RSS

Monthly Archives: ફેબ્રુવારી 2012

ધોરણ – 9 માં સરળ રીતે રીઝલ્ટ બનાવવાનો પોગ્રામ


શ્રી આદર્શ કન્યા વિદ્યાલય, ભાન્ડુ ના શિક્ષક શ્રી સતનામભાઇએ એક્સલમાં ધોરણ – 9 સેમેસ્ટર પધ્ધતીમાં સરળ રીતે સમગ્ર પરિણામ સરળતાથી કેવી રીતે તૈયાર થાય તેવો એક પોગ્રામ ખૂબ જ મહેનતથી તૈયાર કરેલ છે. 

આ પોગ્રામ માટે નીચે  ફાઇલ ડાઉનલોડ કરો 

SEM.STD-9 YEAR -11-12 Full-improved

 
2 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 29, 2012 in ડાઉન લોડ

 

પ્રશ્નપત્ર – 31


1 ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

        A  ગ્રીકોએ                B   શકોએ                C  કુષાણોએ               D   દ્રવિડોએ

2 દ્વવિડો ભારતમાં આવીને વસનારી કયા ક્રમની પ્રજા હતી ? 

        A  છઠ્ઠા                     C  સાતમાં                C  ચોથા                D  આઠ્ઠમા

3 ભૂમિઆકારો દ્વારા શાનું સર્જન થાય છે?

        A  પ્રકૃતિકચિત્રો       B  ભૂમિદશ્યો             C ખીણો                D જંગલો

4 નર્તકીની મૂર્તિ કઇ સંસ્કૃતિના વારસાનું ગૌરવ છે?

        A મિસર                    B ગ્રીસ                     C સિંધુખીણ            D મોસોપોટેમિયા

5 નીચેમાંથી કૂચીપુડી નૃત્ય સાથે કોણ સંકળાયેલ છે ?

        A વૈજ્યંતીમાલા                              B ગોપીકૃષ્ણ                         

        C શોભાનાયડુ                                  D મૃણાલિની સારાભાઇ

6 ક્યા યુગમાં ગુજરાતે વણાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી?

        A  મુઘલયુગ            B મૌર્યયુગ                C સોલંકીયુગ       D ગુપ્તયુગ

7 નીચેનાંમાંથી એક જડકું ખરું નથી તે શોધી લખો    

        A  કથકલી – કેરળ                            B  ભરતનાટયમ્ – તમિલનાડુ

        C  કૂચીપુડી – આંધ્રપ્રદેશ                 D  ઓડિસી – મણિપુરી

8 અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જાણીતું છે ?

         A  દરિયાખાનનો ધુમ્મટ                         B  નગીના મસ્જિદ 

         B  સીદી સૈયદની જાળી                           D અટાલા મસ્જિદ

9 ધોળાવીરા ક્યાં આવેલું છે ?

        A  ખાવડામાં          B  ભુજમાં                  C  ખદીરબેટ           D  અલિયાબે

10 અમરાવતીની કલાકૃતિઓ ક્યા વંશની કલાકૃતિઓ છે ?

       A ચોલ વંશ               B પલ્લવ વંશ         C  સાતવાહન વંશ   D ચંદેલ વંશ

11 બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ 

        A  ત્રિપિટક               B  કલ્પસૂત્ર             C ભગવદગીતા      D સારિપુત્ર પ્રકરણ

12 જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે. અને જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં

       આવ્યું છે.તે ગ્રંથ ક્યો છે ?

         A  શ્રી કૃષ્ણગીતા                              B  સુંદરકાંડ        

          C  શ્રીમદ્ ભાગવતગીતા                D  વ્યાસ ભાગવતગીતા

13 નીચેની ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઇ છે ?

        A  કન્નડ                    B  મલયાલમ           C  તમિલ               D  તેલુગુ

14 બૃહદારણ્ય અને છાંદોગ્યનો સમાવેશ કેવા સાહિત્યમાં થાય છે ?

        A   વેદાંગ                B  ઉપનિષદ             C  શ્રુતિસાહિત્ય     D  અમૃતિસાહિત્ય

15 હડપ્પીય સંસ્કૃતિમાંથી શાની નર્તકીની પ્રતિમાં મળી આવી છે ?

        A  ધાતુંની                B  કાષ્ઠની                C  પાષાણની       D  માટીની

16  ભારતમાં કુંભ મેળો ક્યાં ભરાય છે ?

        A  હરદ્વાર                 B  પુષ્કર                   C  અમૃતસર         D  અલાહાબાદ

17 તાજમહલ કોણે બંધાવ્યો હતો ?

        A  અકબરે                B  શાહજંહાએ         C  હુમાયુએ             D  ઔરંગઝેબે

18 ચાંપાનેરને કઇ સંસ્થાએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?

         A  યુનિસેફ               B  યુનેસ્કો                C  સંયુક્તરાષ્ટ્ર     D  વિશ્વ આરોગ્યસંસ્થા

19 મહામલ્લ કોનું ઉપનામ હતું ?

       A વિક્રમા દિત્ય                                    B નૃસિહંવર્મન પ્રથમ     

       C વિજ્યાદિત્ય                                     D રાજરાજચોલ

20 આપણાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો કોનાં આકષર્ણનાં કેન્દ્રો બન્યા છે ?

        A  પર્યાવરણવાદીઓના                          B  સમાજશાસ્ત્રીઓના                  

        C  પર્યટકોના                                            D  પાડોશીદેશોના

21 નીચેના પૈકી ક્યું જોડકું ખોટું છે. તે જણાવો ?

        A  જહેડા – ઝારખંડ                                    B  શામલાત દેહ – કેરળ  

        C લિંગદોહ – મેઘાલય                               D  દેવરહતી – મહારાષ્ટ્ર

22 બૌદ્ધ સ્મારક સાંચી ક્યા રાજયમાં આવેલું છે ?

       A મધ્યપ્રદેશ              B બિહાર                  C મહારાષ્ટ્ર           D કર્ણાટક

 23 કઇ જમીન દ્વિપકલ્પીય ઉચ્ચ્પ્રદેશની ભેટ છે ?

        A કાળી                     B કાંપની                  C પહાડી               D રાતી

24 ગુજરાતમાં આવેલું ક્યું અભયારણ્ય સુપ્રદ્ધિધ છે ?

         A   નારાયણ           B    નળસરોવર      C    ગીર                 D   થોળ

25 ભારતનું સૌથી મોટું મહાકાય પ્રાણી ક્યું છે ?

        A   ગેંડો                     B   હાથી                  C    હિપોપોટેમસ   D    ઝિબ્રા

26 વિશ્વમાં ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય  છે ?

        A   ચીન                   B   ભારત                 C   પાકિસ્તાન       D   શ્રીલંકા

27 ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે ?

         A       64%              B     68%                  C   56%                D   46%

28 નીચેની કઇ પધ્ધથી ભૂમિગત જળસ્તરની સપાટી ઊંચી આવે છે ?

       A કૂવાનું ખોદકામ                                      B ઉદ્યોગમાં વાપરવાથી

       C ટ્યુબવેલ બનાવવાથી                           D બંધારા બાંધવાથી

29 બોસાઇટના ઉત્પાદનમાં ભારતનું અથાન વિશ્વમાં ક્યું છે ?

         A પ્રથમ                    B ત્રીજુ                     C બીજું                  D પાંચમું

30 તમિલનાડુમાં આવેલું અણુંવિદ્યુત મથક?

        A રાવતભાટા          B કૈગા                      C કલપક્ક્મ           D નહોરા

31 વિશ્વમાં સૌપ્રથમ ક્યા દેશે ભરતી શક્તિથી વિદ્યુત પેદા કરી હતી ?

        A યુ.એસ.                 B આઇસલેન્ડ           C ઇટાલી               D ફ્રાન્સ

32 ભારતનું સૌથી મોટુ વિન્ડફાર્મ… ?

        A તૂતીકોરીન           B ગુચ્છ                     C લાંબા                D માંડવી

33 તારાપુરવિદ્યુત મથક ક્યા આવેલું છે ?

        A મહારાષ્ટ્ર              B ગુજરાત               C રાજસ્થાન          D કર્ણાટક

34 કઇ નદીનાં કિનારે સૌથી વધુ શણની મિલો આવેલી છે ?

        A હુગલી                    B દામોદર              C ગંગા                  D ગોદાવરી

35 વ્યાપાર પ્રવૃતિ એ ક્યા પ્રકારની આર્થિક પ્રવૃતિ છે ?

        A પ્રથમ                    B દ્વિતીય                   C તૃતીય              D માધ્યમિક ક્ષેત્ર

36 2001-02માં પ્રાથમિક ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો ?

        A 32.9 ટકા              B 57.7 ટકા               C 26.9 ટકા            D 28.4 ટકા

37 ઇ.સ 1950-51માં રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો ફાળો કેટલો હતો ?

        A 26.6 ટકા              B 10.7 ટકા               C 17.5 ટકા            D 14.8 ટકા

38 ઉત્પાદનના સાધનોમાં જે  બંધબેસતું ન હોય તે દર્શાવો 

         A  જમીન                B  મૂડી                      C   શ્રમ                  D  બજાર

39 ઇ.સ.1999સુધીમાં ક્લોરોફ્લોરો કાર્બન્સનાં પ્રમાણમાં કેટલો ઘટાડો કરવાનો હતો ?

        A  25 ટકા                  B 35 ટકા               C 45 ટકા                 D 32 ટકા

40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?

        A  નિરક્ષરતા                                            B  મોટાં કુટુંબની ઝુબેશ   

        C  સંગઠનનો અભાવ                               D  સામાજિક પછાત પણું

41 દેશભરમાં કુલ કેટલા ITI કેન્દ્રો ખોલવામાં આવ્યા છે ?

        A 4230                     B 4300                     C 4500                 D 4320

42 એગમાર્કનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

         A  ઇ.સ. 1937માં     B  ઇ.સ. 1947માં     C  ઇ.સ. 1967માં     D  ઇ.સ. 1972માં

43 હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવક એટલે….

       A ગેરરીતી               B કાળાબજાર          C સંગ્રાહખોરી         D કાળુંનાણું

44 ક્યું વર્ષ રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તરીકે ઓળખાય છે ?

         A 2005                    B 2001                    C 1975                  D 2004

45 2004માં કેટલી મહિલા રાજ્ય સભાની સભ્ય હતી ?

        A 25                         B 23                         C 20                       D 44

46 સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે ?

        A 30 ટકા                  B 34 ટકા                 C 35 ટકા               D 33 ટકા

47 નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

         A  સાંપ્રદાયિકતાનું આચરણ – બંધારણની ભાવનાથી વિરુદ્ધ છે

         B  બંધારણની કલમ 341 – અનુસૂચિત જાતિઓ  

         C  બંધારણની કલમ 342 – અનુસૂચિત જનજાતિઓ     

         D  સૌથી મોટો લઘુમતી સમૂદાય – હિંદો સમૂદાય

48 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

        A  29                        B  17                        C  14                     D  15

49 ભ્રષ્ટાચાર વિરોધિ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો ?

        A ઇ.સ 1988             B ઇ.સ 1999             C ઇ.સ 1978         D ઇ.સ 1964

50 ભારતમાં કુલ 100 બાળમજૂરોએ છોકરીઓને સંખ્યા કેટલી છે ?

        A  30                        B  45                        C  50                        D  35

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 23, 2012 in પ્રશ્ન બેંક

 

વર્ગ રજીસ્ટર


સતનામ પટેલ શિક્ષક મિત્રોને ઉપયોગી ઘણા બધા પોગ્રામ બનાવે છે. જે તેમનું કામ સરળ અને સચોટ કરી આપેશે આવો જ એક પોગ્રામ વર્ગ રજીસ્ટર બનાવીને અહીં મૂકેલ છે. જે નીચેની લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો 

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 20, 2012 in વિજ્ઞાન

 

ભણતર


મિત્રો આજે પ્રગતિશિલ શિક્ષણનો અંક વાંચ્યો. તેમાં નટવરભાઇ આહલપરાની એક લધુકથા વાંચવામાં આવી ખૂબજ મનો મંથન બાદ તેમની પરવાનગી વગર તે મૂકી રહ્યો છું કારણ કે આજના સમયમાં લધુકથા મહત્વ કાંક્ષી વાલીઓ માટે ખૂબજ માર્ગદર્શક બને તેમ છે. 

મેડિલકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં એકના એક પુત્ર મયંકે ગળાફાંસો ખાધો. પથ્થરો પીગળ્યા. શોકનો સાગર ઉછળ્યો. પિતા પ્રધ્યાપક,માતા શિક્ષિકા. બને અવાચક.

        મયંકનું બેસણું. તેના માતા-પિતાની એક જ રટણ ‘ અમે ક્યાં કોઇનું બગાડ્યું છે? કુદરતનો આ તે કેવો ન્યાય? ચાર-પાંચ દિવસ પસાર મયંકના મા-બાપ સંતાઅશ્રમમાં સંતના ચરણે. સંતે સાંત્વના આપતાં કહ્યું : ‘આખરે ભણતરનો અર્થ તો એ છે કે, માણસ જીવનનાં સંકટોમાંથી હેમખેમ પાર ઉતરે અને એવી રીતે નીકળે કે કોઇનું બૂરું ન કરે.

        આ અભણ, આ ભણેલા, આ પાસ, આ નપાસ એના ધોરણ પણ કેટલા તૂચ્છ અને તકલાદી છે?

નિશાળની અંદર આવું કેમ ? ઔરંગઝેબ ૧૭૭૦ની સાલમાં મરી ગયો. તે હકીક્તની ઇતિહાસમાં કિંમત છે, તે હું જાણું છું સૌ જાણે છે. પણ એ એટલી મોટી કિંમત નથી કે, જેને કારણે વિદ્યાર્થીની આત્મશ્રદ્ધાનો નાશ કરી નાંખવામાં આવે? એને ૧૭૭૦ની સાલ ન આવડી. તેથી કાંઇ એ જીવનમાં હારી નથી બેઠો. બે અક્ષર ન આવડતાં હોય, તો માણસ જીવનમાં નાપાસ થતો નથી. શું જીવન શબ્દોનું ગુલામ છે? જીવન ટકે છે આત્મશ્રદ્ધા, સામાજિકતા અને વિનય ઉપર. સંતની વાત પૂરી. છાનાં ધ્રુસકે-ધ્રુસકે, મયંકના માતા-પિતા સંતના ચરણમાં. ‘ મહારાજ, અમારા પેટને મેડિકલ લાઇનમાં ન્હોતું જાવું. અમે?

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 16, 2012 in વાર્તા

 

તમારા બાળક માટે આટલું વિચારો


તમારા બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે  છે. જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી, કે ગઇકાલ સાથે શોભતી નથી,

                                                                        – ખલિલ જિબ્રાન

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 5, 2012 in જાણવા જેવું

 
 
%d bloggers like this: