RSS

ભારત કૃષિ પ્રકરણ – 10

09 માર્ચ

ભારતની કૃષિપેદાશો
ધાન્યપાકો – ઘઉં,જવ,ડાંગર,બાજરી,જુવાર,મકાઇ

કઠોળ – તુવેર,મગ,ચણા,વાલ,મઠ તેલિબિયાં – મગફળી,તલ,સોયાબીન,સરસવ,એરંડો

પીણાં – ચા – કૉફી, કોકો

રોકડિયા પાક – કપાસ,શેરડી,શણ,તમાકુ

અન્ય પાક – વિવિધફળો,કઠોળ,શાકભાજી,ફૂલો
ખરીફ પાક – ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે
જૂન-જુલાઇ થી ઑકટોબર-નવેમ્બરસુઘીનો સમય ગાળો છે
ડાંગર,મકાઇ,જુવાર,બાજરી,કપાસ, વગેરે પાકો લેવામાં આવે છે
રવિ પાક – શિયાળામાં લેવામાં અવતા પાકોને રવિ પાકો કહે છે
ઑકટોબર-નવેમ્બર થી માર્ચ-એપ્રિલ સુધીનો સમય ગાળો
ઘઉં, ચણા, જવ, સરસવ વગેરે પાકો રવિ પાકો છે
જાયદ પાકો – ઉનાંળામાં લેવામાં આવતા પાકોને જાયદ પાકો (ઉનાળું પાકો) કહે છે
માર્ચથી જૂન સુધીનો સમયગાળો છે
તળબૂચ, કાકડી વગેરે વિવિધ પાકો લેવામાં આવે છે
મુખ્ય કૃષિ પાકો

 • ધાન્ય પાક

ભારતના કુલ વાવેત વિસ્તારના 75%માં ઘાન્ય પાકોનુ વાવેત થાય છે
અને કુલ કૃષિ ઉત્પાદનના 50% ઉત્પાદન હિસ્સો ધરાવે છે

 • ડાંગર

ઉષ્ણ કટિબંધીય ખરીફ પાક છે. સિંચાઇની મળતી જતી સગવડના પરિણામે હવે તે ઉનાળામાં પણ લઇ શકાય છે.
જમીન નદીઓના મેદાનની કે મુખત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન
તાપમાન – 300 થી 400 સે ગરમ અને ભેજવાળી આબોહવા
વરસાદ – 100 સેમી કરતા વધુ
ઉત્પાદન કરતારાજયો -પ.બંગાળા,તમિલનાડું આંધ્રપ્રેદેશ,ઓરિસ્સા,ઉત્તર પ્રદેશ,બિહાર
ગુજરાતમાં – પંચમહાલ,અમદાવાદ,ખેડા
વિશેષતા- કુલ વાવેત વિસ્તારનાં ¼ ભાગમાં (25%) ડાંગરનુ વાવેતર થાય છે
ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પ્રથમ સ્થાન ધરાવે છે.
ભારત બીજા સ્થાને આવે છે
ભારત ચોખાની નિકાસ – યુ.એસ અને યુ.એ.ઇ.દેશોમાં કરે છે

 • ઘંઉ

ભારતમાં ડાંગર પછી ઘઉં મહત્વનો કૃષિ પાક છે.
કુલ વાવેતર વિસ્તારના છઠ્ઠા ભાગમાં વાવેતર થાય છે.
ઘઉં સમશીતોષ્ણ કટિંબંધય રવિ પાક છે.
જમીન કાળી કે ફળદ્રુપ ગોરાડું
તાપમાન – 200 થી300 સે
વરસાદ – 45 થી 75 સેમી
ઉત્પાદનકરતા રાજયો – પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, બિહાર
ગુજરાતમાં – મહેસાણા ,રજકોટ, જૂનાગઢ,ખેડા
વિશેષતા– ઘંઉ અનાજનો રાજા કહેવાય છે
પંજાબ ઘંઉનો કોઠાર કહેવાય છે
ગુજરતમાં ભાલ પ્રદેશમાં ભાલિયા ઘંઉ થાય છે
પોષક તત્વોની ર્દષ્ટિએ ઘઉંમાં કાર્બોહાઇડ્રેટસ,પ્રોટીન,ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવાં તત્વો સામેલ હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી,બિસ્કિટ,બ્રેડ જેવી વાનગીઓ બને છે. આથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે.

 • જુવાર,બાજરી,મકાઇ

જુવાર,બાજરી,મકાઇ,જવ એ જાડા ધાન્ય પાક તરીકે ઓળખાય છે.

 • જુવાર

ડાંગર અને ઘઉંના પાક પછી જુવાર ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. જુવારનો પાક ઓચા વરસાદ વાળા વિસ્તારમાં લઇ શકાય છે.
જમીન ગોરાડુ જમીન
તાપમાન – 180 થી 320 સે
વરસાદ – 30 થી 60 સેમી
ઉત્પાદનકરતા રાજયો – મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડું

 • બાજરી

જમીન – રેતાળ અને ઓછી ફળદ્રુપ જમીન
તાપમાન – 21 થી 24 સે
વરસાદ – 40 થી 50 સેમી
ઉત્પાદનકરતા રાજયો – ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા,રાજસ્થાન
ગુજરાત – બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ
વિશેષતા– ભારતમાં રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન થય છે
ગુજરાતમાં બનાસકાંઠામાં વધુ ઉત્તપાદન થાય છે

 • મકાઇ

જમીન – ઢોળાવવાળી, કાળી, કઠણ,પથરાળ જમીન કે જેમાં પાણી નીતરી જાય
તેવી જમીન માફક આવે છે.
તાપમાન – 210 થી 270 સે
વરસાદ – 50 થી 100 સેમી
ઉત્પાદનકરતા રાજયો – મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક,
વિશેષતા– પહાડી વિસ્તારનાં લોકોનો મુખ્ય ખોરાક છે.

 • કઠોળ

મગ,મઠ,મસુર,ચણા,અડદ,તુવેર,વાલ,વટાણાં વગેરે કઠોળ પાક ગણાય છે.
અડદ અને મગ એ બંને ખરીફ પાક છે. મસુર,ચણા રવિપાક છે. કઠોળનું ઉત્પાદન મધ્ય કે ઓછા વરસાદવાળા પ્રદેશમાં થાય છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં જુદાજુદા કઠોળ પકનું ઉત્પાદન થાય છે.

 • તેલિબિયા

દેશના જુદાજુદા વિસ્તારમાં ઋતુ અનુસાર મગફળી,તલ,એરંડા,સરસવ,સોયાબીન જેવાં તેલિબિયાંના પાક લેવામાં આવે છે. મગફળી,સરસવ,તલ, તેમજ વર્તમાન સમયમાં કપાસિયા અને સૂર્યમુખીનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે વધુ થાય છે.

 • મગફળી

બધાં તેલિબિયામાં મગફળી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે.
જમીન કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતીમિશ્રિત જમીન માફક
આવે છે.
તાપમાન 200 થી 250 સે
વરસાદ 50 થી 75 સેમી
ઉત્પાદનકરતા રાજયો – ગુજરાત, આંધ્રપ્રદેશ તમિલનાડુ, મહારાષ્ટ્ર
વિશેષતા – ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ઉત્તપાદન
થાય છે

 • સરસવ

ઉત્પાદનકરતા રાજયો – ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, અસમ, હરિયાણા, મધ્ય પ્રદેશ
બિહાર

 • નાળિયેરી

નાળિયેરીના પાકને દરિયા કિનારાની ક્ષારવાળી જમીન,ગરમ અને ભેજવાળી આબોહવામાં લેવામાં આવે છે.
ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ, અંદામાન-નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.
નાળિયેરીનાં કોપરામાંથી તેલ મેળવાય છે. આપણે તેને કોપરેલ કહીએ છીએ,

 • તલ

તલ વર્ષા આધારિત પાક છે. આ પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે લેવામાં આવે છે.
ભારતનાં મોટાભાગના રાજ્યમાં આ પાક થાય છે.
ભારતમાં ગુજરાતા,તમિલનાડુ,પ.બંગાળા,કર્ણાટકમાં વધુ થાય છે.

 • એરંડો

એરંડો ખરીફ પાક છે.
વિશ્વના કુલ ઉત્પાદનનો 20% હિસ્સો ભારત ઉગાડે છે. ગુજરાત,આંધ્રપ્રદેશ,રાજસ્થાન વગેરે એરંડો ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે.

 • ચા

ભારત ચાનું સૌથી વધુ વવેતર,ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર છે.
જમીન – પાણી સહેલાઇથી વહીજાય તેવી પહાડી ઢોળાવવાળી અને લોહતત્વવાળી
તાપમાન – 200 થી 300 સે
વરસાદ – 200 સેમી
ઉત્પાદનકરતા રાજયો – અસમ, પ,બંગાળા, ઉત્તરાંચલ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ,
કર્ણાટક,
વિશેષતા– અસમમાં સૌથી વધુ ઉત્તપાદન
વિશ્વવમાં ભારતનું સ્થાન પ્રથમ છે.

 • કૉફી

કૉફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઇ મોટા ઝાડની છાંયામાં ઉછેરવામાં આવે છે.
જમીન પહાડી ઢોળાવવાળી જમીન
તાપમાન – 150 થી 280 સે
વરસાદ – 150 થી 200 સેમી
ઉત્પાદનકરતા રાજયો – કર્ણાટક, કેરલ, તમિલનાડુ
કર્ણાટકનો કૂર્ગ પ્રદેશ કૉફી ઉત્પાદન માટે જાણીતો છે

 • રોકડિયા પાકો
 • કપાસ

ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા નંબરનું ઉત્પાદક રાષ્ટ્ર છે
કપાસનો ઉપયોગ સુતરાઉ કાપડના કાચા માલ તરીકે, કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે તેમજ કપાસિયાં અને તેનો ખોળ દુધાળાં પશુઓના દાણ તરીકે વપરાય છે.
કપાસ ખરીફ પાક છે.
જમીન – કાળી અને ખનીજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી ફળદ્રુઅપ લાવારસની તથા
લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ માફક આવે છે.
તાપમાન – 200 થી 350 સે
વરસાદ – 30 થી 70 સેમી
હિમથી પાકને નુક્સાન થાય છે.
ઉત્પાદનકરતા રાજયો – ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા,આંધ્ર પ્રદેશ, કર્ણાટક,
તમિલનાડુ, મધ્ય પ્રદેશ,રાજસ્થાન
ગુજરતનો કાનમ પ્રદેશ ઉત્તમ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે
આ ઉપરાંત રાજકોટ,વડોદરા તથા સુરેન્દ્રનગર કપાસના ઉત્પાદન માટે જાણીતા છે.

 • શેરડી

વિશ્વમાં ભારત વાવેતરમાં પ્રથમ અને ઉત્તપાદનમાં બીજા સ્થાને છે
શેરડીમાંથી ગોળ,ખાંડ અને ખાંડસરી બને છે.
ગુજરાતમાં કોડીનાર,બારડોલી,ગણદેવીવગેરે સ્થળોએ ખાંડની મિલો આવેલ છે.
ગુજરાતમાં ખાંડની મોટા ભાગની મિલો સહકારી ધોરણે ચાલે છે.
જમીન લાવાની કાળી કે નદીઓના મુખત્રીકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન
તાપમાન – 210 થી 270 સે     ગરમ ભેજ વાળી આબોહવા
વરસાદ – 75 થી 100 સેમી
ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઇથી આ પાક લેવામાં આવે છે.
ઉત્પાદનકરતા રાજયો – ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ આંધ્રપ્રદેશ, કર્ણાટક,
પંજાબ, હરિયાણા,ગુજરાત
ભારતમાં શેરડીના કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન એકલા ઉત્તર પ્રદેશમાં જ થાય છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે.

 • શણ

વિશ્વમાં બાંગ્લાદેશ પછી ઉત્પાદન ભારત બીજા સ્થાને છે.
જમીન નદીઓના મુખત્રીકોણ પ્રદેશની કાંપની
તાપમાન – 300 થી 400 સે
વરસાદ 100 સેમી કરતા વધુ
ઉત્પાદન કરતા રાજયો – પ.બંગાળાના ગંગાનો મુખત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ,
શણમાંથી કંતાન, કોથળા, સાદડી,દોરડાં થેલીઓ,પગરખાં,હસ્ત કલાકારીગરીના નમૂનાઓ વગેરે બને છે.

 • તમાકુ

જમીન રેતાળ, ગોરાડુ જમીન માફક આવે છે.
તાપમાન – 20 સે
વરસાદ – 100 સેમી
તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે.
ઉત્પાદનકરતા રાજયો – આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક
ગુજરાતમાં ખેડા જિલ્લો તથા આણંદ જિલ્લો, ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જણીતા છે
ચરોતર સોનેરી પાનના મુલક તરીકે ઓળખાય છે
દેશની તમાકુનો પાંચમો ભાગ નિકાસ કરવામાં આવે છે.
મોટા ભાગની તમાકુ યુ.કે અને રશિયામાં નિકાસ થાય છે.

 • રબર

રબરનો ઉપયોગ વિવિધ ઔધોગિક ઉત્પાદનનોમાં કરવામાં આવે છે.
રબરમાંથી મુખ્યત્વે ટાયર અને ટુયબ બનાવવામાં આવે છે.
જમીન પહાડી જમીન
તાપમાન – ગરમ ભેજવાળી
વરસાદ – વધુ વરસાદ
ઉત્પાદનકરતા રાજયો – કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા
વિશેષતા– ભારત વિશ્વમાં પાંચમાં સ્થાને
ફળફળાદિ અને શાક ભાજીની તથા ફુલોની ખેતી
ભારતમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, નાસપતી, નારંગી વગેરેને ખેતી થાય છે
કેળાં – તમિલનાંડુ,મહારાષ્ટ્ર
સફરજન – હિમાચલ,જ્મ્મુ-કશ્મીરની ખીણ વિસ્તાર
દ્રાક્ષ – ઉત્તરંચલ,મહારાષ્ટ્ર,હિમાચલ પ્રદેશ,જમ્મુ-કશ્મીર,તમિલનાડુ,આંધ્રપ્રદેશ
ફૂલોની ખેતી – ગુલાબ, જૂઇ, મોગરો વગેરે ફૂલોની ખેતી થાય છે
તેજાના તથા મસાલા – તજ, લવિંગ, એલચી, મરી વગેરે

 
Leave a comment

Posted by on માર્ચ 9, 2011 in પ્રકરણ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: