RSS

Category Archives: સુવિચારો

ભગવાન બુદ્ધનો ઉપદેશ


હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું  માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”

                                                                                                                                      – ભગવાન બુદ્ધ 

 
3 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 24, 2011 માં સુવિચારો

 

જીવનનો કક્કો


કર્મ કરતા રહો

ખરાબ ન બનો

–  ગર્વ ન કરો

ઘમંડ ન કરો

ચિડાશો નહિ

છળ- કપટથી દુર રહો

જબરા બનો

ઝગડો ન કરવો

ઠગાઇ ન કરો

ડરપોક ન બનો

ભણવામાં ઢ ન રહો

તિરસ્કાર કોઇનો ન કરશો

થોડામાં સંતોષ માનો

દયાવાન બનો

ધગશ રાખો

નમ્ર બનો

પારકી પંચાત ન કરો

ફુલણશી ન બનો

બહાદુર બનો

ભારરૂપ ન બનો

મધુર બનો

યશ મેળવો

રમુજી બનો

લાલચુ ન બનો

વિદ્યાવાન બનો

કોઇને શત્રુ ન માનશો

ષડયંત્ર ન કરો

સત્ય બોલો

હસતા રહો

આળસ ન કરશો

ક્ષ ક્ષત્રિય બનો

જ્ઞ જ્ઞાની બનો

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 20, 2011 માં સુવિચારો

 

તમારે ખૂબ સુખી થવું છે? તો આટલું અવશ્ય કરો……


૧.    ના પહોંચી શકાય તેવું ધ્યેય નક્કી ના કરો.

૨.    તમારી પાસે જે કાંઈ છે અને જેવું છે તે ખૂબ સરસ છે તેવું  દ્રઢપણે માનો એટલે કે તમે દરેક

        બાબતમાં સંતોષ રાખો.

૩.    તમાર જીવનની દરેક બાબતમાં, મને આટલું મળવું જ જોઈએ કે  હું કહું તે પ્રમાણે થવું જ

       જોઈએ, આવો આગ્રહ ન રાખો.

૪.  તમારા જીવનના સારા માઠા પ્રસંગોમાં તમે એકલા જવાબદાર નથી પણ પરિસ્થિતિ અને

      સંજોગોને કારણે આવા પ્રસંગો બન્યા છે માટે જે બન્યું છે તેને ઈશ્વરેચ્છા માની સ્વીકારી લો.

૫.   થોડીક આયોજનવાળી જીંદગી જીવો. એટલે કે તમારા જીવનને  સ્પર્શતી દરેક બાબતોમાં

       વ્યવસ્થિત બનો. આવેશમાં આવીને કે ઉત્સાહમાં આવી કોઇપણ અવિચારી પગલું ના

        ભરો.

૬.    મનની વૃત્તિ સમાધાનકારી રાખો એટલે કે જે મળ્યું છે તે સરસ છે, જે બને છે તે સરસ છે, જે

        નથી મળ્યું કે નથી બન્યું તે પણ  સરસ છે એવું માનો.

૭.   કોઈ પણ પ્રકારની ‘ચેલેંજ’ (કસોટી કરે તેવી પરિસ્થિતિ) ને તમે  ક્યારે પહોંચી શકો કે

       જ્યારે તમારામાં “દ્રઢ આત્મવિશ્વાસ” હોય.  આ માટે મન મજબુત અને સંગીન જોઈએ.

૮.   સ્વસ્થ શરીરમાં મન પણ સ્વસ્થ અને સંગીન હોય છે માટે  સ્વસ્થ  નિરોગી શરીર માટે

       નિયમિત ગમતી કસરત કરો.

 
1 ટીકા

Posted by on જૂન 27, 2011 માં સુવિચારો

 

સુવિચાર


  • પ્રમાણિકતાથી ચડિયાતો કોઇ ધર્મનથી

  • સ્વામી વિવેકાનંદે નાસ્તિક શબ્દનો જૂનો અને નવો અર્થ આપેલો છે.

  • જૂનો અર્થ – ઇશ્વરમાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક

  • નવો અર્થ – જેને પોતાનામાં વિશ્વાસ ન હોય તે નાસ્તિક

  • એક રશિયન કહેવત

                 દેશનો યુવાન કેવો છે તે જાણવું હોય તો એના હોઠો પર કેવા ગીતો છે તે જાણીલો

  • આળસુ યુવાન ઘરડો જાણવો અને થનગનતો વૃદ્ધ યુવાન જાણવો

  • નવરો,નિરાશ અને નિરુદ્દેશી ભટકતો યુવાન બૉંબ કરતા જરાય ઓછો જોખમકારક નથી

  • જે જાગી ગયો તે યુવાન અને જે ઊંઘી ગયો તે ઘરડો

  • તુજ તારો શ્રેષ્ઠ મિત્ર છે, તારાથી ભિન્ન એવા બીજાને મિત્ર કેવી રીતે બનાવી શકે              

  • સોક્રેટિસે પ્રવચન કરનારાઓને ધાતુના ઘડા સાથે સરખાવેલા અને કહેલું એ ઘડો તમે ટકોરા મારો તો મજાનો રણકાર આપ્યા કરશે પણ કોઇ હાથ લગાડે કે અવાજ બંઘ

  • કદીય ક્રોધ ન કરનાર વ્યક્તિ ક્યાં તો મહાત્મા હોય કે મહાકાયર

                      સ્વજન

  • સમજે તે સ્વજન

  • પ્રજાળે તે પ્રિયજન

  • દઝાડે તે દુશ્મન

  •  દગોગે તે દુરિજન