RSS

Monthly Archives: જાન્યુઆરી 2012

પ્રશ્નપત્ર – 30


1 આપણી લોકમાતા કોણ કહેવાય છે

       A   જાતક કથાઓ              B   નદીઓ                     C   ધાર્મિક કથાઓ    D  પંચતંત્રની કથાઓ

2 આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ એ

        A  ભારતીય સંસ્કૃતિનું ધ્યેય છે                      B   ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે

         C  કુદરતી સાધન છે                                     D  માનવસર્જિત સાધન છે

3 ઓરિસ્સામાં કઇ પ્રજા જોવા મળે છે ?

        A  આલ્પાઇન                   B  દ્વવિડ                         C  નિષાદ                D  આર્યો

4 સંગીત પારીજાતના કર્તા કોણ છે ?

        A પંડિત સોમદેવ            B  પંડિત સારંગદેવ        C  પંડિત નારદ         D  પંડિત અહોબલ

5 બધાં આભૂષણોમાં કયા આભૂષણો કીમતી મનાય છે ?

        A  સોનાજડિત                B  અકીકજડિત               C ચાંદીજડિત            D  હીરાજડિત

6 ગુજરાતનું કયું શહેર પટોળા મટે પ્રખ્યાત છે ?

       A  પ્રભાસપાટણ               B  જામનગર                  C  ભુજ                      D  પાટણ

7 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી લખો

        A  પંડિત નારદ – સંગીત મકરંદ                  B પંડિત અહોબલ – સંગીત પારિજાત   

         C  પંડિત સારંગદેવ – સંગીત રત્નાકર         D સ્વાની હરિદાસ – સંગીતસરિતા

8 ભારતય શિલ્પ-સ્થાપત્યનો આરંભ નીચેનામાંથી કઇ સંસ્કૃતિમાં થઇ ?

        A  મિસર                         B  વેદકાલીન                 C સિંધુખીણ               D ઉત્તર વેદકાલીન

9 કયા મુઘલ સમ્રાટનો સમય બાંધકામ ક્ષેત્રનો સુવર્ણયુગ કહેવાય છે ?

        A  શાહજહાં                     B  જહાંગીર                   C અકબર                   D બાબર

10 નાલંદાની કોની તામ્રમૂર્તિ ભારતીય શિલ્પનું ગૌરવ ગણાય છે ?

         A  રામની                       B  કૃષ્ણની                    C મહાવીરની             D  બુદ્ધની

11 દ્રવિડકુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઇ છે ?

        A  તમિલ                        B  તેલુગ                        C  કન્નડ                     D  મલયાલમ

12 હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે ?

         A  કવિરાજરાસો            B  ગીતગોવિંદ               C  રાજતરંગિણી        D  પૃથ્વીરાજરાસો

13  દોહા : રહીમ , ભાવવાહી કાવ્યો: ……..  

        A  કેશવદાસ                    B  રાસબિહારી             C  બાબર                    D  અકબર

14 શૂન્યની શોધ કોણે કરી હતી ?

        A  આર્યભટ્ટે                      B  ભાસ્કરાચાર્યે             C  વાગ્ભટ્ટે                  D  ચરકે

15 વિજ્ઞાન અને ટેકનોલૉજીએ આધુનિક વિશ્વને કેવું બનાવ્યું છે ?

        A  ઉદાર                         B  ધણું વિશાળ               C  જાગ્રત                   D  નાનું

16 નીચેનાં માંથી કયું જોડકું ખરું નથી તે શોધીને લખો ?

        A  અશ્વશાસ્ત્ર – શાલિહોત્ર                                   B   કામસૂત્ર – ભાસ્કરાચાર્ય

         C  અષ્ટાંગહ્યદય – વાગ્ભટ્ટ                                D  ચિકિત્સાસંગ્રહ – ચક્રપાણિદત્ત

17 પટ્ટદકલનું સૌથી મોટું મંદિર ક્યું છે ?

        A  વિરુપાક્ષનું                                                  B  રાજરાજેશ્વરનું   

        C  લાગુઆ માહદેવ મંદિર                                D  દુલાદેવ મંદિર

18 ગોવામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ક્યુ છે ?

        A  ઍલિફન્ટાની ગુફાઓ                                     B  સંત ફ્રાન્સિસની શબપેટી

        C  ખ્રિસ્તી દેવળો                                                D દરિયાકિનારો

19 આપણો પ્રવાસન-પર્યટન ઉધોગ કોના પર આધારીત છે ?

        A  રાજયબંધારણ                                         B  સરકારની નીતિ 

         C સુરક્ષિત પર્યાવરણ પર                            D સાંસ્કૃતિક વારસા પર

20 ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?

        A  રાજસ્થાન                  B  ઉત્તર પ્રદેશ               C  મધ્યપ્રદેશ             D  ઓરિસ્સા

21 ચંબલ નદીની ખીણમાં થયેલું ધોવાણ કયા નામે ઓળખાય છે ?

        A પડ ધોવાણ                 B  બાંગર ધોવાણ          C  જળકૃતધોવાણ        D કોતર ધોવાણ

22 નીચેનામાંથી ક્યું સંસાધન કુદરતી નથી ?

        A જમીન                         B જંગલો                       C નહેરો                      D ખનીજો

23 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?

        A   ઇન્દિરા ગાંધી           B   જવાહરલાલ              C  સરદાર પટેલ        D   સુંદરલાલ બહુગુણા

24 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

         A  વન્ય પ્રાણી દિન – 4 ઑકટોબર                B   વિશ્વ પર્યાવરણદિન – 5 જૂન  

         C   વિશ્વ વનદિન – 10 ડિસેમ્બર                    D     વનમહોત્સવ – જુલાઇ માસ

25 ભારતમાં અનાજનો સૌથી મહત્વનો પાક કયો છે ?

         A  જુવાર                       B   બાજરી                     C   ડાંગર                    D   ઘઉં

26 ઇ,સ. 1950-51માં ભારતમાં અનાજનું કેટલા લાખ ટન ઉત્પાદન

        A 610                             B 510                            C 209                       D 447 

27 કુદરત તરફથી આપણને કઇ અણમોલ ભેટ મળી છે ?

         A   ઝાકળ                      B  હિમ                           C   ખનીજ                  D  પાણી

28 ઢાળના લોખંડમાંથી કાર્બન તત્ત્વ દૂર કરતા ક્યું લોખંડ મળે છે ?

         A પિગઆયર્ન                 B લોહાઅયસ્ક                C ઘડતરનું લોખંડ     D સ્ટેનલેસ સ્ટીલ

29 ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે ?

        A   લાંબામાં                    B    ખેરાલુંમાં                 C    દાંતીવાડામાં       D    મેથાણમાં

30 ભારતમાં સિંદરી ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?    

        A   રસાયણ ઉદ્યોગ                                       B  સિમેન્ટ ઉદ્યોગ      

        C   તાંબું ગાળણ ઉદ્યોગ                                  D  રાસાયણિક ખાતર ઉદ્યોગ

31 ભારતની પશ્વિમ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

        A બિલાસપુર                   B  નાગપુર                    C  જયપુર                 D જબલપુર

32 હવાઇ સેવાઓનું રાષ્ટ્રીય કરણ ક્યારે થયું ?

        A ઇ.સ. 1953                  B ઇ.સ. 1985                  C ઇ.સ 1954              D ઇ.સ. 1945

33  ખેતી તેમજ ખેતી સાથે સંલગ્ન પ્રવૃતિઓનો સમાવેશ ક્યા ક્ષેત્રમાં થાય છે ?

        A  માધ્યમિક                  B   પ્રાથમિક                   C  પૂર્વ પ્રાથમિક        D    સેવાક્ષેત્રે

34 ઇ.સ.1950-51માં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી ?

        A 9140 કરોડ                  B 8140 કરોડ                 C 9240 કરોડ             D 8240 કરોડ

35 ઇ.સ. 2001-02માં કેટલા લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા ?

         A 68 ટકા                       B 30 ટકા                        C 70 ટકા                   D 58 ટકા

36 ભારતમાં ગરીબો વધુ બેહાલ બન્યા તેનું મહત્ત્વનું કારણ ક્યું છે ?

       A  નિરક્ષરતા                                               B  કુંટુંબનું મોટું કદ   

       C  સામાજિક પછાત પણું                               D  ભાવવધારો

37 આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો કઇ સંસ્થા પ્રમાણિત કરે છે ?

        A  CAC                           B  FAO                         C  IOB                        D  WHO

38 ઇ.સ 1990માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો ?

         A 0.206                         B  0.602                        C   0.603                    D   0.502

39 2004માં કેટલી મહિલા સંસદ સભ્ય હતી ?

        A 44                               B 22                              C    75                      D    20

40 વિદ્યાદીપ યોજનાનો મુખ્ય હેતુ……… છે ?

        A સ્ત્રી જાગૃતિ                                               B સ્ત્રી રક્ષા         

         C કન્યા કેળવણી                                        D કન્યા શાળા પ્રવેશ

41 માનવવિકાસમાં ક્યા નિર્દેશકનો સમાવેશ કરવામાં આવતો નથી

        A  શિક્ષણનું પ્રમાણ                                        B  માથાદીઠ આવક

         C  વૈજ્ઞાનિક સિદ્ધિઓ                                     D  સરેરાશ આયુષ્ય

42 2 ભારત ………. રાષ્ટ્ર છે ?

         A સાંપ્રદાયિક            B હિન્દુ                      C બિનસાંપ્રદાયિક               D શક્તિશાળી

43 નાગાલેન્ડને અલગ રાજયનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો ?

         A ઇ.સ. 1963                  B ઇ.સ. 1952                 C ઇ.સ. 1968              D ઇ.સ.1957

44 જે વ્યક્તિઓ કોઇ પણ લોભ,લાલચ વગર અને સ્વયં પોતાની માતૃભૂમિ માટે લડતાહોય તેને …કહેવાય ? 

        A  ક્રાંતિકારી                     B  આતંકવાદી              C  બળવાખોર           D  નક્સલવાદી     

45 ધર્મ,જાતિ અને ભાષાના ભેદભાવ ભૂલીને ભારતની જનતાએ સહિયારો પુરુસાર્થ કરી શું પ્રાપ્ત ર્ક્યું છે ?

        A  ધાર્મિકતા                   B  પ્રાંતીયતા                 C  સહિષ્ણુતા              D  સ્વતંત્રતા

46 વિકલાંગતા એ કેવી સમસ્યા છે ?

         A  રાષ્ટ્રીય                     B  વૈશ્વિક                       C   આંતરિક               D  પ્રાદેશિક

47 સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહે ર્ક્યું છે

        A  ઇ.સ. 1980                  B  ઇ.સ. 1989               C  ઇ.સ. 1998             D  ઇ.સ 1999

48 નીચેની પૈકીની કોણ રાષ્ટ્રીય સંપતિ ગણાય ?

        A  વિકલાંગો                    B  બાળકો                    C  વૃદ્ધો                       D  વયો વૃદ્ધો

49 ભારવિનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે ?

         A  ઉત્તરરમચરિત           B  મુદ્રારાક્ષસ                C  કિરાતાર્જુનીયમ્     D રઘુવંશ

50 દેલવાડાના જૈન મંદિરો કયા રાજયમાં આવેલા છે ?

         A  ગુજરાત                    B  રાજસ્થાન                    C  મહારાષ્ટ્ર               D  મધ્યપ્રદેશ

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 29, 2012 માં પ્રશ્ન બેંક

 

૨૬ જાન્યુઆરી એજ બંધારણનો અમલ શા માટે?


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તકા દિન પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી એજ શા માટે ઉજ્જવવામાં આવે છે? આનો બધા જ ભારતીયોનો એકજ જવાબ હોય કે આદિવસે ભારતના બંધારણનો અમલ થયો માટે આપણે સાર્વભૌમ બન્યા આપણા બંધારણ અને કાયદા પ્રમાણે શાસન અમલમાં આવ્યું આ પહેલા ૧૫ ઑગષ્ટ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા પણ  25 જાન્યુઆરી ૧૯૫૦ સુધી બ્રિટિશ બંધારણ અને કાયદા પ્રમાણે શાસન ચાલતું હતું તેથી આપણે સ્વતંત્ર હતા પણ સાર્વભૌમ ન હતા.  ભારતીય બંધારણના અમલથી  ભારત સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું , પણ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી જ શામાટે પસંદ કરવામાં આવી ?  ઇ.સ 1946ની ચૂંટણીઓ મુજબ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી .ડૉ.રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા અને ડૉ.બાબાસાહેબ  આંબેડકારને ખરડા સમિતિના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. આ સમિતિએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની અંદર ભારતનું બંધારણ તૈયાર ર્ક્યું. આ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં પસાર ર્ક્યું. અને તેના અમલ માટે ૨૬ જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવે કે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવણી કરી હતી 

 
1 ટીકા

Posted by on જાન્યુઆરી 26, 2012 માં જાણવા જેવું

 

વિજ્ઞાન અને ટેકનોલોજી મોડલ પેપર


ધો ૯ વિજ્ઞાન & ટેકનોલોજીનું 2 સેમિસ્ટર નમૂનાનું પશ્નપત્ર (1)

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 23, 2012 માં વિજ્ઞાન

 

આપણી નૈસર્ગિક સંપત્તિ


બાબુભાઇ  પટેલ દ્વારા તૈયાર કરેલ ધોરણ –  ૯ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રકરણ – ૮  આપણી નૈસર્ગિક સંપત્તિ પાવર પોઇન્ટ  પ્રેઝન્ટેશન (વિવેકાનંદ વિદ્યાલય,  મુ-પો.જડિયા,  તા . ધાનેરા જી.બનાસકાંઠા )

આપણી નૈસર્ગિક સંપત્તિ

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 20, 2012 માં પાવર પોઇન્ટ

 

પ્રશ્નપત્ર – 29


1 આપણે જેકાંઇ છીએ એટલે

             A   વારસો                  B   સભ્યતા               C   સંસ્કૃતિ                D   સંપતિ

2 ભારતીય પ્રજાએ કોની પ્રત્યે સમરસ ભાવ દાખવ્યો છે ?

            A  વનસ્પતિ              B  પશુઓ                   C સર્વજીવો                 D  પર્વતો

3  સંગીત રતના કર ગ્રંથના કર્તા કોણ હતા ?

             A   પંડિત સુબ્બારાય B   પંડિત અહોબલે        પંડિત નારદ          D  પંડિત સારંગદેવ

4 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

             A  ઓરિસા                B  કેરળ                         C  આંધ્રપ્રદેશ            D  ગુજરાત

5 મહાવીરચરિતમ્ નાટ્યકૃતિના લેખક કોણ છે

             A  મહાવીર                B  ભાસ                         C ભરતમુનિ               D ભવભૂતિ

6 ગુજરાતમાંથી મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે ?

              A  કચ્છ                  B  બનાસકાંઠા                   C  જૂનાગઢ               D  સાબરકાંઠા

7 રૂદ્રમહાલ કયા શહેરમાં આવેલો છે ?     

               A  પાટણ                 B  જૂનાગઢ                      C  સિદ્ધપુર                D  વડનગર

8 મોઢેરાના સૂર્યમંદિરનું શિલ્પકામ કઇ શૈલીમાં થયું છે ?

               A  દ્રવિડ                  B  ગાંધાર                          C  ઇરાની                D  મથુરા

9 પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?

               A  મિલિન્દપન્હો                                         કૌટિલ્યનું અર્થશાસ્ત્ર                 

               C  અષ્ટાધ્યાયી                                            D મિનેન્ડર અર્થશાસ્ત્ર

10 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

                A  અરબી                 B  ફારસી                    C ઉર્દૂ                                D  હિન્દી

11 કર્મકાંડ,જ્યોતિષ,વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ શામાં થાય છે ?

               A ઉપનિષદ               B ખંડદર્શન                C કથાસાહિત્ય                    D વેદાંગ

12 શાલિહોત્રે ક્યો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે ?

                A  અશ્વ આયુર્વેદ         B  અશ્વશાસ્ત્ર                C  શાલિહોત્રીય                  D  હસ્તી આયુર્વેદ

13 ભૈતિક શાસ્ત્રની સાથે જ ભારતમાં બીજી કઇ વિદ્યાનો પણ વિકાસ થયો હતો ?

                 A  જૈવિક વિદ્યા           B  રસાયણવિદ્યા           C  જનીનવિદ્યા                  D  ધતુવિદ્યા

14 હમ્પી કઇ નદીને કિનારે આવેલું છે ?

                 A  તુંગભદ્રા               B  યમુના                          C  કાવેરી                 D  મહાનદી

15 તાજમહાલનું બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?

                A ઇ.સ. 1631              B ઇ.સ. 1765                      C ઇ.સ. 1653              D ઇ.સ. 1665

16 હુમાયુનો મકબરો ક્યા શહેરમાં આવેલો છે ?

                   A  આગરા                B  ભોપાલ                          C  દિલ્લી                 D  નાગાલેન્ડ

17 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો ?

                    A  કાજીરંગા – અસમ                                      B  કેવલાદેવ- રાજસ્થાન

                    C ઇરિંગોલ કાવૂ – કેરળ                                  D  ઓરાન – મેવાડ

18 જમીન ખડકોની કઇ પ્રક્રિયાની ફલીત પેદાશ છે ?

                      A પ્રદૂષણ                B   સંરક્ષણ                     C    ખવાણ                 D ફળદ્રુપતા

19   વિશ્વમાં કોઇ પણ સ્થળે જોવા મળતું ન હોય અને માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે તે

        પ્રાણીનું નામ

                     A  ઘુડખર                     B    ઊંટ                        C   ઘોરાડ            D    હાથી

20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

           A    મધ્ય પ્રદેશ –  કાન્હા                        B   કેરળ – મદુમલાઇ     

          C   અસમ -માનસ                               D   ઉત્તર પ્રદેશ – ચંદ્રપ્રભા

21 ભારતના કયા રાજયને ઘઊંનો કોઠાર કહેવામાં આવે છે ?

          A   ગુજરાત         B   મહારાષ્ટ્ર         C  પંજાબ            D   બિહાર

22 નીચેનામાંથી કયો પાક રોકડીયો નથી ?

           A   તમાકુ            B   ડાંગર            C   કપાસ             D   રબર

23 નાગાર્જુનસાગર યોજના કઇ નદી પરની યોજના છે ?

           A    ગોદાવરી         B    નર્મદા            C   કૃષ્ણા            D   તુંગભદ્રા

24 નીચેનામાંથી કઇ ખનીજનો સમાવેશ કિંમતી ધાતુમય ખનીજમાં થતો નથી ?

       A ટીટાનિયમ       B પ્લેટિનિયમ             C ચાંદી             D સોનું

25 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

           A    ઇરાન                      B   યૂ. એસ.          C    રશિયા          D    સાઉદી અરેબિયા

26 લાંબા ગામે ક્યા દેશના સહયોગથી વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે ?

       A યુ.એસ.           B ડેન્માર્ક           C જર્મની            D રશિયા

27 બ્ભારતમાં ભૂતાપીય ઉષ્મા દ્વારા કાર્યરત પ્લાન્ટ ક્યા આવેલો છે ?

       A માણિપુર         B મણિકરણ         C માધોપુર         D મરીનાબીચ

28 ભારત હીવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

       A સંયુક્ત           B જાહેર             C ખાનગી          D સહકારી

29 ભારતમાં સૌથી વધુ આયાત શાની થાય છે ?

           A   યંત્રસામગ્રી                B   સોનું                C  ખનીજતેલ          D   ખાતરની

30 ઇ.સ.1950-51માં પ્રાથમિક ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો ?

       A 47.7 ટકા        B 57.7 ટકા        C 23.9 ટકા        D 58 ટકા

31 ઇ.સ.1999-200માં રોજગારીમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?

       A 10.7 ટકા        B 17.7 ટકા         C 17.5 ટકા         D 26.6 ટકા

32 ઇ.સ 2001-02માં રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?

A 10.7 ટકા        B 17.7 ટકા         C 14.8      ટકા         D 26.6 ટકા

33 આર્થિક સુધારાઓનો અમલ કોના દ્વારા થાય છે ?

       A સરકાર           B આયોજન        C નાણાંમંત્રી        D એક પણ નહિ

35 કુટુંબમાં કમાનારનાં અવસાન પછી આશ્રિતોને સહાય કઇ યોજના અન્વયે મળે છે ?

       A રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના            B નિર્મલ ભારત 

C સંપુર્ણ ગ્રામીણ રોજગાર યોજના              D ફૂડ ફોર વર્ક યોજના

36 ગ્રાહક અધિકાર દિનનીઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

       A 29 ડિસેમ્બર            B 21 માર્ચ          C 4 ઑકટોબર      D 15 માર્ચ

37 માનવવિકાસનો ઉદેશ છે સૌ માટે ….. નું સર્જન કરવાનો ?

સન્માન              B  રોજગારીઓ                  C  ઉદ્યોગ                 D આવક

38 સતત ચાલતી પ્રક્રિયા કઇ છે ?

       A માનવ વિકાસ    B સામાજિક વિકાસ C આર્થિક વિકાસ    D રાષ્ટ્રીય વિકાસ

39 2003માં ભારતમાં જાહેર હોસ્પિટલો કેટલી હતી ?

       A 15,303          B 15,330          C 15,433          D 15,333

40 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ વિશ્વમાં ઉચ્ચ માનવવિકાસ ધરાવતા કુલ કેટલા દેશો છે ?

A  68                           B  57                           C  47                           D  42

41 રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રખાઇ છે ?

       A 15 ટકા           B 7.5 ટકા          C 27 ટકા          D 10 ટકા

42 લઘુમતીઓના અધિકારો,હિતોના રક્ષણ તથા કલ્યાણ માટે શાની રચના કરવામાં આવી છે ?

       A કલ્યાણ પંચ             B લઘુમતી પંચ     C રાષ્ટ્રીય આયોગ  D લઘુમતી સેલ

43  નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

એન.એસ.સી.એન. – બોડૉલૅન્ડ             B  એ.ટી.ટી.એફ. – ત્રિપુરા 

યુ.એમ.એફ. – અસમ                            D  નક્સલવાદી પ્રવૃતિ- પશ્વિમ બંગાળા

44 રાજકીય અને ધાર્મિક હિતો માટે ટકરાતાં નાગા અને કુકી સંગઠન ક્યા રાજયનાં સંગઠનો છે ?

મેઘાલય               B  મણિપુર                  C  અસમ                 D નાગાલૅન્ડ

45 નક્સલવાદનો પ્રારંભ ક્યા રાજ્યથી થયો ?

       A બિહાર            B પ.બંગાળા        C ઓરિસ્સા         D ઝારખંડ

46 આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ ક્યો છે ?

       A બાળકો           B વિકલાંગો         C વૃદ્ધો              D નિરક્ષરો

47 સામાજિક પરિવર્તન એ કેવી પ્રક્રિયા છે ?

       A સામાન્ય          B કઠિન             C ગતિશીલ         D સાર્વત્રિક

48 આપણા સમાજમાં ક્યો વર્ગ અસુરક્ષિત છે ?

વૃદ્ધો                               B  પુરુષો                 C  સ્ત્રીઓ                 D  બાળકો

49 બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો શાનાં દ્વારા લેવાય છે ?

       A સરકાર           B બજાર            C ભાવતંત્ર          D ગ્રાહક    

50 જીવનનાં સનાતન મૂલ્યોનો સમાવેશ કયા પ્રાચીન સાહિત્યમાં કરવામાં આવ્યો છે ?

આરણ્યકો              B ઉપનિષદો              C  અથર્વવેદ               D  સામવેદ