RSS

વૃદ્ધની સમજ દારી

05 May

પ્રસિદ્ધ દાર્શનિક સોક્રેટિસ ફરતા ફરતા એક શહેરમાં પહોંચ્યા ત્યાં એમને એક્ વૃદ્ધ વ્યક્તિની મુલાકાત થઇ બંને એકબીજા સાથે હળીમળી ગયા,નિખાલસ મનથી વાતો કરતા રહ્યા સોક્રેટિસે પેલા વૃદ્ધને પૂછ્યું આપનુ જીવન ખૂબજ આનંદથી વીત્યું છે. પરંતુ હાલમાં આપને કોઇ મુશ્કેલી પડે છે ખરી  પેલા વૃદ્ધ સોક્રેટિસ તરફા જોઇને હસ્યામારા પરિવારની જવાબદારી મારા પુત્રોને સોંપી દીધી પછી નચિંત છું, તેઓ જે કહે છે. એ કરુ છું. જે ખાવા આપે છે એ ખાઇ લઉં છું અને પૌત્ર-પૌત્રીઓ સાથે હસું છું રમુ છું સંતાનો કંઇ ભૂલ કરે ત્યારે મૌન રહ્યું છું એમના કામ કાજમાં જરાય દખલ દેતો નથી. પરંતુ જ્યારે તેઓ કંઇ સલાહ લેવા આવે ત્યારે મારા જીવનના અનુભવો એની સમક્ષ રજૂ કરુ છું અને કરેલી ભૂલોદ્વારા થયેલા દુષ્પરિણામો તરફ સાવચેત કરી દઉં છું તેઓ મારી સલાહ મુજબ વર્તે છે કે અમલ કરે છે કે નહી એ જોવાનું કે વિચારીને મગજ ખરાબ કરવાનું મારુ કામ નહી તેઓ મારા માર્ગદર્શન મુજબ ચાલે એવો આગ્રહ નથી સલાહ આપ્યા બાદ પણ તેઓ ભૂલ કેરે તો હું ચિંતા કરતો નથી તેમ છતાંય તેઓ ફરીથી મારી પાસે આવે તો એમના માટે દ્વાર હંમેશા ખુલ્લા જ છે. હું ફરીવાર એને સલાહ આપીને વિદાય કરું છું.

 
 

3 responses to “વૃદ્ધની સમજ દારી

  1. razia

    મે 5, 2011 at 6:08 am

    ખૂબ સુન્દર વાત કરી એ વ્રુધ્ધએ , આ જ તો જીંદગી છે. સ્વીકારવી રહી.

     
  2. alplimadiwala

    મે 8, 2011 at 6:22 am

    મને લાગે છે કે આ વાત અમુક ઉમર પછી દરેક વદિલો એ અનુસરવા જેવી છે. આ લેખ ને મારા બ્લોગ પર કોપી કરુ છુ.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: