RSS

પેપર – 3

04 ફેબ્રુવારી

1 ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોને ચાડાઇ કરી ?

(A) અકબરે           (B) કનિષ્કે                (C) સિકંદરે (D) મિનિડરે

2 ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણો પૈકી એક લક્ષણ નથી?

(A) વિવિધતામાં એકતા     (B) સાંપ્રદાયિકતા (C) આધ્યાત્મિકતા  (D) સહિષ્ણુતા

3  હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જગત ભરમાં જાણીતુ છે?

(A) ગુલાબી રંગની        (B) કાળા રંગની (C) લાલ રંગની    (D) લીલા રંગની

4 સંગીત પારિજાત ગ્રંથ કોણ લખ્યો હતો ?

(A)પંડિત અહોબલે (B) પંડિત સારંગદેવ  (C) પંડિત નારદ  (D) પંડિત ભરત મુનિ

5  થંજાવુર ખાતે ક્યા વંશની રાજધાની હતી?

(A) ગુપ્ત વંશ (B) પહલવ વંશ (C) સોલંકી વંશ   (D) ચોલ વંશ

6 જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઇ મસ્જિદ બનાવી હતી

(A) જુમા મસ્જિદ (B) તાંતી પાડાની મસ્જિદ (C) જામા મસ્જિદ (D) અટાલા મસ્જિદ

7 મસ્જિદના કિબલા (દીવાલ)ના અંતભાગને શુ કહેવામાં આવે છે ?

(A) લિવાન  (B) મક્સુરા (C) મહેરાબ  (D) ગલિયારા

8 ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો,રિવાજો અને નિયમો ક્યા ગ્રંથમાં આપવામાં આવ્યા છે?

(A) રામાયણ    (B) ધર્મ શાસ્ત્રો    (C) સ્મૃતિગ્રંથો (D) પુરાણો

9 મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે ક્યો ગ્રંથ રચ્યો હતો ?

(A) આમુક્તમાલ્યદા (B) અષ્ટાધ્યાયી   (C) આમુક્ત કૃષ્ણરાય   (D) કૃષ્ણરાય ચરિત

10 નીચેના પૈકી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો?

(A) શંકરાચાર્ય – ભાષ્ય             (B) પાણિનિ – અષ્ટધ્યાયી

(C) સોમદેવ – શાંતિપુરાણ (D) ભારવિ – કિરાતાર્જુંનીયમ્

11 ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે ર્ક્યો ?

(A) દયારામે   (B) પ્રેમાનંદે   (C) નરસિંહ મહેતાએ (D) દલપતરામે

12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?

(A) નાગાર્જુન (B) વરાહમિહિર    (C) ચરક   (D) આર્યભટ્ટ

13 નીચેના વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. તે જણાવો ?

(A) નટરાજનું શિલ્પ નાદન્તકલાનો સર્વોતમ નમૂનો છે.
(B) ચંદ્રગુપ્ત દ્વિતીયે કાટ ન લાગે તેવા લોહનો વિજ્યસ્તંભ બનાવડાવ્યો હતો
(C) આર્યભટ્ટે જાણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે.
(D) વરાહમિહિરે સાબિત ર્ક્યું હતુ કે ચંદ્રગ્રણનું સાચું કારણ પૃથીનો પડછાયો છે.

14 ખજૂરાહોમાં ક્યા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિરો નિર્માણ થયુ છે?

(A) ચાલુક્ય વંશના રાજવીઓ      (B)ચંદેલ રાજવીઓ

(C)પલ્લવ રાજવીઓ                    (D) એક પણ નહિ

15 કાંગડાનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે?

(A) મહારાષ્ટ્ર     (B) તનિલનાડુ    (C) બિહાર   (D) હિમાચલ પ્રદેશ

16 ભવનાથનો મેળો ક્યા ભરાય છે?

(A) ભાવનગર          (B) સુરેન્દ્રનગર        (C) જૂનાગઢ (D) પાવાગઢ

17 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે જણાવો ?

(A) બૃહદેશ્ર્વરનું મંદિર – થંજાવુર                      (B) વિરુપાક્ષનું મંદિર – પટ્ટદકલ
(C) ચોસઠ યોગિનીનું મંદિર – મહાબલિપુરમ્ (D) ખજૂરાહોનું મંદિર – મધ્ય પ્રદેશ

18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?

(A) પર્યાવરણ ખાતાને (B) પ્રવાસન ખાતાને (C) પર્યટન ખાતાને (D) પુરાતત્વ ખાતાને

19 નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન ખરું છે,તે જણાવો?

(A) રાષ્ટ્રીય સંગ્રાહલય – નવી દિલ્લી
(B) ભારતીય સંગ્રાહલય – મુંબઇ
(C) પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રાહલય – કોલકાતા
(D) સાલારરગંજ સંગ્રાહલય – ભોપાલ

20 ક્યું પરિબળ જમીનની પરિપક્વતા નક્કી કરે છે?

(A) સમયગાળો (B) આબોહવા (C) ખવાણ અને ધોવાણ (D) ભૂમિનો ઢાળ

21 ભારતમાં ચિત્તો કઇ કક્ષાનું પ્રાણી છે?

(A) લુપ્ત (B) વિનાશના આરે   (C) ભયના આરે   (D) વિરલ

22 ભારતે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?

(A)ઇ.સ. 1952      (B)ઇ.સ. 1972        (C) ઇ.સ. 1988 (D) ઇ.સ. 1975

23 ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે?

(A) 50%       (   B) 35%     (C) 75% (D) 62%

24 વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત ક્યા ક્રમે આવે છે?

(A) પ્રથમ ક્રમ          (B) બીજા ક્રમે          (C) ત્રીજા ક્રમે (D) ચોથા ક્રમે

25 ભારતમાં લગભગ કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે?

(A) 72%        B) 64% (C) 52%         (D) 26%

 
Leave a comment

Posted by on ફેબ્રુવારી 4, 2011 in પ્રશ્ન બેંક

 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: