RSS

ભારત ઇતિહાસ – 1 જનરલ નોલેજ

06 એપ્રિલ

અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર

અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને

અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું?  – સુરત

ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર

ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ

ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો?  – કાલિકટ

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું?  – લાલા હરદયાળે

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં

ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં

ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે

કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ?  –  લૉર્ડ મિન્ટો

કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ?  – ઇલ્બર્ટ બિલના

ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે?  – ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં

ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો

કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં?   –  મોર્લે-મિંન્ટો

કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.

કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને

કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો?  – ચિત્તરંજનદાસના

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના

મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ?  – સર સૈયદ અહમદે

કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના

કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની

ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?  –  કર્ઝને

ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ

ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી?  – શ્રી અરવિંદ ઘોષે

જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?  – અમૃતસરમાં

જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી?  –  અસહકારનું આંદોલનની

તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ?  –  તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.

પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે

પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ

પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન

બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે

બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?  –  રાષ્ટ્રીય શોકદિન

ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ?  – ઇ.સ. ૧૮૫૭માં

ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ.  –  ૧૮૫૩માં

સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો?  – વિલિયમ બૅન્ટિકે

ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ?  – અમૃતલાલ ઠક્કરે

ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો

ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો

શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું

ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.

મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં

મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું?  –  અમૃતસરમાં

રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું?  – ટ્રોટસ્કીએ

કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું?  – રૉલેટ

જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?  – જનરલ ડાયરે

વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો?  – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે

વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ

વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે?  – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની

વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા?  –  બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય

મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? –  સિમલા સંમેલનમાં

વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો?  – અહમદ ઇબ્ન મજીદની

શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર

સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ  

સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા  – દીવ,દમણ અને ગોવા

સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?   – ‘ ખિલાફત દિવસ’

સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ વેલેસ્લી

ખાલસાનીતિ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ ડેલહાઉસી

ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?  –  લિટનના

સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’   –  બાલગંગાધર ટિળકે

સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?   – ઇ.સ. ૧૯૨૩માં

Advertisements
 

5 responses to “ભારત ઇતિહાસ – 1 જનરલ નોલેજ

 1. sudhir

  એપ્રિલ 6, 2012 at 1:44 પી એમ(pm)

  hi sir
  it is nice web site for all students & elders also

   
 2. dr.shailesh pathak

  એપ્રિલ 7, 2012 at 9:23 એ એમ (am)

  khub sundar prasnotari rahi bhavi tat ni exa. ma kam lage tevi khub khub abhinandan

   
 3. ભરત ચૌહાણ

  એપ્રિલ 8, 2012 at 6:39 એ એમ (am)

  Saras

   
 4. Ronak Patel

  ઓગસ્ટ 19, 2012 at 6:03 એ એમ (am)

  .

   
 5. payalshah

  મે 17, 2013 at 6:40 એ એમ (am)

  thank u

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: