RSS

ભારત કૃષિ સંસાધન – 10

13 માર્ચ

કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાનગત સુધારા

  • ટેકનિકલ સુધારા

ભારતમાં કૃષિક્ષેત્રે ઘણા ટેકનિકલ સુધારા આવેલ છે અને તેના પરિણામે કૃષિ આધુનિક બની રહી છે.
ભારતમાં ખેતીકીય સાધનોનું યંત્રીકરણ થયું છે
પહેલા ખેડુત રહેંટ, હળ, બળદગાડાનો ઉપયોગ કરતો હતો
આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, ટ્રેકટર, ટ્રેલર્સ, થ્રેસર્સનો ઉપયોગ કરે છે
ખેતીમાં સિંચાઇ ક્ષેત્રે આજે સગવડતાઓ વધી છે.આજે દેશનો લગભગ 40% ભાગ સિંચાઇનો લાભ મેળવતો થયો છે.

સિંચાઇની સગવડો ટપક સિંચાઇ, ફુવારા પધ્ધતિ વગેરેનો ઉપયોગ કરી વધુ ઉત્તપાદન મેળવે છેસુધારેલા બિયારણો,અને સંકર જાતોનો ઉપયોગ કરે છે
રાસાયણીક ખાતરો – N.P.K.(નાઇટ્રોજન, ફૉસ્ફરસ, અને પોટાશ) D.A.P.(ડાયએમોનિયા ફૉસ્ફેટ) અને યુરિયાનો ઉપયો કરે છે

જૈવિક ખાતરો – બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે

સહાય અને રાહતો – સરકાર બિયારણ અને ખાતરો ખરીદવા તથા જંતુ નાશક દવાઓ ખરીદવા માટે આર્થિક મદદ કરે છે
ખેડુત પાક રક્ષણ માટે જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલ (જૈવિક) નો ઉપયોગ કરે છે
માહિતી – સરકાર દ્વારા રેડિયો, ટી.વી, વર્તમાનપત્રો તથા ગ્રામ સેવકોના માધ્યમથી કૃષિ સંશોધનો ખેડુતને પહોંચાડે છે
ખેડુત તાલિમ કેન્દ્રો ની સ્થાપના કરે છે અને તાલિમ આપે છે
કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનીકો
કૃષિયુનિવર્સિટીઓ અને કૉલેજોંની સ્થાપના દરેક રાજયમાં કરવામાં આવી છે
ગુજરાતમાં બનાસ કાંઠા જિલ્લાનાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે
સંશોધન કરતી સંસ્થાઓ
ICAR – ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રીસર્ચ
DARE – ડિપર્ટમેન્ટ ઑફએગ્રીકલ્ચરલ રીસર્ચ એન્ડ એજ્યુકેશન
સરકાર સબસિડી આપીને ખેડૂતની મદદ રૂપ થાય છે

  • સંસ્થાન ગત સુધારાઓ

સરકારે જમીનદારી પ્રથા નાબૂદકરી ખેડુતોનુ શોષણ અટકાવ્યું છે
ખેડેતેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકનો સાચો હક્ક આપ્યો છે
જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે
(અહિંયા વિનોબા ભાવે દ્વારા કરવામાં આવેલ ભૂદાન યજ્ઞનો ઉલ્લેખ યોગ્ય ગણા છે.તેઓએ ભારતનાં ગામડાંમાં ફરી કધુ જમીન ધરાવનારને એક હિસ્સો દાન કરવા વિનંતી કરતા
જમીન એકત્રીકરણના કાયદા દ્વારા નાના નાના જમીનના ટૂકડાને એકત્રીત કરાયા છે
ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ યોજના શરૂ કરવામાં આવી છે
ખેડૂતોને પોતની પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંધ, સહકારી ધોરણે ગોદામો, પરિવહનો અને સંદેશાવ્યવહારની સગવડો ઉભીકરવામાં આવી છે
કૃષિપાક વીમાયોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષાણ પૂરું પાદવામાં આવે છે

ખરીદ – વેચાણ સંઘો
GROFED – ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ
GUJCOMASOL – ગુજરાત સ્ટેટકો-ઑપરેટિંગવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ
N.D.D.B. – રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ

  • કૃષિ સુધારાની અસરો

કૃશિમાં આવેલ ઉપર્યુક્ત પરિણામે કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે
અનાજ ઉત્પાદનમાં વધારો થયો તેથી નિકાસ કરી શકાય છે
સઘન કૃષિ અને કૃષિ વિસ્તરણ શકય બન્યા છે
ખેડૂતોની આવક વધી તેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે
રોજગારી ક્ષેત્રે સુધારો અને રાષ્ટ્રીય વિકાસમાં પરિવર્તન આવ્યું છે
રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાના વધુ ઉપયોગના કારણે જમીન પ્રદૂષણનો પ્રશ્ન ઉભો થયો છે
આવા પ્રદૂષણના કારણે માનવીના સ્વાસ્થ્યને માઠી અસર થઇ છે
જૈવ રસાયણથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને પાકની સંકરણ જાતોથી ઉત્પાદન વધે છે.

  • ભારતના અર્થતંત્રમાં કૃષિનુ મહત્વ

રાષ્ટ્રીય આવકના 26% કૃષિ ક્ષેત્રમાં થી મળે છે
64% લોકોને રોજગારી આપે છે
કૃષિ દ્વારા ખાધ સામગ્રીને લગતા પ્રોસેસિંગ ઉધોગ, સુતરાઉ કાપડ ઉધોગ, ખાંડ ઉધોગ, કાગળ ઉધોગ વગેરેને કચો માલ પુરો પાડે છે
ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, તમાકુ વગેરેની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે
લોકોને ખોરાક પુરો પાડે છે
ખેતી સાથે પશુપાલન કરી પુરક રોજગારી મેળવવામાં આવે છે
ભારત કૃષિ પ્રધાન દેશ છે
ભારતની વસ્તીનો મોટો સમુદાય કૃષિ ક્ષેત્રે રોકાયેલો છે.
ભારતમાં લગભગ 64% લોકોને કૃષિમાંથી રોજગારી મળે છે
કૃષિ વરસાદ પર આધારીત છે અને ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્વિત હોય છે
તેથી ઘણી વખત કૃષિ નિષ્ફળ જાય છે અને ખેડૂતો બેરોજગાર બને છે.આની અસર રાષ્ટ્રીય અર્થકારણ પર પડે છે
જો સિંચાઇની સગવડ વધારવામાં આવે ,ઉધોગનો વિકાસ કરી ખેતી પરનું ભારણ ઓછું કરવામાં આવે તો કૃષિ અને ખેડૂતોનો વિકાસ થાય

  • અનાજ સંરક્ષણ

આજે કોઇ પણ દેશમાટે અનાજ સુરક્ષા જરૂરી છે.જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટો પાયે આયાત કરવી પડેતો તે દેશની રાજકીય સ્વાતંત્રતા જોખમાય છે.
ભારતમાં અનાજ ઉત્પાદન ક્ષેત્રે પ્રગતી થઇ છે
1950 માં 510 લાખ ટન અનાજ ઉત્પાદન થયું હતું
1999-2000 માં 2090 લાખ ટન અનાજ ઉત્પાદન થયું હતું
જોકે તેની સામે ભારતમાં વસ્તીમાં પણ વધારો થયો છે
1951માં વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી તે
2001 માં 102.70 કરોડની થઇ છે
ભારતમાં 2001માં રાષ્ટ્રીય ભંડારમાં 4.47 લાખ અનાજ હતું
દુષ્કાળ સમયે આ અનામત અનાજ ભંડાર દ્વારા પરિસ્થિતિનો સામનો કરી શકાય છે
1999-2000 માં ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો 26% હતા
આપણી પાસે અનાજનો ભડાંર ભરેલો હોવા છતા કેટલાક લોકોને બે ટંકનું ભોજન મળતું નથી
આજે આપણે ધાન્ય પાકોને બદલે રોકડીયા પાકોને મહત્વ આપ્યું છે તેથી અનાજ ઉત્પાદન ઘટતું જાય છે જમીનમાં ક્ષારીય તત્વોનું પ્રમાંણ વધતું જાય છે
જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે
આ પરિસ્થિતિના નિવારણ માટે વૈજ્ઞાનીકોએ સજીવખેતી, સંકરણ કરેલી પાક પધ્ધતીઓ, જૈવિક ખાતરોનો ઉપયોગ જેવા સંશોધનો કરવા પડ છે.

  • ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર

ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ અમલમાં મૂકી છે
તેનો ઉદેશ ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડે નક્કી કરેલા લક્ષ્યાંકો નિશ્વિત સમયમાં પૂર્ણં કરવા

  • વૈશ્વિકી કરણથી ખેતી ક્ષેત્રે આવેલ પરિવર્તનો

ખેત પેદાશોનું પ્રમાણ,પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે
ખેત પેદાશોની આયાત – નિકાસ મુક્ત થઇ છે
ગુજરાતના તલ અને મરચા ચીનનાં બજારમાં મળે છે
વિશ્વનાં વિવિધ ફળો ભારતના બજારમાં મળે છે
ઉત્પાદકોને વૈશ્વિક બજાર મળતા પેટન્ટં રજિસ્ટ્રેશનની જરૂર ઉભી થઇ છે
આપણી ગુણવતાસભર ઉત્પાદનોની પેટન્ટં દેશના નામે નોંધાવવી જરૂરી બની છે

કૃષિ સુધારા

  • ટેકનીકલ સુધારા

યંત્રીકરણ, સિંચાઇ . સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, પ્રચાર માધ્યમો, કૃષિ સંશોધનો

  • સંસ્થાનગત સુધારા

જમીનદારી પ્રથાનો અંત, જમીન સુધારણા, કૃષિ ધિરાણ, પાક વીમા યોજના, કૃષિ વેચાણ કેન્દ્રો, સહકારી ધોરણે શીતગૃહ,બજાર

 
Leave a comment

Posted by on માર્ચ 13, 2011 in પ્રકરણ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: