RSS

પ્રશ્ન પત્ર – 2

19 એપ્રિલ

1 ભરતીય સંસ્કૃતિની મુખ્ય ધ્યેય

A માત્ર આદર્શગામી હતું                B માત્ર કારીગરીના શિખરો સર કરવાનું હતું

C ધર્મ,અર્થ,કામ અને મોક્ષ હતું      D માત્ર ભૌતિકવાદીર્દષ્ટીબિંદુ દર્શાવનાર હતું

2 કઇ કલામાં ગાયન અને વાદન એ બે કલાનો સમાવેશ થાય છે ?

A ચિત્રકલા      B નૃત્યકલા     C નાટયકલા    D સંગીતકલા

3 ભારતીય સંગીતની ગંગોત્રી એટલે

A ઋગ્વેદ          B સામવેદ       C અથર્વવેદ     D યર્જુર્વેદ

4 કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે ?

A અસમ        B ઓરિસા      C કેરળ     D આંધ્રપ્રદેશ

5 મૌર્યયુગની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ક્યો છે ?

A સાંચીનો સ્તુપ       B સારનાથનો સ્તંભ      C વારાણસીનો સ્તુપ          D બુદ્ધગયાનો સ્તુપ

6 શિવના ત્રણ સ્વરૂપો સર્શાવતી ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ કઇ ગુફામાં આવેલી છે

A અંજનતા                B એલિફનટા                C ઇલોરા            D મહાબલિપુરમ

7 ક્યું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે ?

A મોઢેરાનું સૂર્ય મંદિર                  B ખજૂરાહોનું મંદિર              

C કોણાર્કનું મંદિર                          D બૃહદેશ્વરનું મંદિર

8 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા રાજયમાં આવેલ છે ?

A ઓરિસ્સા                B આંધ્રપ્રદેશ              C પશ્વિમ બંગાળા            D ગુજરાત

9 ભગવાન બુદ્ધનાં અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરનાં અંડાકાર ચણતરને શું કહેવાય છે

A સ્તુપ                        B ગુરુદ્વારા                   C મંદિર                 D મસ્જિદ

10 ભારતીય સાહિત્યનું પ્રાચીન તમ પુસ્તક

A ઋગ્વેદ                     B સામવેદ                  C અથર્વવેદ            D યજુર્વેદ

11 ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે ?

A નરસિંહ મહેતા            B નર્મદ                     C મીરાંબાઇ             D ભાલણ

12 વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે ?

A ઋગ્વેદ                B રામાયણ                C મહાભારત          D શ્રીમદ્ ભાગવદગીતા

13 નીચેનામાંથી એક જોડકું સાચું નથી તે શોધીને લખો ?

A કવિ કલ્હણ – રાજતરંગિણી        B શંકરાચીર્ય – ભાષ્ય

C કવિ પંપા – આદિપુરાણ            D સોમદેવ – શાંતિપુરાણ

14 પૌરાણિક પરંપરા અનુસાર દેવોના સ્થપતિ કોણ હતા ?

A વિશ્વકર્મા                      B દેવકર્મા             C ધર્મકર્મા            D ઇન્દ્રકર્મા

15 મેવાડના રાજા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્રાર ક્યારે ર્ક્યો ?

A પંદરમી સદી                 B અગિયારમી સદી              C દસમી સદી          D ચોથી સદી

16 અસમનો મુખ્ય તહેવાર કયો છે ?

A ઓનમ                         B બિહુ                                    C ગણગોર                D ગણેશચતુર્થી

17 ગુજરાતના કયા સ્થળને તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળ તરીકે જાહેર ર્ક્યું છે ?

A ચાંપાનેર                        B વડોદરા                      C જૂનાગઢ                  D સાંચી

18 નીચેનામાં એક વિધાન ખરું નથી તે શોધીને જવાબ લખો ?

A તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાય છે          B કુંભમેળો બનારસમાં ભારય છે

C પુષ્કરનો મેળો રાજસ્થાનમાં ભારાય છે          D અર્ધકુંભ મેળો હરદ્વારમાં ભરાય છે

19 નવીની કરણીય સંસાધનમાં કોનો સમાવેશ થતો નથી ?

A જંગલો                      B પવનો                   C ખનીજો                  D વન અને વન્યજીવો

20 નીચેનામાંથી કયું વિધાન જંગલોનું પર્યાવરણીય મહત્વ સૂચવતું નથી ?

A જંગલો વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે                   

B જંગલો પૂર-નિયંત્રિત કરે છે

C જંગલો જંગલોમાં રહેતી પ્રાજાને આજીવિકા પુરી પાડે છે

D જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે

21 વિક્રમચરિતમાં વૃક્ષોને કોની સમાન ગણવામાં આવ્યા છે ?

A સંતપુરુષ                     B વિભૂતિ              C મહાત્મા            D પરોપકારી

22 જંગલો અંગે સંશોધન કરતી સંસ્થા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિયૂટ કયા સ્થળે આવેલી છે ?

A દહેરાદૂન                        B બેંગ્લોર               C અમૃતસર     D લખનૌ

23 વિશ્વ વનદિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે ?

A 5 જૂન                         B 21 માર્ચ                    C 29 ડિસેમ્બર               D 4 ઓક્ટોબર

24 જંગલોના વિનાશ માટે સૌથી વધુ દોષિત કોણ છે ?

A પ્રાણીઓ                     B પક્ષીઓ                       C માનવીઓ               D જાનવરો

25 ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે ?

A ચરોતર                         B કાનમ                   C ભાલ                            D કચ્છ

26 શણ – સાદડી,દોરડા, શેરડી –

A હસ્ત કલા-કારીગરીના નમૂના               B ખદ્યતેલ                  C ખોળ            D ખાંડસરી

27 ઘઉંના પાકને શાનાથી ફાયદો થાય છે ?

A હિમ                                  B પવન                     C ધુમ્મસ                    D ઝાકળ

28 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

A વિદ્યાનગર                 B અમદાવાદ           C ભાવનગર                  D દાંતીવાડા

29 જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત – મલિન જળ , પૃષ્ઠિય જલનો મુખ્ય સ્ત્રોત

A સરોવરો                       B નદીઓ                 C જળાશયો                 D નહેરો

30 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ બનાવે છે ?

A મહાનદી                      B કૃષ્ણાનદી             C કાવેરીનદી                D મહીનદી

31 નીચેનામાંથી ગુજરાતની કઇ બહૂહેતુક છે ?

A નર્મદા યોજના              B હિરાકુંડ યોજના         

C ચંબલખીણ યોજના         D કોસી યોજના

32 કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ?

A કોયના                           B ઉકાઇ                  C નર્મદા                       D શિવસમુદ્રમ

33 ભારતનું ક્યું શહેર ઇલેકટ્રોનિક ઉદ્યોગની રાજ ધાની છે ?

A દિલ્લી                            B મુંબઇ                  C બેંગ્લોર                      D હૈદરાબાદ

34 ગુજરાતનું મહત્વનું સુતરાઉ કાપડનું કેન્દ્ર ક્યું છે ?

A રાજકોટ                       B વડોદરા               C અમદાવાદ                 D કલોલ

35 ગુજરાતમાંથી ક્યો રાષ્ટ્રીય સડક માર્ગ પસાર થાય છે ?

A રાજ્ય ધોરીમાર્ગ                    B કોસ્ટલ હાઇવે      

C રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-8        D એક્સપ્રેસ હાઇવે

36 વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 765 ડોલર સુધીની માથાદીઠ આવક ધરાવતા દેશોને કેવા દેશો કહેવાય છે ?

A અવિકસિત દેશો          B વિકાસશીલ દેશો       C ગરીબદેશો           D વિકસિત દેશો

37 ખેતી અને ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિઓ ક્યા ક્ષેત્રની પ્રવૃતિઓ ગણાય છે ?

A પ્રાથમિક ક્ષેત્ર              B માધ્યમિકક્ષેત્ર         C સેવા ક્ષેત્ર                D ઉદ્યોગ ક્ષેત્ર

38 ભારતનું અર્થતંત્ર કેવું છે ?

A મિશ્ર પદ્ધતિ                  B બજાર પદ્ધતિ         C સમાજવાદી પદ્ધતિ        D મૂડીવાદી પદ્ધતિ

39 મિશ્ર અર્થતંત્ર એટલે શું ?

A જાહેરક્ષેત્ર દ્વારા ઉત્પાદન          B ખાનગી અને જાહેરક્ષેત્રનું સહઅસ્તિત્વ

C ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદન      D સરકાર દ્વારા ઉત્પાદન

40 ક્યા વર્ષની ઔદ્યોગીક નીતિથી સુધારાનો નવો યુગ શરૂ થયો ?

A ઇ.સ. 1985                 B ઇ.સ. 1988                C ઇ.સ. 1991           D ઇ.સ. 19 98

41 આર્થિકનીતિમાં કઇ નીતિનો સમાવેશ થઇ શકે નહિ ?

A ખાનગીકરણ                   B શહેરીકરણ              C ઉદારીકરણ          D વૈશ્વિકીકરણ

42 બજારનો રાજા કોણ ગણાય છે ?

A ગ્રાહક                            B વિક્રેતા                C ઉત્પાદક                    D વેપારી

43 ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?

A એગમાર્ક                      B          ISI                C         BIS                    D        ASO

44 માનવ વિકાસ આંકનો ખ્યાલ નીચેનામાંથી કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

A WHO                          B     UNDP                C          UNO               D         UNICEF

45 વિશ્વબેંકના 2005ના અહેવાલ પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર છે ?

A 460                               B 340                    C 640                            D 530

46 નીચેનાં વિધાનોમાં એક વિધાન સાચું નથી તે શોધીને જવાબ લખો ?

A ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં નોર્વે પ્રથમ છે

B કેન્યા મધ્ય માનવ વિકાસ ધરાવતો દેશ છે

C ઝામ્બિયા નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ છે

D કેનેડા ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશ છે

47 ભષ્ટાચાર શાનું પરિણામ છે ?

A સાર્વજનિક                   B બેઇમાની             C છેતરપિંડી                D ગરીબી

48 એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ ક્યો છે ?

A શ્રીલંકા                         B સિંગાપુર               C હોંગકોંગ                 D ભારત

49 પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણે નાગરિકને કયો અધિકાર આપ્યો છે ?

A શોષણ વિરોધિ અધિકાર                 B સમાનતાનો અધિકાર

C બંધારણીય ઇલાજનો અધિકાર     D સ્વતંત્રતાનો અધિકાર

50 જે વ્યક્તિ શારીરિક અથવા માનસિક ક્ષતિઓથી પીડાતી હોય તેમને શું કહેવાય ?

A વૃદ્ધ                               B બાળક                 C વિકલાંગ                       D નિરાશ્રિત

Advertisements
 
1 ટીકા

Posted by on એપ્રિલ 19, 2011 in પ્રશ્ન બેંક

 

One response to “પ્રશ્ન પત્ર – 2

  1. adnan

    સપ્ટેમ્બર 24, 2011 at 6:02 પી એમ(pm)

    PLEASE TAT EXAM NE LAGTA PRASNO LAKHONE .

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: