RSS

પ્રશ્નપત્ર – 26

04 Nov

1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી

       A   સામાજીક વિકાસે                                      B  આર્થિક વિકાસે  

       C  પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ                           Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ

2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે    

       A   વર્તનનો               B  સંસ્કૃતિનો              C   સામાજિકતાનો   D  રાષ્ટ્રીયતાનો

 3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?

       A  કાંજીવરમ             B બનારસી                 C  પટોળા                  D  બાંધણી

4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?  

       A  કથકલી                  B  મણિપુરી               C ભરત નાટ્યમ્       D  કથક

5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?

        A દ્રવિડ                    B મથુરા                      C ગાંધાર                 D ઇરાની

6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?

        A  મંદિર                    B  સ્તુપ                     C  ગુરુદ્વારા               D મસ્જિદ

7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?

       A  રામાયણ            B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર     C ઋગ્વેદ               D  મહાભારત

 8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

       A  ગાલીબ                  B મહમદ કાઝીમ       C  ખાફીખાન            D  સુજાનરાય

9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?

       A  પથ્થુપાતુ              B તોલકાપ્પિયમ્        C એત્તુથોકઇ            D  શિલ્પતીકારમ્

10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?

       A  મથુરાની                B  અલીગઢની           C  કાનપુરની           D  આગરાની

11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?

       A  દેવરહતી               B  ઇરિંગોલ કાવૂ          C  લિંગદોહ             D  ઓરન

12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?

       A  ચંપાવતી ગણિત    B  કલાવતી ગણિત     C શીલાવતી ગણિત    D લીલાવતી ગણીત

13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

       A  વિક્રમશિલા           B  નાલંદા                   C  વલભી                D  તક્ષશિલા

14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?

       A  અષ્ટાંગહ્યદયની     B  ચરકસંહિતા          C  સુશ્રુતસંહિતા        D  હસ્તીઆયુર્વેદ

15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?

       A ખાતરો                    B  પશુઓ                  C  પંખીઓ               D   જમીન-ધોવાણ

16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?

A  તાજ મિનાર                  B  લાલ મિનાર     C  કુતુબમિનાર                  D  બુલંદ નિનાર

17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?

        A  રાજસ્થાન             B  મહારાષ્ટ્ર               C  ગુજરાત               D  ગોવા

18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?

       A  અલાઉદ્દીન ખલજીએ    B  ઇલ્તુત્મિશ         C  અકબરે                D  બાબરે

19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?

       A અશ્વગંધા                 B  રજનીગંધા            C   સર્પગંધા              D   મત્સ્યગંધા

20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?

       A પેરિયાર                  B    મદુમલાઇ           C  ચંદ્રપ્રભા              D    દચીગામ

21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

       A ઇ.સ. 1976              B ઇ.સ. 1873              C ઇ.સ. 1973          D ઇ.સ 1876

22  ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

       A  પંજાબ                    B  ઉત્તર પ્રદેશ            C    હરિયાણા         D  મહારાષ્ટ્ર

23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?

       A  બાગાયતી             B  શુષ્ક અને આદ્રત    C   આત્મનિર્વાહ       D   સ્થળાંતરિત

24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?

       A   ખરીફ                    B   રવી             C    જાયદ                       D   ઉનાળુ

25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

       A   મહાસગર              B   વૃષ્ટિ                    B   સરોવર              D   નદી

26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?

       A    ભારત                  B   ઝિમ્બાબ્વે            C   ચીન                   D  જાપાન

27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

       A  ખનીજ તેલમાંથી                             B   પરમાણુ શક્તિમાંથી    

       C   ખનીજ કોલસામાંથી                       D  કુદરતી વાયુમાંથી

28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?

        A   વરસાદ               B   પવન                    C    ગૅસ                  D  કોલસો

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

       A   કાળો હિરો – કોલસો                                                     B  સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ    

            C   ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક    D  સફેદ કોલસો – જલવિદ્યુત

30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?

       A   લોખંડ-પોલાદ        B   ઇલેક્ટ્રોનિક્સ      C   શણ                    D   સુતરાઉ કાપડ

31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?

        A  તમિલનાડુ અને કર્ણાટક                         B  મહારાષ્ટ્ર અને તમિલનાડુ     

        C  મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ                     D  ઉત્તર પ્રદેશ અને બિહાર

32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?

       A  માલેગાંવ               B   ગોરેગાંવ              C  ગોરખપુર           D   કોલકાતા

33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

       A  મુંબઇ                     B   અમદાવાદ           C  વડોદરા             D  રાજકોટ

34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?

        A  બૅંકિંગ કામગીરી    B   વનસંવર્ધન         C  પશુપાલન           D  અણુશસ્ત્રોનું ઉત્પાદન

35   નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?

       A  પશુપાલન              B મત્સ્યઉદ્યોગ          C  શિક્ષણ                 D  કારખાના

36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?

       A  પ્રાદેશિક               B  આંતરિક                  C  વિદેશ                 D   સ્થાનિક

37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?

        A  નિરક્ષરતા             B  આતંકવાદ             C  રૂઢિચુસ્તતા        D  ગરીબી

38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?

       A  જિલ્લા પંચાયત                              B   તાલુકા પંચાયત

       C  જિલ્લા ગ્રામવિકાસ એજન્સી           D   રોજગાર વિનિમય કચેરી

39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની

         સ્થાપના કરી છે ?

       A   કેન્દ્રીય શ્રમિક બોર્ડ                         B   કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ 

       C   કેન્દ્રીય શિક્ષણ બોર્ડ                        D  કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ

40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?

       A 33 કરોડ                  B 28 કરોડ                 C 38 કરોડ              D 23 કરોડ

41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

        A  આઇ.એમ.એસ.      B  આઇ.એસ.આઇ.     C  એફ.એસ.આઇ.     D  એગમાર્ક

42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?

        A  સરકારનો હસ્તક્ષેપ                          B પ્રજાની નિરક્ષરતા

        C  ગ્રાહક આંદોલન                                D  ગ્રાહક જાગૃતિ

43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?

       A 350                         B 500                         C 460                    D 850

44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?

       A  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા                          B  કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા      

       C  રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા                        D  સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં

         આવી છે ?

       A   28 %                     B  33 %                     C  30 %                   D  50 %

46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?

       A  38.32 %                 B  65.38 %                 C  28.38 %              D  75.33 %

47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?

        A  જ્ઞાતિવાદ             B  આંતકવાદ             C  કોમવાદ             D  ભાષાવાદ

48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ? 

       A  નાગાલૅન્ડ             B પંજાબ                     C  આંધ્ર પ્રદેશ          D  અસમ

49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?

        A  અજ્ઞાની                B  બૌદ્ધિક                    C  નિરક્ષર                D  સાક્ષર

50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?

       A સરકાર                    B સમાજ                     C કાયદા                  D પૂર્વજો

 

One response to “પ્રશ્નપત્ર – 26

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    November 5, 2011 at 1:13 am

    ખુબ જ સરસ સેવા કરો છો બાળકો અને વાલીઓની

    ધન્યવાદ સાહેબ

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: