RSS

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

22 નવેમ્બર

મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને

પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે.
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

ચોપડીના અંદરના પાને  મનમાં આવતા  વિચારો ને ચિત્ર કાર બની વ્યકત કરવા છે.

આ ચિત્ર સાહેબની નજરમાં પડી જાય તો એ હળવો મેથી પાક મારે ખાવો છે.

મારા એ સાહેબોના વિવિધ નામો પાડવા છે અને ટીખળો કરવા
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!

વર્ગમાં કાગળના એ ડુચા બનાવી મિત્રોને મારવા છે. મસ્તીથી પેનના લીસોટા શર્ટ પર પાડવા છે ઘેર આવી મમ્મીનો એ મીઠો ઠપકો સાંભળવા

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ- કાકડી બધું ખાવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહારભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે…!
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટવચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં ,બે ની પાટલી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવામાટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા”તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો…
ફક્ત મારેજ નહી તમારે પણ ફરી શાળાએ જવુ છે ?

        વાયા ફેસ બુક સાગર પટેલ

 

Advertisements
 
5 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 22, 2011 in વિજ્ઞાન

 

5 responses to “મારે ફરી એકવાર શાળાએ જવું છે.

 1. Atul Jani (Agantuk)

  નવેમ્બર 22, 2011 at 11:58 એ એમ (am)

  આજ કા યે દિન કલ બન જાયેગા કલ
  પીછે મુડકેના દેખ પ્યારે આગે ચલ

   
 2. દીપક

  નવેમ્બર 23, 2011 at 5:15 એ એમ (am)

  વાંચીને ખુબ આનંદ થયો અને વાંચ્યા પછી દુઃખ પણ થયું કે એ દિવસો વીતી ગયા. દરેક જણ પાસે સ્કૂલ વિશે લખવા માટે લગભગ સરખી જ વાતો છે, પણ લાગણીઓ બધાની કેટલી અલગ અને અદ્‍ભુત!

   
 3. Darshana

  નવેમ્બર 23, 2011 at 5:41 એ એમ (am)

  શાળાની યાદ આવી ગઈ. very nice.

   
 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  નવેમ્બર 23, 2011 at 4:13 પી એમ(pm)

  બધાના સ્કુલ દિવસો યાદ આવી ગયા સાહેબ

  મજા પડી

  ધન્યવાદ

   
 5. gautam shah

  ફેબ્રુવારી 28, 2012 at 4:34 એ એમ (am)

  AA LEKH VAANCHI NE …….LAAGYU KE ….””..PASS THAVANI KHOTI JALDI KARI””….TEMA..PANN

  JUMP MAARI NE.(DOUBLE EXAM AAPI NE )…””SCHOOL LIFE NE VADHHARE TUNKI KARI NE…

  KETLU BADHHU GUMAAVYU.!!!””

  SHAHABUDDIN RATHOD AA BABAT MA KETLO NASIBDAAR GANAAY….KE …SCHOOL NU

  BHANTAR……. ketlu badhu…paka paya par karyu….ke …tene yaad nathi ke ..kayi class ma ..ketla

  varsho …tene ..kaadhhel..

  gautam shah 9893324862
  indore

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: