RSS

Category Archives: જાણવા જેવું

એકજ મંચ પર શિક્ષણ ઉપયોગી વેબસાઇટ/બ્લોગ


મિત્રો એક જ મંચ પર શિક્ષણ ઉપયોગી માહિતી મળી રહે તેવા અભિગમ સાથે આ કાર્યનો આરંભ કરેલ છે આપના સુચનો, મંતવ્યો, અભિપ્રાય સ્વીકાર્ય છે નીચેની લિંક ક્લિક કરો 

મારી પાઠશાળા 

Advertisements
 

તમારા બાળક માટે આટલું વિચારો


તમારા બાળકો તમારા નથી. એ તો જિંદગીને ઝંખતા યુગમપક્ષીઓ છે.એ તમારા થકી આવ્યા હશે, પણ તમારામાંથી નહીં, કારણ કે એમને એમના વિચારો હશે. તમે એમના શરીરને તમારા ઘરમાં રાખો, આત્માને નહીં. કેમ કે એમનો આત્મા ભાવિના ઘરમાં રહે  છે. જેની તમે સ્વપ્નમાંય મુલાકાત લઇ ન શકો. તમે એમને ગમો તે માટે મથી શકો પણ એમને પરાણે ગમવાની કોશિશ કરશો નહીં. કારણ કે જિંદગી પારોઠના કદમ ભરતી નથી, કે ગઇકાલ સાથે શોભતી નથી,

                                                                        – ખલિલ જિબ્રાન

 
1 ટીકા

Posted by on ફેબ્રુવારી 5, 2012 in જાણવા જેવું

 

૨૬ જાન્યુઆરી એજ બંધારણનો અમલ શા માટે?


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તકા દિન પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી એજ શા માટે ઉજ્જવવામાં આવે છે? આનો બધા જ ભારતીયોનો એકજ જવાબ હોય કે આદિવસે ભારતના બંધારણનો અમલ થયો માટે આપણે સાર્વભૌમ બન્યા આપણા બંધારણ અને કાયદા પ્રમાણે શાસન અમલમાં આવ્યું આ પહેલા ૧૫ ઑગષ્ટ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા પણ  25 જાન્યુઆરી ૧૯૫૦ સુધી બ્રિટિશ બંધારણ અને કાયદા પ્રમાણે શાસન ચાલતું હતું તેથી આપણે સ્વતંત્ર હતા પણ સાર્વભૌમ ન હતા.  ભારતીય બંધારણના અમલથી  ભારત સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું , પણ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી જ શામાટે પસંદ કરવામાં આવી ?  ઇ.સ 1946ની ચૂંટણીઓ મુજબ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી .ડૉ.રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા અને ડૉ.બાબાસાહેબ  આંબેડકારને ખરડા સમિતિના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. આ સમિતિએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની અંદર ભારતનું બંધારણ તૈયાર ર્ક્યું. આ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં પસાર ર્ક્યું. અને તેના અમલ માટે ૨૬ જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવે કે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવણી કરી હતી 

 
1 ટીકા

Posted by on જાન્યુઆરી 26, 2012 in જાણવા જેવું

 

અચૂક લક્ષ્યસિદ્ધિ…


તમે કોઇપણ લક્ષ્યસિદ્ધ કરી શકો છો….

જો તમને લક્ષ્યની ખબર હોય,

જો તમે પોતાનામાં એવો વિશ્વાસ પેદા કરી શકો કે તમે એ લક્ષ્યને પ્રાપ્ત કરશો જ,

જો તમે એ માટે ભરપૂર પુરુષાર્થ કરવા તૈયાર હો,

જો ક્ષણિક મુશ્કેલીઓ તમને અકળાવે નહીં,

જો નાની મોટી નોષ્ફળતાઓ તમને હતાશ ન કરે,

જો તમે સતત આશાવાદી રહો.

તો તમે કોઇપણ લક્ષ્યને સિદ્ધ કરી શકો છો.

 
3 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 4, 2012 in જાણવા જેવું

 

વિચારો


1 શિક્ષણ પાસે રાષ્ટ્ર બે અપેક્ષા રાખે છે.

1 સમાજની જરૂરિયાતો સંતોષે

2 કાલના સમૃધ્ધ સમાજ માટે સુશીલ નાગરિકો તૈયાર કરે

2 તું સેંકડો જોજનથી કોઇની કાંકરી જેવી ભૂલ શોધી શકે છે.પણ તારા જ પોતાના (ભૂલોના)

   પહાડ તને દેખાતા નથી

3 કોઇ પણ વ્યક્તિની ક્ષમતા ત્રણ પ્રકારે જોવી

1 માળખાગત ક્ષમતા (શારીરિક)

   2 મનોવૃતિની ક્ષમતા

   3 બૌદ્ધિક ક્ષમતા

 
 

શ્રેષ્ઠતા ના પાસા


ગુણવત્તા                       પરિપૂર્ણતા   

ક્ષતિરહિતતા                ચોક્સાઇ

સ્વચ્છતા                       અસરકારકતા

કરકસર                          વ્યવસ્થા

સરળતા                          સમયસૂચકતા

વિશ્વસનીયતા                 સંક્ષિપ્તતા

અર્થપૂર્ણતા                      માહિતી સભરતા

જાગૃતિ                             એકાગ્રતા

સ્પષ્ટતા

 
 

શ્રેષ્ઠતાનું સમય પત્રક


તમારા કામની જગ્યાએ પૂરતો સમય ફાળવો

તમારા સાથીદારો માટે પૂરતો સમય ફાજલ રાખો

તમારા  લોકો સાથે પૂરતો સમય વિતાવો

તમારા ઉપરી અધિકારી સાથે પૂરતો સમય વિતાવો

તમારા કુટુંબ માટે પૂરતો સમય ફાજલ રાખો

તમારા પોતાના માટે અને મનોરંજન માટે પૂરતો સમય આપો

વાંચવા અને શીખવા માટે પૂરતો સમય કાઢો

સમયનો સદ્દઉપયોગ કરો,બચાવો,બગાડ ન કરો

સમય સર ઇનામ અને શિક્ષા આપો

 
 
 
%d bloggers like this: