RSS

મને એજ સમજાતું નથી

09 ઓક્ટોબર

મને એજ સમજાતું નથી શીદને આવું થાય છે ?

સકારી શાળા ટૂટતી જાય છેને સ્વનિર્ભર શાળા ફૂટતી જાય છે…

કોઇ કોમ્પલેક્ષમાં તો કોઇ શેરીઓમાં શરૂ થઇ જાય છે. મને….

તાલીમ કે પ્રોગ્રામ એક વિધિ બની રહી જાય છે,

ચા-પાણીને નાસ્તો કરી બધા છૂટા પડી જાય છે. મને …

વેકેશન ખૂલતા જ બાળકોની મોજ મરી જાય છે,

ભણાવવાના ભોગે ઢગલો હોમવર્ક આપી જાય છે.

બાળકોને માબાપનું આ વૈતરું બની જાય છે. મને…

દફતરોનો આ ભાર ગધેડાની જેમ વેંઢારતા જાય છે,

ઢળતી જવાનીમાં એ કમરનો કસ કાઢી જાય છે.મને..

થયું વર્ષ પુરુને પરીક્ષાની બીક આપી જાય છે.

કોઇ હતાશ તો કોઇ આત્મહત્યા કરી જાય છે. મને

ટ્યુશનિયા શિક્ષકો ભૂલકાંઓને ભરમાવી જાય છે.

 વહાલાઓ  સારા માર્કસે પાસને બીજા પાછળ રહી જાય છે.

મને એ સમજાતું નથી શીદને આવું થાય છે ?

 ડો. પ્રદ્યુમનસિંહ જે વાઘેલા,

 

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 9, 2011 in વાર્તા

 

One response to “મને એજ સમજાતું નથી

 1. Hardip Gadhavi

  નવેમ્બર 9, 2013 at 6:47 પી એમ(pm)

  ॥ નેકદિલ બહારવટિયો ॥

  કાઠિયાવાડ ની ધરતી માથે તેદિ’ બહારવટિયા કાદુ મકરાણીના ઘોડાના ડાબલા પડતા’તા . ગાયકવાડ સરકાર સામેં બહારવટે નીકળેલો કાદુ મકરાણી એક પછી એક સોરઠનાં ગામડાં ભાંગતો જાય છે .’રોજ જો એક ગામ ભંગાય તો જાણજો કે કો’ક સાધુએ ભાંગ્યું’તું , કો’ક બાવો ઝપટ કરી ગ્યો’તો . પણ જો દિવસ માં ત્રણ ગામ ભંગાય તો માનવું કે કાદુ મકરાણીએ ભાંગ્યાં.’ આવી જાસા ચીઠ્ઠી સરકાર ને મોકલાવી કાદુ કાઠિયાવાડને ધમરોળે છે .

  એવે એક વાર કાદુ મકરાણી ગીર તાબાનું વડાળ ગામ ભાંગવા હાલ્યો છે . ગીર તાબાનું વડાળ ગામ . પટેલ ની દિકરા વહુ . આણું વળીને આવી છે . સવારના પહોરમાં પોતાના ધણીને ભાત દેવા જાય છે . માથે ભરત ભરેલી ઈંઢોણી મેલી , ને ઈ માથે ભાતનો સૂંડલો મેલીને જ્યાં એ બાઈ હજી તો પડથાળનાં પગથીયાં ઉતરે , ત્યાંતો ઓસરીમાં થાંભલીને થડ ટેકો દઈ બેઠી બેઠી બજર તાણતી સાસુ બોલી કેઃ ”આટલાં બધાં ઘરેણાં પહેરીને ભાત દેવા જાછ તે તને ખબર નથી બહારવટિયા કાદુ મકરાણીનું બહારવટું છે .આટલા માંજ ક્યાંક ઓડા બાંધીને બેઠો હશે . ઘરેણાં ઉતારીને જા નકાં તારો બાપ કાદુ તને લુંટી લેશે .”

  તેદિ’ બાપને ઓરડેથી સંસ્કારનો કરિયાવર લઈ આવેલ એ પટેલ ની વહુવારૂએ એટલું જ કિધું’તું કેઃ ”બાઈજી , આ પહેર્યાં છે ઈતો તમારા ઘરનાં છે .પણ હવેતો મારે મારા પિયરનાંય ઘરેણાં પહેરીને જાવું છે . જોઉં છું કે કાદુ મકરાણી મને કેમ લુંટે છે ?”

  ભાઈ ! ભાઈ ! ભાઈ ! સોરઠ નું ખમીર ! પોતાના અંગ માથે બધાં જ ઘરેણાં ઠાંસીને બાઈ સીમમાં જવા નીકળી . ઈ ગામ મુકી સીમના મારગે ચડી , અને જ્યાં સાંકડી નેળ્ય માંથી પસાર થાય ત્યાંતો બોકાની બાંધેલો એક આદમી આડો ફર્યો . કિધું કેઃ ”બાઈ , બોન , બાપા , બીછ માં . તને કાંઈ નહિં કરૂં . પણ ઈ ભાતનો સૂંડલો ને ઘરેણાં આંહિ મૂકી તું તમતારે ઘરભેગી થઈ જા .”

  કે’ ”તમેં કોણ ?”

  કે’ ”હું બહારવટિયા કાદુ મકરાણી નો માણસ છું .”

  કે’ ”ભાઈ , આ ઘરેણાં ને ભાત હું દેવા માટે જ આવી છું .પણ કાદુ મકરાણી ખુદ આવે તો દેવાં છે .”

  કે’ ”અંહિ ઊભી રે’ બેન ! હું કાદુ મકરાણી ને બોલાવું છું” આમ કહિ માણસ છે ઈ કાદુ ને બોલાવવા ગયો .

  ભેખડ માથે બેઠો બેઠો કાદુ મકરાણી ખુદાની બંદગી કરે છે કેઃ

  તુંહિ નામ તારન સબે કાજ સારન ધરે ઉસકા ધારન નિવારન કરેગા,
  નથા દાંત વાકુ દિયા દુધ માકુ ખબર હૈ ખુદાકુ સબર જો ધરેગા,
  તેરા ઢુંઢ સીના મિટે દિલકા કિના જીને પેટ દિના વો આકે ભરેગા,
  મુરાદન કહે મુકદ્દર કે અંદર જીને ટાંક મારા ન ટારા ટરેગા .

  એવો તાર લાગી ગયેલો છે . એમાં માણસે આવીને કિધુ કેઃ ”જમાદાર , એક બાઈ આવી છે . કહે છે કે કાદુ ખુદ આવેતો મારે ઘરેણાં દેવાં છે .”

  ધીરાં ધીરાં પણ સાવજ ના જેવાં ડગલાં દેતો કાદુ આવ્યો . કિધું કેઃ “શું છે બોન ? ”

  કે’ ”જમાદાર કાદરબક્ષ ! તારે મને લુંટવી હોય તો ના નથી , પણ બા’રવટિયા, મારી વાત સાંભળ . આજ હું આ ભાતનો સૂંડલો ઉપાડીને આવતી’તી ત્યાં મારી સાસુએ મને મહર કરી , ટકોર કરી કેઃ ‘વહુ , આટલાં ઘરેણાં પહેરી જાછ તે તારો બાપ કાદુ તને લુંટી લેશે .હવે મારે જોવું છે કે એક બાપ દિકરીને કેવી રીતે લુંટે છે .”

  અને ત્યાંતો થડક ઉથડક થડક ઉથડક ડાકલાં ના પડ ની માફક બહારવટિયાની છાતી થાવા માંડી . બહારવટિયો કોય દિ’ બીવે નહી . પણ તેદિ’ એનેય મકરાંણ માં મોકલેલાં પોતાનાં બાળબચ્ચાં સાંભર્યાં હશે . અને કાદુ એટલું જ બોલ્યો કેઃ “બેટા , હવે મારાથી તને લુંટાય નહીં . ઉલ્ટાનું કાપડું દેવું જોઈએ .પણ દિકરી , આજ તારો આ બાપ ખરચી ખુટ થઈ ગયો છે . પણ મારા ગુરુની આપેલ આ વીંટી તને પ્રસાદિ માં આપું છું .” એમ કહી બારવટિયે વીંટી દિધી અને કિધું કેઃ ”બેટા , હુંતો શું પણ હવે કોઈ બારવટિયો તારા ગામને પાદર પગ નહિં મૂકે .અને જો કોઈ ખાટસવાદિયો તને કનડે તો એને કે’જે કેઃ બારવટિયો કાદુ મકરાણી મારો બાપ થાય .”

  આટલાં વેણ સંભળાવી બહારવટિયો ઘોડીએ ચડી વડાળનો સીમાડો મેલી હાલતો થયો . અને એકલી ઊભેલી એ દિકરી ‘કાદુ બાપુ ! કાદુ બાપુ ! ‘ કરતી વગડો ગજવતી’તી .

  આવી તો બાપ , અનેક વાતો અમારી ધરતી ની ધૂળ્ય માં દટાલ પડી છે . કંઈક મરમાળાં માનવી અમારી ધરતીને માથે પાક્યાં .

  મેલી મમતા કુટુમ્બ ઘરબાર ભૂલી ભય દિધો મૃત્યુ નો ડર ,
  કોઈનો લાડકવાયો ચાલ્યો કાળનો કોળીયો થાવા ,
  ધન્ય ધરા ગુર્જર ભલી અમણી જ્યાં રતન પાકતા આવા .

  લ્યો બાપા ! આવી જ કોઈક સરવી ને ખમીરવંતી વાત વળી પોસ્ટ કરતો રહીશ . ત્યાં સુધી જય માતાજી .

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: