RSS

04 ઓક્ટોબર

newsબે પુરુષો ગંભીરપણે બીમાર હતા,અને બેઉને એક જ
રુમમાં રાખ્યા હતાં..
એક માણસને
તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર
બપોરે એક કલાક માટે તેમના પલંગ
માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.
રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ
ભાઇનો પલંગ હતો.
જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ
રહેવું પડતું.
આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ
તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ
વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે
વાતો કરતાં ..
દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે
બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું
વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક
કલાક બીજા માણસ માટે જાણે જીવંત
બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ
સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ
સુધી પહોંચતી…
“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે.
તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ
બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ
રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને
ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ
આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે…”
પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે
બીજો માણસ પોતાની આંખો બંધ કરીને
કલ્પનામાં આ બધુ નિહાળતો.
એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર
થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ
બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે
પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.
આ રીતે દિવસો અને મહિનાઓ પસાર
થવા લાગ્યા….
એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે
પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર
નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત
નિર્જીવ શરીર પડ્યું હતું.
નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ
એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે
કહેવામાં આવ્યુ.
બારી પાસેનો પલંગ ખાલી પડયો!
થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને
બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત
કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને
ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.
હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને,
બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક
હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક
દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર
ફેરવી અને જોયું તો શું?
બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ
સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું
પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત
વસ્તુઓનું વર્ણન્ કરતો? – જ્યારે
અહીં તો ખાલી દિવાલ જ છે!
નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ
પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત
કરવા માગતો હતો!”
ઉપસંહાર:
બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે
પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ
વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે.
તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે
વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને
પૈસાથી ખરીદી નથી શકાતી!”
આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present”
કહેવાય છે.
મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક
જીવન તો બદલી જ શકો છો!

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 4, 2013 માં વાર્તા

 

1 responses to “

  1. Gujaratilexicon

    ઓક્ટોબર 18, 2013 at 11:44 એ એમ (am)

    માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

     

Leave a comment