુત શક્તિને આ યુગોનો ધુમાડા વગરનો સફેદ કોલસો કહેવાય છે.
 જલ વિદ્યુત નાખવા માટે પારંભીક ખર્ચ વધુ આવે છે.પણ લાંબા ગાળે સસ્તી પડે છે.
 તાપવિદ્યુત કરતા જલવિદ્યુતની ક્ષમતા વધુ છે. તેથી તેની લાંબા અંતર સુધી સહેલાઇ લઇ જઇ શકાય છે.
જલવિદ્યુત માટે અનુકૂળતાઓ
 બારેમાસ ધોધરૂપે પાણી પડતું હોવુ જોઇએ.
વિશ્વમાં જલવિદ્યુત ઉત્પાદન કરતા દેશો
 નોર્વે, સ્વિડન, સ્વિટઝરર્લેન્ડ, ઇટાલી, જાપાન, યુ.એસ અને રશિયા જલવિદ્યુત ઉત્પાદન કરે છે.
ભારતમાં જલવિદ્યુત
 ભારતનુ સૌથી મોટુ જલવિદ્યુત મથક કાવેરી નદી પર આવેલું શિવસમુદ્રમ વિદ્યુત મથક છે.
ભારતમાં જલ વિદ્યુત ઉત્પાદન કરતા રાજ્યો
 કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, અસમ વગેરે રાજ્યો છે.
ગુજરાત
 ગુજરાતમાં સૌથી મોટુ જલવિદ્યુત મથક તાપી નદી પર ઉકાઇ ખાતે આવેલું છે.
 નર્મદા યોજના તૈયાર થતા 1450 મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઇ શકશે.
અણુ વિદ્યુત
 અણુવિદ્યુતમાં યુરેનિયમ, થોરિયમ જેવી કિરણોત્સર્ગી ખનીજો વપરાય છે. જેના અણુવિભાજનથી વિરાટ શક્તિ પેદા થાય છે.
 એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમમાંથી લગભગ 120 લાખ કિલોવૉટ વિદ્યુત શક્તિ મળે છે.
 જો કોલસા દ્વારા આટલી વિદ્યુત મેળવવી હોયતો 60 હજાર ટન કોલસો જોઇએ.
 ભારતમાં આ ખનીજો ઝારખંડ અને રાજસ્થાનમાંથી મળે છે.
ભારતના પરમાણુ વિદ્યુત મથકો
 મહારાષ્ટ્રમાં – તારાપુર
 તમિલનાડુમાં – કલપક્કમ (ચેન્નાઇ)
 રાજસ્થાનમાં – રાવતભાટા
 ઉત્તરપ્રદેશમાં – નહોરા
 ગુજરાતમાં – કાકરાપાર
 કર્ણાટકમાં – કૈગામ
ઊર્જાના બિનપરંપરાગત સાધનો
 પરંપરાગત ઊર્જાનાસ્ત્રોત જેવાકે કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, લાકડું વગેરેનો જથ્થો મર્યાદિત છે. તે તાત્કાલિક કે થડાં વર્ષોમાં તીયાર થઇ શકે નહિ અને આપણી બધી પ્રવૃત્તિઓ અટકી પડે
 ભવિષ્યની કોઇ પણ પ્રવૃત્તિઓ અટકી ન પડે તે માટે ઊર્જાના નવા બિનપરંપરાગત સ્ત્રોતો વિષે વૈજ્ઞાનીકો સંશોધન કરી રહ્યા છે.
 સૌરઊર્જા, બાયોગૅસ, પવનઊર્જા, સાગર કે ભરતી ઊર્જા વગેરે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત છે.
 વિશ્વમાં યુ.એસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરર્લેન્ડ, જાપાન વગેરે દેશોમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતનો ઉપયોગથાય છે.
ભારતમાં બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતના સંશોધના અને ઉપયોગ માટે કઇ સંસ્થાની રચના કરવામાં આવી છે?
 1981માં COMMISSION FOR ADDITIONAL SOURCES OF ENERGY(CASE)ની રચના કરવામાં આવી છે.
 ગુજરાતમાં ગુજરાત ઊર્જાવિકાસ સંસ્થાન (GUJARAT ENERGY DEVELOPMENT AGENCY), (GEDA)ની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતની અનુમાનિત ઉત્પાદન ક્ષમતા 95.000 મેગાવૉટ છે.
સૌરઊર્જા
 સૂર્યની પ્રચંડ ઊર્જામાંથી માત્ર પૃથ્વી પર બે અબજમા ભાગની ઊર્જા પ્રાપ્ત થાય છે.
 પૃથ્વીના દર ચોરસ મિટર પર એક કિલોવૉટ ઊર્જા આપે છે.
સૌરઊર્જા સંશોધન માટે સંસ્થાઓ
 આંતરરાષ્ટ્રીય કક્ષાએ – INTERNATIONAL SOLAR ENERGY SOCIETY(ISES)ની રચના કરવામાં આવી છે.
 ભારતમાં ISES શાખા – SOLAR ENERGY SOCIETY (ISES)ની સ્થાપના કરવામં આવી છે.
 ગુજરાતમાં ISES શાખા – SOLAR ENERGY SOCIETY OF GUJARAT (SESG)ની સ્થાપના કરવામાં આવી છે.
 અમેરિકામાં 200 જેટલી કંપનીઓ સૌર ઊર્જાના સાધનો બનાવે છે.
ભારતમાં સૌર ઊર્જાના સાધનો
 દિલ્લીમાં સોલર બેટરીથી ચાલતા વાહનો વપરાય છે. (50 કિ.મી ઝડપ)
 ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી 2 થી 5 હોસપાવરના સોલાર ઇરિગેશન પંપ વિક્સાવી રહ્યું છે.
 ચીન્નાઇમાં મિની સોલાર પાવર પ્લાન્ટ અને ડાંગર સૂકવવા માટે સોલાર ડ્રાયર પ્લાન્ટ બનાવ્યો છે.
ગુજરાતમાં સૌર ઊર્જાના સાધનો
 ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઊર્જા મેળવતું રાજય છે.
 ગુજારતમાં દર ચોરસ કિલોમિટરે દર વર્ષે 3500 ટન કોલસા જેટલી સૌર ઊર્જા મેળવવાની ક્ષમતા છે.
 ગેડાએ વડોદરા નજીક છાણી ખાતે દસ ટન ક્ષમતાવાળું શીતાગાર સ્થાપ્યું છે.
 ગુજરાતમાં વીજળી વગરના ગામોમાં દીવાબતી,ખેતરોમાં સિંચાઇ માટે અને ટી.વી માટે સોલાર સેલ સંચાલિત પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે.
 ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ગુજરાતમાં ભૂજ પાસે માધોપુરમાં 5000ચોરસ મીટરનો છે. તે ખારા પાણીને શુદ્ધ (મીઠું)કરવા માટે છે.(ડિસેલિનેશન).
પવન ઊર્જા
 પવન વાસ્તવામાં સૂર્યઊર્જાનું એક સ્વરૂપ છે.
 એક અંદાજ પ્રમાણે પૃથ્વી પર સૌર કિરણોનો લગભગ 2 % ભાગ પવનઊર્જામાં રૂપાંતર પામે છે.
 પવન ઊર્જાઅ પવન ચક્કી દ્વારા મેળવામાં આવે છે.
 પવન ચક્કીમાં પ્રવેશતી પવન ઊર્જા પવનની ઝડપની ઘનતાના સમપ્રમાણમાં હોય છે.
 દા.ત પવન 15 કિમીની ઝડપે ફુંકાતો હોયતો પવનચક્કી 3675 વૉટ વીજ પેદા કરે.
 15 થી 20 કિમી ઝડપથી અવરોધ વગર ફુંકાતા પવન વાળા સ્થળો અનુકૂળ છે.
 કચ્છમાં માડવીના સમુદ્રકિનારે 1.10 મેગાવૉટનું વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે.
 જામનગર જિલ્લાના લાંબા ગામે 10 મેગાવૉટનું વિન્ડફાર્મ (ડેનિશ આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી ,ડેન્માર્ક ની નાણાંકીય સહાયથી) સ્થાપવામાં આવ્યું છે
 ચેન્નાઇના મરીના બીચમાંથી પવન ઊર્જા દ્વારા ઉત્પાદન થતી વિદ્યુત પાણીને ટાંકીમા ચઢાવા અને બેટરી ચાર્જ કરવામાં વપરાય છે.
 પવન ચક્કીનું વર્તુળ જેટલમોટુ તેટલી ઊર્જા વધુ પેદા કરે છે.
 એક પવન ચક્કી 15 વર્ષ સુધી કામ આપે છે. બળતણ અને જાળવણી ખર્ચ ઓછો આવે છે.
 1.5 મેગાવૉટનું વિન્ડ ફાર્મ સ્થાપવા માટે એક મહિનાનો સમયગાળો લાગે છે.
 જ્યારે ન્યુક્લિયર, થર્મલ કે હાઇડ્રોપાવર સ્થાપવા માટે 9 વર્ષનો સમયગોળો લાગે છે.
 પવન દ્વારા એક મેગાવૉટ વીજળી ઉત્પાદ કરવામાં આવે તો 5000 બેરલ ખનીજ તેલની બચત થાય છે.( 1 બેરલ = 160 કિલો)
 ભારતમાં આજે 50 મેગવૉટ વિદ્યુત પવન ઊર્જા દ્વારા મેળવી શકાય છે.
 ઇ.સ.1986માં તૂતીકોરિન ખાતે ભારતમનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું હતું
 ભારતનું સૌથી મોટુ વિન્ડ ફાર્મા તમિલનાડુના ગુચ્છ ખાતે આવેલું છે. જેની ઉત્પાદન ક્ષમતા 150 મેગાવૉટ છે.
 ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરલમાં વિન્ડ ફાર્મા સ્થાપવામાં આવ્યા છે?
 આ વિન્ડ ફાર્મની સ્થાપિત ક્ષમતા 37. 245 મેગાવૉટ છે.
 ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને લક્ષદ્વીપના 85 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે
 જેની ઉત્પાદન ક્ષમતા 4500 મેગાવૉટ છે.
બાયોગૅસ
 ખેતરનો કચરો, નકામાં કૃષિપદાર્થો, છાણ, માનવ મળમૂત્ર, શેરડીના કૂચા, આલ્કોહોલીક પદાર્થો વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા ગૅસને બાયોગૅસ કહે છે.
 છાણમાંથી મેળવવામાં આવતા ગૅસને ગોબર ગૅસ કહે છે.
 બાયોગૅસ મેળવી લીધા પછી નકામા કચરામાંથી વિષાણુ વગરનું ખાતર તૈયાર થાય છે.
 બાયોગૅસની જ્યોત 20 ટકા વધુ ઊર્જા આપેશે. તેની જ્યોત પ્રદૂષણ રહિત છે.
 ભારતમાં બાયોગૅસના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને છે. અને ગુજરાત બીજા સ્થાને છે.
 ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં આવેલો છે.
ગુજરાતમાં બીજા મોટા પ્લાન્ટ
 અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકાના ઉદ્તલ ગામમાં
 બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દાંતીવાડા ખાતે આવેલ છે.
 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત 1954માં થઇ હતી
 રાષ્ટ્રીય બાયોગૅસ યોજના હેઠળ ગુજરાતમાં 65,000 બાયોગૅસ પ્લાન્ટ નાખવાનું આયોજન છે.
ભૂતાપીય ઊર્જા
 પૃથ્વીની સપાટી પરથી ભૂગર્ભમાં ગયેલું પાણી વરાળ સ્વરૂપે બહાર આવે છે તેમાસમાયેલી ઊર્જાને ભૂતાપીય ઊર્જા કહે છે.
 પૃથ્વીસપાટી પર ફુવારા કે ગરમ પાણીના ઝરા સ્વરૂપે ભૂતાપીય ઊર્જા જોવા મળે છે.
 યુ.એસ, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇટાલી તથા જાપાનમાં ભૂતાપીય ઊર્જાનો વધુ ઉપયોગ થાય છે.
 ભારતમાં હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે આવેલો વિદ્યુત પ્લાન્ટ ભૂતાપીય ઊર્જાથી ચાલે છે.
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા
 વલસાડ જિલ્લાના – ઉનાઇમાં
 ખેડા જિલ્લાના- લસુંદ્રા અને ટુવા
 સૌરાષ્ટ્રમાં – તુલસીશ્યામ
ભરતી શક્તિ
 સમુદ્ર કિનારે ભરતી –ઓટની ક્રિયા સતત ચાલતી રહે છે તેમાંથી વિદ્યુત પેદાકરવામાં આવે છે.
 વિશ્વમાં સૌપ્રથમ ફ્રાન્સમાં ભરતી ઓટનો ઉપયોગ કરીને વિદ્યુત મેળવવામાં આવી હતી
 ઇ.સ.1910માં ફ્રાન્સે ભરતી ઓટ દ્વારા 1 કિલોવૉટ વિદ્યુત મેળવી હતી
 યુ.એસ અને કેનેડા ફન્ડીની ખાડીની ભરતી ઓટનો ઉપયોગ કરી વિદ્યુત મેળવે છે.
 ભારતમાં વિશાળ દરિયાકિનારે ભરતી ઓટનો ઉપયોગ કરી વિદ્યુત મેળવવાની વ્યાપક તકો છે.

 
5 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 20, 2011 માં પ્રકરણ

 

પ્રકરણ 10 વિડિયો ભારત – કૃષિ સંસાધન


 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 19, 2011 માં વિડીયો

 

ટૅગ્સ:

પ્રકરણ 11 જળ સંસાધન વિડિયો વિ – 2


 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 17, 2011 માં વિડીયો

 

ટૅગ્સ: