RSS

Monthly Archives: માર્ચ 2011

સામાજિક વિજ્ઞાન ધોરણ-10 માર્ચ 2011 નું પ્રશ્ન પત્ર


Part – 1

March,2011

ધોરણ – 10

સામાજિક વિજ્ઞાન

1 અકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં ક્યું છે?

A ખંભાત B અમદાવાદ C સુરત D ડીસા

2 ક્યા દેશ માટે ‘સૂજલામ’સૂફલામ’ શબ્દો વપરાય છે?

A ચીન B ગ્રીસ                    C મ્યાન માર        D ભારત

3 અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે,એમ શા પરથી કહી શકાય? તેના…..

A દેશ પ્રમથી       B વૃક્ષ પ્રેમથી C ઉત્સવ પ્રેમથી D કુટુંબ પ્રેમથી

4 કઇ પ્રજા ભારતની સૌથી પ્રાચીન પ્રજા છે?

A દ્રવિડ                B આર્મેનોઇડ          C નેગ્રીટો D ઑસ્ટ્રેલોઇડ

5 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?

A સ્તૂપો અને ચૈત્યો B મંદિરો,મસ્જિદો    C નદીઓ અને વૃક્ષો D રાજમહેલો,કિલ્લાઓ

6 ક્યા ઝાડમાંથી ટોપલા,કાગળ અને રેયોન બનાવી શકાય છે?

A ટીમરૂ               B દેવદાર                      C વાંસ D સાગ

7 હિમાચલ અને જમ્મુ-કશ્મીરમાં ક્યાં ફળો વધુ થાય છે?

A સફરજન B કેળા                           C દ્રાક્ષ                                       D સંતરા

8 પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?

A નહેરો                 B વૃષ્ટિ C તળાવ                                    D કૂવા

9 દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં સિંચાઇ શેના દ્વારા વધારે થાય છે?

A તળોવો B વરસાદ                    C ટ્યુબવેલ                               D નહેરો

10 હિરાકુંડ યોજના કઇ નદી પર બનાવવામાં આવી છે?

A ચંબલ               B કૃષ્ણા                           C મહા D ગોદાવરી

11 આદ્યુનિક યુગનું બીજું નામ ક્યું છે?

A સત્યુગ            B આણુયુગ                        C કળિયુગ          D ખનિજયુગ

12 ક્યા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

A તાંબુ                B લોખંડ                             C અબરખ D એલ્યુમિનિયમ

13 સોલાર બેટરીથી ચાલતા વાહનો કયા શહેરમાં વપરાય છે?

A દિલ્હી B ચેન્નાઇ                             C કોલકાત્તા        D મુંબઇ

14 બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે?

A પથ્થર              B ખાતર C પ્લાસ્ટિક          D માટી

15 મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઇ કેટલી હતી?

A 12 મીટર         B 8.40 મીટર                       C 9.75 મીટર D 8 મીટર

16 ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઇ ગુફામાં આવેલી છે?

A ઇલોરા            B એલિફન્ટા C અજન્તા             D મહાબલિપુરમ્

17 કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ……

A મણિમેખલાઇ    B શીલપ્પતિકારમ્                 C કુરલ D તોલકાપ્પિયમ્

18 શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યું છે?

A ખગોળશાસ્ત્ર B વૈદકશાસ્ત્ર        C વાસ્તુશાસ્ત્ર        D ગણિતશાસ્ત્ર

19 લીલાવતી ગણિત ગ્રંથ કોણે લખ્યો હતો?

A વાગ્ભટ્ટે           B આર્યભટ્ટે                     C બૌદ્વાયને         D ભાસ્કરાચાર્યે

20 કોનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે?

A બ્રહ્માનું            B નટરાજનું C ગણપતિનું        D વિષ્ણુનું

21 ગણિતશાસ્ત્રના પિતા કોણ કહેવાય છે?

A ચરક             B બ્રહ્મગુપ્ત                       C આર્યભટ્ટ D ભાસ્કરાચાર્ય

22 વિજ્ઞાન એટલે………

A વ્યવસ્થિત જ્ઞાન B વિશેષ જ્ઞાન             C સમૃદ્ધ જ્ઞાન              D વ્યવહાર જ્ઞાન

23 પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને ક્યો લાભ થાય છે?

A રાજકીય                   B સાંસ્કૃતિક                 C આર્થિક D સામાજિક

24 બેકાર વ્યક્તિઓની નોંધણી કરવાનું કામ કઇ સંસ્થા કરે છે?

A મામલતદાર કચેરી                          B રોજગાર વિનિમય કચેરી

C જિલ્લા પંચાયત કચેરી                    D કલેક્ટર કચેરી

25 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી?

A1990                    B 2001 C 1992             D 2002

26 ભારતમાં દર એક લાખ વ્યક્તિએ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે?

A 61                          B 25                      C 51 D 15

27 ભારતના ક્યા રાજયમાં બળવા ખોરી નથી ચાલતી?

A આસામ           B છત્તીસગઢ        C નાગાલેન્ડ        D ગુજરાત

28 ક્રાન્તિકારીઓનો મુખ્ય હેતુ…….

A ભારતને આઝાદ કરવાનો હતો B અંગ્રેજ શાસનના વિરોધી ન હતા

C ધર્મિક કટ્ટરવાદી હતા                        D અંગ્રેજ લોકોના વિરોધી હતા

29 નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ ક્યું છે?

A મિલકતો          B અધિકારો C ફરજો             D સાક્ષરતા

30  શ્રમનું સસ્તામાં સસ્તું સાધન ક્યું છે?

A વૃદ્ધો              B પુરુષો            C બાળકો D સ્ત્રીઓ

31  સરકારે કેન્દ્રિય લાંચરુશવત બ્યુરોની સ્થાપના ક્યારે કરી છે?

A 1981             B 1964 C 1999             D 1951

32 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યા દેશમાં થાય છે?

A સિંગાપુર B ઇંગ્લેન્ડ           C અમેરિકા         D ભારત

33 ક્યા રાજયમાં સરના અને જહેડા ઉપવનો સમાજની માલિકીના છે?

A ઝારખંડ B બિહાર            C ઓરિસ્સા         D ઉત્તર પ્રદેશ

34 નવી દિલ્હીમાં આપણા ક્યા વારસાનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે?

A રેલ્વે B ઉદ્યોગ            C ખગોળ           D વિજ્ઞાન

35 કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજયમાં આવેલું છે?

A ઓરિસ્સા B આંધ્રપ્રદેશ        C ઝારખંડ          D છત્તીસગઢ

36 રાષ્ટ્રિય સ્મારકોની સારસંભાળ ક્યા ખાતાને સોંપવામાં આવી છે?

A નાણાં            B શિક્ષણ            C પુરાતત્ત્વ D જમીન-સંરક્ષણ

37 સંસાધનોના આયોજનથી શું પ્રદૂષણ મુક્ત રહે છે?

A આબોહવા        B ખનિજો           C જંગલો           D પર્યાવરણ

38 ખનિજો ક્યા પ્રકારના સંસાધનો છે?

A રેગોલિથ         B અનવીનીકરણીય C માનવ સર્જિત    D નવીનીકરણીય

39 રેગોલીથમાં ફક્ત શું હોય છે?

A માટીકણો         B ખનિજ દ્રવ્યો C કાંકરા            D રીતી

40 ક્યા ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

A મનારનો અખાત    B ખંભાતનો અખાતા       Cચ્છનો અખાત D બંગાળાની ખાડી

41 વિક્રમચરિતમાં વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યાં છે?

A રાજા                    B સંતપુરુષ C દેવ               D ભગવાન

42 ક્યા સ્થળે તાપવિદ્યુત મથક સાથે જળવિદ્યુત મથક પણ આવેલું છે?

A ધુવારણ          B ઉતરાણ                 C ઊકાઇ D સાબરમતી

43 સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ ભારતના ક્યા રાજ્યમાં છે?

A તમિલનાડુ B ગુજરાત                  C કર્ણાટક           D મહારાષ્ટ્ર

44 લોખંડ અને પોલાદ ક્યા પ્રકારના ઉદ્યોગ છે?

A સરકારી          B કૃષિ આધારિત       C ભારે D હલકો

45 ભારતનો પ્રથમ રેલમાર્ગ મુંબઇ અને ક્યા શહેર વચ્ચે શરૂ થયો હતો?

A બાન્દ્રા            B થાણા C પૂના                D કલ્યાણ

46 વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે?

A 20               B 40               C 30 D 50

47 અન્ન,વસ્ત્ર અને રહેઠાણની જરૂરિયાતોને કેવી જરૂરિયાતો કહે છે?

A મોજશોખની જરૂરિયાતો               B સુખસગવડની જરૂરિયાતો

C પ્રાથમિક જરૂરિયાતો D કાર્યક્ષમતા જરૂરિયાતો

48 આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો?

A 1991 B 2001            C 1951             D 1981

49 પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે?

A ડીઝલ            B કેરોસીન                  C પેટ્રોલ               D પ્રાકૃતિક વાયુ C.N.G.

50 દેશભરમાં કેટલા I.T.I. કેન્દ્રો કાર્યરત છે?

A 720                    B 890                    C 4300 D 4600

 
1 ટીકા

Posted by on માર્ચ 22, 2011 માં પ્રશ્ન બેંક

 

પાવર પોઇન્ટ પ્રકરણ 13


પાઠ – 13

 
1 ટીકા

Posted by on માર્ચ 21, 2011 માં પાવર પોઇન્ટ

 

ગુજરાતના રાજપાલો


મહેંદી નવાઝ જંગ

૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

નિત્યાનંદ કાનુગો

૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ ૩

પી.એન.ભગવતી ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

ડૉ.શ્રીમન્નારાયણ

૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

પી.એન.ભગવતી ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

કે.કે.વિશ્વનાથન

૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

શ્રીમતી શારદા મુખર્જી

૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

પ્રો.કે.એમ.ચાંડી

૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

બી.કે.નહેરુ

૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

આર.કે.ત્રિવેદી

૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

મહિપાલસિંહ શાસ્ત્રી

૩-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

ડૉ.સ્વરૂપસિંહ

૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

નરેશચંદ્ર સક્સેના

૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

કૃષ્ણપાલસિંહ

૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

અંશુમનસિંહ

૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

બાલક્રિશ્નન ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

સુંદરસિંહ ભંડારી

૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

કૈલાશપતિ મિશ્રા

૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

ડૉ.બલરામ ઝાખડ ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

નવલકિશોર શર્મા

૨૪-૭-૨૦૦૪ થી ૨૪-૭-૨૦૦૯

શ્રી એસ.સી જમીર

૨૪-૭-૨૦૦૯ થી ૨૬ – ૧૧ –  ૨૦૦૯

શ્રી મતી કમલાદેવી

૨૭- ૧૧ –  ૨૦૦૯ થી ચાલુ

 
Leave a comment

Posted by on માર્ચ 20, 2011 માં જનરલ નોલેજ

 

ગુજરાતના મુખ્ય મંત્રીઓ


ડૉ. જીવરાજ નારાયણ મહેતા

૧ મે, ૧૯૬૦ – ૩ માર્ચ, ૧૯૬૨

૩ માર્ચ, ૧૯૬૨ – ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩

શ્રી બળવંતરાય મહેતા

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ – ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ – ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫

શ્રી હિતેન્‍દ્ર કે. દેસાઇ

૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૩ એપ્રિલ, ૧૯૬૭

૩ એપ્રિલ, ૧૯૬૭ – ૬ એપ્રિલ, ૧૯૭૧

૭ એપ્રિલ, ૧૯૭૧ – ૧૨ મે, ૧૯૭૧ ૩

શ્રી ઘનશ્‍યામભાઇ સી. ઓઝા

૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩

શ્રી ચીમનભાઇ જે. પટેલ

૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪

૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪

શ્રી બાબુભાઇ જે. પટેલ

૧૮ જુન, ૧૯૭૫ – ૧૨ માર્ચ, ૧૯૭

૧૧ એપ્રિલ, ૧૯૭૭ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦

શ્રી માધવસિંહ એફ. સોલંકી

૭ જૂન, ૧૯૮૦ – ૧૦ માર્ચ, ૧૯૮૫

૧૧ માર્ચ, ૧૯૮૫ – ૬ જુલાઈ, ૧૯૮૫

૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦

શ્રી અમરસિંહ ચૌધરી

૬ જુલાઈ, ૧૯૮૫ – ૯ ડીસેમ્બર, ૧૯૮૯

શ્રી છબિલદાસ મહેતા

૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫

શ્રી કેશુભાઇ પટેલ

૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫

૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧

શ્રી સૂરેશચંદ્ર મહેતા

૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ – ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬

શ્રી શંકરસિંહજી વાઘેલા

૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ – ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭

શ્રી દિલીપભાઇ પરીખ

૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ – ૪ માર્ચ, ૧૯૯૮

શ્રી નરેન્‍દ્ર મોદી

૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ – ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭

૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ –

 
Leave a comment

Posted by on માર્ચ 18, 2011 માં જનરલ નોલેજ

 

આપણો સાંસ્કૃતિક વારસો પાઠ –1


વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની ર્દષ્ટિએ સૌથી મોટો ખંડ છે.

એશિયા ખંડમાં ભારત વિસ્તાર અને  વસ્તીમાં મોટો દેશ  છે.

ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ ના લોકોથી આજ દીન સુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યું છે.

ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે?

ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષિઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરેએ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે.

માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે પાયાનો તફાવત ક્યો છે?

સંકૃતિ અને સભ્યતાનો છે.

સંસ્કૃતિનો અર્થ

માનવ મનનું ખેડાણ

ગુફા થી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા.

સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ જીવનશૈલી છે.

સંસ્કૃતિમાં વિચારો, બુદ્ઘિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યો નો સમાવેશ થાય છે.

ઇતિહાસવિદો અને વિચારકોના મતે સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી.

ભારતિય સંસ્કૃતિ ઉપયોગીતાના સંદર્ભવાળી અને વ્યવસ્થિ અને આયોજનપૂર્વકની હતી.

ભારતિય સંસ્કૃતિ સત, ચિત અને આનંદ ની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી હતી.

ભારતીય સંકૃતિનું મુખ્ય ધ્યેય

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.

ભારતિય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો

(1) પ્રાચીનતા અને સાતત્ય

(2) વિવિધતામા એકતા

(3) સહિષ્ણુતા

(4) આધ્યાતમિકતા અને ભૌતિક વાદનો સંગમ

અનેક વિચાર ધારાનું સંગમર્તીથ બીજી સંસ્કૃતિના સારા પાસાઓનો  સ્વીકાર

પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે કોઇ  પણ પ્રજા પર આક્રમણ ર્ક્યું નથી.

ભારતનો સમૃદ્વ વારસો ભારતના સમૃદ્ધ વારસાના કારણો

ભારત અનેક ભૌતિક અને ભૌગોલીક વિશિષ્ટતાઓ ધરાવે છે.

પરસપર વારસાનુ આદાન પ્રદાન

અનેક પ્રજા ભારતમાં આવીને ભળી ગઇ છે

વારસો

વારસો એક બાજુ એ કોઇ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશ સાથે જોડાયેલો હોય છે.

વારસો બીજી તરફ એક કુંટુંબ, સમુદાય સાથે જોડાયેલો હોય છે. તે તેની એક વિશિષ્ટ ઓળખ પણ આપે છે.

વારસા ના પ્રકારો (1 ) પ્રાકૃતિક વારસો ( 2)  સાંસ્કૃતિક વારસો

પ્રાકૃતિક વારસો  એટલે શું?

પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ

પ્રાકૃતિક વારસોમાં પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા,સાગરો, ઋતુઓ,તરુઓ, વેલા-લતાઓ જીવજંતુંઓ  વગેરેનો સમાવેશ

થાય છે.

નદી,પર્વતો, વૃક્ષો, પશુઓ વગેરે પ્રકૃતિના તત્વોને આપણે દૈવી  રૂપે સ્વીકારેલ છે.

નદીઓને આપણએ લોકમાતા તરીકે ઓળખીએ છીએ.

તુલસી,પીપળો,વડ વગેરેની આપણે પૂજા કરીએ છીએ.

કેટલાય પશુ- પક્ષીઓને દેવતાઓના વાહન તરીકે સ્વીકાર કર્યો  છે.

પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ઘાપૂર્વકનો રહ્યો છે.

આપણા  શાસ્ત્રીય અને લોકસંગીતને પ્રકૃતિ અને ઋતુઓ  સાથે ગાઢ સંબંઘ છે.

કેટલાય રાગો તો  દિવસના જુદા જુદા પ્રહરના આધારે છે.

આપણા ગીતો, કવિતાઓ  તહેવારો અને ચિત્રાકંનો પ્રકૃતિ પર જ આધારીત છે.

આયુર્વેદીક, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતી પ્રકૃતિ પર આધારીત છે.

આપણા પ્રકૃતિક વારસાના ઘડતરમાં ભૂમિર્દશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવોએ અગત્યનો ભાગભજવ્યો છે.

ભૂમિર્દશ્યો ભૂમિ- આકારોદ્વારા ભૂમિર્દશ્યોનું સર્જન થાય છે.

દા.ત. હિમાલય  ભારતની પ્રજાને નદીઓ ઝરણા, તરાઇના જંગલો ની ભેટ આપેલ છે.

આવા ભૂમિર્દશ્યો લોકોના જીવનના વિવિધ પાસાઓ પર ગાઢ અસર કરે છે,

દા.ત  વ્યવસાયો, રીવાજો, રહેણીકરણી વગેરે…

નદીઓ

ભારતમાં નદીઓ લોકમાતાઓ રહી છે.

ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાંગરી હતી.

ગંગા,રાવી સિંધુ, નર્મદા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ ની પ્રગાઢ અસર લોકજીવનપર છે.

પીવા,વપરાશ અને સિંચાઇ માટેનું પાણી   –

નદી કિનારાની માટી નો વાસણો, મકાનો, લિંપણ વગેરેમાં ઉપયોગ કર્યો છે.

નદીએ કલાસૂઝ અને કૌશલ્ય વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે.

વનસ્પતિ

પ્રાચીન સમયથી ભારતના લોકો પર્યાવરણ પ્રેમી છે.

આપણા દેશમાં વડ,પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર ગણવામાં આવે છે.

આંબળા, હરડે, બહેડા, કુંવરપાઠુ, તુલસી વગેરે આપણા ઔષધિય છોડ છે.

તુલસીના છોડની આપણે પૂજા કરીએ છીએ. અને વડસાવિત્રીનુ વ્રત કરીએ છીએ

વન્ય જીવન

આપણો દેશ પ્રાણીપ્રેમી અને પ્રકૃતિપ્રેમ ધરાવતો દેશ છે.

ભારતીય સંસ્કૃતિને પ્રાણીઓ વૈવિધય સભર બનાવે છે.

મૃત હાથીના દંતશૂળ અને વાધ- સિંહના ચામડા મૂલ્યવાન છે.

ભારતે રાષ્ટ્રચિહનમાં સિંહની આકૃતિ મૂકીને તેનું મુલ્ય પિછાણું છે.

ભારતે વન્ય જીવન માટે કાયદો કર્યો છે. તેમજ અભયારણ્યો પણ સર્જ્યા છે.

 
1 ટીકા

Posted by on માર્ચ 15, 2011 માં પ્રકરણ