RSS

Monthly Archives: એપ્રિલ 2011

વિચારો


1 શિક્ષણ પાસે રાષ્ટ્ર બે અપેક્ષા રાખે છે.

1 સમાજની જરૂરિયાતો સંતોષે

2 કાલના સમૃધ્ધ સમાજ માટે સુશીલ નાગરિકો તૈયાર કરે

2 તું સેંકડો જોજનથી કોઇની કાંકરી જેવી ભૂલ શોધી શકે છે.પણ તારા જ પોતાના (ભૂલોના)

   પહાડ તને દેખાતા નથી

3 કોઇ પણ વ્યક્તિની ક્ષમતા ત્રણ પ્રકારે જોવી

1 માળખાગત ક્ષમતા (શારીરિક)

   2 મનોવૃતિની ક્ષમતા

   3 બૌદ્ધિક ક્ષમતા

 
 

પ્રશ્નપત્ર – 5


1 ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે ?

A વાઘની                B સિંહની                 C બળદની               D ઘોડાની

2 રંગબે રંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતી નૃત્ય શૈલી ક્યા પ્રદેશની છે ?

A તમિલનાડુ             B આંધ્રપ્રદેશ              C કેરળ                  D ઓરિસ્સા

3 મહાકવિ કાલીદાસની શ્રેષ્ઠ નાટયકૃતિ કઇ છે ?

A માલવિકાગ્નિમિત્રમ્                                  B અભિજ્ઞાન શાંકુન્તલમ્

C વિક્રમોવર્શીયમ                                        D ઉત્તરરામચરિત

4 નૃત્યના દેવાધિ દેવ કોણ છે ?

A ભગવાન કૃષ્ણ                B બ્રહ્મા        C મહાદેવ નટરાજ             D નારદ

5 બૌદ્ધ સાહિત્યની ભાષા….  

A અર્ધમાગધી                   B સંસ્કૃત                 C પ્રાકૃત                 D પાલી

6 ગણિતશાસ્ત્રમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ ક્યા દેશે કરી હતી ?

A જાપાન                           B ભારત                C અમેરિકા              D ચીન      

7 સારનાથનું ક્યું સ્થાપત્ય વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે ?

A વિહાર                             B બુદ્ધની પ્રતિમા    C સ્તંભ                 D લોહ સ્તંભ

8 ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ પૃથ્વી પોતાની ધરીપર ફરે છે તે સાબીત ક્યું હતું ?

A સુશ્રુત                  B આર્યભટ્ટ                     C બ્રહ્મગુપ્ત                 D વાગભટ્ટ

9 ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા ?

A ચરક- સુશ્રુત                                          B ચંદ્રગુપ્ત – સમુદ્રગુપ્ત  

C વિક્રમાદિત્ય – કુમારપાળ                         D આર્યભટ્ટ – બ્રહ્મગુપ્ત

10 કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો ?

A ચંદ્રગુપ્ત દ્વિતીય                                      B  ભીમદેવ

C નૃસિંહવર્મન બીજો                                   D ચંદ્રગુપ્તમૌર્ય

11 સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે ?

A શિવપુરી               B ધારાપુરી              C ત્રિમૂર્તિ                 D ધારાગુફાઓ

12 વિરુપાક્ષનું મંદિર કયાં આવેલુ છે ?

A થંજાવુર                B પટ્ટદકલ               C મહાબલીપુરમ         D વિજયનગર

13 પોંગલ કયા રાજયનો તહેવાર છે ?

A કર્ણાટક                B કેરળ                    C તમિલનાડુ             D આંધ્રપ્રદેશ

14 નીચેનાંમાંથી કયું સ્થાપત્ય દક્ષિણ ભારતમાં આવ્યું છે ?

A બૃહદેશ્વર મંદિર    B કોણાર્ક મંદિર           C ખજૂરાહો મંદિર      D પંચમઢી

15 ભારતમાં કુંભમેળો કયાં ભરાત છે ?

A અલાહબાદ             B હરદ્વાર                 C પુષ્કર                  D અમૃતસર

6 કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ?

A અસમ            B રાજસ્થાન                      C વેરાવળ           D અરૂણાચલ પ્રદેશ

17 નવી દિલ્લીમાં ક્યું સંગ્રાહલય આવેલું છે ?

A ડ્યુક ઑફ વેલ્સ                           B પ્રિન્સ ઑફ વેલ્સ 

C નેશનલ આર્કાવાઇઝ                     D ચાર્લ્સ ઓફ વેલ્સ

18 વન્યજીવોના સંરક્ષણ કરવા સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઇ છે ?

A મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ                B ભારતીય સંગ્રાહાલય

C રાષ્ટ્રીય સંગ્રાહાલય                                  D વન્ય જીવન સલાહકાર બોડ

19 મધ્યપ્રદેશની કઇ નદીની ખીણમાં ઘણા કોતરો જોવા મળે છે ?

A બેતવા                 B કેન                         C શોણ                               D ચંબલ

20 વન્યા પ્રાણીદિન કઇ તારીખે ઉજવાય છે ?

A 5જૂન                   B  4 ઓક્ટોબર               C 29 ડિસેમ્બર                   D 21 માર્ચ

21 વનસ્પતિની વિવિધતાની ર્દષ્ટીએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

A બીજુ                    B દસમું                           C પાંચમું                        D ચોથું

22 કયા અનાજને અનાજનો રાજા કહેવામાં આવે છે ?

A બાજરી                 B મકાઇ                  C જુવાર                  D ઘઊં

23 જમીનની  અસમાનતા દૂર કરવા કોણે ભૂદાન યજ્ઞ શરૂ ર્ક્યો હતો ?

A વિનોબાભાવે                                       B ગાંધીજીએ

C મોરારજીદેસાઇએ                                 D જવાહરલાલ નહેરુએ

24 ભારતનું ક્યું રાજ્ય તેનાં સ્પષ્ટ વાવેતર વિસ્તારના સંદર્ભમાં  સૌથી વધુ સિંચાઇ ક્ષેત્ર ધરાવે છે ?

A પંજાબ                 B ઉત્તર પ્રદેશ             C ગુજરાત                D મહારાષ્ટ્ર

25 પૃથ્વી પર જળાંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A વૃષ્ટિ                  B કૂવો                         C તળાવ                 D નહેર

26 ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજયમાં થાય છે ?

A રાજસ્થાન           B જમ્મુ-કાશ્મીર             C ચંદીગઢ                D પંજાબ

27 મેંગેનીઝ – રશિયા, બોક્સાઇટ – …..  

A ઝિમ્બાવે               B જમૈકા                  C જાપાન                    D યુ.એસ.

28 ભારતમાં સૌથી વધુ ખનિજતેલનું ઉત્પાદન કયા ક્ષેત્રમાંથી થાય છે ?

A અસમ                  B અંકલેશ્વર               C અરુણાચલ પ્રદેશ      D બોમ્બેહાઇ

29 કર્ણાટકમાં ક્યું પરમાણું વિદ્યુત મથકનું કેન્દ્ર છે ?

A રાવતભાટા             B તારાપુર               C કૈગામ                      D કલ્પક્કમ્

30 મોટા કદનાજહાંજ બાંઘકામ ક્ષેત્રે ક્યું કેન્દ્રો જાણીતું છે ?

A કોચી                   B હૈદરાબાદ              C કોરાપુટ                       D નાશિક

31 ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઇ છે?

A હૈદરાબાદ              B બેંગ્લોર                C ચેન્નાઇ                         D કોઇમ્બતુર

32 નીચે આપેલ પૈકી કયું જોડકું ખરું નથી તે શોધીને લખો ?

A ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ – બેંગ્લોર                B ખાતર ઉદ્યોગ – સિંદરી  

C કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ               D ઊની કાપડ ઉદ્યોગ – મુંબઇ

33 ભારતનું સૌથી મોટું જળવિદ્યુત માથક કયા રાજયમાં આવેલું છે ?

A ગુજરાત                B તમિલનાડુ             C કર્ણાટક                D મહારાષ્ટ્ર

34 માધોપુર – સૌર ઊર્જા, પવન ઊર્જા

A ભૂજ                      B લાંબા                  C પાનન્ધ્રો               D નારાયણ સરોવર

35 ગુજરાતમાં નીચે પૈકી એક  બંદર નથી છે ?

A ઓખા                  B દ્વારકા                    C ડાકોર                  D કંડલા

36 વિકાસશિલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃતિ કઇ છે ?

A વહાણવટાની સેવાઓની                            B ઉદ્યોગની  

C ખેતીની                                                    D વાહનવ્યવહારની

37 ઇ.સ. 1991 ની ઔધોગીક નીતિ દ્વારા કરાયેલા સુધારાઓમાંથી નીચેનામાંથી કઇ એક બાબાત ન હતી ?

A ખાનગીકરણ                       B રાષ્ટ્રીયકરણ                  C ઉદારીકરણ             D વૈશ્વિકીકરણ

38 રૂપિયાની ખરીદી શકતિ ઘટવાનું મુખ્ય કારણ ક્યું છે ?

A મૂડી વધારો                   B વસ્તીવધારો                  C ભાવ વધારો                  D માંગ વધારો

39 રાજય સંચાલિત સેવાઓના અમુકભાગનું સંચાલન કઇ પેઢીઓને આપવામાં આવ્યું છે ?

A જાહેરક્ષેત્રની            B ખાનગીક્ષેત્રની        C સંયુક્તક્ષેત્રની         D સરકારીક્ષેત્રની

40 પ્રદૂષણ અટકાવવા ક્યું પરિબળ જરૂરી છે ?

A કૃત્રિમ વાયુ             B પ્રાકૃતિક વાયુ          C પેટ્રોલ                  D ખનીજતેલ

41 સરકારી અંકુશો અને નિયમો ક્રમશ: ઘટાડતાં જઇને બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી  

    વ્યવસ્થા એટલે …..  

A ખાનગીકરણ                  B ઔધોગીકરણ     C આર્થિક ઉદારીકરણ      D વૈશ્વિકીકરણ

42 બેરોજગારી ઘટાડવા ક્યુ પરિબળ અવરોધક છે ?

A નિરક્ષરતા              B જાતિવાદ              C વસ્તીવધારો                  D પ્રાદેશિકતા

43 કઇ બેંક ધિરાણ નીતિનું નિયંત્રણ કરે છે ?

A બેંક ઓફ બરોડા                                B સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા               

C બેંક ઓફ સૌરાષ્ટ્ર                               D રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

44 કેન્દ્ર સરકારે ગ્રાહસુરક્ષાના અમલ માટે કયા કમિશનની રચના કરી છે ?

A વિશ્વાઅરોગ્ય સંગઠન                         B રાષ્ટ્રીય ગ્રાહક પંચ     

C બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ            D એલિમેટિરિયસ કમિશન

45 મહિલા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યુ હતું ?

A  2001                       B  2002                       C  1975                       D  1991

46 નકસલવાદી વિસ્તાર કયા રાજયમાં આવેલો છે ?

A બિહાર                 B પશ્વિમ બંગાળા               C ઓરિસ્સા               D અસમ

47 આતંકવાદીઓ કઇ પ્રવૃતીઓ કરતા નથી ?

A સીમાપરથી તાલીમ અને અત્યાઆધુનિક શસ્ત્રો વડે આતંક ફેલાવે છે     

B હત્યા,બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા લોકોને ભયભિત કરે છે   

C લોકો સાથે ભાતૃભાવથી વર્તે છે

D લોકો સાથે ક્રૂરતાથી વર્તે છે

48 નીચેનામાંથી કઇ પ્રવૃતિ અસામાજિક નથી ?

A દાણચોરી                                               B કાળાબજાર

C શસ્ત્રોની ગેરકાયદેસર હેરાફેરી                  D સરકારી નોકરી

49 ચાર્ટર ઓફ રાઇટ્સ ( વૈશ્વિક ઘોષણા પત્ર)

A અમેરિકા               B સંયુકત રાષ્ટ્રો               C ઇંગ્લેન્ડ                D ભારત

50 આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ ક્યું છે ?

A આરામપ્રિયતા                            B પરંપરાવાદી માનસ    

C રિવાજોને મહત્વ                        D સાક્ષરતાનો નીચો દર

 
 

પ્રશ્નપત્ર – 4


1 ભારતીય સંસ્કૃતિમાં ….   

A પીપળો,વડ અને તુલસીને પવિત્ર ગણે છે    

B લીમડો,તુલસી અને વડને પવિત્ર ગણે છે     

C તુલસી,વડ અને આંબાને પવિત્ર ગણે છે      

D વડ,લીમડો અને મહુડાને પવિત્ર ગણે છે

2 આધ્યાત્મિક અને ભૌતિકવાદનો સંગમએ

A ભારતીય સંસ્કૃતિનું ધ્યેય છે                             B માનવસર્જિત સાધન છે 

C ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે   D કુદરતી સાધન છે

3 ભારત કઇ બાબતોનું સંગમતીર્થ બન્યું છે ?

A ઉત્સવોઓ              C વિચારધારાઓ    D નદીઓ                D જંગલો

4 રંગેશ્યામ,લાંબુ-પોહળું માથુ,ચપટુનાક,ટુકુંકદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી તે  

A દ્રવિડ                  C મોગોલોઇડ             C ઓર્મેનોઇડ             D ઓસ્ટ્રેલોઇડ

5 મોહે – જો – દડોની આગવી વિશેષતા કઇ છે ?

A સ્નાનાગર              B રસ્તાઓ               C ગટર યોજના     D કોઠાર

6 પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું ?

A બૃહદેશ્વર               B કૈલાસધામ             C મહાબલીપુરમ્        D કોણાર્ક

7 બોદ્ધ ધ્રર્મનાં પવિત્ર ગ્રંથનું નામ …  

A કલ્પસૂત્ર               B ભગવદગીતા     C સારિપુત્ર               D ત્રિપિટક

8 સંત તુલસીદાસે અવધિમાં કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ?

A ઉત્તર રામચરિત    B સીતારામચરિત   C અયોધ્યા માનસ  D રામચરિત માનસ

9 કવિ તિરૂવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ ક્યો છે ?

A શીલપ્પતિકારમ્     B કુરલ                               C મણિમેખલાઇ                      D તોલકપ્પિયમ્

10 મહાકવિ બાણની કૃતિ કઇ છે ?

A મુદ્રારાક્ષસ             B કાદમ્બરી              C મૃચ્છકટિકમ્                        D દેવીચંદ્રગુપ્તમ્

11 ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો ?

A ઉત્તર રામચરિત  B મુદ્રારાક્ષસ        C કિરાતાર્જુનીયમ     D રધુવંશ

12 કશ્મીરના ઇતિહાસને આલેખતા અત્યંત મહતવનો ગ્રંથ કયો ?

A કથાસરીતસાગર    B સુબિધસરિતસાગર       C ગીતગોવિંદસાગર D રાજતરંગિણી

13 ગણગોર કયા રાજયનો તહેવાર છે ?

A ગુજરાત                B મધ્યપ્રદેશ             C રાજસ્થાન              D ઉત્તર પ્રદેશ

14 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

A ગુજરાત                B માહારાષ્ટ્ર              C ઉત્તર પ્રદેશ             D આસામ

15 દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે ?

A બિજાપુરનો ગુંબજ દરવાજો                             B ફતેપુરસિકરીનો દરવાજો

C સંત સલીમ ચિશ્તીનો દરવાજો              D મુંબઇનો ગેટ વે ઓફ ઇન્ડિયા

16 વિશ્વ વારસાનાં સ્થળો પૈકી ગુજરાત ખાતે કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

A ગિર –અભયારણ્ય                                      B ચાંપાનેર -પાવાગઢ    

C સૂર્યમંદિર – મોઢેરા                                          D સીદી-સૈયદની જાળી

17 વિશ્વ વારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઇ છે ?

A  UNISEF                 B  IDA                                    C  W.H.O.                   D UNESCO

18 હમ્પી સ્મારક સમૂહ ક્યા રાજ્યમાં છે ? 

A કર્ણાટક                B આંધ્રપ્રદેશ              C મહારાષ્ટ્ર               D ઉત્તરાંચલ

19 કાળી જમીનને કેટલાક લોકો શું કહે છે ?

A બાંગર                 B રેગોલિથ               C રેતાલ                 D રેગુર

20 કયા પ્રાણીનો શિકાર કરવો ગુનો છે ?

A ગાય                               B હરણ                               C ઘોડો                               D ઊંટ

21 ચીડનાં રસમાં શું બને છે ?

A ટોપલા-ટોપલી    B ટર્પેન્ટાઇન             C ઔષધિ                D ફર્નિચર

22 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

A વાઘ                               B સિંહ                         C ગેંડો                         D હાથી

23 નીચેનામંથી કયો જાયદ પાક છે ?

A મકાઇ                  B તરબૂચ                C સરસવ                 D ચણા

24  સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ક્યો પાક થાય છે ?

A મગફળી               B કપાસ                  C શેરડી                  D શણ

25 કયા અનાજને અનાજનો રાજા કહેવાય છે ?

A જુવાર                  B બાજરી                   C મકાઇ                      D ઘઊં

26 શેરડી- ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર , શણ – …… ?    

A પશ્વિમ બંગાળા- ઓરિસ્સા                         B આંધ્રપ્રદેશ- તમિલનાડુ         

C મેઘાલય- ત્રિપુરા                                D મધ્યપ્રદેશ- કર્ણાટક

27 હઝારીબાગ શેની ખાણો માટે જાણીતું છે ?

A લોખંડની               B અબરખની             C તાંબાની               D મેંગેનીઝની

28 રાજસ્થાનમાં કયું પરમાણું વિદ્યુત કેન્દ્ર છે ?

A રાવતભાટા             B નરોરા                 C કાકરાપાર             D કૈગામ

29 પરંપરાગત સાધનો વીજ ઉર્જા, બિન પરંપરાગત સાધનો …  

A કુદરતી વાયુ                  B બાયોગેસ              C પેટ્રોલિયમ             D કોલસો

30 કોયલી રિફાઇનરી ક્યાં આવેલ છે ?

A હલદીયા               B વડોદરા                   C મથુરા                  D ગૌહાટી

31 નીચે આપેલ પૈકી એક જોડકું સાચું નથી શોધી જવાબ લખો ?

A ઇલેક્ટ્રોનીક ઉદ્યોગ – બેંગ્લોર                B ખાતર ઉદ્યોગ – સિંદરી  

C કૃત્રિમ કાપડ ઉદ્યોગ – ચેન્નાઇ               D ઉની કાપડ ઉદ્યોગ – મુંબઇ

32 શણની મિલોનું કેન્દ્ર કયું છે ?

A પટણા                 B ગૌહાટી                C માલ્દા                 D કોલકાતા

33 ભારતનાં જાહેર ક્ષેત્રના લોખંડ-પોલાદ ઉદ્યોગના કારખાનાનો વહીવટ કોના હસ્તક છે ?

A  TISCO                   B  FCIL                      C  IISCO                    D  SAIL

34 તમે પર્યાવરણ પ્રમે છો, તો તમે ઔદ્યોગીક એકમની મુલાકાતે જતાં ત્યાં પર્યાવરણીય અવક્રમણ સંબંધી કોને  

    જવાબદાર ગણવાનું નક્કી કરશો ?

            A હવા પ્રદૂષણ અને જળ પ્રદૂષણ

            B ભૂમિ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ    

            C કાર્બન મોનોકસાઇડ અને ઔદ્યોગીક કચરો

            D A અને B બન્ને

35 અરુણાચલ પ્રદેશમાં કઇ નદી વહે છે ?

A બ્રહ્મપુત્ર                B ગંગા                               C શોણ                               D ઘાઘ્રા

36 નીચેનામાંથી કઇ પ્રવૃતિ માધ્યમિક ક્ષેત્રની છે ?

A અણુશસ્ત્રોનું ઉત્પાદન     B મત્સ્ય ઉદ્યોગ                  C બેંન્કીંગ    D પશુપાલન

37 વૈશ્વિકીકરણની નીતિ કયા વ્યાપાર સાથે સંકળાયેલી છે ?

A સ્થાનિક                B વિદેશી                 C આંતરિક               D પ્રાદેશીક

38 આર્થિક ઉદારીકરણ …  

A સરકારી દેવામાંઘટાડો                           B ગરીબીમાં ઘટાડો

C ભાવવધારો નિયંત્રણમાં આવ્યો             D કૃષિક્ષેત્રે પ્રગતિ થઇ

39 વિશ્વમાં ચુસ્ત સામ્યવાદી દેશો કયા છે ?

A ભારત – શ્રીલંકા                                      B રશિયા – ચીન   

C અમેરિકા – ઓસ્ટ્રેલીયા                             D પાકિસ્તાન – નેપાળ

40 વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કયારે થાય છે ?

A 10 ડિસેમ્બર                   B 6 જાન્યુઆરી                  C 15 માર્ચ                D 6 જૂન

41 ભારતનો ઇ.સ. 2001 માં સાક્ષરતા દર કેટલો હતો ?

A 65.38%                   B 64.8.                                    C  81.67%                  D 70%

42 ભારતમાં પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ કયા રાજયમાં છે ?

A ગુજરાત                B બિહાર                 C કેરળ                               D મહારાષ્ટ્ર 

43 વિશ્વનાં 103 ગરીબ દેશોમાં ભારત કેટલા ક્રમે છે ?

A  64                           B  58                           C 101                          D 102

44 ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે ?

A પેરિસ                  B જીનીવા                C ન્યુયોર્ક                 D દિલ્લી

45 ભારતના કયા રાજયમાં બળવાખોરી ચાલતી નથી ?

A અસમ                  B ગુજરાત                C છત્તીસગઢ              D ત્રિપુરા

46 સૌથી મોટો લઘુમતિ સમુદાય ક્યો છે ?

A મુસ્લિમ                B હિન્દુ                               C શીખ                               D ખ્રિસ્તી

47 હજારો પંડિત પરિવારો પોતાનુ ક્યું વતન છોડીને શરણાર્થી તરીકે જીવી રહ્યા છે ?

A દિલ્લી                 B કાશ્મીર                C ઉત્તર પ્રદેશ             D પંજાબ    

48 ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

A વિશ્વબેંન્ક                                       B ટ્રન્સપરન્સી ઇન્ટરનેશનલે            

C સંયુકત રાષ્ટ્રો                             Dએશિયન ડેવલપમેન્ટ બેંકે

49 નીચેનામાંથી કઇ પ્રવૃતિ અસામાજિક નથી ?

A દાણચોરી              B કાળાબજાર             C સરકારી નોકરી      D શસસ્ત્રોની ગેરકાયદેસર હેરાફેરી

50 નીચેનામાંથી કયા દેશને ભ્રષ્ટ્રાચાર લાગુ પડતો નથી ?

A ડેનમાર્ક                B ભારત                 C સિંગાપુર               D અમેરિકા

 
 

શ્રેષ્ઠતા ના પાસા


ગુણવત્તા                       પરિપૂર્ણતા   

ક્ષતિરહિતતા                ચોક્સાઇ

સ્વચ્છતા                       અસરકારકતા

કરકસર                          વ્યવસ્થા

સરળતા                          સમયસૂચકતા

વિશ્વસનીયતા                 સંક્ષિપ્તતા

અર્થપૂર્ણતા                      માહિતી સભરતા

જાગૃતિ                             એકાગ્રતા

સ્પષ્ટતા

 
 

પ્રશ્ર્ન્ – 3


1 ભારતની કઇ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી?

A ડિનારીક                 B આર્યો               C દ્રવિડ                    D ઓસ્ટ્રોલૉઇડ

2 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગ સુંદર જ ન હતી પણ

A તે ઉદ્યોગ પ્રધાન હતી      

B તે માત્ર ધર્મ પ્રધાન હતી   

C તે ઉપયોગીતાનાં સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી    

D તેમાં કોઇ આધ્યાતમિક વિચારધારા જ ન હતી

3 ગુજરાતનું ક્યું શહેર પટોળા માટે પ્રખ્યાત છે ?

A અમદાવાદ              B જેતપુર                  C પાટણ             D પ્રાભાસ પાટણ

4 સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ છે ?

A પંડિત સારંગદેવ                                        B પંડિત વિષ્ણુનારાયણ      

C પંડિત અહોબલે                                         D નારદ

5 જર્મન કવિ ગેટે ક્યું નાટક વાંચી તે પુસ્તક માથે મૂકી નાચ્યો હતો ?

A માલવિકાઅગ્નિમિત્ર્     B કુમારસંભવ            C અભિજ્ઞાન શાકુંન્તલમ્      D ઉત્તર રામચરિત

6 નીચેનામાંથી કુચીપૂડી નૃત્ય સાથે જોડાયેલા કોણ છે ?

A મૃણાલીની સારાભાઇ                               B શોભા નાયડુ

C વૈજ્યંતીમાલા                                           D ગોપીકૃષ્ણ

7 કાળા રંગની મીનાકારી માટે ક્યું સ્થળ પ્રખ્યાત છે ?

A હૈદરાબાદ               B વારાણસી                C દિલ્લી           D જયપુર

8 ભવનો અને ઇમારતો બાંધવાની કલા એટલે    

A વાસ્તુકલા               B સ્થાપત્યકલા             C નગર આયોજન કલા        D શિલ્પકલા

9 ઇલોરાની ગુફાનું ક્યું મંદિર અદભૂત ગણાય છે ?

A સૂર્યમંદિર                B કૈલાસ મંદિર             C વૈકુંઠ મંદિર         D વિષ્ણુ મંદિર

10 વાસ્તુશાસ્ત્ર કોનું અવિભાજય અંગ છે ?

A ખગોળશાસ્ત્ર             B વિજ્ઞાનશાસ્ત્ર             C ગણિતશાસ્ત્ર         D જ્યોતિષશાત્ર       

11 ક્યાં ગ્રંથમાં2000 હજાર વનસ્પતિઓ-ઔષધનું વર્ણન ર્ક્યું છે ?

A હસ્તી આયુર્વેદ      B ચરકસંહિતા              C ગાર્ગીસંહિતા     D અશ્વશાસ્ત્ર

12 સંસ્કૃત ભાષાની પુત્રી સમાન કઇ ભાષા વિકાસ પામી ?

A હિન્દી                    B પ્રાકૃત                   C ફારસી                      D પાલી

13 અષ્ટાંગહ્યદય ગ્રંથનાં રચયિતા કોણ હતા ?

A વાગભટ                 B બૃહસ્પતિ                 C વરાહમિહિર          D બ્રહ્મગુપ્ત

14 સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ ઉક્તિ ક્યા રાષ્ટ્રીય સ્મારક સાથે સંકળાયેલી છે ?

A તાજમહલ               B દેલવાડાના દેરા     C જામા મસ્જિદ    D જૈન મંદિરો

15 પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યું છે ?

A દુલાદેવ મંદિર      B વિરુપાક્ષનું મંદિર    C ચોસઠ યોગીનીનું મંદિર   D ચતુરભુજ મંદિર

16 રાણકી વાવ ક્યાં આવેલી છે ?

A પાટણ                   B ભૂજ                          C અડાલજ            D નવસારી

17 શિકાગોમાં ભરાયેલી ધર્મપરિષદમાં ક્યા વિદ્વાને ભારતીય સંસ્કૃતિનાં ગૌરવને પ્રદર્શિત ર્ક્યું હતું ?

A દયાનંદ સરસ્વતી   B ગાંધીજી                 C સુભાષચંદ્ર બોઝ         D સ્વામી વિવેકાનંદ

18 રાજસ્થાનનાં ઉપવનોનું મુખ્ય વૃક્ષ કયું છે ?

A થોર                         B ખજૂરી                   C ખેજડી                          D બોરડી

19 નદીઓના નવાકાંપની જમીન ક્યાં નામે ઓળખાય છે ?

A બાંગર                   B ખદર                         C રેગુર                 D પડખાઉ

20 ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચો.લાખ કી.મી. છે  ?

A  93                           B   32.8                        C  13.5             D  46.12

21 ક્યું સંસાધન નવીનીકરણીય છે ?

A ખનીજતેલ              B ખનીજકોલસો        C કુદરતીવાયુ       D બાયોગેસ

22 ભારતના કયા રાજયને ઘઉંનો કોઠાર કહે છે ?

A મહારાષ્ટ્ર                B ગુજરાત                 C પંજાબ                D હરિયાણા

23 ભારતની રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે ?

A   58%                       B   70%                       C   26%                D   28%

24 દુનિયામાં ચા નું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ?

A ઇંગ્લેન્ડ                  B ચીન                         C ભારત                     D બ્રાઝિલ

25 ગુજરાતમાં કપાસનાં ઉત્પાદન માટે  કયો પ્રદેશ જાણીતો છે ?

A ચરોતર                     B કાનમ                   C જૂનાગઢ            D ભાલ

26 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

A નદીઓ                  B તળાવો                  C સરોવરો                 D માનવનિર્મિત જળાશયો

27 ઉંચી ગુણવત્તા ધરાવતા લોખંડનો જથ્થો ક્યાં મળે છે ?

A બ્રાઝિલ              B ભારત               C અમેરિકા                         D ચીન

28  ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે ?

A મેથાણ                   B લાંબા                    C ખેરાળુ                   D દાંતીવાડા

29 તમિલનાડુમાં ક્યું પરમાણું કેન્દ્ર આવેલું છે ?

A કલ્પક્કમ                   B કૈગામ                   C તારાપુર               D કાકરાપાર

30 લોખંડ ગાળવાની સૌપ્રથમ શરૂઆત કયા થઇ હતી ?

A જમશેદપુર              B સુંદરગઢ                 C મયુરભંજ        Dબેલ્લારી

31 ભારતમાં સૌપ્રથમ રાસાયણીક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?

A કલોલ                   B વડોદરા                  C ભરૂચ                 D રાનીપેટ

32 એલ્યુંમિમિયમનું ગાળણ – ઓરિસ્સા , તાંબુ ગાળણ  

A ઝારખંડ, તમિલનાડુ      B મહારાષ્ટ્ર    C પ.બંગાળા, ગુજરાત     D કેરલ, ઉત્તરપ્રદેશ

33  ક્યા સ્થળનું લોખંડ-પોલાદનું કારખાનું જર્મનીના સહયોગથી સ્થપાયું છે ?

     A   ભિલાઇ     B   રાઉલકેલા     C    દુર્ગાપુર            D  બોકારો

34 ભિલાઇના લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે કયા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે ?

A જર્મની                   B બ્રિટન                    C રશિયા           D યુ.એસ.

35 ભારતનો પ્રથમ રેલવે માર્ગ કયારે શરૂ થયો હતો ?

A ઇ.સ. 1853માં       B ઇ.સ. 1887માં        C ઇ.સ. 1851માં       D ઇ,સ. 1857માં

36 વિકાસશિલ દેશોનું અર્થતંત્રનું ક્યું સ્વરૂપ પ્રવર્તે છે ?

A પછાત અવસ્થા     B દ્વિમુખી           C પ્રગતિશિલ              D પછાત-રૂઢિચુસ્ત

37 સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણતો કોના દ્વારા લેવામાં આવે છે ?

A ભાવતંત્ર                 B સમાજ                   C રાજયતંત્ર              D બજારતંત્ર

38 વિશ્વમાં કયા દેશમાં મૂડીવાદી પદ્ધતિ ચાલે છે ?

A અમેરિકા                 B ભારત                   C ચીન                         D રશિયા

39 બજાર પદ્ધતિ – અમેરિકા , સમાજવાદી પદ્ધતિ – 

A રશિયા                   B ભારત                   C જાપાન                      D ફ્રાંસ

40 પ્રદૂષણ મુકત અને પર્યાવરણ તરફ મૈત્રિપૂર્ણ વ્યવહાર દ્વારા થતો વિકાસ એટલે 

A ઔદ્યોગિક વિકાસ    B સામાજિક વિકાસ    C ટકાઉ વિકાસ          D આર્થિક વિકાસ

41 ઇ.સ. 1991 ની ઔદ્યોગિકનીતિ દ્વારા કરાયેલા સુધારાઓમાં નીચેનામાંથી કઇ એક બાબત નથી 

A ખાનગી કરણ       B રાષ્ટ્રીય કરણ        C ઉદારીકરણ          D આર્થિક વિકાસ

42 વૈશ્વિકરણને કારણે ભારતમાં 

A વિકાસનો દર ઘટયો છે                              B વિદેશીમૂડી રોકાણ વધ્યું છે 

C આયાતો ઘટી છે                                         C અસમાનતામાં ઘટાડો થયો છે

43 આયાત-નિકાસ નીતિ સાથે કઇ નીતિ સંકળાયેલી નથી ?

A ઔદ્યોગિકનીતિ      B નાણાકીયનીતિ      C રાજકોષીયનીતિ   D શિક્ષણ-આરોગ્યનીતિ

44 શું તમે બેરોજગાર છો રોજગાર વિષયક નોંધણી કરાવવા ક્યાં જશો ?

A જિલ્લાગ્રામ વિકાસ એજન્સી                         B જિલ્લા પંચાયત    

C રોજગાર વિનિમય કચેરી                            D તાલુકા કચેરી

45 વિશ્વનાં દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને શું કહેવાય છે છે ?

A વિશ્વ-નાણાંબજાર                              B વિશ્વ-માનવ બજાર 

C વિશ્વ – શ્રમ બજાર                           D વિશ્વ – અર્થબજાર

46 સ્વરોજગારી કાર્યક્રમ હેઠળ કઇ યોજનાં અમલમાં મૂકાઇ છે ?

A સુવર્ણ જ્યંતી ગ્રામ સ્વરોજગાર યોજનાં                 B સંપૂર્ણ રોજગાર યોજના    

C જવાહર ગ્રામ સમૃદ્ધિ યોજના                                D ઇન્દિરા આવાસ યોજના

47 કયા વર્ષને  મહિલાવર્ષ તરીકે ઊજવવામાં આવે છે ?

A  2002                       B 1975                         C  1990                   D  2001

48 કેન્દ્રની કઇ સભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી ?

A લોકસભા                B રાજયસભા              C વિધાનસભા             D જાહેરસભા

49 અમૃતસરમાં સુવર્ણ મંદિરમાંથી બળવાખોરોને હટાવવા લશ્કરે કઇ કાર્યવાહી કરી ઓપરેશન ર્ક્યું હતું ?

A વિજય                   B બ્લયુ સ્ટાર              C સ્ટાર બ્લયુ               D રેડ સ્ટાર

50 જે વ્યક્તિઓ કોઇપણ લોભ,લાલચ વગર અને સ્વયં પોતાની માતૃભૂમિ માટે લડતા હોય તે  

A બળવાખોર              B નક્સલવાદી             C આતંકવાદી             D ક્રાંતિકારી

 
 

શ્રેષ્ઠતાનું સમય પત્રક


તમારા કામની જગ્યાએ પૂરતો સમય ફાળવો

તમારા સાથીદારો માટે પૂરતો સમય ફાજલ રાખો

તમારા  લોકો સાથે પૂરતો સમય વિતાવો

તમારા ઉપરી અધિકારી સાથે પૂરતો સમય વિતાવો

તમારા કુટુંબ માટે પૂરતો સમય ફાજલ રાખો

તમારા પોતાના માટે અને મનોરંજન માટે પૂરતો સમય આપો

વાંચવા અને શીખવા માટે પૂરતો સમય કાઢો

સમયનો સદ્દઉપયોગ કરો,બચાવો,બગાડ ન કરો

સમય સર ઇનામ અને શિક્ષા આપો

 
 

પ્રશ્ન પત્ર – 2


1 ભરતીય સંસ્કૃતિની મુખ્ય ધ્યેય

A માત્ર આદર્શગામી હતું                B માત્ર કારીગરીના શિખરો સર કરવાનું હતું

C ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું      D માત્ર ભૌતિકવાદીર્દષ્ટીબિંદુ દર્શાવનાર હતું

2 કઇ કલામાં ગાયન અને વાદન એ બે કલાનો સમાવેશ થાય છે ?

A ચિત્રકલા      B નૃત્યકલા     C નાટયકલા    D સંગીતકલા

3 ભારતીય સંગીતની ગંગોત્રી એટલે

A ઋગ્વેદ          B સામવેદ       C અથર્વવેદ     D યર્જુર્વેદ

4 કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે ?

A અસમ        B ઓરિસા      C કેરળ     D આંધ્રપ્રદેશ

5 મૌર્યયુગની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ક્યો છે ?

A સાંચીનો સ્તુપ       B સારનાથનો સ્તંભ      C વારાણસીનો સ્તુપ          D બુદ્ધગયાનો સ્તુપ

6 શિવના ત્રણ સ્વરૂપો સર્શાવતી ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ કઇ ગુફામાં આવેલી છે

A અંજનતા                B એલિફનટા                C ઇલોરા            D મહાબલિપુરમ

7 ક્યું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે ?

A મોઢેરાનું સૂર્ય મંદિર                  B ખજૂરાહોનું મંદિર              

C કોણાર્કનું મંદિર                          D બૃહદેશ્વરનું મંદિર

8 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા રાજયમાં આવેલ છે ?

A ઓરિસ્સા                B આંધ્રપ્રદેશ              C પશ્વિમ બંગાળા            D ગુજરાત

9 ભગવાન બુદ્ધનાં અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરનાં અંડાકાર ચણતરને શું કહેવાય છે

A સ્તુપ                        B ગુરુદ્વારા                   C મંદિર                 D મસ્જિદ

10 ભારતીય સાહિત્યનું પ્રાચીન તમ પુસ્તક

A ઋગ્વેદ                     B સામવેદ                  C અથર્વવેદ            D યજુર્વેદ

11 ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે ?

A નરસિંહ મહેતા            B નર્મદ                     C મીરાંબાઇ             D ભાલણ

12 વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે ?

A ઋગ્વેદ                B રામાયણ                C મહાભારત          D શ્રીમદ્ ભાગવદગીતા

13 નીચેનામાંથી એક જોડકું સાચું નથી તે શોધીને લખો ?

A કવિ કલ્હણ – રાજતરંગિણી        B શંકરાચીર્ય – ભાષ્ય

C કવિ પંપા – આદિપુરાણ            D સોમદેવ – શાંતિપુરાણ

14 પૌરાણિક પરંપરા અનુસાર દેવોના સ્થપતિ કોણ હતા ?

A વિશ્વકર્મા                      B દેવકર્મા             C ધર્મકર્મા            D ઇન્દ્રકર્મા

15 મેવાડના રાજા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્રાર ક્યારે ર્ક્યો ?

A પંદરમી સદી                 B અગિયારમી સદી              C દસમી સદી          D ચોથી સદી

16 અસમનો મુખ્ય તહેવાર કયો છે ?

A ઓનમ                         B બિહુ                                    C ગણગોર                D ગણેશચતુર્થી

17 ગુજરાતના કયા સ્થળને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળ તરીકે જાહેર ર્ક્યું છે ?

A ચાંપાનેર                        B વડોદરા                      C જૂનાગઢ                  D સાંચી

18 નીચેનામાં એક વિધાન ખરું નથી તે શોધીને જવાબ લખો ?

A તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાય છે          B કુંભમેળો બનારસમાં ભારય છે

C પુષ્કરનો મેળો રાજસ્થાનમાં ભારાય છે          D અર્ધકુંભ મેળો હરદ્વારમાં ભરાય છે

19 નવીની કરણીય સંસાધનમાં કોનો સમાવેશ થતો નથી ?

A જંગલો                      B પવનો                   C ખનીજો                  D વન અને વન્યજીવો

20 નીચેનામાંથી કયું વિધાન જંગલોનું પર્યાવરણીય મહત્વ સૂચવતું નથી ?

A જંગલો વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે                   

B જંગલો પૂર-નિયંત્રિત કરે છે

C જંગલો જંગલોમાં રહેતી પ્રાજાને આજીવિકા પુરી પાડે છે

D જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે

21 વિક્રમચરિતમાં વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યા છે ?

A સંતપુરુષ                     B વિભૂતિ              C મહાત્મા            D પરોપકારી

22 જંગલો અંગે સંશોધન કરતી સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિયૂટ કયા સ્થળે આવેલી છે ?

A દહેરાદૂન                        B બેંગ્લોર               C અમૃતસર     D લખનૌ

23 વિશ્વ વનદિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ?

A 5 જૂન                         B 21 માર્ચ                    C 29 ડિસેમ્બર               D 4 ઓક્ટોબર

24 જંગલોના વિનાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે ?

A પ્રાણીઓ                     B પક્ષીઓ                       C માનવીઓ               D જાનવરો

25 ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?

A ચરોતર                         B કાનમ                   C ભાલ                            D કચ્છ

26 શણ – સાદડી,દોરડા, શેરડી –

A હસ્ત કલા-કારીગરીના નમૂના               B ખદ્યતેલ                  C ખોળ            D ખાંડસરી

27 ઘઉંના પાકને શાનાથી ફાયદો થાય છે ?

A હિમ                                  B પવન                     C ધુમ્મસ                    D ઝાકળ

28 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

A વિદ્યાનગર                 B અમદાવાદ           C ભાવનગર                  D દાંતીવાડા

29 જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત – મલિન જળ , પૃષ્ઠિય જલનો મુખ્ય સ્ત્રોત

A સરોવરો                       B નદીઓ                 C જળાશયો                 D નહેરો

30 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ બનાવે છે ?

A મહાનદી                      B કૃષ્ણાનદી             C કાવેરીનદી                D મહીનદી

31 નીચેનામાંથી ગુજરાતની કઇ બહૂહેતુક છે ?

A નર્મદા યોજના              B હિરાકુંડ યોજના         

C ચંબલખીણ યોજના         D કોસી યોજના

32 કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ?

A કોયના                           B ઉકાઇ                  C નર્મદા                       D શિવસમુદ્રમ

33 ભારતનું ક્યું શહેર ઇલેકટ્રોનિક ઉદ્યોગની રાજ ધાની છે ?

A દિલ્લી                            B મુંબઇ                  C બેંગ્લોર                      D હૈદરાબાદ

34 ગુજરાતનું મહત્વનું સુતરાઉ કાપડનું કેન્દ્ર ક્યું છે ?

A રાજકોટ                       B વડોદરા               C અમદાવાદ                 D કલોલ

35 ગુજરાતમાંથી ક્યો રાષ્ટ્રીય સડક માર્ગ પસાર થાય છે ?

A રાજ્ય ધોરીમાર્ગ                    B કોસ્ટલ હાઇવે      

C રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-8        D એક્સપ્રેસ હાઇવે

36 વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 765 ડોલર સુધીની માથાદીઠ આવક ધરાવતા દેશોને કેવા દેશો કહેવાય છે ?

A અવિકસિત દેશો          B વિકાસશીલ દેશો       C ગરીબદેશો           D વિકસિત દેશો

37 ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિઓ ક્યા ક્ષેત્રની પ્રવૃતિઓ ગણાય છે ?

A પ્રાથમિક ક્ષેત્ર              B માધ્યમિકક્ષેત્ર         C સેવા ક્ષેત્ર                D ઉદ્યોગ ક્ષેત્ર

38 ભારતનું અર્થતંત્ર કેવું છે ?

A મિશ્ર પદ્ધતિ                  B બજાર પદ્ધતિ         C સમાજવાદી પદ્ધતિ        D મૂડીવાદી પદ્ધતિ

39 મિશ્ર અર્થતંત્ર એટલે શું ?

A જાહેરક્ષેત્ર દ્વારા ઉત્પાદન          B ખાનગી અને જાહેરક્ષેત્રનું સહઅસ્તિત્વ

C ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદન      D સરકાર દ્વારા ઉત્પાદન

40 ક્યા વર્ષની ઔદ્યોગીક નીતિથી સુધારાનો નવો યુગ શરૂ થયો ?

A ઇ.સ. 1985                 B ઇ.સ. 1988                C ઇ.સ. 1991           D ઇ.સ. 19 98

41 આર્થિકનીતિમાં કઇ નીતિનો સમાવેશ થઇ શકે નહિ ?

A ખાનગીકરણ                   B શહેરીકરણ              C ઉદારીકરણ          D વૈશ્વિકીકરણ

42 બજારનો રાજા કોણ ગણાય છે ?

A ગ્રાહક                            B વિક્રેતા                C ઉત્પાદક                    D વેપારી

43 ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A એગમાર્ક                      B          ISI                C         BIS                    D        ASO

44 માનવ વિકાસ આંકનો ખ્યાલ નીચેનામાંથી કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

A WHO                          B     UNDP                C          UNO               D         UNICEF

45 વિશ્વબેંકના 2005ના અહેવાલ પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર છે ?

A 460                               B 340                    C 640                            D 530

46 નીચેનાં વિધાનોમાં એક વિધાન સાચું નથી તે શોધીને જવાબ લખો ?

A ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે

B કેન્યા મધ્ય માનવ વિકાસ ધરાવતો દેશ છે

C ઝામ્બિયા નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ છે

D કેનેડા ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશ છે

47 ભષ્ટાચાર શાનું પરિણામ છે ?

A સાર્વજનિક                   B બેઇમાની             C છેતરપિંડી                D ગરીબી

48 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ ક્યો છે ?

A શ્રીલંકા                         B સિંગાપુર               C હોંગકોંગ                 D ભારત

49 પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણે નાગરિકને કયો અધિકાર આપ્યો છે ?

A શોષણ વિરોધિ અધિકાર                 B સમાનતાનો અધિકાર

C બંધારણીય ઇલાજનો અધિકાર     D સ્વતંત્રતાનો અધિકાર

50 જે વ્યક્તિ શારીરિક અથવા માનસિક ક્ષતિઓથી પીડાતી હોય તેમને શું કહેવાય ?

A વૃદ્ધ                               B બાળક                 C વિકલાંગ                       D નિરાશ્રિત

 
1 ટીકા

Posted by on એપ્રિલ 19, 2011 in પ્રશ્ન બેંક

 
 
%d bloggers like this: